હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે ભાવિ કાળમાં કાર્ય કરવાની દિશા

૧. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના એ ત્રણ પેઢીઓએ કરવાનું કાર્ય !

૧ અ. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના કરવા માટે ત્રણ પેઢીઓએ પરિશ્રમ કરવા આવશ્‍યક !

‘ત્રણ પેઢીનો સમયગાળો લાગવાનું કારણ અને તે ત્રણ પેઢીઓમાં થનારી પ્રક્રિયા આ પ્રમાણે છે.

૧ અ ૧. હમણાની પ્રથમ પેઢી

તેણે હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનું બીજ ભૂમિમાં રોપવાનું છે.

૧ અ ૨. બીજી પેઢી

તેણે હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનું બીજ અંકુરવાથી માંડીને તેનું વૃક્ષમાં રૂપાંતર થવા માટે પ્રયત્નરત રહેવાનું છે.

૧ અ ૩. ત્રીજી પેઢી

તેને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનાં ફળો મળવાનો આરંભ થશે. આ પેઢીએ હિંદુ રાષ્‍ટ્રના સિદ્ધાંતોનું કઠોર આચરણ કરીને તેનું ક્યાંયે પતન થાય નહીં, તેની કાળજી લેવાની રહેશે.

૧ આ. પરિણામ થવા માટે ત્રણ પેઢીનો સમયગાળો આવશ્‍યક !

ત્રણ પેઢીનો સમયગાળો લાગવાનું કારણ અને તે ત્રણ પેઢીઓમાં થનારી પ્રક્રિયા આ પ્રમાણે છે.

૧ આ ૧. હમણાની પ્રથમ પેઢી (વય વર્ષ ૪૦ થી આગળ)

આ જન્‍મથી માંડીને હમણા સુધી જે સંસ્‍કાર ધારણ કરીને ઉછરી છે, તેનામાં પાલટ કરવા તેના માટે અસંભવ હોય છે.

૧ આ ૨. બીજી પેઢી (વય વર્ષ ૨૦ થી ૪૦ જૂથની)

તેમના પર જન્‍મથી માંડીને જે સંસ્‍કાર થયા હોય છે તે અને ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના’ થવાથી જે સંસ્‍કાર નિર્માણ થાય છે તે, આ બન્‍નેમાં સંઘર્ષ થાય છે. તેને કારણે તેમનામાં થોડો-ઘણો પાલટ થવાનો ધીમે ધીમે આરંભ થાય છે.

૧ આ ૩. ત્રીજી પેઢી (જન્‍મથી વય વર્ષ ૨૦ જૂથની)

તેમના પર જન્‍મથી અને નાની વયમાં જ ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના’ થવાથી જે સંસ્‍કાર થાય છે, તેને કારણે ત્‍યારથી જ સાચા અર્થથી ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના’ તેમનાં મનમાં પણ થાય છે.’ (૮.૧૧.૨૦૧૧)

૨. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનામાંના શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પરનાં સોપાન

૨ અ. શારીરિક સ્‍તર (વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩)

‘આ કાળમાં થનારા ત્રીજા જાગતિક મહાયુદ્ધમાં પ્રચંડ મનુષ્‍યહાનિ થશે. ભારતને પણ યુદ્ધનો દાહ લાગશે. સર્વત્ર જ ઘર, રસ્‍તા, પૂલ, કારખાનાઓ ઇત્‍યાદિની અપરિમિત હાનિ થશે. યુદ્ધના અંતમાં ભારતમાં હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના થઈ હશે.

૨ આ. માનસિક સ્‍તર (વર્ષ ૨૦૨૪ થી ૨૦૫૦)

યુદ્ધના ધક્કામાંથી છાવરવા માટે સજ્‍જનોને અને સજ્‍જન થવા ઇચ્‍છુકોને ‘માનસિક દૃષ્‍ટિએ સક્ષમ કેવી રીતે થવું’, એ શીખવવામાં આવશે.

