‘દક્ષિણ કૈલાસ’ કહેવામાં આવતું શ્રીલંકા ખાતેનું તિરુકોનેશ્‍વરમ્ મંદિર !

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી
સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને વિદ્યાર્થી-સાધકોએ
કરેલું શ્રીલંકા ખાતેનું રામાયણ સાથે સંબંધિત અભ્‍યાસ ભ્રમણ !

રામાયણમાં જે ભૂભાગને ‘લંકા’ અથવા ‘લંકાપુરી’ કહ્યું છે, તે સ્‍થાન એટલે આજનો શ્રીલંકા દેશ છે. ત્રેતાયુગમાં શ્રીમહાવિષ્‍ણુએ શ્રીરામાવતાર ધારણ કરીને લંકાપુરી જઈને રાવણ ઇત્‍યાદિ અસુરોનો નાશ કર્યો. હવે ત્‍યાં ૭૦ ટકા લોકો બૌદ્ધ છે. એમ ભલે હોય, તો પણ શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્‍થાનો છે.
શ્રીરામ, સીતા, હનુમાન, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્‍થાનો, તીર્થો, ગુફાઓ, પર્વતો અને મંદિરો શ્રીલંકામાં છે. ‘આ સર્વ સ્‍થાનોની જાણકારી મળે અને સમગ્ર જગત્‌ના હિંદુઓને તે કહી શકાય’, તે માટે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને તેમની સાથે ૪ વિદ્યાર્થી-સાધકોએ ૧ માસ સુધી શ્રીલંકાનું ભ્રમણ  કર્યું.
‘પ્રવાસ વર્ણનના અનેક લેખ અને ગ્રંથ છે. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળના પ્રવાસવર્ણનની વિશિષ્‍ટતા એમ છે કે, તેમાં સ્‍થૂળમાંના, અર્થાત્ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના સ્‍તર પરના લખાણ સાથે જ આવશ્‍યક હોય ત્‍યાં તેની પેલેપારનાં સૂક્ષ્મમાંનાં, અર્થાત્ આધ્‍યાત્‍મિક સ્‍તર પરનાં પરીક્ષણો છે અને ચૈતન્‍ય પણ છે.’ – (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

રાવણાસુરના સંહાર પછી શ્રીરામ પુષ્‍પક વિમાન દ્વારા અયોધ્‍યા ભણી જવા લાગ્‍યા ત્‍યારે ‘વિમાનની પાછળ એક કાળું વાદળું આવી રહ્યું છે’, એવું તેમને ધ્‍યાનમાં આવ્‍યું. ત્‍યારે શિવજી પ્રગટ થઈને શ્રીરામને કહે છે, ‘‘આ કાળું વાદળું એટલે તમને લાગેલી ‘બ્રહ્મહત્‍યા’ પાપનું પ્રતીક છે.’’ રાવણ બ્રાહ્મણ હોવાથી તેની હત્‍યાથી લાગેલા દોષના નિવારણ માટે ભગવાન શિવજી શ્રીરામને શ્રીલંકામાં સ્‍થિત પાંચ ઈશ્‍વરનાં સ્‍થાનો પર જઈને શિવપૂજા કરવા માટે કહે છે.

શ્રીરામ ભગવાન શિવજીની આજ્ઞાનું પાલન કરે છે. ‘કેતીશ્‍વરમ્’, ‘તોંડીશ્‍વરમ્’, ‘મુન્‍નીશ્‍વરમ્’, ‘કોનેશ્‍વરમ્’ અને ‘નગુલેશ્‍વરમ્’ આ તે પંચ ઈશ્‍વર છે. તેમાંનું તોંડીશ્‍વરમ્ મંદિર સમુદ્રનાં પાણીની સપાટી વધવાથી પાણી નીચે ડૂબી ગયું છે. આજે આપણે આ પંચ ઈશ્‍વર મંદિરોમાંથી ‘કોનેશ્‍વરમ્’ મંદિર વિશે જાણી લઈશું.

