અંકોરવાટ : કંબોડિયાના રાજા સૂર્યવર્મન (દ્વિતીય) દ્વારા બંધાવેલું જગત્‌નું સૌથી મોટું મંદિર !

સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળના નેતૃત્‍વમાં ‘મહર્ષિ
અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ના એક જૂથનું દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં અભ્‍યાસ-ભ્રમણ

ભગવાન શ્રી વિષ્‍ણુનું ભવ્‍ય મંદિર

મહાભારતમાં જે ભૂખંડને ‘કંબોજ દેશ’ કહેવામાં આવ્‍યો છે, તે છે વર્તમાનનો કંબોડિયા દેશ ! અહીંના લોકો ૧૫મા શતક સુધી હિંદુ હતા. એવું કહેવામાં આવે છે કે ‘ખમેર નામક હિંદુ સામ્રાજ્‍ય અહીં વર્ષ ૮૦૨ થી ૧૪૨૧ સુધી હતું.’ વાસ્‍તવમાં કંબોજ પ્રદેશ કૌંડિણ્‍ય ઋષિનું ક્ષેત્ર હતું, તે સાથે જ કંબોજ દેશ નાગલોક પણ હતો.

‘કંબોજ દેશના રાજાએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો’, એવો પણ ઉલ્‍લેખ મળે છે. નાગલોક હોવાને કારણે તે શિવક્ષેત્ર પણ છે. એમ કહેવામાં આવે છે કે અહીં સ્‍થિત મહેંદ્ર પર્વત પર શ્રી વિષ્‍ણુનું વાહન ગરુડ પણ છે. તેને કારણે આ વિષ્‍ણુ ક્ષેત્ર પણ છે. આ રીતે હરિહર ક્ષેત્રના સદર કંબોજ દેશમાં ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ દ્વારા ૪ વિદ્યાર્થી સાધકો સાથે જ સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળના અધ્‍યયન-ભ્રમણના કેટલાંક ક્ષણચિત્રો અત્રે આપી રહ્યા છીએ.

 

૧. હિંદુઓનું સમગ્ર જગત્‌માં સૌથી મોટું મંદિર
હિંદુઓની બહુમતિ ધરાવતા ભારતમાં નહીં, જ્‍યારે કંબોડિયામાં છે !

તમને જાણીને આશ્ચર્ય થશે કે સમગ્ર જગત્‌માં હિંદુઓનું સૌથી મોટું મંદિર હિંદુઓની બહુમતિ ધરાવતા ભારતમાં નહીં, જ્‍યારે કંબોડિયામાં છે ! તે મંદિરનું નામ છે ‘અંકોર વાટ !’ મંદિરમાં દર્શન કરવા માટે ૨૫ માર્ચના દિવસે અમે સદ્‌ગુરુ સૌ. અંજલી ગાડગીળ સાથે કંબોડિયાની રાજધાની નોમ ફેનથી ઉત્તર કંબોડિયાના ‘સીમ રીપ’ શહેરમાં પહોંચ્‍યા. સીમ રીપ શહેરથી ૬ કિ.મી. દૂર આ મંદિર આવેલું છે. મંદિર અને તેનો પરિસર જોવા માટે સંપૂર્ણ દિવસ લાગ્‍યો.

૯મા શતકના હિંદુ રાજા યશોવર્મન દ્વારા સ્‍થાપિત ‘અંકોર નગર’નું ત્‍યારનું નામ ‘યશોધરપુરા’ હતું. આગળ જતાં તે વંશના રાજા સૂર્યવર્મન (દ્વિતીય)એ નગરના મધ્‍ય ભાગમાં ભગવાન શ્રી વિષ્‍ણુનું ભવ્‍ય મંદિર બંધાવ્‍યું. (જુઓ છાયાચિત્ર) તે મંદિરનું મૂળ નામ હતું ‘શ્રીવિષ્‍ણુનો પરમ વિષ્‍ણુલોક !’

