વીજળીનો દીવો, મીણનો દીવો અને તલનું તેલ તેમજ કપાસની દિવેટથી પ્રગટાવેલા માટીના કોડિયાનું યૂટીએસ ઉપકરણ દ્વારા પરીક્ષણ

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયે’ કર્યું ‘યૂટીએસ
(યૂનિવર્સલ થર્મો સ્કૅનર)’ ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ

વીજળીથી ચાલતો પ્લાસ્ટિકનો દીવો અને મીણનો દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં નકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થાય છે, જ્યારે તલનું તેલ અને કપાસની દિવેટથી પ્રગટાવેલા માટીના પારંપારિક કોડિયા દ્વારા સકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થાય છે !

‘અંધ:કારને દૂર કરીને તેજનો વર્ષાવ કરનારો તહેવાર છે ‘દિવાળી’ ! દિવાળીમાં પ્રત્યેક ઘરમાં દીવડા પ્રજ્વલિત કરવાની પરંપરાનો પ્રાચીન કાળથી અર્થાત્ ત્રેતાયુગમાં આરંભ થયો. લંકાપતિ રાવણ પર વિજય મેળવીને પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યા પાછા ફર્યા, ત્યારે પ્રજાએ તેમનું સ્વાગત દીપોત્સવ ઊજવીને કર્યું. વર્તમાન રજ-તમપ્રધાન કાળમાં વીજળીથી ચાલનારા પ્લાસ્ટિકના ‘ચીની’ દીવા બજારમાં જોવા મળે છે. તે સાથે જ મીણના દીવા પ્રજ્વલિત કરવા ભણી પણ ખેંચ રહે છે; તથાપિ વાડ-વડીલો તલનું તેલ અને કપાસની દિવેટથી પારંપારિક કોડિયા પ્રગટાવે છે.

તલનું તેલ અને કપાસની દિવેટથી પ્રગટાવેલા માટીના કોડિયા, સાત્ત્વિકતાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ બાબત સમાજને જ્ઞાત થાય, તે માટે ‘વીજળીથી ચાલતો પ્લાસ્ટિકનો ‘ચીની’ દીવો, મીણનો દીવો તેમજ તલનું તેલ અને કપાસની દિવેટયુક્ત પારંપારિક માટીનું કોડિયું જગવવાથી, તેમાંથી પ્રક્ષેપિત સ્પંદનોનું વાતાવરણ પર થનારા પરિણામનું વૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન કરવું’, આ પરીક્ષણ કરવાનો ઉદ્દેશ હતો. આ પરીક્ષણ કરવા માટે  ‘યૂટીએસ (યૂનિવર્સલ થર્મો સ્કૅનર)’ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો.

   ૧. પરીક્ષણનું સ્વરૂપ

આ પરીક્ષણમાં વીજળીથી ચાલતો પ્લાસ્ટિકનો ‘ચીની’ દીવો, મીણનો દીવો તેમજ તલનું તેલ અને કપાસની દિવેટયુક્ત પારંપારિક માટીનું કોડિયું, આ દીવા પ્રજ્વલિત કરીને પ્રત્યેકનું ‘યૂટીએસ’ ઉપકરણ દ્વારા નિરીક્ષણ કરીને નોંધ કરવામાં આવી. આ સર્વ નિરીક્ષણોનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યું.

૨. વૈજ્ઞાનિક પરીક્ષણના પરિબળો વિશે જાણકારી

૨ અ. વીજળીથી ચાલતો પ્લાસ્ટિકનો ‘ચીની’ દીવો
વીજળીથી ચાલનારો પ્લાસ્ટિકનો દીવો

આ પ્લાસ્ટિકનો દીવો છે, તેમાં વીજળીથી ચાલતો વિદ્યુત દીપ જોડેલો છે. આ દીવડા ઘણા આકર્ષક વર્તાય છે. તેનું નિર્માણ ખાસ કરીને ચીનમાં કરવામાં આવે છે.

