રાવણવધ પછી બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે શ્રીરામજી દ્વારા પૂજિત શ્રીલંકા સ્થિત નગુલેશ્વરમ્ મંદિરનું શિવલિંગ !

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય દ્વારા સદગુરુ
(સૌ.) અંજલી ગાડગીળ તેમજ વિદ્યાર્થી-સાધકો દ્વારા
કરવામાં આવેલી રામાયણ સંબંધિત શ્રીલંકા ખાતેની અધ્યયન-યાત્રા !

સાક્ષાત પ્રભુ શ્રીરામચંદ્રજી દ્વારા પૂજિત નગુલેશ્વરમ્ નું શિવલિંગ !

રામાયણમાં જે ભૂખંડને લંકા અથવા લંકાપુરી કહેવામાં આવે છે, તે સ્થાન એટલે આજનો શ્રીલંકા દેશ છે. ત્રેતાયુગમાં શ્રીમહાવિષ્ણુએ શ્રીરામ અવતાર ધારણ કર્યો અને લંકાપુરી જઈને રાવણ ઇત્યાદિ અસુરોનો સંહાર કર્યો. આ સ્થાન પર અનેક યુગોથી હિંદુ સંસ્કૃતિ જ હતી. ૨ સહસ્ર ૩૦૦ વર્ષો પહેલાં રાજા અશોકની સુપુત્રી સંઘમિત્રાને કારણે શ્રીલંકામાં બૌદ્ધ પંથનો પેસારો થયો. આજે ત્યાંના ૭૦ ટકા લોકો બૌદ્ધ છે. વાલ્મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ જે લખ્યું છે, તે પ્રમાણે શ્રીલંકામાં અનેક પુરાવા મળે છે.

શ્રીલંકામાં શ્રીરામ, સીતા, હનુમાનજી, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થ, ગુફાઓ, પર્વતો તેમજ મંદિરો છે. ભક્તો તેમજ કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓએ દ્વારા તેમાંના ૪૭ સ્થાનોની જાણકારી શોધી કાઢી છે. આ બધા જ સ્થાનોની જાણકારી મળે તેમજ સંપૂર્ણ જગતના હિંદુઓને તે વિશે કહી શકાય, તે માટે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય દ્વારા સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ સાથે ૪ વિદ્યાર્થી-સાધકોએ ૧ માસ સુધી શ્રીલંકા-ભ્રમણ કર્યું. એમ કહી શકાય કે, આ ભ્રમણ રામાયણ સાથે સંબંધિત અધ્યયન-ભ્રમણ હતું.

રાવણાસુરના સંહાર પછી પુષ્પક વિમાનથી અયોધ્યા જતી વેળાએ શ્રીરામને ધ્યાનમાં આવે છે કે તેમના વિમાનની પાછળ એક કાળું વાદળું આવી રહ્યું છે. ત્યારે શિવજી પ્રગટ થઈને શ્રીરામને કહે છે, આ કાળું વાદળું તેમને બ્રહ્મહત્યાના કારણે લાગેલા પાપનું પ્રતીક છે. રાવણ બ્રાહ્મણ હતો તેથી તેના વધને કારણે ઉત્પન્ન દોષનિવારણ માટે ભગવાન શિવજી શ્રીરામને શ્રીલંકાના પંચ ઈશ્વરના સ્થાન પર જઈને શિવપૂજા કરવાનો નિર્દેંશ આપે છે. ત્યારે શ્રીરામ શિવજીની આજ્ઞાનું પાલન કરે છે. કેતીશ્વરમ્, તોંડીશ્વરમ્, મુન્નીશ્વરમ્, કોનેશ્વરમ્ અને નગુલેશ્વરમ્ આ પંચ ઈશ્વર છે. તેમાંથી તોંડીશ્વરમ્ હવે સમુદ્રસપાટી વધી ગઈ હોવાથી પાણીની નીચે ચાલ્યું ગયું છે. આજે આપણે આ પંચ ઈશ્વર મંદિરોમાંથી નગુલેશ્વરમ્ મંદિરની જાણકારી લઈશું.

