શિવ : તાંડવનૃત્ય

 

શંકરભગવાને મુદ્રા કરીને નૃત્ય કરતાં કરતાં
શરીરમાં રહેલા હલાહલનું રૂપાંતર નવ રસોમાં કરવું,
એટલે જ ‘તાંડવનૃત્ય’  અને એ જ નૃત્યકલાની ઉત્પત્તિ હોવી

ભગવાન શંકર તાંડવનૃત્ય કરે છે, અર્થાત્ તેઓ જુદી જુદી મુદ્રા કરીને નૃત્ય કરે છે. (મુદ્રા એટલે  તાંડ  અને અનેક તાંડ મળીને  તાંડવ  આ શબ્દ બન્યો છે. મુદ્રાથી અથવા તાંડવોથી યુક્ત એવું નૃત્ય એટલે ‘તાંડવનૃત્ય’ એમ છે.) તે સમયે તેઓ તેમના શરીરમાં ભેગા થયેલા હલાહલનું રૂપાંતર મુદ્રા કરીને નવરસોમાં કરે છે અને તે નવરસો દ્વારા નૃત્યકલાની ઉત્પત્તિ થાય છે.

તાંડવનૃત્ય કરનારા ભગવાન શંકરને ‘નટરાજ’ તરીકે સંબોધવામાં આવે છે. તેવા પ્રકારનું નૃત્ય કોઈ જ કરી શકતું નથી. આજે પૃથ્વી પર જે કાંઈ તાંડવનૃત્યમાંના ‘નવરસોની  નૃત્યકળા’ તરીકે સંબોધવામાં આવે છે, તેમાં શિવ-નવરસનું તત્ત્વ ૧ અબ્જાંશ જેટલું જ હોય છે. તાંડવનૃત્ય કરતી વેળાએ ભગવાન શંકરની પ્રગટ શક્તિ ૮૦ ટકા જેટલી હોય છે. જેને સૂક્ષ્મમાંનુ સમજાય છે, તેમને તાંડવનૃત્ય કરનારા શંકર ભગવાનનું સૂક્ષ્મદર્શન થઈ શકે છે. દિવ્યદષ્ટિ પ્રાપ્ત થયેલાં સંતો પણ તાંડવનૃત્ય જોઈ શકે છે.

 

     કળિયુગના અંત સમયે ગંધર્વક્નયા રાગિણીએ
ગાયનનો આરંભ કર્યા પછી શંકર ભગવાને તાંડવનૃત્ય કરવાનો આરંભ કરવો

જો તાંડવનૃત્ય ન કરે, તો ભગવાન શંકર પાસે હલાહલનો પ્રચંડ સંગ્રહ થઈને તેમની બેચેની વધી જઈને ધ્યાનસાધના સરખી ન થતી હોવાથી તે તે યુગના અંતિમ કળિયુગના અંતસમયે ગંધર્વક્નયા રાગિણી ગાવાનો આરંભ કરે છે. ગાયનનો ધ્વનિ સાંભળીને ભગવાન શંકરને જાણ થાય છે કે, હવે તાંડવનૃત્ય કરવાનો સમય પાકી ગયો છે. રાગિણીએ ગાવાનો આરંભ કર્યા પછી ધ્યાનાવસ્થામાંથી ધીમે ધીમે ભગવાન જાગૃત અવસ્થામાં આવે છે, તે વેળાએ જ તેમના હાથમાં રહેલું ડમરૂ લયબદ્ધ હલાવીને વગાડવાનો આરંભ કરે છે. ત્યાર પછી તેઓ એક ઝાટકામાં ઊઠી જઈને ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય તાંડવનૃત્યનો આરંભ કરે છે.

 

      ભસ્મવિરચિત રૂપ

તાંડવનૃત્ય કરતી વેળાએ જ્યારે હલાહલનું રૂપાંતર નવ રસોમાં થતું હોય છે, તે વેળાએ નૃત્યના પ્રચંડ વેગથી અને મુદ્રા કરતી વેળાએ નિર્માણ થયેલી પ્રચંડ શક્તિથી શિવજીના શરીરમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તેને કારણે તેમના શરીરના અસંખ્ય પડ બળી જઈને ભસ્મમય બની જતા હોય છે. તેથી ભગવાનના આ રૂપને  ભસ્મવિરચિત રૂપ તરીકે સંબોધવામાં આવ્યું છે.

તાંડવનૃત્યની અંતિમ ફદૂરડી સમયે શિવજીના શરીર પર નિર્માણ થયેલા ભસ્મના પડમાં તિરાડ પડીને તેના પર્વત બ્રહ્માંડમાં ફંગોળાઈ જાય છે અને તે જ શિવભસ્મ હોય છે. તેમાંના કેટલાક પર્વતો ગ્રહ અને તારાઓ સાથે અથડાય છે. આ દશ્ય દૂરથી જોવાથી એક વિશાળ પર્વતનું ક્ષણાર્ધમાં ઝીણા ઝીણા કણોમાં રૂપાંતર થઈને હવામાં ગોળાકાર ફૂવારાની જેમ જઈને આછા થતાં થતાં દેખાતા બંધ થાય છે. આવશ્યકતા અનુસાર તે પર્વતોને બ્રહ્માંડમાં સ્થાન મળે છે.

શિવજીનું તાંડવનૃત્ય જ્યાં સુધી લયબદ્ધ હોય છે, ત્યાં સુધી સૃષ્ટિ પરનો કારભાર પણ વ્યવસ્થિત ચાલુ હોય છે. શિવજીનું બેભાન તાંડવનૃત્ય એ શિવજીના અંતશક્તિનું રૂપ છે. જે સમયે સૃષ્ટિનો અંત સમય નજીક આવે છે, તે વેળાએ શિવજી બેભાન થઈને તાંડવનૃત્ય કરે છે. લયબદ્ધતા સિવાયનું તાંડવનૃત્ય સૃષ્ટિનો અંત લાવી શકે છે, જ્યારે સંગીતમાં સંપૂર્ણ બ્રહ્માંડને ચલાવવાની ક્ષમતા હોય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ : શિવ