શીતળા સાતમ

શીતળામાતા એ શ્રીદુર્ગાદેવીનો અવતાર કહેવાય છે. તાવના દેવી તરીકે તેમની ઓળખાણ છે. તેમણે જ્વરાસુર (તાવનો દાનવ) સાથે યુદ્ધ કરીને બાળકોને વિવિધ તાવ (કૉલેરા, ઓરી, અછબડા, શીતલા)માંથી ઉગારીને તેમને ઠંડક પહોંચાડી. તેમના હાથમાં સાવરણી, પંખો અને જળકુંભ હોય છે, તેમજ તેમનું વાહન ગર્દભ (ગધેડો) છે. શીતળા સાતમના દિવસે કોઈએ ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી,નહીંતર માતા કોપાયમાન થાય છે, એવી પુરાણોમાં કથા છે.

શીતળા સાતમના દિવસે રાંધણ છઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધેલું ખાવું. આ દિવસે માતાજીને કુલેરનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.