ગણેશમૂર્તિ

 

હંમેશની મૂર્તિ

‘શ્રી ગણપતિ અથર્વશીર્ષ’માં શ્રી ગણેશનું મૂર્તિવિજ્ઞાન (રૂપ) આ રીતે આપ્યું છે – ‘એકદંત, ચતુર્ભુજ, પાશ અને અંકુશ ધારણ કરનારાં, એક હાથમાં (તૂટેલો) દાંત ધારણ કરનારાં અને બીજા હાથની વરદમુદ્રા રહેલાં, જેમનો ધ્વજ મૂષકચિહ્નથી અંકિત છે એવાં, રક્ત (લાલ) વર્ણ, લંબોદર, સૂપડાં જેવા કાન રહેલાં, રક્ત (લાલ) વસ્ત્ર પહેરેલાં, શરીરને રક્તચંદનનો અનુલેપ લગાડેલા અને રક્ત (લાલ) પુષ્પોથી પૂજન કરેલા.’

કેટલીક વિવિધતાઓ

૧. ગણપતિ ક્યારેક પદ્માસનાસ્થિત, તો ક્યારેક નૃત્યમુદ્રામાં પણ જોવા મળે છે.

૨. હિમાલયમાં એક ‘મુંડકટા’ શ્રી ગણેશ છે. આ મૂર્તિને મસ્તક નથી, તે નામ પરથી જ ધ્યાનમાં આવે છે. પાર્વતીએ શરીરના મેલમાંથી બનાવેલા પુત્રનો શંકરે શિરચ્છેદ કર્યો, આ તે મૂર્તિ હોવાનું કહેવાય છે.

૩. અન્ય રંગ : હરિદ્રાગણપતિ અને ઊર્ધ્વગણપતિ પીળા રંગના હોય છે. પિંગલગણપતિ પિંગટ વર્ણના, જ્યારે શ્રી લક્ષ્મીગણપતિ શુભ્ર વર્ણના હોય છે.

૪. લિંગ : શિવલિંગ જેવું જ ગણપતિનું પણ લિંગ હોય છે. તેને ગાણપત્યલિંગ કહેવાય છે. તે દાડમ, લિંબુ, કોળું અથવા જાંબુના આકારનું હોય છે.

૫. નગ્ન : તાંત્રિક ઉપાસનામાંની શ્રી ગણેશમૂર્તિ મોટે ભાગે નગ્ન હોય છે અને તે મૂર્તિ સાથે તેમની શક્તિ પણ હોય છે.

૬. સ્ત્રીરૂપ : ‘શાક્ત’ સંપ્રદાયમાં શ્રી ગણેશ સ્ત્રીરૂપમાં પૂજવામાં આવે છે. તેનાં કેટલાંક ઉદાહરણો નીચે પ્રમાણે છે.

અ. ગણેશ્વરી : તામિલનાડુ સ્થિત સુચિંદ્રમ્ દેવાલયમાં અત્યંત મનભાવન એવું ગણેશ્વરી શિલ્પ છે.

આ. અર્ધ ગણેશ્વરી : તાંત્રિક ઉપાસનામાં આ એક અત્યંત અર્થપૂર્ણ સ્વરૂપ છે.

ઇ. ગણેશાની : અત્યંત દુર્લભ એવી તાંત્રિક-માંત્રિક આરાધનામાં આ દેવી મળી આવે છે.

૭. સૌમ્યગણપતિ, બાળગણપતિ, હેરંબગણપતિ, લક્ષ્મીગણપતિ, હરિદ્રાગણપતિ, ઉચ્છિષ્ટગણપતિ, સૂર્યગણપતિ, વરદગણપતિ, દ્વિભુજગણપતિ, દશભુજગણપતિ, નર્તનગણપતિ, ઉત્તિષ્ઠિતગણપતિ, જમણી સૂંઢના ગણપતિ ઇત્યાદિ ઘણા પ્રકાર છે.

 

ગણેશમૂર્તિના વિવિધ ભાગોનો ભાવાર્થ

સંપૂર્ણ મૂર્તિ

ઓંકાર, નિર્ગુણ.

