સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો પરિચય

 

. આંતરરાષ્ટ્રીય કીર્તિના સંમોહનઉપચાર તજ્જ્ઞ 

  પ.પૂ. ડૉ. જયંત બાળાજી આઠવલેજીએ વૈદ્યકીય શિક્ષણ પછી વર્ષ ૧૯૭૧ થી ૧૯૭૮ સુધીના સમયગાળામાં બ્રિટન ખાતે ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરીને સંમોહનઉપચાર પદ્ધતિ વિશે સંશોધન કર્યું. વર્ષ ૧૯૭૮માં તેમણે મુંબઈ ખાતે સંમોહન ઉપચાર તજ્જ્ઞ તરીકે વ્યવસાય ચાલુ કર્યો. વર્ષ ૧૯૮૨માં તેમણે ભારતીય વૈદ્યકીય સંમોહન અને સંશોધન સંસ્થા ની સ્થાપના કરી. વર્ષ ૧૯૬૭ થી ૧૯૮૨ ના ૧૫ વર્ષો દરમિયાન તેમણે ૫૦૦ કરતાં વધારે ડૉક્ટરોને સંમોહનશાસ્ત્ર અને સંમોહનઉપચારનાં સિદ્ધાંતો તેમજ પ્રાત્યક્ષિકો વિશે અમૂલ્ય માર્ગદર્શન કર્યું.
 

.સંમોહનશાસ્ત્ર અને સંમોહનઉપચાર વિશેની ગ્રંથસંપદા ! 

   લોકપ્રિય નિયતકાલિકોમાંથી પ્રસિદ્ધ થયેલા ૧૦૦ કરતાં વધુ લેખ, વિદેશમાં પ્રશંસાપાત્ર શોધનિબંધો, આ તેમની વૈદ્યકીય ક્ષેત્રમાંની યશસ્વી કારકિર્દીની, તેમજ વ્યાસંગપૂર્ણ અને અદ્વિતિય સંશોધનની ફળનિષ્પત્તિ છે. 

. ગુરુદેવના આશીર્વાદ અને સનાતન સંસ્થાની સ્થાપના  

  પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ તેમના સદ્દગુરુ પ.પૂ. ભક્તરાજ મહારાજજીના આશીર્વાદથી સનાતન સંસ્થાની સ્થાપના કરી. ગુરુદેવે આપેલા આશીર્વાદને કારણે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના સાધના, રાષ્ટ્ર અને ધર્મ વિશેના જુલાઈ ૨૦૧૬ સુધી ૨૯૩ ગ્રંથોની ૧૫ ભાષાઓમાં ૬૬ લાખ ૨૧ સહસ્ર પ્રતિઓ પ્રકાશિત થઈ છે.

. જગતના ઉદ્ધાર માટે સંતોનું ઘડતર કરનારા પરાત્પર ગુરુ !  

   જિજ્ઞાસુઓ શીઘ્ર ઈશ્વરપ્રાપ્તિ કરી શકે, તે માટે પ.પૂ. ડૉકટરજીએ કર્મ, જ્ઞાન અને ભક્તિ યોગમાર્ગોનો સંગમ રહેલો ગુરુકૃપાયોગ કહ્યો. જુલાઈ ૨૦૧૬ સુધી ગુરુકૃપાયોગ અનુસાર સાધના કરીને ૬૮ સાધકો સંત બની ગયા છે. આ સાધનામાર્ગનું વિદેશમાંના સાધકો પણ આચરણ કરીને પોતાના જીવનનો ઉદ્ધાર કરી રહ્યા છે.

. હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના પ્રેરણાસ્રોત !  

   પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે સનાતન પ્રભાત નિયતકાલિકો ચાલુ કર્યાં. તેમનાં માર્ગદર્શન અનુસાર અનેક લોકો હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે સંગઠિત થઈને કાર્યરત છે. હિંદુત્વવાદી સંગઠનાઓને પણ તેમનો આધાર લાગે છે.

. હિંદુ ધર્મનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરનારું આધ્યાત્મિક સંશોધન !  

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી આધ્યાત્મિક ત્રાસ પર ઉપાય, વૈજ્ઞાનિક યંત્રપ્રણાલી દ્વારા હિંદુ આહાર, પહેરવેશ, ધાર્મિક કૃતિઓ ઇત્યાદિના વ્યક્તિ પર થનારા સારાં પરિણામો ઇત્યાદિ વિશે વિપુલ સંશોધનકાર્ય કરી રહ્યા છે.

. સંકલ્પિત પ્રકલ્પ : અધ્યાત્મ વિશ્વવિદ્યાલયની સ્થાપના !

  પહેલાં તક્ષશિલા, નાલંદા ઇત્યાદિ વિદ્યાપીઠો દ્વારા વેદ, શાસ્ત્રો, કળા, તત્ત્વજ્ઞાન ઇત્યાદિનો પ્રચાર થતો હતો. આજે પણ આ ધર્મજ્ઞાનનો પ્રચાર થવા માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનું ઘડતર થઈ રહ્યું છે.
 
– (પૂ.) શ્રી. સંદીપ આળશી (સનાતનગ્રંથોના સંકલક)         

Leave a Comment