લોકમાન્‍ય તિલક : એક લોકોત્તર નેતા !

‘૩૧.૭.૧૯૨૦ની મધ્‍યરાત્રે ૧૨ વાગીને ૪૦ મિનિટે મુંબઈ સ્‍થિત સરદારગૃહમાં લોકમાન્‍ય તિલકનું નિધન થયું. ૧.૮.૧૯૨૦ના દિવસે મુંબઈમાં નીકળેલી તિલકની અંત્‍યયાત્રામાં અઢી લાખ લોકો સહભાગી થયા હતા. તેમના પર ગિરગાવની ચોપાટી ખાતે મુંબઈ સરકારે અગ્‍નિસંસ્‍કાર કરવાની વિશેષ પરવાનગી આપી.

 

૧. ભારતીય સમાજના મનમાં
‘સ્‍વતંત્રતાની લાલસા’ પ્રથમ તિલકે નિર્માણ કરવી

વર્ષ ૧૮૮૦ થી ૧૯૨૦ આ સમયગાળો ‘તિલક યુગ’ના નામથી ઓળખાય છે. લોકમાન્‍ય તિલકે સતત ૪૦ વર્ષ ભારતીય સ્‍વતંત્રતા માટે બ્રિટીશ સામ્રાજ્‍યના વિરોધમાં ભારતીય સમાજમનમાં અસંતોષ નિર્માણ કર્યો. અંગ્રેજી રાજવટ પહેલા તો ભારતીય સમાજને સુખદાયી લાગી. તે અંગ્રેજી રાજવટના ભારતીય સમાજ ગુણગાન કરતો હતો; પણ ‘આપણે પરકીય રાજવટમાં છીએ. આપણને સ્‍વતંત્રતા નથી’, આ ભાન ભારતીય સમાજ ભૂલી ગયો હતો. તે ભારતીય સમાજના મનમાં ‘સ્‍વતંત્રતા લાલસા’ પહેલીવાર લોકમાન્‍ય તિલકે નિર્માણ કરી.

લોકમાન્‍ય તિલક

 

૨. શાળા અને મહાવિદ્યાલયોની સ્‍થાપના

નવી પેઢીને શિક્ષણ આપવા માટે તિલક અને આગરકરે ચિપળૂણકર સાથે વર્ષ ૧૮૮૦માં ‘ન્‍યૂ ઇંગ્‍લીશ સ્‍કૂલ’ શાળાની સ્‍થાપના કરી. ત્‍યાં માસિક ૩૦ રૂપિયા પગાર પર તેમણે શિક્ષક તરીકે કામ કરવાનો આરંભ કર્યો. શાળાની ઉન્‍નતિ થયા પછી આગળ તેમણે ‘ફર્ગ્‍યુસન કૉલેજ’ની સ્‍થાપના કરી. તિલક પોતે શાળા અને મહાવિદ્યાલયમાં સંસ્‍કૃત અને ગણિત આ બે વિષયોનું અધ્‍યાપન કરતા હતા.

 

૩. આકરા લેખોને કારણે સરકારે ખટલા ભરવા

સમાજમનને રાષ્‍ટ્રીય વળાંક આપવો અને સમાજના સુખ-દુઃખો સમજી લઈને તે છોડાવવા, એ માટે તિલકે ‘કેસરી’ આ મરાઠી સાપ્‍તાહિક કાઢ્યું, જ્‍યારે અમરાઠી ભારતીઓ માટે ‘મરાઠા’ આ અંગ્રેજી સાપ્‍તાહિકનો આરંભ કર્યો. આ બન્‍ને સાપ્‍તાહિકો તેમણે નીડર થઈને ચલાવ્‍યા. વર્ષ ૧૮૮૨માં ‘કેસરી’ સાપ્‍તાહિકમાં કોલ્‍હાપુર પ્રકરણ અંગે કડક લેખ આવ્‍યા. અંતે તેમના પર ફોજદારી ખટલો દાખલ થઈને તિલક-આગરકરને ઉત્તરદાયી સંપાદક તરીકે ૪ માસની સાદા કેદની શિક્ષા થઈ. આ ખટલાથી બ્રિટીશ સરકારે તિલક પર જે શસ્‍ત્ર ઉગામ્‍યું, તે વર્ષ ૧૯૧૬ સુધી નીચે મૂક્યું જ નહીં.