સૂંઢ

જમણી સૂંઢ

જમણી બાજુએ સૂંઢ રહેલી ગણપતિની મૂર્તિ એટલે દક્ષિણાભિમુખી મૂર્તિ. દક્ષિણ એટલે દક્ષિણ દિશા અથવા જમણી બાજુ. દક્ષિણ દિશા યમલોક ભણી લઈ જનારી, જ્યારે જમણી બાજુ સૂર્યનાડીની છે. યમલોકની દિશાનો જે સામનો કરી શકે છે તે શક્તિશાળી હોય છે. તેમજ સૂર્યનાડી ચાલુ હોય તેવા તેજસ્વી પણ હોય છે. આ બન્ને અર્થે જમણી સૂંઢના ગણપતિ  છે એવું કહેવાય છે.

દક્ષિણમાં રહેલાં યમલોકમાં પાપ-પુણ્યની જેવી રીતે છણણી થાય છે, તેવી છણણી મૃત્યુ પહેલાં દક્ષિણ ભણી મોઢું રાખીને બેસવાથી (અથવા સૂતી વખતે દક્ષિણ ભણી પગ કરવાથી) થવા લાગે છે. દક્ષિણાભિમુખી મૂર્તિની પૂજા પણ હંમેશની જેમ કરવામાં આવતી નથી; કારણકે દક્ષિણમાંથી ત્રાંસી (રજ-તમ) લહેરો આવે છે. એવી મૂર્તિની પૂજા કર્મકાંડમાંની પૂજાવિધિના બધા નિયમોનું અચૂક પાલન કરીને કરવામાં આવે છે. તેનાથી સાત્વિકતા વધે છે અને દક્ષિણ દિશામાંથી આવનારી રજ -તમ લહેરોનો ત્રાસ થતો નથી.

ડાબી સૂંઢ

ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે. તેની પૂજા હંમેશની પદ્ધતિથી કરવામાં આવે છે.

મોદક

અ. ‘મોદ’ એટલે આનંદ અને ‘ક’ એટલે નાનકડો ભાગ. મોદક એટલે આનંદનો નાનકડો ભાગ. મોદકનો આકાર નારિયેળ જેવો, એટલે જ ‘ખ’ આ બ્રહ્મરંધ્રમાંના પોલાણ જેવો હોય છે. કુંડલિની  સુધી પહોંચ્યા પછી આનંદની અનુભૂતિ થાય છે. હાથમાં પકડેલો મોદક, એટલે આનંદ પ્રદાન કરનારી શક્તિ છે.

આ. ‘મોદક’ એ જ્ઞાનનું પ્રતીક છે; એટલે તેને ‘જ્ઞાનમોદક’ એમ પણ કહેવાય છે. જ્ઞાન પ્રથમ થોડું છે એવું લાગે છે (મોદકની ટોચ તેનું પ્રતીક છે); પણ અભ્યાસ કરવાનો આરંભ કર્યા પછી સમજાય છે કે, જ્ઞાન બહુ જ મોટું છે. (મોદકનો નીચલો ભાગ તેનું પ્રતીક છે.) મોદક મીઠો હોય છે, જ્ઞાનનો આનંદ પણ તેવોજ હોય છે.

ઇ. મોદકનો આકાર નારિયેળ જેવો હોય છે. નારિયેળની એક વિશિષ્ટતા, એટલે તે ત્રાસદાયક સ્પંદનો પોતાનામાં આકર્ષિત કરી લે છે. મોદક પણ ભક્તોનાં વિઘ્નો અને તેમને થઈ રહેલો અનિષ્ટ શક્તિઓનો ત્રાસ પોતાનામાં ખેંચી લે છે. ગણપતિ મોદક આરોગે છે, એટલે વિઘ્નો અને અનિષ્ટ શક્તિનો નાશ કરે છે.

અંકુશ

આનંદ અને વિદ્યાના સંપાદનોના કાર્યમાંની વિઘાતક શક્તિઓનો નાશ કરનારા.

પાશ

શ્રી ગણપતિ ખરાબ વાતોને પાશ નાખીને દૂર લઈ જનારા, એવા છે. .

કટીએ (કમરમાં) વીંટાળેલો નાગ

વિશ્વકુંડલિની

ગૂંછળું કરેલા નાગની ફેણ

જાગૃત કુંડલિની

ઉંદર

ઉંદર, એટલે રજગુણ ગણપતિના નિયંત્રણમાં છે.