૨ ઇ. આધ્‍યાત્‍મિક સ્‍તર (વર્ષ ૨૦૫૦ પછી)

સાધના શીખવી હોવાથી બધા જ લોકો સાધક હશે. ત્‍યારે જ સાચા અર્થમાં રામરાજ્‍ય હશે.’ (૨૪.૧૧.૨૦૧૪)

૩. ખરા અર્થમાં હિંદુ રાષ્‍ટ્રની નિર્મિતિ માટે એક-બે પેઢીઓ લાગવાનું કારણ !

‘હમણાથી ઘણાંખરાં બાળકો અંગ્રેજી માધ્‍યમ અથવા ખ્રિસ્‍તી કૉન્‍વ્‍હેંટ શાળાઓમાં ભણે છે, એ જ કેવળ તેમનું શિક્ષણ યોગ્‍ય ન હોવાનું એકમાત્ર કારણ નથી. ઘરમાંની સંસ્‍કારહીનતા, ઝગડાઓ, તેમજ દૈનિક અને દૂરચિત્રવાહિનીઓ પર જોવા મળતો સ્‍વૈરાચાર, ભ્રષ્‍ટાચાર, જાત્‍યંધતા, અપહરણ, બળાત્‍કાર, હત્‍યા ઇત્‍યાદિ સમાચારોને કારણે પણ તેમના પર અનિષ્‍ટ સંસ્‍કાર થાય છે. આગળ જતાં આ સમાચારો વિશે તેમને કાંઈ લાગતું નથી અને થોડા સમય પછી તો તેમનામાંના કેટલાક જણ આ બાબતો પોતે પણ કરવા લાગે છે. બાળકો પર અનિષ્‍ટ સંસ્‍કાર થાય નહીં, તે માટે ‘સમાજમાં અનિષ્‍ટ બનાવો બને નહીં’, તેને પ્રાથમિકતા આપવી પડશે. તેમાં જ એક પેઢીનો, અર્થાત્ ૩૦ વર્ષનો સમયગાળો જશે. તેની પછીની પેઢીમાં બાળકો પર નાનપણથી સુસંસ્‍કાર થવાથી હિંદુ રાષ્‍ટ્રને અપેક્ષિત એવી પ્રથમ પેઢી સિદ્ધ થવાનો આરંભ થશે.

૪. હિંદુ રાષ્‍ટ્રપ્રેમી, ‘આગળ જતાં હિંદુ રાષ્‍ટ્ર કોણ સંભાળશે ?’, તેની ચિંતા કરશો નહીં !

સ્‍વાતંત્ર્યોત્તર કાળમાં, અર્થાત્ ગત ૬૦-૭૦ વર્ષોમાં સ્‍વભાષા, હિંદુ સંસ્‍કૃતિ, હિંદુ ધર્મ ઇત્‍યાદિ વિશે બાળકો પર સંસ્‍કાર થાય નહીં અને વડીલો ધરાવતા સંસ્‍કાર ભૂંસાઈ જાય, તે માટે સર્વ રાજકીય પક્ષોની સરકારે કમર કસી. તેને કારણે ઘણાં બાળકોને હવે પોતાની માતૃભાષા પણ સરખી આવડતી નથી. એટલું જ શું, પણ ‘માતૃભાષા આવડતી નથી અને અંગ્રેજી ભાષા આવડે છે’, તેનું તેમને અભિમાન લાગે છે. કૉન્‍વ્‍હેંટ શાળાઓમાં ભણ્‍યા હોવાથી તેમને હિંદુ સંસ્‍કૃતિ અને ધર્મનો કક્કો પણ જ્ઞાત હોતો નથી. આ છોકરાઓ મોટા થયા પછી તેમના બાળકો પર પણ ‘બા-બાપૂજી’ને બદલે ‘મમ્‍મી-ડૅડી’ના સંસ્‍કાર કરશે. આ રીતે આગામી બે પેઢીઓમાં હિંદુ રાષ્‍ટ્ર ચલાવવાની યોગ્‍યતાનું કોઈ નહીં હોય. ‘આવી સ્‍થિતિમાં વર્ષ ૨૦૨૩માં હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના થયા પછી તે આદર્શ પદ્ધતિથી ચલાવશે કોણ ?’, એવી ચિંતા કેટલાક હિંદુત્‍વવાદીઓને થાય છે. બાહ્યત: તેમ લાગવું પણ યોગ્‍ય જ છે.