આ સમયગાળામાં તિલક પર ૩ ફોજદારી ખટલાઓ ચાલ્‍યા. તેમાના પરનો બીજો ખટલો વર્ષ ૧૮૯૭માં પુના ખાતે પ્‍લેગ ફેલાયો તે સમયે સરકારે લોકો પર કરેલા અત્‍યાચારોના વિરોધમાં કેસરીમાં કડક લેખ લખ્‍યા, તે માટે હતો. ત્‍યાર પછી તિલક પર રાજદ્રોહનો ખટલો ચલાવ્‍યો. વર્ષ ૧૯૦૮માં બંગાળ ખાતે બૉંબસ્‍ફોટ થવા લાગ્‍યા. ત્‍યારે તિલક પર સરકારે (સરકાર) પર કડક ટીકા કરનારો લેખ લખવા માટે ત્રીજો ખટલો ભર્યો. આ બન્‍ને ફોજદારી ખટલાઓને કારણે તેમને કુલ ૭ વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો. વર્ષ ૧૯૧૫નો ખટલો કારાવાસ માટે નહોતો, જ્‍યારે રાજદ્રોહ ફરીને ન કરે તે માટે, તારણ મેળવવાના સ્‍વરૂપનો હતો. તેમાં તિલકને અંતે યશ મળ્યું.

 

૪. લોકમાન્‍ય તિલકમાંના ગુણ

વ્‍યક્તિ તરીકે તિલકમાં ધૈર્ય, ચિકાટી, પ્રમાણિકતા, સાહસિકતા, સ્‍વાર્થત્‍યાગ અને પોતાના શબ્‍દોનું અભિમાન, દેશભક્તિ ઇત્‍યાદિ ગુણ હતા.

 

૫. ઇતિહાસમાં અજોડ એવું સ્‍થાન

ટાઇમ્‍સકારોએ તિલકના ચરિત્રનું વર્ણન કરતી વેળાએ કહ્યું છે, ‘તિલકની રાજકીય ચળવળોનો ધાક જબરો કઠિન. કોઈપણ દેશની રાજકીય ઊથલપાથલના ઇતિહાસમાં તે અજોડ છે.’ રૌલટ અને કામગીરીના અહેવાલોમાં પણ ક્રાંતિકારી ચળવળોનું મંથન કરીને તેમાંથી કાઢેલા નિષ્‍કર્ષો માટે તેમની જ અગ્રપૂજા કરવામાં આવી છે.

 

૬. ‘હિંદુસ્‍થાનમાંના અસંતોષના જનક’ આ પદવી મળવી

ચિરોલ સાહેબે પોતાના ‘હિંદુસ્‍થાનમાંના અસંતોષ’ આ પ્રસિદ્ધ પુસ્‍તકમાં તિલકને ‘ફાધર ઑફ ઇંડિયન અનરેસ્‍ટ’ એટલે ‘હિંદુસ્‍થાનમાંના અંસોષના જનક’ એવી પદવી આપી હતી.

 

૭. તિલકના લોકોત્તર ગુણ અને કામગીરી

૭ અ. સત્તાનિષ્‍ઠા

વર્ષ ૧૮૮૨માં ‘કોલ્‍હાપુર પ્રકરણ’ સમયે તિલક કેવળ ૨૬ વર્ષના હતા; પરંતુ આટલી ઓછી વયમાં પણ તેમણે આ ખટલા માટે આવશ્‍યક તે કાયદાનું જ્ઞાન અને શિક્ષા ભોગવવાનું ધૈર્ય તો બતાવ્‍યું જ; પરંતુ પ્રમાણિકતા જાળવીને કેવળ પ્રમાણિકતા માટે પોતાના બચાવનો પુરાવો પોતાના હાથે બાળી નાખ્‍યો. આ વાતનો સંબંધ આગળ જતાં ફર્ગ્‍યુસન મહાવિદ્યાલય માટે એક મોટી દેણગી મળીને તેની સ્‍થાપના થવા માટે કારણીભૂત થયો.

૭ આ. અન્‍યાયના વિરોધમાં લડવું

વર્ષ ૧૮૮૮-૮૯માં તિલકે ‘ક્રૉફર્ડ મામલેદાર પ્રકરણ’માં કરેલી કામગીરીથી તેઓ ધરાવી રહેલા ઉદ્યોગશીલતાનો પુરાવો લોકોને ગળે ઉતર્યો. ક્રૉફર્ડ પ્રકરણમાં ખાસ કરીને સાહેબ દોષી હોવા છતાં તેઓ શિક્ષાવિના છૂટી ગયા અને બિચારા મામલેદારને બરતરફ કરવામાં આવ્‍યા. આ અન્‍યાય સહન ન થવાથી તિલકે અરજી લખીને અને સભા લઈને મામલેદારની દખલ મુંબઈ સરકારને લેવાની ફરજ પાડીને તેના દ્વારા ‘મામલેદાર્સ ઇંડિમ્‍નિટી ઍક્‍ટ’ સંમત કરાવી લીધો.