 

૧. શ્રીલંકામાં આવેલી ‘મહાવેલી ગંગા’ નદી તિરુકોનેશ્‍વરમ્ ખાતે
સમુદ્રને મળે છે, ત્‍યાં પથ્‍થરના પર્વતનો ત્રિકોણ હોવો અને ત્‍યાં આ ‘કોનેશ્‍વરમ્’ મંદિર હોવું

તિરુકોનેશ્‍વરમ્ મંદિર અને તેની બહાર રહેલું શિવજીનું પૂતળું

‘શ્રીલંકા ખાતે ‘કેતીશ્‍વરમ્’, ‘તોંડીશ્‍વરમ્’, ‘મુન્‍નીશ્‍વરમ્’, ‘કોનેશ્‍વરમ્’ અને ‘નગુલેશ્‍વરમ્’ આ પંચ ઈશ્‍વર મંદિરો ઘણા પ્રસિદ્ધ છે. તેમાંનું ‘કોનેશ્‍વરમ્ મંદિર’ ‘તિરુકોનેશ્‍વરમ્’ નામક ગામમાં હોવાથી આ મંદિરને ‘તિરુકોનેશ્‍વરમ્ મંદિર’ પણ કહે છે. ‘તિરુ’ એટલે ‘શ્રી’ અને ‘કોનેશ્‍વરમ્’ એટલે ખૂણાના આકાર ધરાવતા ટેકડી પર સ્‍થિત ઈશ્‍વર.

તિરુકોનેશ્‍વરમ્ આ ગામ શ્રીલંકાના પૂર્વ સમુદ્રકિનારા પર વસ્‍યું છે. શ્રીલંકામાંના ઊંચામાં ઊંચા પર્વત રહેલા મધ્‍ય પ્રાંતમાંના ‘નુવારા એલિયા’ ખાતેના પર્વતીય પ્રદેશમાંથી ઉગમ પામેલી ‘મહાવેલી ગંગા’ નદી તિરુકોનેશ્‍વરમ્ ખાતે સમુદ્રને મળે છે. આ નદી જે સ્‍થાન પર સમુદ્રને મળે છે, ત્‍યાં પથ્‍થરનો ત્રિકોણ છે. તેની ત્રણેય બાજુએ હિંદી મહાસાગર છે. આ ઊંચામાં ઊંચા પથ્‍થર પર તિરુકોનેશ્‍વરમ્‌નું મંદિર આવેલું છે.

 

૨. તિરુકોનેશ્‍વરમ્‌ના લિંગની સ્‍થાપના વિશે વાયુપુરાણમાં કહેલી કથા

તિરુકોનેશ્‍વરમ્ મંદિરની બહાર એક હરણાને ભાગ ખવડાવી રહેલા સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

તિરુકોનેશ્‍વરમ્ વિશે વાયુપુરાણમાં એક વાર્તા કહેવામાં આવી છે. કૈલાસમાં શિવ-પાર્વતીનાં વિવાહ પ્રસંગે સર્વ દેવતા ઉપસ્‍થિત હતા. તે સમયે પૃથ્‍વી પરનું ઉત્તર દિશા ભણીનું વજન વધવાથી પૃથ્‍વી એકબાજુ નમી જાય છે. તેના પર ઉપાય તરીકે ભગવાન શિવ અગસ્‍તી મહર્ષિને દક્ષિણ ભણી મોકલે છે.

મહર્ષિ અગસ્‍તી તિરુકોનેશ્‍વરમ્‌માં આવીને ભગવાન શિવજીએ આપેલા શિવલિંગની સ્‍થાપના કરે છે. મહર્ષિ અગસ્‍તીએ શિવલિંગની સ્‍થાપના કર્યા પછી પૃથ્‍વી ફરીવાર સીધી (સ્‍થિર) થઈ. તેથી આગળ જતાં આ સ્‍થાનને ‘દક્ષિણ કૈલાસ’ એવું નામ પડ્યું. ભારતના ઉત્તર ભણી તિબેટમાં રહેલો કૈલાસ પર્વત અને ભારતના દક્ષિણ ભણી શ્રીલંકામાં રહેલું તિરુકોનેશ્‍વરમ્ મંદિર આ બન્‍ને સીધી રેખામાં છે. બન્‍ને સ્‍થાનો પૃથ્‍વીના ૮૧.૩ ડિગ્રી રેખાંશ પર સ્‍થિત છે.