પ્રત્‍યક્ષમાં ઈશ્‍વરનું નિયોજન ધ્‍યાનમાં આવે કે, ‘તેમાં ચિંતા કરવા જેવું કાંઈ નથી’, એ બાબત ધ્‍યાનમાં આવશે. હમણા હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે કાર્યરત રહેલા આગામી ૩૦ વર્ષો સુધી હિંદુ રાષ્‍ટ્ર ચલાવશે. ‘પછી શું ?’, તેનો ઉત્તર એમ છે. હિંદુ રાષ્‍ટ્ર ચલાવવા માટે અનેક જીવાત્‍માઓ ઉચ્‍ચ સ્‍વર્ગલોક અને મહર્લોકમાંથી પૃથ્‍વી પર જન્‍મ લઈ રહ્યા છે. આનું સનાતન સંસ્‍થાના સંદર્ભમાં ઉદાહરણ જોઈશું. ગત ૪-૫ વર્ષોમાં વય વર્ષ ૧૫-૧૬ની કેટલીક છોકરીઓ પૂર્ણસમય સાધિકા તરીકે રામનાથી (ફોંડા, ગોવા) સ્‍થિત સનાતનના આશ્રમમાં આવી. આશ્રમમાં કેવળ ૩-૬ વર્ષો રહ્યા પછી તેમણે આધ્‍યાત્‍મિક પ્રગતિ સાધ્‍ય કરતી વેળાએ જ આશ્રમવ્‍યવસ્‍થાપન પણ શીખી લીધું. તેથી હવે તેઓ વયજૂથ ૧૮ થી ૨૨ની સાધિકાઓ વિવિધ આશ્રમો પણ સંભાળી રહ્યા છે. એટલું જ નહીં, જ્‍યારે કેટલાંક ધર્મપ્રસારનું કાર્ય પણ સંભાળી રહ્યા છે. આ અનુભવ થવાથી તેમને ૧૫-૨૦ વર્ષો ઉપરાંત પ્રથમ રાજ્‍ય અને પછી રાષ્‍ટ્ર ચલાવવું પણ સહજ શક્ય છે.

તેમની પાછળોપાછળ જ ૧૦-૧૨ વર્ષોના બાળકો જ નહીં, જ્‍યારે સાવ ૧ માસથી માંડીને ૩-૪ વર્ષ સુધીના ઉચ્‍ચ સ્‍વર્ગલોક અને મહર્લોકમાંથી પૃથ્‍વી પર જન્‍મ લીધેલા બાળકો પણ રામનાથી સ્‍થિત સનાતન આશ્રમમાં પધાર્યા છે. ૨૫-૩૦ વર્ષોમાં તેઓ પણ હિંદુ રાષ્‍ટ્ર ચલાવવામાં સક્ષમ બનશે. તેનું કારણ એમ કે, ઉચ્‍ચ સ્‍વર્ગલોક અને મહર્લોકમાંથી પૃથ્‍વી પર જન્‍મ લીધો હોવાથી તેમનું ભગવાન શ્રીકૃષ્‍ણ સાથે સતત અનુસંધાન હોય છે. તેને કારણે તેમને ‘અંતર્યામી જ યોગ્‍ય અને અયોગ્‍ય શું છે ?’, તેનું તત્‍કાળ જ્ઞાન થાય છે.

ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક સ્‍તરને કારણે તેમની વાણીમાં ચૈતન્‍ય છે. તેનો પ્રભાવ અન્‍યો પર પડીને આ બાળકો તેમને હિંદુ રાષ્‍ટ્ર ચલાવવા માટે સક્ષમ કરશે. આવી રીતે આગામી ૧૦૦૦ વર્ષો સુધી અસ્‍તિત્‍વ ધરાવનારા હિંદુ રાષ્‍ટ્રનો પાયો પાકો થવાનો છે.

(સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘હિંદુ રાષ્‍ટ્ર-સ્‍થાપનાની દિશા’)

Leave a Comment