૭ ઇ. કુશાગ્ર બુદ્ધિ, સંસ્‍કૃત ગ્રંથોનું જ્ઞાન અને વાદવિવાદની ઉત્‍કૃષ્‍ટ હથોટી

વર્ષ ૧૮૯૧માં સંમતિબિલના યુદ્ધ પ્રસંગે તિલકે ડૉ. ભાંડારકર પ્રભૃતિ પંડિત સાથે વાદ કર્યો. તેમાં તેમની કુશાગ્ર બુદ્ધિ, સંસ્‍કૃત ગ્રંથોનું પરિશીલન અને વાદવિવાદની ઉત્‍કૃષ્‍ટ હથોટીના લોકોને દર્શન થયા. તિલક અને સુધારક લોકોમાંનું વાદનું મુખ્‍ય સૂત્ર ‘સરકારે ધાર્મિક વિષયોમાં માથું મારવું નહીં. સુધારણા ભલે ઇષ્‍ટ હોય, તો પણ તે બને ત્‍યાં સુધી લોકમત લઈને કરાવી લેવી’, એ જ હતું. આ વાદને કારણે તિલકનું નામ મુંબઈ બહારના વિસ્‍તારોમાં પહેલી વાર વિખ્‍યાત થયું.

૭ ઈ. નિર્ભીત (નીડર) અને હિંદુત્‍વનું સ્‍વાભિમાન

૧૮૯૨-૯૩માં હિંદુ-મુસલમાનોમાંના ટંટાઓએ ઉગ્ર રૂપ ધારણ કર્યું. આ પ્રસંગમાં ખરા દોષી સરકારી અધિકારીઓ હતા અને તેમણે કરેલી ઉશ્‍કેરણીને કારણે મુસલમાન લોકો દુરાગ્રહ સેવે છે અને ‘કેવળ મુસલમાનોના મન ઉશ્‍કેરાશે; તેથી હિંદુઓએ સભાઓ લેવી નહીં, એમ કહેવું ભૂલભરેલું છે’, એવો મત તિલકે નીડરતાથી પ્રસ્‍તુત કર્યો. તિલકે કરેલી આ ચળવળને કારણે, ખાસ કરીને તિલકે પ્રસિદ્ધ કરેલા કેટલાક સરકારી દસ્‍તાવેજોને કારણે સરકાર કરી રહેલો પક્ષપાત ઉજાગર થયો અને ઘણા હિંદુઓને ‘પોતાનો કોઈક તોયે વાલી છે’, એમ સમજાયું. ગણપતિ ઉત્‍સવના મૂળમાં પણ તેમનું યોગ્‍ય પ્રકારનું હિંદુત્‍વનું સ્‍વાભિમાન જ હતું.

૭ ઉ. કાયદાના ગાઢ અભ્‍યાસક

વર્ષ ૧૮૫૪માં બાપટ પ્રકરણમાં તિલકે બાપટ અને સયાજીરાવ ગાયકવાડનો પક્ષ પ્રસ્‍તુત કર્યો.

૭ ઊ. મિત્રતાને ખાતર ઘસાઈ જવું

મિત્રકાર્ય માટે ઘસાઈ જવાનો તિલકનો ગુણ ‘બાબામહારાજ’ પ્રકરણમાં દેખાઈ આવ્‍યો.

 

૮. કાર્યને કારણે લોકોએ ચૂંટી દેવા

વર્ષ ૧૮૯૫માં તિલકનું કાર્ય મહારાષ્‍ટ્ર સરકારને એટલું ગમ્‍યું કે, મધ્‍યભાગના ‘કાયદા-કાઉન્‍સિલ’માં ચૂંટણીની એક જગ્‍યા મળી અને હજી ૨ વર્ષો ઉપરાંત નવી ચૂંટણી થઈ, ત્‍યારે મતદારોએ તિલકને જ ચૂંટ્યા.

