અઝરબૈજાન સરકાર દ્વારા આ મંદિરનું સ્મારક યુનેસ્કો વતીએ ઐતિહાસિક વાસ્તુ તરીકે ઘોષિત કરાયું !
બાકૂ – અઝરબૈજાન, આ ૯૫ ટકા મુસલમાન વસ્તી ધરાવતા દેશમાં ૩૦૦ વર્ષોથી પણ અધિક પ્રાચીન એવું દુર્ગામાતાનું મંદિર છે. આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજવળતી હોવાથી આ મંદિરને ટેમ્પલ ઓફ ફાયર પણ સંબોધવામાં આવે છે. આ જ્યોત સાક્ષાત ભગવતી હોવાની ભાવના ભક્તગણમાં છે. આ ઠેકાણે પ્રતિવર્ષ ૧૫ સહસ્રથી અધિક ભાવિકો દર્શન કરવા આવે છે.

આ મંદિરની વાસ્તુકલા પ્રાચીન છે અને આ મંદિરમાં પ્રાચીન ત્રિશૂળ છે, તેમજ મંદિરની ભીંત પર પણ ગુરુમુખી ભાષામાં લખાયેલા લેખ છે. સેંકડો વર્ષો પહેલાં આ માર્ગનો ઉપયોગ ભારતીય વેપારીઓ કરતા હતા. આ વેપારીઓ અહીં દર્શન માટે રોકાતા હતા. તેમનામાંથી કોઈકે આ મંદિર બાંધ્યું હોવું જોઈએ, એવું કહેવાય છે. ઇતિહાસ અનુસાર હરિયાણાના માનદા ગામના બુદ્ધદેવે આ મંદિર બાંધ્યું. મંદિરમાં આવેલા શિલાલેખમાં ઉત્તમચંદ અને શોભરાજ એ બન્ને જણાએ આ મંદિરના બાંધકામમાં યોગદાન આપ્યું હોવાનો ઉલ્લેખ છે.
ઈરાનમાંથી પણ કેટલાક લોકો અહીં પૂજા કરવા માટે આવતા હતા. અહીં કાયમી સ્વરૂપના પૂજારીઓ પણ હતા; પરંતુ વર્ષ ૧૮૬૦ પછી અહીં કોઈપણ પૂજારી રહેવા માટે આવેલા નથી. અઝરબૈજાન સરકારે વર્ષ ૧૯૭૫માં આ મંદિરનું સ્મારક બનાવ્યું. ત્યારપછી વર્ષ ૧૯૯૮ માં યુનેસ્કોને ‘વૈશ્વિક વારસો ધરાવતું સ્થળ’ તરીકે ઘોષિત કરવા માટે તેના નામનો પ્રસ્તાવ મોકલાવ્યો. ત્યાર પછી વર્ષ ૨૦૦૭ માં આ મંદિર ઐતિહાસિક વાસ્તુ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.
શ્રીલંકામાં આવેલાં પંચ ઈશ્વર મંદિરોમાંનું કેતીશ્વરમ્ મંદિર !
મલેશિયા ખાતેનું બટુ ગુફામાં આવેલું ભગવાન કાર્તિકેયનું વિશ્વપ્રસિદ્ધ જાગૃત મંદિર !
ઇંડોનેશિયાના સુમાત્રા બેટ (દ્વીપ) પર કપૂરનાં વૃક્ષોના શોધમાં કરેલો ખડતર પ્રવાસ
સમર્થ રામદાસસ્વામી અને હનુમાનજીની કથા દ્વારા પ્રતીત થનારો સદ્ગુરુ મહિમા
પ્રાચીન ભારતીય જ્ઞાનપીઠો
બાટીક કોતરકામ (નકશીકામ)ના કપડાં અને તેની પરંપરા જાળવી રાખવા માટે પ્રયત્ન કરનારા ઇંડોનેશિયાના રાજ્યકર્તાઓ અને...