આંખોની બીમારી અને તેના પર હોમિયોપૅથીની અને બારાક્ષર ઔષધિઓ

Article also available in :

હોમિયોપૅથી વૈદ્ય (ડૉ.) પ્રવીણ મેહતા

વર્તમાનમાં બાળકોથી માંડીને પ્રૌઢ વ્યક્તિ સુધી બધા જ સંગણક અને ભ્રમણભાષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ અમર્યાદ ઉપયોગને કારણે આંખો પર સૌથી વિપરિત પરિણામ થઈ રહ્યાં છે. મોટાભાગના લોકોનું નિરંતર સંગણક અથવા ભ્રમણભાષનો ઉપયોગ કરવો, સૂઈને ભ્રમણભાષનો ઉપયોગ કરવો, અંધારી ઓરડીમાં અથવા સાવ મંદ પ્રકાશમાં કામ કરવું, તરસ-ભૂખનું ભાન રાખ્યા વિના અને શરીર ભણી બેધ્યાન રહીને કામ કરવું ચાલુ હોય છે.

તેને કારણે આંખો કોરી થવી, આંખો લાલ થવી, માથું દુઃખવું, ડોક દુઃખવી, વ્યવસ્થિત પાચન ન થવું, આમ્લપિત્ત (એસિડિટી) થવું, મલબદ્ધતા થવી, ઉત્સાહ ન્યૂન થવો, ઊંઘ વ્યવસ્થિત ન થવી, સ્વભાવ ચીડિયો બનવો, બાંધ-છોડ વૃત્તિ વૃદ્ધિંગત થવી ઇત્યાદિ સર્વ લક્ષણો નિર્માણ થાય છે. તે માટે આંખોની કાળજી કેવી રીતે લેવી અને તે માટે ઉપયોગી હોમિયોપૅથી અને બારાક્ષર ઔષધિઓની જાણકારી આ લેખમાં આપી છે.

 

૧. આંખોની કાળજી કેવી રીતે લેવી ?

અ. વાંચતી અને લખતી વેળાએ દીવાનો પ્રકાશ સીધો આંખો પર પડવાને બદલે પાછળની બાજુએથી અથવા ડાબી બાજુએથી આવે, તે રીતે આયોજન કરવું. દિવસે પણ સૂર્યના કિરણો આંખો પર અથવા સંગણક પર / પુસ્તક પર સીધા પડવા દેવા નહીં.

આ. આંખોને તાણ આવે, એવા અપૂર્તા પ્રકાશમાં, તેમજ પુષ્કળ ઝગમગાટવાળા પ્રકાશમાં વાંચવું કે લખવું નહીં.

ઇ. અતિશય ઝીણા અથવા અસ્પષ્ટ અક્ષરોનું લખાણ વાંચવું નહીં.

ઈ. વેગે જનારા અથવા ઉપર-નીચે થનારા વાહનમાંથી જતી વેળાએ વાચન કરવું નહીં.

ઉ. સૂઈને, આડા થઈને, તકિયાને અઢેલીને પુસ્તક ઉપર ઊઠાવીને વાંચવું નહીં. વાંચતી વેળાએ પુસ્તક હંમેશાં આંખોની નીચે હોવું જોઈએ.

ઊ. શીર્ષાસન તેમજ સર્વાંગાસન કરવાથી આંખો તેજસ્વી થાય છે.

એ. આંખોમાં બળતરા થતી હોય અથવા લાલ થતી હોય અથવા કંટાળો આવવાથી થાકેલી હોય, તો આંખો બંધ કરીને આડું સૂવું અથવા શવાસન કરવું. પછી દીર્ઘ શ્વાસ લઈને દૂરના ઝાડ ભણી દૃષ્ટિક્ષેપ કરવો. આંખો પર ઠંડું પાણી છાંટીને આંખો બંધ કરીને વિશ્રાંતિ લેવી.