 

૧. કીરીમલૈ ગામ તેમજ કીરીમલૈ ઝરણું

શ્રીલંકાના મોટાભાગના હિંદુઓ ઉત્તર શ્રીલંકામાં રહે છે. તેમાંના મોટાભાગના હિંદુઓ તામિલ ભાષી છે. ઉત્તર શ્રીલંકાનું હિંદુ સંસ્કૃતિ સાથે સંબંધિત મહત્વપૂર્ણ શહેર છે જાફના ! આ શહેરથી ૩૦ કિ.મી. દૂર કીરીમલૈ નામક એક નાનકડું ગામડું છે. આ ગામ સમુદ્ર કિનારે વસ્યું છે. તામિલ ભાષામાં કીરી એટલે નોળિયો અને મલૈનો અર્થ છે પર્વત ! પ્રાચીન કાળમાં અહીં એક નાની ટેકરી હતી. આ ટેકરી પર સ્થિત ગુફામાં ઘણા નોળિયા વાસ કરતા હતા. તેથી આ ગામનું નામ કીરીમલૈ પડ્યું. અહીં સમુદ્ર પાસે જ મીઠા પાણીનું ઝરણું વહે છે, તેને કીરીમલૈ ઝરણું કહે છે.

 

૨. કૃતજ્ઞતા તરીકે આ સ્થાન પર
નગુલ ઋષિ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવવી

નગુલેશ્વરમ્ મંદિરનો સભાગૃહ

સહસ્રો વર્ષો પહેલાં નગુલ નામક ઋષિ અહીં આવ્યા હતા. એક શાપને કારણે તેમનું મુખ નોળિયા જેવું બની ગયું હતું. ભગવાન શિવજી નગુલ ઋષિને કહે છે,  લંકાપુરીમાં કીરીમલૈના ઝરણામાં સ્નાન કરવાથી તમે આ શાપથી મુક્ત થઈ જશો . ત્યારે તેઓ આ ઝરણામાં સ્નાન કરે છે અને તેમને ફરીવાર મનુષ્યરૂપ પ્રાપ્ત થાય છે. તેથી કૃતજ્ઞતા તરીકે અહીં એક શિવલિંગની સ્થાપના કરીને તેનું પૂજન કરે છે. નગુલ ઋષિએ જે ઝરણામાં સ્નાન કર્યું તેમાં આજે પણ સેંકડો લોકો ચર્મરોગ સાજો કરવા માટે સ્નાન કરે છે.

 

૩. બ્રહ્મહત્યાનું પાપ દૂર થાય; તેથી પ્રભુ શ્રીરામજી
દ્વારા કીરીમલૈ ઝરણામાં સ્નાન કરીને શિવપૂજન કરવામાં આવવું

ત્રેતાયુગમાં શ્રીરામજીએ બ્રહ્મહત્યાના પાપ-ક્ષાલન માટે કીરીમલૈ ઝરણામાં સ્નાન કરીને નગુલેશ્વર મંદિરમાં શિવલિંગનું પૂજન કર્યું હતું. એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં અર્જુને પણ અહીં શિવપૂજા કરી હતી.

 

૪. સંતો અને ભક્તો દ્વારા નગુલેશ્વર
દેવતા પર રચિત અનેક ભક્તિગીતોની રચના થવી

૩ સહસ્ર વર્ષ કરતાં પણ પહેલાં તામિલનાડુથી શૈવ સિદ્ધાંતના પ્રસાર માટે આવેલા અનેક સંતો તેમજ ભક્તોએ આ સ્થાન પર નગુલેશ્વરમ્ દેવતા પર રચિત અનેક ભક્તિગીતો ગાયા છે. આગળ છઠ્ઠા શતકમાં વંગ દેશના રાજા વિજયાએ સદર મંદિરનું નૂતનીકરણ કર્યું હતું.

 

૫.  યુદ્ધમાં સેના દ્વારા આ મંદિરને ધ્વસ્ત કર્યા પછી
ભારત સરકારની સહાયતાથી આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવવું

૧૬મી સદીમાં શ્રીલંકા ખાતે રહેતા પોર્ટુગલ લોકોએ ખ્રિસ્તી ધર્મપ્રચારકોના નિર્દેંશ પર નગુલેશ્વરમ્ મંદિરને ધ્વસ્ત કર્યું. વર્ષ ૧૮૯૪માં જાફનાના સ્થાનિક રાજાએ આ મંદિરનું પુનર્નિર્માણ કર્યું. વર્ષ ૧૯૮૩માં શ્રીલંકાની સેના અને તામિલ લોકો વચ્ચે થયેલા યુદ્ધ સમયે શ્રીલંકાની સેનાએ આ મંદિરને પોતાના નિયંત્રણમાં લીધું હતું. વર્ષ ૧૯૯૩માં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે શ્રીલંકાના વાયુદળે વિમાનમાંથી આ મંદિર પર બૉંબ ફેંકીને તેને ધ્વસ્ત કર્યું હતું. વર્ષ ૨૦૧૨માં ભારત સરકાર, શ્રીલંકાની સેના તેમજ સ્થાનિક હિંદુઓની સહાયતાથી આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. વર્ષ ૧૯૯૨ થી ૨૦૧૨ના સમયગાળામાં મંદિરમાં પૂજા-અર્ચના થઈ નહીં. વર્ષ ૨૦૧૫માં ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તેમની શ્રીલંકા યાત્રા દરમ્યાન આ મંદિરમાં જઈને શિવલિંગ પર અભિષેક કર્યો હતો.