 

શ્રી ગણેશ ચતુર્થીના દિવસે પૂજવાની મૂર્તિ કેવી હોવી જોઈએ?

આજકાલ ધર્મશાસ્ત્રનો વિચાર કર્યા સિવાય પોતપોતાની પસંદગી અને કલ્પનાસૌંદર્ય પર ભાર મૂકીને વિવિધ આકારોમાં અને રૂપોમાં (ઉદા. ગરૂડ પર આરૂઢ ગણેશ, શ્રીકૃષ્ણના પહેરાવમાં ગણેશ તેમજ નર્તન કરનારા ગણેશ) શ્રી ગણેશની મૂર્તિઓ પૂજવામાં આવે છે. શ્રી ગણેશ ચતુર્થી સમયે ઘરોઘરમાંથી અને સાર્વજનિક રીતે ઘણા મોટા પ્રમાણમાં ગણેશમૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે. આ સમયે મૂર્તિ વિશેની આ અયોગ્યતા ચોખ્ખી રીતે જણાય છે; તેથી ગણેશમૂર્તિ શાસ્ત્ર અનુસાર કેવી હોવી જોઈએ, તે આગળ આપ્યું છે.

૧. અધ્યાત્મશાસ્ત્ર અનુસાર શ્રી ગણેશમૂર્તિ ખડી માટી અથવા ચીકણી માટીથી બનાવેલી હોવી જોઈએ; કારણ કે, આવી મૂર્તિમાં વધારેમાં વધારે પ્રમાણમાં ગણેશતત્વ આકર્ષિત થાય છે અને તેનો પૂજકને લાભ મળે છે. અન્ય વસ્તુઓંથી (ઉદા. પ્લાસ્ટર ઑ પૅરીસ, કાગળનો માવો) મૂર્તિ બનાવવી, આ ધર્મશાસ્ત્ર વિરોધી છે ! પ્રતિવર્ષ મોટી મૂર્તિ લાવવાનો પ્રઘાત ભલે હોય, તો પણ દુકાળજન્ય પરિસ્થિતિમાં વિસર્જન માટે સુસંગત થાય, તેવી નાની (૬-૭ ઇંચ ઊંચાઈ ધરાવતી) મૂર્તિની પૂજા કરવી.

૨. ઘરે પૂજવામાં આવતી મૂર્તિની ઊંચાઈ વધારેમાં વધારે ૧ થી દોઢ ફૂટ જેટલી હોવી જોઈએ. એનુંં કારણ એ કે આ ઊંચાઈની મૂર્તિને ઉપાસના  કરતી વેળાએ તેનેે અનુકૂળતાથી સાચવી શકાય છે તેમજ વિસર્જન સમયે પણ મૂર્તિભંગ થવાનો ભય રહેતો નથી.

૩. મૂર્તિ પાટલા પર બેઠેલી, બને ત્યાં સુધી ડાબા સૂંઢની અને નૈસર્ગિક રંગોથી રંગાવેલી હોવી જોઈએ !  ‘સનાતન’ એ શ્રી ગણેશમૂર્તિ બનાવી છે, એ ૨૮.૩ ટકા ગણેશતત્વ ગ્રહણ કરે છે.

 

સનાતન-નિર્મિત શ્રી ગણેશમૂર્તિનાં માપો

સ્પંદનશાસ્ત્ર અનુસાર પ્રત્યેક આકૃતિનાં સ્પંદનો તેનામાં રહેલાં સત્ત્વ, રજ અને તમ ત્રિગુણોને કારણે જુદાં જુદાં હોય છે. આકૃતિ પલટાય કે, તેનામાંનું ત્રિગુણોનું પ્રમાણ પણ પલટાય છે. દેવતાની મૂર્તિ બાબતે પણ એમ જ છે. શ્રી ગણપતિના હાથની લંબાઈ, જાડાઈ અને આકારમાં અથવા મુગટ પરની નકશીમાં જો જરાક અમથો ફેરફેર થાય, તો પણ કુલ સ્પંદનોમાં પરિવર્તન થાય છે. તે માટે મૂર્તિનો પ્રત્યેક અવયવ ઘડતી વેળાએ સૂક્ષ્મમાંનાં સ્પંદનો સરખી રીતે જાણી લઈને મૂળતત્વ સાથે હળતા-મળતા પુરવાર થાય, એવાં સ્પંદનોનોે તે ઘડાવવો પડે છે.