વર્તમાનમાં તેનું નામ સ્‍થાનિક ભાષામાં ‘અંકોર વાટ’ છે. ‘અંકોર’ એટલે ‘નગર’ અને ‘વાટ’ એટલે ‘વાટિકા’. આ મંદિર નગરની વચમાં છે તેથી તેનું એવું નામ પડ્યું હશે. એ સમયે હિંદુ રાજાઓનો ભાવ એવો હતો કે આ મંદિર ‘વિષ્‍ણુલોક’ છે અને રાજા શ્રીવિષ્‍ણુનો દાસ છે. તે પ્રજાનું પાલન-પોષણ કરે છે. તે ઉપરાંત પ્રજાનો પણ ભાવ એવો હતો કે રાજા વિષ્‍ણુ સ્‍વરૂપ છે.

 

૨. ‘પ્રવેશ દ્વાર પર વચમાં અષ્‍ટભુજા શ્રીવિષ્‍ણુની મૂર્તિ,
ડાબી બાજુ શ્રી બ્રહ્મદેવ અને જમણી બાજુએ ભગવાન શિવની મૂર્તિ છે !

અંકોર વાટ મંદિરમાં સ્‍થિત અષ્‍ટભુજા શ્રીવિષ્‍ણુના ભાવપૂર્ણ દર્શન કરીએ !

મંદિર પરિસરનો સંપૂર્ણ વિસ્‍તાર ૪૦૨ એકરમાં ફેલાયેલો છે. મંદિર ચારેબાજુથી પાણીથી ઘેરાયેલું છે અને ૨૦ ફૂટ ઊંડી ખીણ છે. મંદિરની પશ્‍ચિમમાં ખીણ પર બનાવેલા એક પુલ દ્વારા ૨૦૦ મીટર ચાલવાથી મુખ્‍ય પ્રવેશદ્વાર આવે છે. મુખ્‍ય પ્રવેશદ્વારના મધ્‍યમાં અષ્‍ટભુજા શ્રીવિષ્‍ણુની મૂર્તિ, ડાબી બાજુ શ્રી બ્રહ્મદેવની અને જમણી બાજુએ ભગવાન શિવની મૂર્તિ છે. મુખ્‍ય પ્રવેશ દ્વારની ડાબી તેમજ જમણી બાજુએ બે મોટા દ્વાર છે. તેમને ‘હાથી દ્વાર’ કહેવામાં આવે છે. આ બે દ્વારમાંથી હાથી નીકળતા હતા.

 

૩. મંદિરના પરિસરમાં ‘શિવ-બ્રહ્મ ગ્રંથાલય’ અને ‘શિવ-વિષ્‍ણુ ગ્રંથાલય’ છે !

ગર્ભગૃહમાં જવા માટે રહેલા પહેલાંના પગથિયાં ! તે ભીંતની જેમ ઊભા સ્‍વરૂપમાં છે !

મુખ્‍ય પ્રવેશ દ્વારથી લગભગ ૧૦૦ મીટર આગળ ચાલવાથી ડાબી બાજુએ ૧ અને જમણી બાજુએ ૧, આ રીતે ૨ ગ્રંથાલયો છે. ડાબી બાજુ સ્‍થિત ગ્રંથાલયને ‘શિવ-બ્રહ્મ ગ્રંથાલય’ અને જમણી બાજુ સ્‍થિત ગ્રંથાલયને ‘શિવ-વિષ્‍ણુ ગ્રંથાલય’ કહેવામાં આવે છે. તે સમયે આ બન્‍ને ગ્રંથાલયોમાં ભક્તો માટે વેદ, વેદો સાથે સંબંધિત અન્‍ય ગ્રંથો અને મંદિરની ઉપાસના સાથે સંબંધિત પુસ્‍તકો અધ્‍યયન માટે રાખવામાં આવતાં હતાં. ટૂંકમાં આ સ્‍થાન અર્થાત્ એક વેદ પાઠશાળા અને ગુરુકુળ જ હતું.

 

૪. મંદિરના ચારેય પ્રાંગણની ભીંતો પર અનેક શિલ્‍પ કંડારેલા હોવા

ગર્ભગૃહમાં જવા માટે વર્તમાનમાં બંધાવેલાં પગથિયાં !