 

૬. મંદિરના વિશ્વસ્તો દ્વારા સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળને
સન્માનિત કરીને નગુલેશ્વર દેવતાને પ્રાર્થના કરવા માટે કહેવું

શિવશ્રી નગુલેશ્વર ગુરુજી સાથે બોલતી સમયે સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય દ્વારા સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ જ્યારે નગુલેશ્વરમ્ મંદિરમાં દર્શનાર્થે ગયા, ત્યારે ત્યાંના ૯૨ વર્ષીય મુખ્ય પૂજારી તેમજ વિશ્વસ્ત શિવશ્રી નગુલેશ્વર ગુરુજીએ તેમનું સન્માન કરીને તેમને નગુલેશ્વરમ્ મંદિરના ઇતિહાસનું વર્ણન કરનારો ૫૦૦ પૃષ્ઠ ધરાવતો એક ગ્રંથ ભેટ તરીકે આપ્યો. આ અવસર પર શિવશ્રી નગુલેશ્વર ગુરુજીએ સદગુરુ ગાડગીળને ‘પૃથ્વી પર રામરાજ્ય આવશે જ’, એમ કહીને તેમને નગુલેશ્વર દેવતા પાસે પ્રાર્થના કરવા માટે કહ્યું.

 

૭. સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની
ભાવજાગૃતિ થવી તેમજ તે ભાવાવસ્થામાં પણ
તેમના દ્વારા સમુદ્રદેવતાને પણ નમસ્કાર કરવામાં આવવા

સમુદ્રદેવતાને ભાવપૂર્ણ નમસ્કાર કરતી સમયે સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

શ્રીરામજીની જન્મભૂમિ ભારતથી લંકા ગયેલા સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની નિરંતર આ સ્થાન પર ભાવજાગૃતિ થઈ રહી હતી તેમજ તેમણે શ્રીરામજીના ચરણસ્પર્શથી પાવન બનેલી તે માટી અને શ્રીરામજી દ્વારા પૂજિત તે શિવલિંગને ભાવપૂર્ણ નમસ્કાર કર્યા. તે ભાવ અવસ્થામાં મંદિરમાંથી બહાર આવીને તેમણે સમુદ્ર ભણી જોઈને સમુદ્રદેવતાને પણ ભાવપૂર્ણ નમસ્કાર કર્યા. તેમનો ભાવ જોઈને અમો સર્વ સાધકોનો પણ ભાવ જાગૃત થયો.

 

૮. કૃતજ્ઞતા

શ્રી. વિનાયક શાનભાગ

‘ આજે કળિયુગ હોવા છતાં પણ અવતારી પુરુષ શ્રીરામજીના ચરણસ્પર્શથી પવિત્ર થયેલી ભૂમિનું ચૈતન્ય આપણે કેવળ ભાવને કારણે જ અનુભવી શકીએ છીએ.’, આ શિખામણ દેનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી તેમજ સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળના ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !

  શ્રી. વિનાયક શાનભાગ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૮.૬.૨૦૧૮)

 

સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ
દ્વારા સંકલિત પ્રવાસવર્ણનોની વિશિષ્‍ટતાઓ

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

‘પ્રવાસવર્ણનો સાથે સંબંધિત અનેક ગ્રંથ અને લેખ છે; પણ સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ દ્વારા સંકલિત પ્રવાસવર્ણનોની વિશિષ્‍ટતાઓ એમ છે કે, તેમાં સ્‍થૂળ સાથે સંબંધિત અર્થાત્ પંચજ્ઞાનેંદ્રિય, મન અને બુદ્ધિના સ્‍તરના લેખન સાથે જ જ્‍યાં આવશ્‍યકતા હોય છે, ત્‍યાં તેની પેલેપાર અર્થાત્ સૂક્ષ્મ એટલે આધ્‍યાત્‍મિક સ્‍તર પરના પરીક્ષણો છે તેમજ ચૈતન્‍ય પણ છે.’

  (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

Leave a Comment