સનાતનના સાધક-મૂર્તિકારોએ એવો સૂક્ષ્મમાંનો અભ્યાસ કરીને સાત્વિક મૂર્તિ ઘડાવી છે. આ સર્વ વિષય સૂક્ષ્મમાંનો ભલે હોય, છતાં પણ વાચકોને સ્થૂળમાં આવી સાત્ત્વિક મૂર્તિ કેવી હોય, એ સમજવા માટે ત્રિમિતીય શ્રી ગણેશમૂર્તિ અત્રે માપો સહિત આપી રહ્યા છીએ. ઉપર જણાવેલી આકૃતિમાં બતાવેલી ૩૪.૫ સેં.મી. ઊંચાઈ ધરાવતી શ્રી ગણેશમૂર્તિ એક પ્રમાણ તરીકે આપી છે. આપણને જે આકારની મૂર્તિ બનાવી લેવી હોય, તે આકાર પ્રમાણે તે પ્રમાણમાં મૂર્તિનાં માપો પલટાશે.


આકૃતિમાંના ક્રમાંકોનું વિવરણ

૧ . પાટલાની નીચેથી ગણપતિના મુગટના   =       ૩૪.૫ સેં.મી.

કળસની ઉપરની ટોચ

૨. પાટલાની લંબાઈ   =     ૨૪.૫ ’’

૩. પાટલાની પહોળાઈ =     ૨૨.૫ ’’

૪. પાટલાની જાડાઈ   =     ૨.૫ ’’

૫. મુગટની લંબાઈ    =     ૭.૮ ’’

૬ . મુગટની પહોળાઈ  =     ૯.૦ ’’

૭. મુગટની ઊંચાઈ    =     ૭.૩ ’’

૮. મુગટના પાછળના વર્તુળની લંબાઈ    =       ૧૦.૧ ’’

૯. બન્ને આંખોમાંનું અંતર    =     ૩.૦ ’’

૧૦. પાછળના બન્ને હાથોમાંનું અંતર   =       ૨૭.૫ ’’

૧૧. શ્રી ગણપતિના પેટની પહોળાઈ   =       ૧૦.૪ ’’

૧૨. બન્ને ગોઠણમાંનું અંતર    =     ૨૦.૭ ’’

૧૩. શ્રી ગણપતિ બિરાજમાન થયેલા બાજઠની લંબાઈ      =     ૨૨.૦ ’’

૧૪. શ્રી ગણપતિ બિરાજમાન થયેલા બાજઠની પહોળાઈ    =     ૧૪.૫ ’’

૧૫. શ્રી ગણપતિ બિરાજમાન થયેલા બાજઠની ઊંચાઈ      =     ૪.૫’’

મૂર્તિશાસ્ત્ર અનુસાર બનાવેલી શ્રી ગણેશમૂર્તિમાં શ્રી ગણેશતત્વ વધારેમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થઈને તેનો ભાવિકને લાભ થઈ શકે છે. એટલે જ અધ્યાત્મશાસ્ત્ર અનુસાર કરેલી કોઈપણ બાબત નિસર્ગ નજીક જનારી, અર્થાત્ પર્યાવરણને અનુકૂળ એવી જ હોય છે.

શ્રી ગણેશની મૂર્તિ ચીકાશવાળી માટી અથવા
ખડી માટીથી બનાવવા માટે સરકારના સહકાર્યની આવશ્યકતા

ગણેશની મૂર્તિ ચીકાશવાળી માટી અથવા ખડી માટીથી બનાવવી. પ્રતિદિન સહસ્રાવધિ ટન માટી ખાણમાંથી કાઢવામાં આવે છે. વર્ષમાં ગણેશ ઉત્સવ પહેલાં ૧૦ અથવા ૧૫ ટન માટી કાઢી, તો પર્યાવરણની મોટી હાનિ થતી નથી. સરકાર જો સર્વ રીતે સહાયતા કરે તો કેવળ  ચીકાશવાળી માટી અથવા ખડી માટીથી જ મૂર્તિ સિદ્ધ કરવા માટે મૂર્તિકારોને કોઈ પણ અડચણ આવે નહીં.

