હિંદુ રાષ્‍ટ્ર-સ્‍થાપના માટે આ કરો !

૧. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે જનતાને
કેંદ્રબિંદુ તેમજ જનજાગૃતિ એ જ માધ્‍યમ બનાવો !

‘ખરૂંજોતાં પ્રત્‍યેક ૫ વર્ષો ઉપરાંત ચૂંટણી આવ્‍યા પછી રાજકીય પક્ષો જેવી રીતે જાગૃત થઈને કાર્યરત થવા લાગે છે, તેવી જ રીતે આપણી હિંદુત્‍વવાદી સંગઠનાઓનું કાર્ય થવું જોઈએ નહીં. આપણે તો સતત સમાજમાં પ્રત્‍યક્ષ જઈને કાર્યરત રહેવાથી જ જનતા જાગૃત રહે છે અને જાગૃત જનતા જ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનું કાર્ય કરી શકે છે.

હિંદુ જનજાગૃતિ સમિતિનું આટલાં ઓછાં સમયગાળામાં કાર્ય વૃદ્ધિંગત થવા પાછળનું કારણ એ જ છે કે, સમિતિનો કોઈપણ કાર્યકર્તા દિવસમાં ન્‍યૂનતમ (ઓછામાં ઓછું) ૧ કલાક તોયે સમાજમાં પ્રત્‍યક્ષ જઈને સંપર્ક કરે છે. જો એ જ કૃતિ સમગ્ર દેશમાંની સર્વ હિંદુત્‍વવાદી સંગઠનાઓ કરે, તો ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષ સામે હાથ ફેલાવવાની આવશ્‍યકતા લાગશે નહીં.

 

૨. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે
હિંદુઓને રાજકીય દૃષ્‍ટિ પ્રદાન કરવાનો પ્રયત્ન કરો !

‘હિંદુ સંગઠનાઓએ હિંદુઓને મતદાન કરવાના કર્તવ્‍યની જાણ કરાવી આપવી જોઈએ. બહુસંખ્‍ય હિંદુ મતદાર મતદાન જ કરતો નથી. તેને કારણે અલ્‍પસંખ્‍યકોના થોકબંધ મતો પર અથવા પૈસાથી વેચાતા લીધેલા મતો પર ચૂંટણીમાંનો ઉમેદવાર વિજયી નીવડે છે. તેને કારણે હિંદુ સમાજને ચૂંટણીમાં માની લેવામાં આવતો નથી. આ બાબત હવે પાલટવી જોઈએ.

રાજકારણ સ્‍વાર્થ માટે કરવામાં આવતું હોવાથી તે ભાવનારહિત છે. ચૂંટણી આવ્‍યા પછી નેતાલોકો કોઈને પણ પગે લાગીને આશીર્વાદ લે છે, જનતાને અનેક વચનો આપે છે. હિંદુ સમાજ ભાવનાશીલ હોવાથી તેને તરત જ આધીન થઈ જાય છે. સ્‍વા. સાવરકરજીનું કહેવું પણ તે જ હતું કે, હિંદુઓને રાજકીય દૃષ્‍ટિ નથી. રાજકારણીઓનાં પોપલાં આશ્‍વાસનો સામે પણ હિંદુત્‍વવાદી સંગઠનાઓ મોહિત થઈ જાય છે.  તેને કારણે હિંદુઓએ ભાવનિક ઘોષણાઓ પર વિશ્‍વાસ રાખવાને બદલે હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાની કાર્યાત્‍મક કૃતિઓ પર વિશ્‍વાસ રાખવો જોઈએ.

મુસલમાન સમાજ પોતાને કોઈપણ પક્ષ સાથે બંધાયેલો હોવાનું કહેતો નથી, પણ પક્ષો સામે પોતાની માગણીઓ પ્રસ્‍તુત કરીને તે અનુસાર ચૂંટણીની રણનીતિ સિદ્ધ કરે છે. તેવી રીતે હિંદુત્‍વવાદી સંગઠનાઓએ હિંદુઓને ધાર્મિક માગણીઓ કરવાનું શીખવવું જોઈએ, તો જ રાજકીય પક્ષો હિંદુઓનો વિચાર કરશે. તેને કારણે આપણા ઘેર આવનારા પ્રત્‍યેક ઉમેદવારને ‘હજી સુધી હિંદુત્‍વ માટે શું કર્યું અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે આગળ જઈને શું કરવાના છો ?’, એમ ચોખ્‍ખું જ પૂછવું જોઈએ.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘હિંદુ રાષ્‍ટ્ર-સ્‍થાપનાની દિશા’

Leave a Comment