ઐ. માથું, કાન, નાક, ડોક, કપાળ, આંખો, ગાલ તેમજ હડપચી નીચેનો કંઠમણિનો કુમળો ભાગ આ સર્વ અવયવોનું હળવા હાથે માલીશ કરવું. તેને કારણે રુધિરાભિસરણ વેગે થઈને આંખો નિરોગી બને છે. આ પ્રમાણે અઠવાડિયામાં ઓછામાં ઓછું બેવાર તોયે કરવું.

 

૨. આંખો માટે કરવાનો વિશિષ્ટ
વ્યાયામ પથારીમાં આડા પડીને અથવા
બેસીને અથવા ઊભા રહીને આ વ્યાયામ કરી શકાશે.

અ. બને તેટલા દૂર, જમણી તેમજ ડાબી બાજુએ અને ઉપર-નીચે, તેમજ ચારેય બાજુ નિરંતર જોવાનો પ્રયત્ન કરવો.

આ. આંખો ઝડપથી ઉઘાડ-બંધ કરવી.

ઇ. આ રીતે ઉઘાડ-બંધ એક પછી એક આંખની કરવી, એટલે એક આંખ બંધ કરીને બીજી આંખ ખોલવી. આ ક્રિયા વેગે કરવી.

ઈ. બન્ને આંખો ક્ષિતિજ ભણી સ્થિર કરીને ગોળ ફેરવવી.

ઉ. રાત્રે ખુલ્લામાં સૂવું અને સૂતા સૂતા દૂર આકાશમાં ચાંદો, તારલા ભણી આંખોમાં પાણી આવે ત્યાં સુધી એકટક જોતા રહેવું.

ઊ. ચાલતી વેળાએ દૂરના ઝાડ પર, ઘર પર, વિજળીના થાંભલા પર દૃષ્ટિ રાખીને ચાલવાની ટેવ પાડી લેવી. તેને કારણે આંખોનું તેજ વધે છે.

 

૩. ભ્રમણભાષ અથવા સંગણકનો ઉપયોગ
કરતી વેળાએ આચરણ કરવાના વિવિધ ઉપાય !

૧. અક્ષરોનો આકાર મોટો રાખવો.

૨. માસમાં ૨ – ૩ દિવસ ભ્રમણભાષ અથવા સંગણક બંધ રાખીને આંખોને સંપૂર્ણ વિશ્રાંતિ આપવી.

૩. બે મિનિટ થોભીને આંખોના વ્યાયામ કરવા, એટલે કે આજુબાજુ અથવા ઉપર-નીચે જોવું અને થોડીવાર માટે આંખો બંધ કરવી.

૪. આંખો ભીની રહે એ માટે વિશિષ્ટ પ્રકારના ટીપાં (વૈદ્યકીય સલાહ પ્રમાણે) આંખોમાં નાખવા.

૫. સંગણકના પડદાથી ૨૨ થી ૨૮ ઇંચ દૂર બેસવું. અતિશય પાસે અથવા અતિશય દૂર બેસવાથી આંખો પર તાણ આવે છે.

૬. ટંકલેખન કરતી વેળાએ કાંડું સીધી રેખામાં આવે, તેમ જોવું.

૭. જેની ઊંચાઈ ઓછી-વધતી કરી શકાય તેવી ખુરશીનો ઉપયોગ કરવો. તમારા પગ નિરંતર ભૂમિને ટેકવેલા હોવા જોઈએ.

૮. ‘સંગણકના પડદા પર પ્રકાશ પરાવર્તિત (રિફ્લેક્ટ) થતો નથી ને ?’, તેમ જોવું.

૯. કાંડું અને હાથ ભૂમિને સમાંતર રહે, તે પદ્ધતિથી કળફલક (કીબોર્ડ) રાખવો.

૧૦. વચમાં ઊઠીને થોડા સમય માટે અહીં-તહીં ફરવું.