આજકાલ મૂર્તિ વજનમાં હલકી બને અને વધારે આકર્ષક દેખાય, એ માટે  ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ’ બનાવવામાં આવે છે. ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ’ શ્રી ગણેશની મૂર્તિ બનાવવી અયોગ્ય છે. નારિયેળ, કેળાં, સોપારી, નાણાં, ‘સિરીંજ’ તેમજ કાગળનો માવો ઇત્યાદિ વસ્તુઓમાંથી પણ શ્રી ગણેશમૂર્તિ બનાવવામાં આવે છે. આવી વસ્તુઓમાંથી મૂર્તિ બનાવવી એ ધર્મશાસ્ત્રના વિરોધમાં છે. આવી મૂર્તિ ભણી શ્રી ગણેશનાં પવિત્રકો આકર્ષિત થતાં નથી.

મૂર્તિ આકારમાં નાની (એક ફૂટથી દોઢ ફૂટ ઊંચી) હોવી જોઈએ, અને પાટલા પર બેસેલી હોવી જોઈએ. મૂર્તિ બને ત્યાં સુધી ડાબી સૂંઢની હોવી જોઈએ અને નૈસર્ગિક રંગોથી રંગેલી હોવી જોઈએ.

‘ઇકો ફ્રેંડલી’  ગણેશમૂર્તિઓના ગપગોળાથી સાવચેત ! આજકાલ કેટલીક સંસ્થાઓ દ્વારા  ‘ઇકો ફ્રેંડલી’ (‘ઇકોલૉજિકલ ફ્રેંડલી’ એટલે પર્યાવરણને અનુકૂળ) શ્રી ગણેશમૂર્તિ બનાવવાનું આવાહન કરવામાં આવે છે. તેમાંથી કેટલીક મૂર્તિઓ કાગળના માવામાંથી બનાવેલી હોય છે. આ પ્રકાર અશાસ્ત્રીય છે જ, તેમજ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. કાગળના માવામાંથી શ્રી ગણેશમૂર્તિ બનાવવાના તોટા નીચે પ્રમાણે છે.

અ. કાગળનો માવો પાણીમાંનો પ્રાણવાયુ શોષી લે છે અને તેમાંથી જીવસૃષ્ટિ માટે હાનિકારક એવા  વાયુનું નિર્માણ થાય છે.

આ. કાગળના માવામાં ‘ટાલ્ક’ આ અસેંદ્રિય રસાયણ ઉપયોગમાં લેવાય છે. તે પાણીમાં ઓગળતું નથી.

ઇ. વૃક્ષોમાંથી નિર્માણ કરેલાં કાગળના માવામાં ‘લિગ્નીન’ નામનો ઝેરી પદાર્થ હોય છે. તે જો પાણીમાં ઉતરે, તો તેનું ગંભીર પરિણામ થઈ શકે.

ઈ. કાગળના માવાને કારણે પાણીમાં રહેલી બિ.ઓ.ડી. (બાયોલૉજિકલ ઑક્સીજન ડિમાંડ) અને સી.ઓ.ડી. (કેમિકલ ઑક્સીજન ડિમાંડ) પ્રચંડ પ્રમાણમાં વધે છે અને પાણી કાળું થાય છે.

ઉ. પાણીમાંના માવાના તરંગતા ટુકડા માછલાંઓના મીનપક્ષમાં (પાંખમાં ) ભરાઈ જઈને માછલાંઓ મરી જવાનું પ્રમાણ વધે છે.

સંબંધિત સંસ્થા દ્વારા કરવામાં આવેલો નિસર્ગનો વિચાર કેવળ ઉપરછલ્લો હોય છે, એ અત્રે ધ્યાનમાં લેવું. હિંદુ ધર્મશાસ્ત્રએ નિસર્ગના રક્ષણ સાથે માનવીના સર્વાંગીણ ઉન્નતિનો વિચાર કર્યો છે, આ અત્રે ધ્યાનમાં લેવું જોઈએ.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ અને લઘુગ્રંથ ‘શ્રી ગણપતિ’

Leave a Comment