મહાશિવરાત્રિ

 

શાસ્ત્ર અનુસાર શિવરાત્રિ કેવી રીતે ઊજવવી ?

આધ્યાત્મિક ઉન્નતિ માટે પિંડથી બ્રહ્માંડ સુધીનો પ્રવાસ થવો આવશ્યક હોય છે. તેનો અર્થ એમ છે કે, જે તત્ત્વ ‘બ્રહ્માંડ’માં અર્થાત્ શિવજીમાં છે, તે ‘પિંડ’માં એટલે કે જીવમાં હોવું આવશ્યક છે. ત્યારે જ જીવ, શિવ સાથે એકરૂપ થઈ શકે છે. જો પાણીમાં તેલનું એક ટીપું પણ હોય, તો તે પાણી સાથે એકરૂપ થઈ શકે નહીં. તેવી રીતેજ જ્યાં સુધી શિવભક્ત શિવજીની બધીજ વિશેષતાઓ આત્મસાત નથી કરી લેતો, ત્યાં સુધી તે શિવજી સાથે એકરૂપ નથી થઈ શકતો, અર્થાત્, તેને સાયુજ્ય મુક્તિ નથી મળી શકતી. તેથી શિવરાત્રિના અવસર પર આપણાં વાચકો શિવજીની વિશેષતાઓ અને ઉપાસના વિશે જાણી લઈને શિવજી સાથે એકરૂપ થવાનો પ્રયાસ કરી શકે, આ હેતુથી શિવજીની કેટલીક વિશિષ્ટતાપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ.

મહાશિવરાત્રિ કોને કહેવાય છે ?

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. પૃથ્વી પરનું એક વર્ષ અર્થાત્ સ્વર્ગલોકનો એક દિવસ. પૃથ્વી સ્થૂળ છે. સ્થૂળને બ્રહ્માંડમાં પ્રવાસ કરવા માટે વધારે સમય લાગે છે. દેવતાઓ સૂક્ષ્મ હોય છે, તેને કારણે તેમનો વેગ વધારે હોય છે. તેથી તેમને બ્રહ્માંડમાં પ્રવાસ કરવા માટે ઓછો સમય લાગે છે. તેથી પૃથ્વી અને દેવતાના વેગમાં એક વર્ષનું અંતર છે.

 

મહાશિવરાત્રિના દિવસે શિવજીની ઉપાસના કરવાનો શાસ્ત્રીય આધાર શું છે ?

શિવજીના વિશ્રામ સમયે શિવતત્ત્વનું કાર્ય થોભી જાય છે, અર્થાત્ તે સમયે શિવજી સમાધિ અવસ્થામાં હોય છે. શિવજીની સમાધિ અવસ્થા, અર્થાત્ શિવજીની સાધનાનો સમય. તેથી તે દરમ્યાન શિવતત્ત્વ વિશ્વ અથવા બ્રહ્માંડના તમોગુણ અથવા હળાહળનો સ્વીકાર કરતું નથી. તેથી બ્રહ્માંડમાં હળાહળ (ઝેર) અને અનિષ્ટ શક્તિઓની પ્રબળતા વધી જાય છે. તેમનો પ્રભાવ આપણા પર પડે નહીં, તેથી વધારેમાં વધારે શિવતત્ત્વ આકર્ષિત કરનારાં બીલીપત્ર, શ્વેત પુષ્પ, રુદ્રાક્ષની માળા ઇત્યાદિ શિવપિંડી પર ચડાવીને વાતાવરણ દ્વારા શિવતત્ત્વ આકર્ષિત કરી લેવામાં આવે છે. એમ કરવાથી અનિષ્ટ શક્તિઓનો પ્રભાવ આપણા પર પડતો નથી.

શિવજીના નામજપનું મહત્ત્વ

મહાશિવરાત્રિના દિવસે હંમેશની તુલનામાં ૧૦૦૦ ગણું કાર્યરત શિવતત્ત્વનો લાભ થાય તે માટે ‘ૐ નમ: શિવાય’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

 

 

મહાશિવરાત્રિનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે ?

મહા વદ ચૌદસને મહાશિવરાત્રિ કહે છે. મહાશિવરાત્રિનું વ્રત કામ્ય તેમજ નૈમિત્તિક લાભ થાય, તે માટે કરવામાં આવે છે. આ વ્રતના ત્રણ અંગો છે – ઉપવાસ, પૂજા અને જાગરણ.. શિવજી આ વ્રતના પ્રધાન દેવતા છે. આ વ્રતનો વિધિ નીચે પ્રમાણે છે.