 

૪. આંખોની બીમારી માટે ઉપયુક્ત હોમિયોપૅથીની ઔષધિઓ

અ. શિવણકામ કરવાથી, ઝીણા અક્ષરો વાંચવાથી, સંગણક પર નિરંતર કામ કરવાથી આંખો પર તાણ પડીને માથું દુઃખવું, આંખો લાલ થઈને ગરમ થવી – ‘રૂટા ૩૦ અથવા ૨૦૦’

આ. અચાનક આંખો આવવી, આંખોમાંથી પુષ્કળ સ્રાવ થઈને પાપણીઓને સોજો ચડવો, વેદના થવી; રાત્રે હૂંફાળી આબોહવામાં વધારે દુઃખવું, ખુલ્લી હવામાં સારું લાગવું – ‘ઍકોનાઇટ ૩૦’

ઇ. આંખોને માર લાગવાથી આંખો સૂજી જવી, આંખોની બાજુની ત્વચા કાળી થવી – ‘અર્નિકા ૩૦’

ઈ. આંખોને સોજો આવવો; પણ આંખોમાંથી પાણી ન આવવું, આંખોની પાપણીઓ લાલ થવી, કીકીઓ મોટી થવી, રાત્રિના સમયે ત્રાસમાં વૃદ્ધિ થવી – ‘બેલાડોના ૩૦’

ઉ. આંખોમાં વેદના થઈને આંખો લાલ થવી, આંખોમાં બળતરા થવી, આંખોમાંથી બળતરાદાયક સ્રાવ આવવો, આંખો ઉઘાડવામાં કઠિનાઈ થવી, મધ્યરાત્રિ પછી વૃદ્ધિ થવી, ગરમ શેક કરવાથી સારું લાગવું – ‘આર્સેનિક આલ્બ ૩૦’

ઊ. આંખો સૂજી જઈને ઉઘાડવાનું કઠિન થવું, કાપવા જેવી વેદના થવી, આંખોમાંથી પરુ આવવું – ‘મર્ક્યુરીસ સોલ ૩૦’

એ. આંખો આવવી, પાપણીઓ સૂજી જઈને તેમની બળતરા થવી, આંખોમાંથી નિરંતર પાણી આવવું, સાંજે અને ઓરડામાં હોવ, ત્યારે આંખોમાંથી નિરંતર પાણી  આવવાનું પ્રમાણ વધવું, અંધારામાં અને ખુલ્લી હવામાં સારું લાગવું – ‘યુફ્રેશિયા ૬ અથવા ૩૦’

ઐ. બે-બે (ડબલ) દેખાવું, કીકીને સોજો આવીને વેદના થવી – ‘જલ્સેમિયમ ૩૦’

ઓ. આંખોમાંથી ઘાટો પીળો સ્રાવ આવવો, સવારે ઉઠ્યા પછી પાપણીઓ ચોંટી જવી, આંખો ચોળવાથી પાપણીઓ ચોંટી જવાનું પ્રમાણ વધવું, ખુલ્લી હવામાં સારું લાગવું – ‘પલ્સેટિલા ૬ અથવા ૩૦’

ઔ. આંખોમાં કાંઈક જવાથી આંખો સૂજી જવી – ‘સિલિશિયા ૩૦’

 

૫. આંખોની બીમારી અને તેના
પર ઉપયુક્ત બારાક્ષાર ઔષધિઓ

અ. આંખોના કોઈપણ ભાગનો દાહ; પરંતુ પરુ ન થયેલો અથવા સ્રાવ ન હોવો; વેદના, આંખોની હિલચાલ કરવાથી વેદનામાં વૃદ્ધિ થવી. આંખોની બળતરા થવી, આંખો લાલ થવી, ‘પાપણીની નીચે રેતીના કણ છે’, એમ લાગવું, દૃષ્ટિ ધૂંધળી થવી, વાચતી વેળાએ અક્ષરો અસ્પષ્ટ દેખાવા, જમણી આંખની નીચેની પાપણી પર આંજણી થવી, ઠંડા પાણીના સ્પર્શથી સારું લાગવું, આંખો કોરી રહેવી – ‘ફેરમ ફૉસ 6x’