૨ આ. મીણનો દીવો
મીણનો પ્રજ્વલિત દીવો

આ દીવો આકારમાં મીણથી બનેલી મીણબત્તી છે.

૨ ઇ. પારંપારિક માટીનું કોડિયું
તલનું તેલ અને કપાસની દિવેટથી પ્રગટાવેલું માટીનું કોડિયું

આ બજારમાં ઉપલબ્ધ માટીનો સામાન્ય દીવો છે. તેને તલનું તેલ અને કપાસની દિવેટથી પ્રગટાવવામાં આવે છે.

   નોંધ

જ્યારે સ્કૅનર ૧૮૦ અંશ ખૂણામાં ખૂલે છે, ત્યારે ઘટકનું પ્રાભામંડળ માપી શકાય છે. તેનાથી ઓછા અંશના ખૂણામાં સ્કૅનર ખૂલે, તો તેનો અર્થ છે ‘તે ઘટકની આજુબાજુ પ્રામંડળ નથી.’

   ૩. નિરીક્ષણોનું વિવેચન

૩ અ. વીજળીનો દીવો અને મીણના દીવામાં નકારાત્મક ઊર્જા જોવા મળવી

વીજળીનો દીવો અને મીણનો દીવો, તેમની ‘ઇન્ફ્રારેડ’ નકારાત્મક ઊર્જા માપતી વેળાએ સ્કૅનરની ભુજા ૧૨૦ અંશ ખૂણામાં ખૂલી. તેનો અર્થ છે કે આ બન્ને દીવામાં નકારાત્મક ઊર્જા ઓછા પ્રમાણમાં હતી; પણ માટીના દીવામાં તો નકારાત્મક ઊર્જા બિલકુલ જ જોવા મળી નહીં. પરીક્ષણમાં આ ત્રણેય દીવાઓમાં ‘અલ્ટ્રાવાયોલેટ’ નકારાત્મક ઊર્જા જોવા મળી નહીં.

૩ આ. તલનું તેલ અને કપાસની દિવેટથી પ્રગટાવવામાં આવતા માટીના કોડિયામાં ઓછા પ્રમાણમાં સકારાત્મક ઊર્જા જોવા મળવી; પણ અન્ય બે દીવાઓમાં જોવા ન મળવી

સર્વ વ્યક્તિ, વાસ્તુ અથવા વસ્તુમાં સકારાત્મક ઊર્જા હોતી નથી. માટીના કોડિયાના નિરીક્ષણમાં સ્કૅનરની ભુજા ૯૦ અંશના ખૂણામાં ખૂલી, અર્થાત્ આ દીવામાં ઓછા પ્રમાણમાં સકારાત્મક ઊર્જા હતી. વીજળીના દીવામાં અને મીણનાં દીવામાં, તે બિલકુલ જોવા મળી નહીં.

૩ ઇ. વીજળીના દીવાના અને મીણના દીવાના પ્રભામંડળની તુલનામાં માટીના કોડિયાનું પ્રભામંડળ વધારે હોવું

સામાન્ય વ્યક્તિ અથવા વસ્તુનું પ્રભામંડળ લગભગ ૧ મીટર હોય છે. વીજળીનો દીવો, મીણનો દીવો અને માટીનું કોડિયું, તેમનું પ્રભામંડળ ક્રમવાર ૧.૦૬ મીટર, ૧.૨૯ મીટર તેમજ ૨.૧૭ મીટર હતું. તેનાથી ધ્યાનમાં આવે છે કે અન્ય બે દીવાની તુલનામાં માટીના કોડિયાનું પ્રભામંડળ વધારે હતું. આ બધા સૂત્રોનું અધ્યાત્મશાસ્ત્રીય વિશ્લેષણ ‘સૂત્ર ૬’ માં આપ્યું છે.