 

૯. દુષ્‍કાળમાં લોકજાગૃતિ

વર્ષ ૧૮૯૬માં મહારાષ્‍ટ્ર ખાતે મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો. તે સમયે તિલકે ખેડૂતોનો પક્ષ લઈને ‘દુકાળમાં સરકારે શું કરવું જોઈએ’, આ વિશે સૂચનો કર્યા. ‘કરજ કાઢીને જમીન મહેસૂલ ભરશો નહીં’, એવું તેમણે ખેડૂતોને કહ્યું. ‘ફૅર્મિંન કોડા’નું મરાઠી ભાષાંતર કરીને પોતે તિલક અને તેમના સહકારીએ ગામેગામ જઈને તે વિશે જાણકારી આપીને પત્રકો વહેંચ્‍યા.

 

૧૦. લોકસેવા, સખત મજુરીની શિક્ષા અને લોકપ્રેમ !

વર્ષ ૧૮૯૭માં પ્‍લેગ પરના સરકારી જુલમી ઉપાયોને કારણે જનતા અને સરકારમાં ટંટો થયો. તે સમયે તિલકે લોકસેવા કરીને અને પોતાના પ્રયત્નોથી  ખાનગી ‘પ્‍લેગ હિંદુ હૉસ્પિટલ’ બાંધ્‍યું. તિલક પ્રતિદિન આ રુગ્‍ણાલયમાં આવતા. વર્ષ ૧૮૯૭માં તિલક પર ચાલેલા ખટલાને કારણે તેમને ૧૮ માસની સખત મજુરીની સજા ભોગવવી પડી. અંતે પશ્‍ચિમી પંડિત મૅક્સમ્‍યૂલર પ્રભૃતિની મધ્‍યસ્‍થીથી ૬ મહિના પહેલાં તેમને મુક્ત કર્યા. તેથી તિલક વિશે સમગ્ર હિંદુસ્‍થાનમાં સહાનુભૂતિ ઉત્‍પન્‍ન થઈ. તેમના માટે નિધિ (ફંડ) ભેગો થયો.

મુંબઈના વેપારીઓ તેમના માટે તારણ રહ્યા. કોલકત્તા ખાતે ભેગી થયેલી વર્ગણીથી રવાના થયેલા બૅરિસ્‍ટરે તેમના માટે યુક્તિવાદ કર્યો. સરકારને રાજદ્રોહના કાયદાની ભાષા દુરુસ્‍ત કરાવાની ફરજ પાડીને સરકાર માટે સર્વ જનતા દ્વારા ‘અન્‍યાયી અને ખુનસી’ બોલાવી લેવડાવ્‍યું. આ રીતે સદર પ્રકરણમાં નૈતિક વિજય તિલકના ફાળે જ ગયો.

 

૧૧. વિવિધ ચળવળો

વર્ષ ૧૯૦૫માં કર્ઝનશાહીના જુલમથી સ્‍વદેશી, બહિષ્‍કાર, રાષ્‍ટ્રીય શિક્ષણ અને સ્‍વરાજ્‍ય ઇત્‍યાદિ ચળવળ ચાલુ થઈ. તે વિશે તિલકે મોટી કામગીરી કરી.

 

૧૨. તિલકનો કામગારો પ્રત્‍યેનો પ્રેમ

વર્ષ ૧૯૦૮ના એપ્રિલમાં બૉંબના અત્‍યાચારોનો બંગાળમાં આરંભ થતાં જ તિલક પર સરકારે ખટલો દાખલ કર્યો. તેમાં તિલકે એકાદ બૅરિસ્‍ટર પ્રમાણે પોતે પોતાનો જ યુક્તિવાદ કર્યો. તે સમયે ન્‍યાયાલયે તિલકને ૬ વર્ષની શિક્ષા ફટકાર્યા પછી મુંબઈના ૨૮ ‘મીલ’ના ૩૫ સહસ્ર કામગારોએ તિલકને આપેલી ૬ વર્ષની શિક્ષાના વિરોધમાં ૬ દિવસ ‘મીલો’ બંધ રાખી. આ ‘મીલ’ કામગારોનો પ્રથમ સંપ હતો. તિલક પર દેખાઈ આવેલો કામગારોનો પ્રેમ !’

 વિનાયક રામચંદ્ર જોશી (ધર્મભાસ્‍કર, ઑગસ્‍ટ ૨૦૦૯, પૃષ્‍ઠ ૧૨, ૧૩, ૧૪, ૧૬)

Leave a Comment