સંકટકાળમાં ગણેશમૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું ?

ક્યારેક ગણેશમૂર્તિના વિસર્જનકાળમાં કટોકટી, વાવાઝોડું, આના જેવી આપત્કાલીન સ્થિતિ નિર્માણ થઈ શકે છે. ક્યારેક વિસર્જનકાળમાં અચાનક સર્વ જળસ્રોત દૂષિત થવાથી તે પાણી મૂર્તિ વિસર્જન કરવા માટે યોગ્ય ન હોવાની સંભાવના હોય છે. આવી આપત્કાલીન પરિસ્થિતિમાં મૂર્તિ વિસર્જન કેવી રીતે કરવું એ વિશે અહીં જાણકારી લઈએ.

 

 મૂર્તિ નાની હોય ત્યારે કરવાનું વિસર્જન

નાની મૂર્તિ (૬ થી ૭ ઇંચ અથવા ૧ થી દોઢ ફૂટ ઊંચાઈ)ની સ્થાપના કરી હોય તો

૧.  ઉત્તરપૂજા પછી આ મૂર્તિ ઘરની બહાર લઈ જવી. તુલસી વૃદાંવન નજીક અથવા આંગણામાં મોટા વાસણમાં પાણી લઈને તેમાં તે મૂર્તિ વિસર્જિત કરવી.

૨. શહેરમાં સદનિકા (‘ફ્લૅટ’)માં રહેનારાઓને તુલસી વૃદાંવન / આંગણું ઉપલબ્ધ ન હોય તો તેમણે ઘરમાં જ મોટા વાસણમાં પાણી લઈને તેમાં મૂર્તિનું વિસર્જન કરવું.

૩. મૂર્તિ પાણીમાં સંપૂર્ણ ઓગળી ગયા પછી તે પાણી અને માટી પગમાં આવે નહીં, એ રીતે આપટો, વડલો, પીપળા જેવાં સાત્વિક વૃક્ષોને પાવું.

 

મૂર્તિ મોટી હોય ત્યારે કરવાનું વિસર્જન

મોટી મૂર્તિની સ્થાપના કરી હોય તો

૧. તેની ઉત્તરપૂજા થઈ ગયા પછી તે ઘરમાં જ સાત્વિક ઠેકાણે (ઉદા. પૂજાઘરની બાજુમાં) રાખવી.

૨. આ મૂર્તિની પૂજા કરવાની આવશ્યકતા નથી. તેના પર ધૂળ ન ઉડે, તે માટે એકાદ ખોખામાં અથવા કપડાથી ઢાંકી રાખવી.

૩. સમયજતાં વહેતું પાણી ઉપલબ્ધ થાય ત્યારે આ મૂર્તિ વહેતા પાણીમાં વિસર્જિત કરવી.

શ્રી. દામોદર વઝે ગુરુજી, સંચાલક, સનાતન સાધક-પુરોહિત પાઠશાળા, રામનાથી, ગોવા.

 

નિર્માલ્યનું  વિસર્જન આ રીતે કરો !

શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે. પરંતુ ઉપર ઉલ્લેખ કર્યા પ્રમાણે આપત્કાળમાં નિર્માલ્ય વિસર્જિત કરી શકાય એટલો પાણીનો સંચય ન હોય, અથવા પાણી શુદ્ધ ન હોવાથી નિર્માલ્ય પાણીમાં વિસર્જિત કરી શકાતું નથી.

આવા સમયે વ્યષ્ટિ સ્તર પર તોયે નિર્માલ્યમાંના ચૈતન્યનો લાભ મળે એ માટે નિર્માલ્ય પાણીમાં ભીંજવી લેવું અને તે પાણીનો ઉપયોગ નહાવા માટે કરવો અથવા તે પાણી આંગણામાંના ફૂલઝાડને પાવું. પછી તે નિર્માલ્યનો ઉપયોગ ખાતર-નિર્મિતિ માટે કરવો. ખાતર-નિર્મિતિ માટે ઉપયોગ કરવાનું બનતું ન હોય તો ભગવાનને પ્રાર્થના કરીને તે નિર્માલ્ય ફેંકી દેવું.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ અને લઘુગ્રંથ ‘શ્રી ગણપતિ’

Leave a Comment