   ૪. નિષ્કર્ષ

‘વીજળીનો દીવામાં અને મીણના દીવામાં નકારાત્મક સ્પંદનો, જ્યારે તલનું તેલ અને કપાસની દિવેટયુક્ત પારંપારિક માટીના કોડિયામાં સકારાત્મક સ્પંદનો હોય છે’, આ વાત સદર પરીક્ષણ દ્વારા ધ્યાનમાં આવે છે.

   ૫. નિરીક્ષણો પાછળનું અધ્યાત્મશાસ્ત્ર

યૂટીએસ ઉપકરણ દ્વારા પરીક્ષણ કરતી સમયે શ્રી. આશીષ સાવંત

વીજળીથી ચાલતા પ્લાસ્ટિકના દીવામાં અને મીણના દીવામાં માનવનિર્મિત તમોગુણી ઘટકો હોવાથી તેમનામાંથી નકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થવા, જ્યારે તલનું તેલ અને કપાસની દિવેટયુક્ત માટીના કોડિયાના કુદરતી સત્વગુણી ઘટકોને કારણે તેમાંથી સકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થવા

આ પરીક્ષણમાં વીજળીની ઊર્જા, પ્લાસ્ટિક અને મીણ જેવા ઘટકો માનવનિર્મિત છે; જ્યારે માટી, તલનું તેલ અને કપાસ જેવા ઘટકો નૈસર્ગિક છે. સામાન્ય રીતે નૈસર્ગિક ઘટકોમાં સત્વગુણ મુખ્ય હોય છે, જ્યારે અનૈસર્ગિક (કૃત્રિમ) ઘટકોમાં તમોગુણ મુખ્ય હોય છે. જે ઘટકમાં જે ગુણ મુખ્ય હોય છે, તેવાં સ્પંદનો તે ઘટક દ્વારા વાતાવરણમાં પ્રક્ષેપિત થાય છે. સાત્વિક  ઘટકોને કારણે માટીના કોડિયામાં સાત્વિક (સકારાત્મક) સ્પંદનો મળી આવ્યા. તેનાથી ઊલટું માનવનિર્મિત તમોગુણી ઘટકોને કારણે વીજળીનો દીવો અને મીણના દીવામાં અસાત્વિક  (નકારાત્મક) સ્પંદનો મળી આવ્યા. આ તમોગુણી ઘટકોને કારણે વાતાવરણમાં ત્રાસદાયક સ્પંદનો ફેલાય છે. તેનાથી ધ્યાનમાં આવે છે કે તલનું તેલ અને હાથે બનાવેલી કપાસની દિવેટયુક્ત માટીનું કોડિયું પ્રગટાવવું, આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયી છે.

   ૬. દિવાળી નિમિત્ત ભાઈ-બહેનોને આવાહન !

ભાઈઓ અને બહેનો, દિવાળીમાં વીજળીના ચીની દીવા અને મીણના દીવા દૂર રાખશો, તલનું તેલ અને કપાસની દિવેટયુક્ત માટીનાં પારંપારિક કોડિયા પ્રગટાવીને તેમનો આધ્યાત્મિક સ્તર પર લાભ લેશો !’

વાચકોને સૂચના

જગ્યાના અભાવથી આ લેખમાં આપેલા ‘યુ.ટી.એસ્. ઉપકરણનો પરિચય’, ‘ઉપકરણ દ્વારા કરવાના પરીક્ષણોમાંના પરિબળોનું વિવરણ’, ‘પરિબળોના પ્રભામંડળનું માપન’, ‘પરીક્ષણની પદ્ધતિ’ અને ‘પરીક્ષણમાં સમાનતા આવવા માટે લીધેલી દક્ષતા’ આ હંમેશના સૂત્રો સનાતનના સંકેતસ્થળના (www.sanatan.org/gujarati/૧૬૦૮.html)  લિંક પર આપ્યા છે.

સૌ. મધુરા ધનંજય કર્વે, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા. (૮.૧૦.૨૦૧૭)
ઇ-મેલ : [email protected]

Leave a Comment