 

 ૩.  બા પૂજા કરી શકે’, એ માટે રાવણ શિવલિંગ
કાપીને ઘરમાં લઈ જવાનો હતો ત્‍યારે શિવજી પ્રગટ થવા
તેથી રાવણની તલવાર હાથમાંથી કોનેશ્‍વરમ્ ટેકડી પર પડવી

તિરુકોનેશ્‍વરમ્ મંદિરની બહાર પ્રાર્થના મુદ્રામાં રહેલા રાવણનું પૂતળું

એવું કહેવાય છે, ‘લંકાપતિ રાવણ પ્રતિદિન તિરુકોનેશ્‍વરમ્ મંદિરમાં શિવલિંગની પૂજા કરતો હતો અને ‘નુવારા એલિયા’ પ્રાંતમાંના ‘લગ્‍ગલા’ નામક પર્વત પર બેસીને ધ્‍યાન ધરતો હતો. તેને તે પર્વતના શિખર પરથી ૧૫૦ કિ.મી. દૂર રહેલું તિરુકોનેશ્‍વરમ્ ટેકડી પર સ્‍થિત શિવલિંગ દૃષ્‍ટિગોચર થતું હતું.’

તિરુકોનેશ્‍વરમ્ રાવણનાં માતાનું પિયર હતું. રાવણનાં માતા પ્રતિદિન આ શિવલિંગની પૂજા કરતાં હતાં. આગળ જતાં ઉંમર વધી જવાથી અને બીમારીને કારણે તે મંદિરમાં પૂજા કરવા જઈ શકતાં નહોતાં. તે સમયે રાવણના મનમાં આવ્‍યું, ‘આપણે અહીંનું શિવલિંગ બાનાં ઘરમાં સ્‍થાપન કરીએ.’ શિવલિંગ ઉખાડવા માટે રાવણ પોતાની તલવાર કાઢે છે. તે ક્ષણે જ શિવજી પ્રગટ થાય છે અને રાવણના હાથમાંથી તલવાર કોનેશ્‍વરમ્ ટેકડી પર પડે છે. રાવણના હાથમાંથી પડેલી તલવારને કારણે ટેકડીના બે ભાગ થયા અને આજે પણ આપણે તે જોઈ શકીએ છીએ.

 

૪. પોર્ટુગીઝોએ અહીંના મંદિરો પાડવાં,
પૂજારીઓએ શિવલિંગ અને મંદિરમાંની મૂર્તિ કૂવામાં
સંતાડવી,  ૧૯૫૦માં તે મૂર્તિ જડ્યા પછી મંદિરોનું પુનર્નિર્માણ

તિરુકોનેશ્‍વરમ્ ખાતે મહર્ષિ અગસ્‍તીએ સ્‍થાપન કરેલા શિવલિંગનું ભાવપૂર્ણ દર્શન કરતી વેળાએ સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

આ મંદિર એક સમયે પુષ્‍કળ મોટું હતું. મંદિરની અંદર ૧ સહસ્ર થાંભલા ધરાવતો મંડપ હતો. મંદિરની અંદર ભગવાન વિષ્‍ણુના ‘મત્‍સ્‍ય’ અવતારનું ‘મત્‍સ્‍યેશ્‍વર’ નામક મંદિર હતું. ૧૩મા શતકમાં તામિલનાડુમાંથી અહીં આવેલા ‘કુળકોટ્ટન્’ નામક રાજાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. વર્ષ ૧૬૨૪માં તિરુકોનેશ્‍વરમ્ ખાતે આવેલા પોર્ટુગીઝોએ અહીંનાં સર્વ મંદિરો પાડી નાખ્‍યાં.

આજે પણ તિરુકોનેશ્‍વરમ્ ખાતેના સમુદ્રના ઊંડા ભાગમાં મંદિરના અવશેષો મળી આવે છે. મંદિરના પૂજારીઓએ શિવલિંગ અને મંદિરમાંની મૂર્તિ ગામના એક કૂવામાં સંતાડી રાખી હતી. આગળ ૩૦૦ વર્ષ સુધી તિરુકોનેશ્‍વરમ્ થી ૩૦ કિ.મી. દૂર આવેલા ‘તંપલગામમ્’ ગામમાં તિરુકોનેશ્‍વરમ્ જેવા શિવલિંગની સ્‍થાપના કરીને ત્‍યાં પૂજા ચાલુ રાખવામાં આવી.

