જ્યોતિર્લિંગ

સિડની : ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાંના ઉપનગર ખાતેના એક ભોંયરામાં ભવ્યદિવ્ય એવું શિવમંદિર બાંધવામાં આવ્યું છે. આ શિવમંદિરમાં વર્તમાનમાં જ એક સાડાચાર ફૂટ ઊંચાઈની આરસપહાણની શિવમૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. આ મંદિરમાં ૧૩મું જ્યોતિર્લિંગ સ્થાપન કર્યો હોવાનો દાવો ઑસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારતીય વારસાની જાળવણી કરનારી આ વાસ્તુ છે અને ભારતમાં પણ આ પ્રકારનું શિવમંદિર ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ‘મુક્તિ ગુપ્તેશ્વર મંદિર’ નામથી ખ્યાતનામ રહેલું આ જગત્માંનું એકમાત્ર ભોંયરામાં સ્થિત મંદિર છે.
૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે. ૧૩મું જ્યોતિર્લિંગ વર્ષ ૧૯૯૯ સુધી નેપાળ ખાતેના રાજાની માલમતા હતી. વર્ષ ૧૯૯૯માં નેપાળના મહારાજાધિરાજ વીરેંદ્ર વીર વિક્રમ શાહ દેવ એ આ શિવલિંગ ઑસ્ટ્રેલિયાને ભેટ તરીકે આપ્યું, એવું કહેવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં સદર જ્યોતિર્લિંગની ઑસ્ટ્રેલિયા ખાતે સ્થાપના કરવામાં આવી. હમણા જ તે ઠેકાણે ભવ્યદિવ્ય એવું ભોંયરામાં મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિરમાં પ્રતિદિન શિવપૂજા કરવામાં આવે છે.
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વરના મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ...
ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્વર મંદિરની જાત્રાની વિશિષ્ટતા
જ્યોતિર્લિંગોનાં સ્થાનો અને મહત્ત્વ
પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્યપ્રદેશ) ખાતેનું વિશ્વવિખ્યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ
અરેયૂરુ (કર્ણાટક) સ્થિત શ્રી વૈદ્યનાથેશ્વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ...