શિવજીની ઉપાસના અને બીલીપત્રનું મહત્ત્વ

 

શિવજીને ત્રિદળ બીલી ચઢાવવા પાછળના માનસશાસ્ત્રીય કારણો

૧. સત્ત્વ, રજ અને તમને કારણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય ઉત્પન્ન થાય છે. કૌમાર્ય, યૌવન અને જરા આ અવસ્થાઓનાં પ્રતીક તરીકે શંકર ભગવાનને બીલીપત્ર ચઢાવવું, અર્થાત્ આ ત્રણેય અવસ્થાઓને પેલેપાર જવાની ઇચ્છા પ્રગટ કરવી; કેમકે ત્રિગુણાતીત થવાથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે.

૨. બીલીની જેમ જે પોતાનું સત્ત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણ શિવજીને અર્પણ કરીને સમર્પણ બુદ્ધિથી ભગવત્કાર્ય કરે છે, તેના પર શિવજી પ્રસન્ન થાય છે. બીલી ગુણાતીત અવસ્થામાં રહીને ગુણો દ્વારા ભગવત્કાર્ય કરે છે; તેથી જ તે ભક્તોને કહે છે, ‘તમે પણ ગુણાતીત થઈને ભક્તિભાવથી કાર્ય કરો.’

 

શિવજીને બીલીપત્ર ચઢાવવાની પદ્ધતિ પાછળનું અધ્યાત્મશાસ્ત્ર

તારક અથવા મારક ઉપાસના-પદ્ધતિ અનુસાર બીલીપત્ર કેવી રીતે ચઢાવવા ?

બીલીપત્ર તારક શિવતત્ત્વનાં વાહક છે, જ્યારે બીલીપત્રનું ડીંટું મારક શિવતત્ત્વનું વાહક છે.

સર્વસામાન્ય ઉપાસકોની પ્રકૃતિ તારક સ્વરૂપની હોવાથી શિવજીની તારક ઉપાસના એ તેમની પ્રકૃતિ સાથે મેળ બેસનારી અને તેમની આધ્યાત્મિક પ્રગતિ થવા માટે પૂરક ઠરનારી હોય છે. આવા લોકોએ શિવજીના તારક તત્ત્વનો લાભ થવા માટે પત્રનું ડીંટું પિંડી ભણી અને અગ્ર (ટોચ) પોતાની ભણી રાખીને બીલીપત્ર ચઢાવવું. શાક્તપંથીય શિવજીની મારક રૂપની ઉપાસના કરે છે. આવા ઉપાસકોએ શિવજીના મારક તત્ત્વનો લાભ થવા માટે બીલીપત્રનું અગ્ર દેવતા ભણી અને ડીંટું પોતાની ભણી રાખીને બીલીપત્ર ચઢાવવું.

પિંડીમાં આહત (પિંડી પર પડનારું પાણી અથડાવવાથી નિર્માણ થનારા) નાદમાં રહેલા + અનાહત (સૂક્ષ્મ) નાદમાં રહેલા, એવા બે પ્રકારના પવિત્રકો હોય છે. આ બન્ને પવિત્રકો અને ચઢાવેલા બિલ્વદળમાંના પવિત્રકો, એ રીતે ત્રણ પવિત્રકો ખેંચી લેવા માટે ત્રણ પાંદડાં રહેલી બીલી શિવજીને ચઢાવાય છે. કુમળું બીલીપત્ર આહત (નાદભાષા) અને અનાહત (પ્રકાશભાષા) ધ્વનિ એક કરી શકે છે. ચઢાવતી વખતે બીલીપત્ર પિંડી પર ઊંધું મૂકીને ડીંટું પોતાની ભણી કરવું; બીલીપત્ર શિવપિંડી પર ઊંધુ ચઢાવવાથી તેમાંથી નિર્ગુણ સ્તર પરના સ્પંદનો અધિક પ્રમાણમાં પ્રક્ષેપિત થાય છે. ત્રણ પાંદડાંમાંથી એકત્ર આવનારી શક્તિ ભાવિક ભણી આવે, આ તેનો ઉદ્દેશ હોય છે. આ ત્રણ પવિત્રકોની એકત્રિત શક્તિથી ત્રિગુણ ઓછા થવામાં સહાયતા થાય છે.

શિવજીને બીલીપત્ર જો તાજું ન મળે તો વાસી ચાલે છે; પણ સોમવારનું બીલીપત્ર બીજા દિવસે ચાલતું નથી.

 

બીલીનાં આરોગ્યની દૃષ્ટિએ રહેલા લાભ

બીલીફળને આયુર્વેદમાં અમૃતફળ કહ્યું છે. બીલીથી સાજો ન થાય, તેવો કોઈપણ રોગ નથી. જો કોઈપણ દવા ન મળે, તો બીલીનો ઉપયોગ કરવો; પણ ગર્ભવતી સ્ત્રીને બીલી આપવી નહીં; કારણકે તેથી અર્ક મૃત પામવાની શક્યતા હોય છે. આયુર્વેદમાં રહેલા કાયાકલ્પમાં ત્રિદળરસસેવનને મહત્ત્વ આપ્યું છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શિવ’