વર્ષ ૧૬૨૪ થી વર્ષ ૧૯૫૦ સુધી તિરુકોનેશ્‍વરમ્ ખાતે મંદિર નહોતું. વર્ષ ૧૯૫૦માં ખોદકામ કરતી વેળાએ કોનેશ્‍વર પર્વતના વિસ્‍તારમાંના કૂવામાં સર્વ જૂની મૂર્તિઓ જડી અને સમગ્ર જગત્‌ના હિંદુઓની સહાયતાથી આ મંદિરનું પુનર્નિર્માણ થયું.

 

૫. મંદિરની બહાર શ્રીલંકાની સેનાનું,નૌકાદળનું
કેંદ્ર હોવું તેમજ મંદિરના વિશ્‍વસ્‍તોએ સેના દ્વારા વિશેષ
અનુમતિ લીધી, સાધકો મંદિરના પગથિયાં સુધી જઈ શકવા

કોનેશ્‍વર ટેકડીના વિસ્‍તારમાં પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્‍લો છે. આ કિલ્‍લાના વિસ્‍તારમાં મંદિર છે. મંદિર કિલ્‍લાના પ્રવેશદ્વારથી ૨ કિ.મી.ના અંતર પર છે. મંદિરની બહાર અને સંપૂર્ણ કિલ્‍લામાં શ્રીલંકાની સેનાનું અને નૌકાદળનું કેંદ્ર છે. ધર્માભિમાની શ્રી. મરવનપુલાવૂ સચ્‍ચિદાનંદન્‌ના મિત્ર અને તિરુકોનેશ્‍વરમ્‌ના વિશ્‍વસ્‍ત શ્રી. અરુળ સુબ્રહ્યણ્‍યમે ગાડી લઈને મંદિર સુધી જવાની વિશેષ અનુમતિ લીધી હતી. તેથી અમે લોકો મંદિરનાં પગથિયાં સુધી જઈ શક્યા.

 

૬. મંદિરની બહાર રહેલું શિવજીનું અને પ્રાર્થના મુદ્રામાંરાવણનું પૂતળું
તેમજ મંદિરની અંદર રાવણની શિવભક્તિના ગુણગાન કરનારા દૃશ્ય મૂર્તિસ્‍વરૂપમાં

તિરુકોનેશ્‍વરમ્ મંદિરમાં કંડારેલા આ શિલ્‍પમાં કૈલાસની તળેટીમાં બેસીને શિવજીના ગુણગાન કરતી વેળાએ દશાનન રાવણ

મંદિરની બહાર સર્વ ઠેકાણે અનેક હરણાઓ છે. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે તે હરણાઓને ભાગ ખવડાવ્‍યો. તિરુકોનેશ્‍વરમ્ મંદિરની બહાર શિવજીનું એક મોટું પૂતળું બાંધવામાં આવ્‍યું છે. મંદિરની બહાર પ્રાર્થના મુદ્રામાં રહેલું રાવણનું પૂતળું છે. મંદિરની અંદર રાવણની શિવભક્તિના ગુણગાન કરનારા દૃશ્ય ભીંત પર મૂર્તિ રૂપમાં બતાવવામાં આવ્‍યા છે.

 

૭. આ સ્‍થાનની અન્‍ય વિશિષ્‍ટતાઓ

અ. ‘દ્વાપર યુગના મહાભારત કાળમાં નાગ, દેવ, અને યક્ષ સદર શિવલિંગની પૂજા કરતા હતા’, એવો ઉલ્‍લેખ જોવા મળે છે.

આ. ‘યોગસૂત્રોના જનક પતંજલિ મહર્ષિનો જન્‍મ પણ આ જ સ્‍થાન પર થયો’, એવું કહેવામાં આવે છે.

 

૮. કૃતજ્ઞતા

‘પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી અમને સહુકોઈને પંચ ઈશ્‍વર ક્ષેત્રોમાંથી એક રહેલા તિરુકોનેશ્‍વરમ્ મંદિરના દર્શન થયા’, તે માટે અમે તેમનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞ છીએ.’

 શ્રી. વિનાયક શાનભાગ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૮.૬.૨૦૧૮)

Leave a Comment