આ. આંખોમાંથી ધોળો અથવા પીળાશ પડતો, લીલાશ ધરાવતો સ્રાવ વહેવો; ‘આંખોમાં રેતીના કણ ગયા છે’, એમ લાગવું, આંખોની કીકીઓના પડદા (Cornea)ને  ઘા પડવો, જીભ પર ધોળો પાતળો થર આવવો, ઝામર (આંખનો એક રોગ), પ્રકાશ સહન ન થવો અને આંખોમાંથી નિરંતર પાણી આવવું – ‘કાલી મૂર 6x’

ઇ. અસ્પષ્ટ દેખાવું, ‘આંખોમાં રેતી અથવા તણખડું ગયું છે’, એમ લાગવું, આંખોની કિનારને સોજો આવવો, પ્રકાશ સહન ન થવો અને આંખોની બળતરા થવી – ‘કાલી ફૉસ 6x’

ઈ. આંખોની પાપણી પર પીળાશ પડતું પોપડું જામવું, આંખોમાંથી લીલાશ પડતો પીળો સ્રાવ વહેવો અને આંખોની કીકીના પડદામાં પરુ થવો – ‘કાલી સલ્ફ 6x’

ઉ. પાપણી નીચે આવવી (drooping), ઉજાસ સહન ન થવો, કીકીઓ નાની થવી, આંખો સામે રંગ, તણખા દેખાવા; પાપણીઓ જોરથી ઉડવી અને વસ્તુઓ બે (ડબલ) દેખાવી – ‘મૅગ ફૉસ 6x’

ઊ. આંખોમાંથી પાણી પડવું, આંખોના સ્નાયુઓ પર તાણ પડવો, આંખોની કીકીઓના પડદા પર ફોલ્લી થવી, આંખોમાંથી પાણી જેવો ચીકણો સ્રાવ આવવો, આંજણી થઈને આંખોમાંથી પાણી આવવું, ઠંડાં પાણીના સ્પર્શથી સારું લાગવું, જમણી આંખ પર આંજણી થવી, મોતિયો થવો – ‘નેટ્રમ મૂર 6x’

એ. આંખોની બળતરા, સોનેરી, પીળચટો, મલાઈદાર સ્રાવ આંખોમાંથી વહેવો; સવારે પાપણીઓ એકબીજા સાથે ચોંટી જવી, આંખોમાંથી બળતરા થાય તેવું પાણી વહેવું, આંખો લોહી પ્રમાણે લાલ થવી, દૃષ્ટિ ઓછી થવી, ‘આંખો સામે પડદો આવ્યો હોય, તેમ લાગવું, આંખો સામે તણખા દેખાવા – ‘નેટ્રમ ફૉસ 6x’

ઐ. આંખોની પાપણી પર વેદના થવી, પાપણીનું અંદરનું પડ (Conjunctiva) પીળું થવું, આંખોમાં બળતરા થવી અને તે સાથે જ આંખોમાંથી દાહક પાણી આવવું, આંખોની કિનારની બળતરા થવી – ‘નેટ્રમ સલ્ફ 6x’

ઓ. પાપણી પર આંજણી થવી, આંજણીમાં પરુ થાય તો તે સહેજે દબાવથી પૂર્ણતઃ નીકળી જવા માટે ગરમ પાણીનો શેક કરવાથી સારું લાગવું, આંજણી વારંવાર થવાની પ્રવૃત્તિ હોવી, પગ પર થનારો પરસેવો અન્ય ઔષધિઓ લઈને બંધ કરવાના પરિણામે મોતીબિંદુ થવો – ‘સિલિશિયા 6x’

