‘ભસ્મ’ – શિવજીની ઉપાસનાનું એક આવશ્યક ઘટક

 

ભસ્મ લગાડવું

પવિત્ર રક્ષાને ‘ભસ્મ’ એવું નામ છે. ભસ્મ જેવી રીતે નિત્યકર્મોમાં આવશ્યક છે, તેવી જ રીતે તે શૈવ સંપ્રદાયમાંનું સાધનાનું એક અતિ આવશ્યક એવું પાસું છે. ભસ્મધારણ કર્યા સિવાય શિવપૂજાનો પ્રારંભ કરવો નહીં.

ભસ્મની વ્યાખ્યા

ભસ્મ એટલે કોઈપણ વસ્તુ બાળીને વધેલી રાખ, એવો એક ગેરસમજ છે. યજ્ઞમાં આહુતિ આપેલી સમિધા અને ઘી હોમીને જે ભાગ શેષ રહે છે, તેને ‘ભસ્મ’ કહે છે. કેટલાક લોકો દેવતાની પૂજા તરીકે મૂર્તિને રાખનો અભિષેક કરે છે. તે સમયે દેવતાની મૂર્તિનો સ્પર્શ થયો હોવાથી પવિત્ર રાખનો ‘ભસ્મ’ તરીકે ઉપયોગમાં લે છે.

ભસ્મનો અર્થ અને મહત્ત્વ

આ શબ્દમાં રહેલો ‘ભ’ એટલે ‘ભર્ત્સનમ્’ અર્થાત્ ‘નાશ થવો’.   ‘ભસ્મ’ આ શબ્દમાં રહેલો ‘સ્મ’ એટલે સ્મરણ. ભસ્મને કારણે પાપોનું નિર્દાલન થઈને ઈશ્વરનું સ્મરણ થાય છે.

ભસ્મના સમાનાર્થી શબ્દ

વિભૂતિ, રક્ષા અને રાખ.

ભસ્મની શીખામણ

૧. માનવીએ પોતાની આહુતિ આપીને ભસ્મ થવું, એટલે જ પોતાની ઇચ્છા-આકાંક્ષા, દોષ, અજ્ઞાન અને અહંનો ત્યાગ કરવો અને મનની શુદ્ધતા પ્રાપ્ત કરવી.

૨. માનવી દેહ નશ્વર હોવાથી મૃત્યુ પછી તે દેહની બળીને રાખ થવાની છે. તેને કારણે કોઈએ પણ દેહની આસક્તિ જાળવવી નહીં. મૃત્યુ કોઈપણ ક્ષણે આવી શકે છે. તેની જાણ રાખીને મોટા મહત્પ્રયાસે મળેલા માનવીજન્મનું સાર્થક કરી લેવા માટે અને પોતાનો પ્રત્યેક ક્ષણ પવિત્ર અને આનંદદાયી કરવા માટે પ્રયત્નરત રહેવું જોઈએ, એવું ભસ્મ સૂચિત કરે છે.

૩. ભસ્મ વૈરાગ્ય શીખવે છે.

ભસ્મ તરીકે શું વપરાય છે ?

૧. ગોમય દ્રવ્ય (છાણ) અગ્નિમાં નાખીને સિદ્ધ કરેલું ભસ્મ

શિવજીને ભલે ચિતાભસ્મ ઘણું પ્રિય હોય, તેમ છતાં સર્વસામાન્ય વ્યક્તિઓને ચિતાભસ્મ સહન થતું નથી; તેથી મોટે ભાગે આ ભસ્મ વપરાય છે.

૨. સંતોએ કરેલા યજ્ઞયાગ દ્વારા પ્રાપ્ત થનારું ભસ્મ

૩. અગ્નિહોત્રી બ્રાહ્મણોના અગ્નિકુંડમાંનું ભસ્મ

૪. પુરાતન યજ્ઞસ્થાનની માટી

૫. ગાણગાપુરમાં ભસ્મનો ડુંગર જ છે.

૬. ચિતાભસ્મ

મૃતને મંત્રાગ્નિ આપીને દાહસંસ્કાર કરે છે, તેની રક્ષાને ચિતાભસ્મ કહે છે. વારાણસીમાં વિશ્વેશ્વરને હંમેશાં ચિતાભસ્મનું ચર્ચન કરવામાં આવે છે. ચિતાભસ્મનો ઉપયોગ મોટાભાગે તાંત્રિક કરે છે.

ગાયના છાણમાંથી ભસ્મ બનાવવાનો વિધિ

દેશી ગાયનું છાણ ભૂમિ પર પડવા દેવાને બદલે, તેને અદ્ધર જ ઝીલી લે છે. તેનાં છાણાં થાપે છે. તે છાણાંમાંથી જે રાખ બને છે, તેને  કહે છે.

જે ઠેકાણે ભસ્મ બનાવવું હોય, તે સ્થાન પ્રથમ છાણથી લીપવું. ગોમૂત્ર અથવા વિભૂતિનાં તીર્થનું છાંટણ કરીને તે સ્થાનની શુદ્ધિ કરી લેવી. તે ઠેકાણે રંગોળી પૂરવી. પછી હવનપાત્રમાં અથવા એકાદ કથરોટ જેવા વાસણમાં છાણાંની ગોઠવણી કરવી. તેના પર દેશી ગાયનું ઘી રેડવું. કુળદેવતા, ઇષ્ટદેવતા અને ગુરુદેવને પ્રાર્થના કરીને કપૂરથી છાણાં પ્રજ્વલિત કરવા. છાણાં બળતા હોય ત્યારે કુળદેવતા અથવા ઇષ્ટદેવતાનો નામજપ કરવો. ભસ્મ તૈયાર થયા પછી તે એક વાસણમાં ભરવું. ત્યાર પછી વાસણને બને તો દર્ભથી અથવા જમણા હાથે સ્પર્શ કરીને દસવાર ગાયત્રી મંત્ર બોલવો. એમ કરવાથી ભસ્મ અભિમંત્રિત થાય છે. ભસ્મ અભિમંત્રિત કરવું એટલે ભસ્મમાં દેવતાનું ચૈતન્ય લાવવું. ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ કરેલો જો ભસ્મ અભિમંત્રિત કરે, તો ભસ્મ વાપરનારને વધારે લાભ થાય છે. જો ભસ્મ અભિમંત્રિત કરેલી વ્યક્તિએ ગાયત્રી મંત્રોનું પુરચ્ચરણ કર્યું ન હોય, તો તેણે ભાવપૂર્ણ રીતે  ‘ૐ નમ: શિવાય ।’ આ નામજપ કરવો અથવા શિવજીનો સિદ્ધ કરેલો કોઈપણ મંત્ર બોલવો.

ભસ્મ કયાં લગાડવું ?

૧. મંત્રસહિત

હથેળી પર ભસ્મ લેવું અને અભિમંત્રવું. તેનું અંગૂઠાથી મર્દન કરવું,  અથવા ઘૂંટવું. તેને માથા પર લગાડવું. ત્યાર પછી તેને કપાળ પર અને ભુજા પર લગાડવું. અંતે ભસ્મ જુદી જુદી જગ્યાએ શરીર પર લગાડવું.

૨. ભાવસહિત

જો મંત્ર આવડતો ન હોય તો, તે ભસ્મ ભક્તિભાવથી લગાડવું,

૩. ઋગ્વેદીય બ્રહ્મકર્મ અનુસાર

આચમન અને પ્રાણાયામ કરીને, ડાબી હથેળી પર થોડું ભસ્મ લઈને તેને પાણીથી ભીંજવવું. તે ભસ્મ મસ્તક, મુખ, હૃદય, ગુહ્ય ભાગ અને બન્ને પગે લગાડવું.

ત્રિપુંડ્ર (ભસ્મના આડા ત્રણ પટ્ટા)

ઋગ્વેદીય બ્રહ્મકર્મ અનુસાર ત્રિપુંડ્ર લગાડવાની પદ્ધતિ

ડાબા હાથ પર રહેલા ભસ્મને જમણા હાથે સ્પર્શ કરીને અભિમંત્રિત કરવું. પછી જમણા હાથની વચલી ત્રણ આંગળીઓથી અને ડાબા હાથની વચલી ત્રણ આંગળીઓથી તે ભસ્મ બન્ને હાથ પર ચોળવું. ‘ૐ નમ: શિવાય ।’ આ મંત્ર બોલતા બોલતા જમણા હાથની વચલી ત્રણ આંગળીઓથી તે ભસ્મ કપાળ, હૃદય, નાભિ, અને કંઠ પર આડું લગાડવું. પછી જમણા હાથે શરીરની ડાબી બાજુએ અને ડાબા હાથે શરીરની જમણી બાજુએ ખભા, ભુજામધ્ય, કાંડા, પડખાં અને પગને ભસ્મ આડું લગાડવું. અંતમાં સર્વાંગને લગાડવું.

ત્રણ પટ્ટાઓનો ભાવાર્થ

૧. શિવજીની ત્રણ આંખ

૨. ત્રિપુંડ્ર એટલે જ્ઞાન, પાવિત્ર્ય અને તપ (યોગસાધના)

૩. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉપરથી નીચેની રેખા અનુક્રમે ગુરુ, શનિ અને રવિનાં પ્રતીક છે.

ભસ્મ કોણે લગાડવું ?

બ્રાહ્મણોએ શ્રાદ્ધ, યજ્ઞ, હોમ, દેવપૂજા અને વૈશ્વદેવ આ કૃતિઓ કરવા પહેલાં ભસ્મ લગાડવાનું હોય છે. બ્રાહ્મણો સાથે જ અન્ય વર્ણીઓને પણ ભસ્મ લગાડવાનો અધિકાર છે. તેમજ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થી અને સંન્યાસી આ બધાએ ભસ્મ લગાડવું.

અન્ય સૂત્રો

૧. પુરુષે કપાળ પર ભસ્મના ત્રણ પટ્ટા લગાડવાથી તેમાંથી વ્યક્તિને આપ, તેજ અને વાયુ આ તત્ત્વોમાંના આંશિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે.

૨. કપાળ પર તાણેલા ભસ્મના પટ્ટા કપાળ પર રહેલી ભાગ્યરેખાઓ સાથે સંબંધિત હોય છે.

૩. કપાળ પર લગાડવામાં આવનારા ભસ્મના પટ્ટામાં શિવતત્ત્વ આકર્ષિત થાય છે અને શિવજી લયની દેવતા હોવાથી શિવતત્ત્વ આકર્ષિત કરનારી સીધી રેખાઓ કપાળ પર તાણવામાં આવે છે. સીધી રેખા શાંતિ અને સ્થિરતા દર્શાવે છે. તેમજ કપાળ પરના ત્રણ પટ્ટા ત્રિગુણ, તેમજ ઉત્પત્તિ, સ્થિતિ અને લય સાથે સંબંધિત હોય છે.

ભસ્મના અન્ય ઉપયોગ

૧. ભસ્મ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે પણ ઉપકારક છે. – જાબાલશ્રુતિ

૨. ભસ્મને ‘વિભૂતિ’ આ પર્યાયી શબ્દ છે. વિભૂતિ એ મંત્ર-તંત્ર, જાદૂટોણા ઇત્યાદિ વિષયોમાં દિશાબંધન માટે અથવા આત્મરક્ષણ માટે વાપરે છે. એ અનિષ્ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ કરનારી હોવાથી તે ત્રાસ રહેલા સ્થાન પર ફૂંકે છે તેમજ ત્રાસ ધરાવતી વ્યક્તિને લગાડે છે. વિભૂતિ મંત્રીને તે બાળકોના અથવા રુગ્ણોના કપાળ પર પણ લગાડે છે.

૩. આયુર્વેદમાં લોહ, સોનું, મોતી, હિરા ઇત્યાદિ વિવિધ પદાર્થોનાં ભસ્મો ઔષધ તરીકે ઉપયોગમાં લે છે. તેઓ અત્યંત ગુણકારી હોય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શિવ’