મંદિરના પરિસરમાં રહેલા ગ્રંથાલયથી આગળ ૨૦૦ મીટર ચાલતા ગયા પછી મુખ્‍ય મંદિર આવે છે. આ મંદિરનું પશ્‍ચિમ દ્વાર છે. અહીં મંદિરનું પ્રથમ પ્રાંગણ ચાલુ થાય છે. આ પ્રાંગણની ચારે બાજુએ ૪ પ્રાંગણો આવેલા છે. આ ચારેય પ્રાંગણની ભીંતો અને ૪ ખૂણાઓ, તેમજ ૪ દિશાઓમાં રહેલા ૪ પ્રવેશદ્વારોની ભીંતો પર દેવતાઓનાં અનેક શિલ્‍પ કંડારેલા છે.

આ શિલ્‍પોમાંના દેવતાઓના અલંકારોની નકશીઓ અતિશય  વિશિષ્‍ટતાપૂર્ણ છે. તેમાં વિવિધ પ્રકારની કેશરચનાઓ પણ જોવા મળે છે. પ્રવેશદ્વાર પર જુદાં જુદાં ફૂલોની નકશી કંડારેલી જોવા મળે છે. પ્રત્‍યેક પ્રવેશદ્વાર પર, તેમજ ગર્ભગૃહનાં પગથિયાં હંમેશની જેમ ત્રાંસા હોવાને બદલે ઊભા છે.

‘તે સમયના લોકો પ્રતિદિન મંદિરમાં જઈને પૂજા કેવી રીતે કરતા હશે ?’, તેની આપણે કલ્‍પના પણ કરી શકતા નથી. (છાયાચિત્ર જુઓ.) ‘મંદિર બાંધવા માટે લાખો મોટા પથ્‍થરોનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. આ સર્વ પથ્‍થરો ત્‍યાંથી ૭૦ કિ.મી. દૂર આવેલા મહેંદ્ર પર્વત પરથી નદીમાર્ગે લાવ્‍યા હશે’, એવું અમારા ‘ગાઈડે’ કહ્યું.

 

૫. ‘અંકોર વાટ’ મંદિરની ચાર બાજુ અને તેના પર કંડારેલા શિલ્‍પો

અ. દક્ષિણ-પૂર્વ (આગ્‍નેય) ખૂણો

અહીંના શિલ્‍પોમાં સમુદ્રમંથનનો દેખાવ, યમ દંડ આપતી વેળાએ, તેમજ સ્‍વર્ગ, નરકનાં દૃશ્‍યોનો સમાવેશ છે.

આ. મંદિરનો દક્ષિણ-પશ્‍ચિમ (નૈઋત્‍ય) ખૂણો

અહીં અનેક શિલ્‍પ કંડારેલા છે. તેમાં ભગવાન શ્રીકૃષ્‍ણની લીલા, પ્રભુ શ્રીરામે વાલીનો વધ કર્યો તે પ્રસંગ, રાવણ કૈલાસ પર્વત ઊંચકી રહ્યો છે તે પ્રસંગ, સમુદ્રમંથનનો દેખાવ, પ્રભુ શ્રીરામ મારીચ રાક્ષસનો પીછો પકડતા હોવાનું દૃશ્‍ય, દક્ષિણામૂર્તિના સ્‍વરૂપમાં રહેલા ભગવાન શિવજીનું શિલ્‍પ, ગોવર્ધન પર્વત ઊંચકતી વેળાએ શ્રીકૃષ્‍ણ, કામદેવનો વધ કરતી વેળાએ ભગવાન શિવ, ધ્‍યાનસ્‍થ થયેલા ભગવાન શિવ, વૈકુંઠલોકમાં ભગવાન શ્રીવિષ્‍ણુ અન્‍ય દેવતાઓ દ્વારા સ્તુતિ સાંભળતી વેળાએ, આ રીતે અનેક શિલ્‍પ અહીં છે.

ઇ. પશ્‍ચિમ-ઉત્તર (વાયવ્‍ય) ખૂણો

બાણાસુર પર વિજય પ્રાપ્‍ત કરતી વેળાએ શ્રીકૃષ્‍ણ, તેમજ અસુરો પર યુદ્ધમાં વિજય પ્રાપ્‍ત કરતી વેળાએ શ્રીવિષ્‍ણુ, આવાં દૃશ્‍યો રહેલાં શિલ્‍પ છે.