ઔ. મોતીબિંદુની વૃદ્ધિ રોકવા માટે ઉપયુક્ત, નાના બાળકોને દાંત આવતા હોય, ત્યારે આંખોની કોરી બળતરા (આંખોમાંથી પાણી વહેતું નથી), પ્રકાશ સહન ન થવો, આંખોની કીકીના પડદાની પારદર્શકતા ન્યૂન થવી (Corneal opacity) – ‘કલ્કેરિયા ફૉસ 6x’

અં. આંખોની કીકીના પડદાને વ્રણ થવા, નેત્રદાહ, આંખોમાંથી જાડો ધોળો સ્રાવ આવવો, ‘આંખોમાં કાંઈક પડ્યું હોય’, તેમ લાગવું – ‘કલ્કેરિયા સલ્ફ 6x’

ક. આંખો સામે તણખા દેખાવા, આંખોને તાણ આપવાથી અસ્પષ્ટ દેખાવું, મોતિયો.’ – ‘કલ્કેરિયા ફ્લોરા 6x’

 

૬. ઔષધિઓ લેવાનું પ્રમાણ

૬ અ. હોમિયોપૅથી ઔષધ લેવાનું પ્રમાણ

‘૩૦ અથવા ૨૦૦ પોટેન્સી’ના ૨ ટીપાં ૩ વાર લેવા અથવા ૩ ગોળીઓ દિવસમાં ૩ વાર લેવી.

૬ આ. બારાક્ષાર ઔષધ લેવાનું પ્રમાણ

‘6x પોટેન્સી’ની ૪ ગોળીઓ દિવસમાં ૩ વાર લેવી.

 

૭. ઔષધિઓ જો ઘેર રાખવી હોય તે તે
કેવી રીતે રાખવી તેમજ તે સિદ્ધ (તૈયાર) કરવાની પ્રક્રિયા

૭ અ. ઔષધિઓ ઘેર રાખવાની રીત

જો ૭-૮ જણના એક કુટુંબ માટે આ ઔષધિઓ ઘેર રાખવી હોય, તો

૧. દ્રવ સ્વરૂપની ઔષધિઓ ૧૫ મિ.લિ.

૨. કોઈપણ ઔષધી સિદ્ધ કરવા માટે આવશ્યક ૩૦ ક્રમાંકની ગોળીઓ ઓછામાં ઓછી પા (૧/૪) કિલો.

૩. એક ડ્રામ માપની પ્લાસ્ટિકની બાટલીઓ

૪. બાટલીઓ પર ઔષધનું નામ લખવા માટે લેબલ્સ

૫. બારાક્ષાર ઔષધિઓની ગોળીઓ ‘6x પોટેન્સી’ની ૨૫ ગ્રામ.

૭ આ. ઔષધી ગોળીઓ સિદ્ધ કરવાની પ્રક્રિયા

૧. એક ડ્રામની બાટલી સ્વચ્છ લૂછીને તેમાં ગોળીઓ ભરવી.

૨. તેમાં જે ઔષધ સિદ્ધ કરવાનું છે, તેના દ્રવના ૭ થી ૮ ટીપાં નાખવા.

૩. ઢાંકણું બંધ કરીને બાટલી વ્યવસ્થિત હલાવવી, જેણે કરીને સર્વ ગોળીઓને તે દ્રવ લાગીને તે ભીની થશે.

૪. ઔષધીનું નામ અને તેની ‘પોટેન્સી’ લેબલ પર લખી રાખવી.

૫. બારાક્ષાર ઔષધીની ગોળીઓ પણ લેબલ લગાડીને મૂકવી. તેમાં કોઈપણ દ્રવ નાખવાની આવશ્યકતા હોતી નથી.

સંકલક : હોમિયોપૅથી વૈદ્ય (ડૉ.) પ્રવીણ મેહતા,સનાતન આશ્રમ,દેવદ,પનવેલ.

Leave a Comment