ગુરુ-શિષ્‍ય સંબંધોના તાંતણા ઘટ્ટ રીતે ગૂંથનારો કૃતજ્ઞતાભાવ !

‘કૃતજ્ઞતા’ આ શબ્‍દ અર્થાત્ કોઈકે મારા પર કાંઈક ઉપકાર કર્યા પછી ઉત્‍સ્‍ફૂર્ત રીતે વ્‍યક્ત કરવાની ભાવના છે. પ્રત્‍યક્ષમાં ઈશ્‍વર જ બધા માટે બધું જ કરતા હોય છે. મારા ઈશ્‍વર અને સર્વેસર્વા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી એ જ છે. પ્રત્‍યેક પ્રસંગમાં મેં તેમના પ્રત્‍યે કૃતજ્ઞતાભાવ વ્‍યક્ત કરવાથી મારા મન અને બુદ્ધિનો લય થઈને મને આત્‍માનંદ મળે છે.

રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે ગુરુ-શિષ્‍ય પરંપરાની આવશ્‍યકતા

શ્રદ્ધા ધરાવનારા બુદ્ધિજીવો માટે ‘ગુરુ’ આ એક વ્‍યાપક સંકલ્‍પના છે અને શિષ્‍ય માટે તે એક પ્રચંડ શક્તિ છે. જેણે ગુરુની શક્તિની અનુભૂતિ મેળવી, તે ભાગ્‍યવાન સમજવો. ગુરુ દેહધારી નથી, તેઓ સર્વવ્‍યાપી તત્ત્વ છે. ધર્મકાર્યની આવશ્‍યકતા અનુસાર તેઓ સંતનાં રૂપમાં દેહ ધારણ કરીને પૃથ્‍વી પર જન્‍મ લે છે

સાધકોનું સર્વાંગથી ઘડતર કરનારી સનાતન સંસ્‍થાની એકમેવાદ્વિતીય ગુરુ-શિષ્‍ય પરંપરા !

‘સહુકોઈને બધું જ સરખું જોઈએ’, એમ કહીને નિર્માણ કરેલા સામ્‍યવાદના નામ હેઠળ બરાડા પાડનારા પોતે ગબ્‍બર બની બેઠા છે, જ્‍યારે ગરીબ તો ગરીબ જ રહ્યા છે. સામ્‍યવાદીઓ જ તેમનું શોષણ કરે છે. આનાથી ઊલટું સંત પોતાની નાની-નાની કૃતિઓ દ્વારા સમષ્‍ટિનો વિચાર કરવાનું શીખવે છે. આ જ ખરો સામ્‍યવાદ છે.

ગુરુ-શિષ્ય સંબંધ

ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.

સંત, શિષ્ય અને સાધકનો ગુરુદેવ પ્રત્યે ભાવ !

શિષ્યની સાધના જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનામાં ગુરુ પ્રત્યે શરણાગતભાવ વધતો જાય છે. આ અવસ્થામાં તેને ભાન રહે છે કે ગુરુ જ બધું કરે છે અને તેઓ જ મારી પાસેથી સાધના કરાવી શકે છે. તેનાથી તેનો અહં ઘણો ઓછો થયો હોય છે. કર્તાપણાનો ભાવ પણ ઘટી ગયો હોય છે.

ગુરુ મહાન કે દેવ ?

હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસે તે કરાવી લે છે અને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !