શિવપિંડીના પ્રકાર, પૂજા અને તેની પ્રદક્ષિણા

 શિવપિંડીના પ્રકાર

૧. ચલ અને અચલ

ચલ લિંગ આ એકાદ વિશિષ્ટ પૂજા પૂરતું કરવામાં આવે છે. શ્રી ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશની મૂર્તિ બનાવે છે, તેવી જ રીતે આ બનાવે છે અને પછી વિસર્જિત કરે છે. અચલ લિંગ એક જગ્યાએ સ્થાપના કરેલી હોય છે. લિંગાયત લોકો ડોકમાં પહેરે છે, તેને ‘ચલ લિંગ’, કહેવાય છે.

૨. ભૂમિના સ્તર નીચે રહેલી (સ્વયંભૂ)

એનામાં ઘણી શક્તિ હોય છે; માટે એ જમીનના સ્તરની નીચે હોય છે. ઉપર હોય તો તેમાંથી બહાર નીકળનારી શક્તિ ભક્તો સહન કરી શકશે નહીં. (આંખોમાંથી બહાર નીકળનાર તેજને કારણે દર્શન કરવા આવનાર લોકોને ત્રાસ ન થાય, તે માટે શ્રી તિરુપતિના બાલાજીની આંખ અર્ધોન્મીલિત છે.) પૂજક ભૂમિ પર આડા થઈને હાથ અંદર નાખીને તેની પૂજા કરે છે. શિવતત્ત્વની બાબતમાં એ લિંગનો ક્રમાંક જ્યોતિર્લિંગ પછી આવે છે. આ શિવેચ્છાથી નિર્માણ થાય છે. પછી એકાદ ભક્તને સાક્ષાત્કાર થઈને તે મળે છે અને તેની પૂજા ચાલુ થાય છે.

 

સ્વયંભૂ શિવપિંડ નિર્માણ થવા પાછળનું શાસ્ત્ર

૧. ‘સૃષ્ટિરચનામાંની સૂક્ષ્મ અડચણો દૂર થઈને આ રચના સહજતાથી કાર્યરત રહેવી જોઈએ.

૨. જે સ્થાન પર શિવશક્તિની આવશ્યકતા છે.

૩. જે સ્થાન પર ભક્તોને સાધના માટે કાળ પ્રતિકૂળ છે, તે ઈશ્વરી અસ્તિત્વથી અનુકૂળ થવો

જે સ્થાન પર સ્વયંભૂ શિવપિંડીની આવશ્યકતા છે; પણ તે પ્રગટ થતી નથી, ત્યારે તે કાળમહાત્મ્ય સમજી લેવું. તેમજ તેમ થવું આ બાબત આપત્કાળનું સૂચક સમજવામાં આવે છે.

૩. ભૂમિના સ્તર પર રહેલી

આ ઋષિ અથવા રાજાએ પ્રસ્થાપિત કરેલી હોય છે. તેનામાં ઓછી શક્તિ હોય છે. ભક્તો તે સહન કરી શકે છે. પૂજક પિંડીની બાજુના ઊંડાણ ધરાવતા ભાગમાં બેસીને એની પૂજા કરે છે.

૪. ભૂમિના સ્તર ઉપર રહેલી

આ ભક્તોએ સાથે મળીને પ્રસ્થાપિત કરેલી હોય છે. એનામાં સૌથી ઓછી, સહુકોઈ સહન કરી શકે, એટલી જ શક્તિ હોય છે. પિંડીની બાજુમાં બાંધેલા ઓટલા પર બેસીને પૂજક તેની પૂજા કરે છે.

૩ અને ૪ આ પ્રકારના લિંગોને ‘માનવી લિંગો’ કહે છે. આ લિંગો માનવોએ બનાવેલા હોય છે, માટે તેમને ‘માનવી લિંગો’ આ નામ મળ્યું હોવું જોઈએ. એની સ્થિર લિંગોમાં ગણના થાય છે. બ્રહ્મભાગ, વિષ્ણુભાગ અને રુદ્રભાગ એવા એના ત્રણ ભાગ હોય છે. સૌથી નીચેના ભાગને ‘બ્રહ્મભાગ’ એવું કહેવાય છે. આ ભાગ ચોરસ હોય છે. વચલા અષ્ટકોણી ભાગને ‘વિષ્ણુભાગ’ એવું નામ છે. આ બન્ને ભાગ જમીનમાં દાટેલા હોય છે. સૌથી ઉપરના ગોળાકાર ઊભા ભાગને રુદ્રભાગ એવું નામ છે. એને પૂજાભાગ પણ કહેવાય છે; કારણકે પૂજાસાહિત્ય એના પર જ ચડાવવામાં આવે છે.

૫. અધ્ધર રહેલી

પારાથી બનાવેલી સોમનાથની પિંડી જમીનથી પાંચ મીટર ઊંચાઈ પર હવામાં તરતી હતી. દર્શનાર્થી તેની નીચેથી જતા. તે જ પિંડીની પ્રદક્ષિણા થતી હતી.

 

શિવપિંડીની પૂજા

સ્નાન

શિવજીની પિંડીને ઠંડું પાણી, દૂધ અથવા પંચામૃતથી સ્નાન કરાવે છે. (ચૌદમાં શતક પહેલાં શંકરની પિંડીને કેવળ પાણીથી સ્નાન કરાવતા હતા.  દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવતા નહોતા. દૂધ અને ઘી આ સ્થિતિનાં પ્રતીક હોવાથી લયની દેવતા રહેલા શંકર ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. પણ ચૌદમા શતકમાં દૂધને શક્તિનું પ્રતીક માનીને વૈષ્ણવ ઉપાસનામાંનું પંચામૃતસ્નાન, દુગ્ધસ્નાન ઇત્યાદિ શૈવોએ પણ ચાલુ કર્યું.)

હળદર અને કંકુ નિષિદ્ધ

પિંડી પર નીચે જણાવેલા કારણોસર હળદર અને કંકુ ચડાવવું નહીં. હળદર ભૂમિમાં નિર્માણ થાય છે અને તે અંકુરનારી ભૂમિનું, અર્થાત્ ઉત્પત્તિનું પ્રતીક છે. કંકુ હળદરમાંથી જ બનાવતા હોવાથી તે પણ ઉત્પત્તિનું પ્રતીક છે. શંકર ભગવાન લયની દેવતા હોવાથી તેમની પૂજામાં ઉત્પત્તિના પ્રતીક સમા હળદર-કંકુ ચઢાવાતા નથી. ભસ્મ લયનું દર્શક હોવાથી તે વપરાય છે.

ભસ્મ

પિંડી પર દર્શની બાજુએ ભસ્મના ત્રણ આડા પટ્ટા તાણવામાં આવે છે અથવા આડા પટ્ટા તાણીને તેના મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે. તેને ‘શિવાક્ષ’ કહે છે.

અક્ષત

પિંડીની પૂજા કરતી વેળાએ ધોળા રંગના અક્ષત નીચે જણાવેલા કારણોસર ચડાવવાનું યોગ્ય છે. અક્ષત વૈરાગ્યનું, અર્થાત્ નિષ્કામ સાધનાનું દ્યોતક છે. અક્ષત ભણી નિર્ગુણ સાથે સંબંધિત રહેલા મૂળ ઉચ્ચ દેવતાઓની લહેરો આકર્ષિત થાય છે. શંકર આ એક ઉચ્ચ દેવતા છે અને તે વધારેમાં વધારે નિર્ગુણ સાથે સંબંધિત હોવાથી અક્ષત પિંડીની પૂજા માટે વાપરવાથી શિવતત્ત્વનો અધિક લાભ થાય છે. (આ સંદર્ભમાંનું વધારે વિવેચન સનાતનના ગ્રંથ ‘પૂજાસામગ્રીનું મહત્ત્વ શું છે ?’માં આપ્યું છે.)

ફૂલો

ધતુરો, શ્વેત કમળ, શ્વેત કરેણ, ચમેલી, મંદાર, નાગચંપા, પુન્નાગ, નાગકેશર, ગુલછડી, જાઈ, જુઈ, મોગરો, તેમજ શ્વેત પુષ્પ શિવજીને ચડાવવા. (શિવજીને કેતકી અર્થાત્ કેવડો નિષિદ્ધ છે; તેથી તે ન ચડાવવો. કેવળ મહાશિવરાત્રીના દિવસે ચડાવવો.)

બીલી

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधम् ।

त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणम् ॥ – બિલ્વાષ્ટક, શ્લોક ૧

અર્થ

ત્રણ પાંદડા રહેલું, ત્રિગુણ જેવું, ત્રણ આંખો જેવું, ત્રણ આયુધો ધરાવતું હોય તે પ્રમાણે રહેલું અને ત્રણ જન્મોના પાપ નષ્ટ કરનારું એવું આ બિલ્વદલ હું શંકર ભગવાનને અર્પણ કરું છું.

 

શિવપિંડીની પ્રદક્ષિણા

શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે. પ્રદક્ષિણા કરતી વેળાએ ડાબા  જવું અને અભિષેકના પાણીનો સ્રોત જે નીકમાંથી વહે છે (શાળુંકાનો આગળ લઈ જવાયેલો સ્રોત), ત્યાં સુધી જઈને તે ઓળંગ્યા સિવાય તેમજ પાછા ફરીને ફરી નીક સુધી ઊલટું આવીને પ્રદક્ષિણા પૂર્ણ કરવી. આ નિયમ જો શિવલિંગ માનવસ્થાપિત અથવા માનવનિર્મિત હોય તો જ લાગુ પડે છે; સ્વયંભૂ લિંગને તેમજ ચલ લિંગને (ઘરના લિંગને) આ નિયમ લાગુ નથી.

શાળુંકાના સ્રોતને શા માટે ઓળંગતા નથી ?

શાળુંકાના સ્રોતને ઓળંગતા નથી, કારણ કે ત્યાં શક્તિસ્રોત હોય છે. તેને ઓળંગતી વખતે પગ પહોળા થાય છે અને વીર્યનિર્મિતિ તથા પાંચ અંતસ્થ વાયુ પર વિપરીત પરિણામ થાય છે. દેવદત્ત અને ધનંજય વાયુ અકડાઈ જાય છે. પણ ઓળંગતી વખતે પોતાને કસી રાખવાથી નાડીઓ અકડાય છે અને પરિણામ થતું નથી. નીક ઓળંગતી વખતે પોતાના પગની ગંદગી તેમાં પડવાથી તીર્થ તરીકે તે પાણી પ્રાશન કરનાર ભાવિક માંદા પડશે; માટે નીક ઓળંગતા નથી,એવું બુદ્ધિપ્રામાણ્યવાદિઓને લાગે છે !

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શિવ’