મહા વદ તેરસને દિવસે એકભુક્ત (દિવસમાં એકવાર જ અન્ન ગ્રહણ કરવું) રહેવું. ચૌદસને દિવસે સવારમાં વ્રતનો સંકલ્પ કરવો. સાંજે નદીમાં અથવા તળાવમાં સ્નાન કરવું. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવા. શિવજીનું ધ્યાન ધરવું. ત્યાર પછી ષોડશોપચાર પૂજા કરવી. ભવાભવાની પ્રીત્યર્થ તર્પણ કરવું. પ્રદોષકાળમાં શિવજીનાં મંદિરે જવું. નામમંત્ર જપતાં જપતાં શિવજીને એકસો આઠ કમળ અથવા બીલીપત્ર અર્પણ કરવા. પુષ્પાંજલિ અર્પણ કરીને અર્ઘ્ય આપવું. પૂજાસમર્પણ, સ્તોત્રપાઠ તથા મૂળમંત્રનો જપ થઈ ગયા પછી, શિવજીના મસ્તક પર ચડાવેલા ફૂલો પોતાના માથાં પર મૂકવા અને શિવજીને પોતાના અપરાધો વિશે ક્ષમાયાચના માગવી. શિવરાત્રિની રાત્રિએ ચારેય પ્રહરમાં ચાર પૂજા કરવાનું વિધાન છે, જેને યામ પૂજા કહે છે.

પ્રત્યેક યામપૂજા સમયે દેવતાને અભ્યંગસ્નાન કરાવવું, અનુલેપન કરવું, સાથે જ ધતૂરો, આમ્ર અને બિલિપત્ર ચઢાવવા. ચોખાના લોટનાં ૨૬ દીવા પ્રગટાવીને દેવતાની આરતી ઉતારવી. પૂજાના અંતમાં ૧૦૮ દીપ દાન કરવા. પ્રાત:કાળે સ્નાન કરીને ફરી પાછી શિવ પૂજા કરવી. પારણું એટલે કે વ્રતની સમાપ્તિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવું. બ્રાહ્મણોના આશીર્વાદ મેળવીને વ્રતસમાપ્તિ થઈ જાય છે. બાર, ચૌદ અથવા ચોવીસ વર્ષો વ્રત થઈ જાય, કે પછી તેનું ઉદ્યાપન કરવું.

 

હિંદુઓ, મહાશિવરાત્રિ પર અનાચાર રોકીને ધર્મરક્ષણ માટે સંગઠિત થાવ !

મહાશિવરાત્રિના દિવસે નીચે જણાવેલા અનાચારો
થતાં જેવા મળે છે. આ અનાચારો રોકીને પોતાનું ધર્મકર્તવય બજાવો.

  • ભગવાન શિવજીનો વેશ ધારણ કરીને ભીખ માંગવી, નાચવું અથવા મશ્કરી કરતાં કૃત્યો કરવા.
  • ચલચિત્રોના ગીતોની ધુન પર આધારિત ભક્તિગીત વગાડીને તેનાં તાલ પર નાચવું.
  • શિવપિંડી પર અર્પણ કરવા માટે લાવેલું પાણી ઢોળવું, પ્રસાદ ખાઈને પત્રાળાં માંદિરના આવારમાં જ ફેંકવા.
  • મંદિરની બહાર ચંપલ-બુટ અવ્યવસ્થિત મૂકવા.

કેટલાક ભક્તો શિવમંદિરમાં જતી વેળાએ જે વસ્ત્ર પહેરે છે તેના પર ભગવાન શિવજીનું ચિત્ર છાપેલું હોય છે. તેજ વસ્ત્રો પહેરીને તેઓ મૂત્રવિસર્જન અને શૌચાલયમાં જાય છે તેથી ભગવાનનું અપમાન થાય છે. આ ઉપરાંત યાત્રામાં ક્તગણ ભાંગ અને ગાંજા જેવા માદક પદાર્થોનું સેવન પણ કરતા હોય છે.હિંદુઓ, મહાશિવરાત્રિ આપણો એક પવિત્ર તહેવાર છે. આ દિવસે ભગવાન શિવજીની અધિકતમ ભાવપૂર્ણ રીતે ઉપાસના કરવાથી વધારેમાં વધારે શિવતત્ત્વ ગ્રહણ કરવા માટે પ્રયત્નો કરજો. ઉપર જણાવેલા અનાચારોથી દૂર રહીને આ વિશે અન્યોનું પણ પ્રબોધન કરવું, એટલે એક પ્રકારની શિવ-ઉપાસના જ છે !

 

શિવપૂજાની કેટલીક વિશેષતાઓ અને તેમનું આધારભૂત શાસ્ત્ર

૧. શિવપૂજામાં શંખની પૂજા કરવામાં આવતી નથી, તેમ જ શિવજી પર શંખોદક (શંખોદક એટલે શંખમાંથી પાણી) નથી રેડતાં. દેવતાઓની મૂર્તિઓનાં મધ્યમાં જો પંચાયતન (પંચાયતન એટલે પાંચ દેવતા – નારાયણ (શ્રીવિષ્ણુ), ગણપતિ, શિવ, દેવી અને રવિ (સૂર્ય)) ની સ્થાપના હોય, તો તેમાં બાણલિંગ પર શંખોદક ચઢાવી શકાય છે; પણ મહાદેવજીની પિંડીના બાણલિંગ પર શંખના જળથી સ્નાન કરાવી શકાય નહીં.