ઈ. મંદિરમાંનો ઉત્તર-પૂર્વ (ઈશાન) ખૂણો

સીતાજીની અગ્‍નિ પરીક્ષા, રાવણ વધ પછી પ્રભુ શ્રીરામ અયોધ્‍યા પાછા ફરતી વેળાએ, રામ, લક્ષ્મણ અને વિભીષણ સંભાષણ કરતી વેળાએ, હનુમાનજી શ્રીરામ ભગવાનની વીંટી સીતામાતાને આપતી વેળાએ, શેષ પર નિદ્રાધીન થયેલા શ્રીવિષ્‍ણુ ભગવાન પાસે સમસ્‍યા પ્રસ્‍તુત કરનારા દેવ, દેવ અને અસુરોનું યુદ્ધ, રામ અને લક્ષ્મણ સુગ્રીવ સાથે વાતચીત કરતી વેળાએ, રામ અને લક્ષ્મણ કબંધ નામક અસુર સાથે લડતી વેળાએ, સીતા સ્‍વયંવર, આ રીતે અનેક શિલ્‍પ અહીં કંડારેલા છે.

 

૬. ‘અંકોર વાટ’ મુખ્‍ય મંદિર અને ગર્ભગૃહ

‘અંકોર વાટ’ મંદિરના બીજા પ્રાંગણમાંથી અંદર ઉપર ચઢવું પડે છે. ત્‍યાર પછી આપણે અંતિમ પ્રાંગણમાં પહોંચીએ છીએ. ત્‍યાં ૫ ગોપુર જેવું શિખર ધરાવતું મુખ્‍ય મંદિર જોવા મળે છે. આ ૫ શિખરો એટલે પવિત્ર મેરૂ પર્વતનાં ૫ શિખરો છે. (અમારા ‘ગાઈડે’ અમને કહ્યું કે, ‘અંકોર વાટ’ મુખ્‍ય મંદિરનાં ૫ શિખરો, મંદિરની ચારે બાજુ રહેલા ૪ શિખરો અને મંદિરના મુખ્‍ય પ્રવેશદ્વાર પાસે રહેલા ૩ શિખરો, આ રીતે કુલ ૧૨ શિખરો થાય છે અને તે ૧૨ જ્‍યોતિર્લિંગોના પ્રતીક છે.

મંદિરના મુખ્‍ય પ્રવેશદ્વાર પાસે રહેલા ૩ શિખરો હવે અસ્‍તિત્‍વમાં નથી.) આ ૫ શિખરો ધરાવતા મંદિરના મધ્ય ભાગમાં ગર્ભગૃહ છે. ૫મું શિખર ગર્ભગૃહની ઉપર છે. ગર્ભગૃહમાં જવા માટે ઘણાં ઊંચા પગથિયાં ચડવા પડે છે. (છાયાચિત્ર જુઓ) ગર્ભગૃહથી આપણને પશ્‍ચિમ દિશામાં ૭૫૦ મીટર દૂર રહેલું મુખ્‍ય પ્રવેશદ્વાર જોવા મળે છે. ગર્ભગૃહ પાસેથી મંદિરની ભવ્‍યતા અને મંદિર પરિસરનો જે અમાપ વિસ્‍તાર દેખાય છે, તેનું વર્ણન આપણે શબ્‍દોમાં કરી શકતા નથી.

 

મંદિર પાસેની શ્રીવિષ્‍ણુની વિશાળ મૂર્તિનું લુટારુઓએ તોડેલું
શિર દૈવી સંચાર થનારી વ્‍યક્તિના કહેવાથી પૂર્વવત બેસાડનારી કંબોડિયા સરકાર !

સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

શ્રીવિષ્‍ણુની મૂર્તિનું શિર પૂર્વવત બેસાડ્યા પછી પર્યટકોની સંખ્‍યામાં વૃદ્ધિ થવી

‘અંકોર વાટ’ મંદિરના પશ્‍ચિમ દ્વાર ભણીના મુખ્‍ય પ્રવેશદ્વાર પર સ્‍થિત ૩ ગોપુરમાંથી જમણી બાજુના ગોપુરમાં આજે પણ શ્રીવિષ્‍ણુની અષ્‍ટભુજા મૂર્તિ ઊભી છે. (છાયાચિત્ર જુઓ) આ મૂર્તિ વિશે અહીંના સ્‍થાનિક જાણકારે આપેલી માહિતી અનુસાર, આ મૂર્તિ વર્ષ ૧૮૮૦માં ત્‍યાં ઉત્‍ખનન કરનારા ફ્રાન્‍સના પુરાતત્‍વ વિભાગને મળી.

વર્ષ ૧૯૮૪માં કંબોડિયા ખાતે થયેલા નાગરી યુદ્ધના (‘સિવીલ વૉર’ના) સમયમાં કેટલાક લુટારુઓએ આ મૂર્તિનું શિર તોડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો. આ આક્રમણમાં  શિર ભૂમિ પર પડ્યું; પણ આશ્‍ચર્ય એમ છે કે લુટારુઓને મૂર્તિનું નીચે પડેલું માથું ભૂમિ પરથી ઉંચકતા જ ન આવડ્યું. તેથી તેમને માથું ત્‍યાં જ મૂકીને ભાગવું પડ્યું. આગળ આ માથું વર્ષ ૨૦૦૪ સુધી સંગ્રહાલયમાં મૂકવામાં આવ્‍યું હતું.

‘અંકોર વાટ’ મંદિરમાં વાર્ષિક ધાર્મિક ઉત્‍સવ થાય છે. તે સમયે અહીં દૈવી સંચાર થનારી એક વ્‍યક્તિએ કહ્યું, “અહીં સ્‍થિત શ્રીવિષ્‍ણુની મૂર્તિનું શિર પૂર્વવત બેસાડી લેવું જોઈએ. શિર ન ધરાવતી મૂર્તિ આમજ ઊભી કરી હોવાથી રાષ્‍ટ્ર પર ભગવાનની અવકૃપા થઈ છે.’’

તેથી સ્‍થાનિક નાગરિકોની માગણી અનુસાર કંબોડિયા સરકારે શ્રીવિષ્‍ણુનું શિર ફરીવાર મૂર્તિ પર બેસાડ્યું અને તે પછીના જ વર્ષે એટલે વર્ષ ૨૦૦૫માં કંબોડિયા ખાતે ૨૦ લાખ પર્યટકો હરવા-ફરવા માટે આવ્‍યા. પહેલાં પર્યટકોની સંખ્‍યા ઘણી ઓછી રહેતી. મૂર્તિનું શિર ફરીવાર બેસાડવાથી કંબોડિયાને ઘણો લાભ થયો. ‘શ્રીવિષ્‍ણુની મૂર્તિ પર ફરીવાર શિર બેસાડવાથી સર્વ સારું થવાનો પ્રારંભ થયો’, એવી સ્‍થાનિક નાગરિકોની શ્રદ્ધા છે. (ક્રમશ:)

 શ્રી. વિનાયક શાનભાગ, કંબોડિયા.

આધ્‍યાત્‍મિક અધિકારી વ્‍યક્તિએ કહેલી ઉપાયયોજના કંબોડિયા સરકાર તાત્‍કાલિક અમલમાં મૂકે છે; પ્રત્‍યેક વાત પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર જાણી લેવું જોઈએ, તેમજ ‘રાષ્‍ટ્રહિત માટે શું કરવું આવશ્‍યક છે ?’, તેનો વિચાર કેવળ સરકારે કરવાને બદલે સહુકોઈએ જ કરવો જોઈએ. ત્‍યારે જ સાચા અર્થમાં હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના થશે.’

 

  કૃતજ્ઞતા

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી અમને હિંદુઓના જગત્‌માંના સૌથી મોટા મંદિરના દર્શન થયા અને તે મંદિર પાસેથી શીખવા મળ્‍યું. આ માટે અભ્‍યાસ ભ્રમણ કરનારા અને સર્વ સાધકો પરાત્‍પર ગુરુ ડૉક્‌ટર અને સદ્‍ગુરુ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ છીએ.’

શ્રી. વિનાયક શાનભાગ, કંબોડિયા

Leave a Comment