શાસ્ત્ર

શિવપિંડીમાં અરઘાના રૂપમાં સ્ત્રીકારકત્વ હોય છે, એટલા માટે સ્ત્રીકારકત્વયુક્ત શંખનું પાણી ફરીવાર ચઢાવવાની આવશ્યકતા હોતી નથી. બાણલિંગની સાથે અરઘા નથી હોતી, તે માટે તેને શંખ જળથી સ્નાન કરાવવામાં આવે છે.

૨. મંદિરમાં મહાદેવની પૂજા કરતી સમયે શંખપૂજાનું વિધાન નથી. માત્ર આરતી કરવા પહેલાં શંખનાદનું વિધાન છે, એટલે આરતીના સમયે શંખનાદ અવશ્ય કરવામાં આવે છે.’

શાસ્ત્ર

શંખનાદથી પ્રાણાયામનો અભ્યાસ તો સિદ્ધ થાય છે જ; તેની સાથે જ શંખનાદનો ધ્વનિ જ્યાં સુધી ગૂંજે છે, ત્યાંસુધી ભૂતબાધા, જાદૂ-ટોણા આદિ અનિષ્ટ શક્તિઓ થકી કષ્ટ નથી થતા.

૩. શિવજી પર તુળશીદળ ચઢાવતા નથી; પણ શાળીગ્રામ શિલા પર અથવા તો વિષ્ણુમૂર્તિ પર ચડાવેલી તુળશી તેમના પર ચઢાવી શકાય છે.’

શાસ્ત્ર

આનું કારણ એમ છે કે, શિવજી શ્રીવિષ્ણુભક્ત છે; એટલા માટે શ્રીવિષ્ણુ પર ચઢાવવામાં આવેલી તુળશી તેમને પ્રિય છે.

૪. વૈશાખ વદ આઠમને દિવસે શંકર ભગવાનની અને ચૌદસને દિવસે રેવતીમાતાની પૂજા નીલ પુષ્પોથી કરવી જોઈએ. શિવજીને કેવડાના પાન મહાશિવરાત્રિના વ્રતના ઉદ્યાપનને સમયે જ ચઢાવે છે.

શાસ્ત્ર 

કાળઅનુસાર પૂજા સાહિત્યમાં પરિવર્તન થવાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ઉદા. વૈશાખ વદ આઠમને દિવસે વાદળી રંગમાં લીલા બીલીપત્રની જેમ, શિવતત્ત્વ ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે. એટલા માટે આ દિવસે શિવજીને વાદળી રંગનાં પુષ્પો ચડાવવા.

૫. શિવપિંડી પર અર્પણ કરવામાં આવેલા બીલીપત્ર અને શ્વેત પુષ્પ તેમ જ ભોગપ્રસાદ ગ્રહણ કરવો નિષિદ્ધ છે.

શાસ્ત્ર

શિવજી વૈરાગ્યના દેવતા છે. શિવજીને અર્પણ કરવામાં આવેલી વસ્તુઓ જો સર્વસામાન્ય વ્યક્તિ ગ્રહણ કરે, તો તેને વૈરાગ્ય આવી શકે છે. ઘણું કરીને સર્વસામાન્ય વ્યક્તિને વૈરાગ્યની ઇચ્છા હોતી નથી. એટલા માટે શિવપિંડી પર ચડાવેલી વસ્તુઓને અગ્રાહ્ય માનવામાં આવે છે. ૫૦ ટકા કરતાં વધારે સ્તરના વ્યક્તિ માટે આ નિયમ લાગુ પડતો નથી; સ્તર વધારે હોવાથી તેના પર વૈરાગ્યદાયક લહેરીઓનો પરિણામ થતો નથી. તેનું કારણ એમ છે કે, તેનાં મનમાં માયાથી દૂર જવાના વિચારોનો આરંભ થઈ ગયો હોય છે. તેની સાથે જ ૫૦ ટકા કરતાં વધારે સ્તરની વ્યક્તિ ઘણું કરીને સ્થૂળ કર્મકાંડથી દૂર ચાલી ગઈ હોય છે; તેની માનસ-ઉપાસનાનો પ્રારંભ થઈ ચૂક્યો હોય છે. આવી વ્યક્તિનાં મનમાં આવા કર્મકાંડયુક્ત વિચારો આવવાની સંભાવના ઓછી હોય છે કે, શિવજીને ચડાવેલી વસ્તુઓ ગ્રહણ કરવી.

 

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શિવ’