ગોવા એ પરશુરામભૂમિ જ !

Article also available in :

શિલાલેખમાંના પુરાવા, તેમજ ભૌગોલિક અને વૈજ્ઞાનિક સંશોધનોનાં ઉદાહરણો પણ કહે છે કે ‘ગોવા એ પરશુરામભૂમિ જ છે !’

પ્રખ્‍યાત ગોમંતકીય ઇતિહાસ સંશોધક અનંત રામકૃષ્‍ણ શેણવી ધુમેના ‘ધ કલ્‍ચરલ હિસ્‍ટ્રી ઑફ ગોવા ફ્રોમ ૧૦૦૦૦ બી.સી – ૧૩૫૨ બી.સી’ (ગોવાનો સાંસ્‍કૃતિક ઇતિહાસ : ઇ.સ. પહેલાં ૧૦૦૦૦ થી ઇ.સ. પહેલાં ૧૩૫૨) આ ગ્રંથમાંના ‘જિનેસીસ ઑફ ધી લેંડ ઑફ ગોવા’ના પહેલા પ્રકરણમાં ‘ગોવા એ પરશુરામ ભૂમિ કેવી રીતે છે’, એ પુરવાર કર્યું છે. તેમજ શિલાલેખમાંનાં પુરાવા, અનેક સંશોધકોના ભૌગોલિક અને વૈજ્ઞાનિક સંશોધનોના ઉદાહરણો આપ્‍યા છે. આ ગ્રંથના અંતિમ ૩ પૃષ્‍ઠોમાં લખાયેલો સારાંશ અહીં આપેલો છે.

ગોવા એ દક્ષિણ કોકણનો એક ભાગ છે. ગોવાના લોકજીવન પર અનેક શાસનોનો પ્રભાવ છે. એમાંના મોટાભાગના શાસનો હિંદુ ધર્મીઓના હતા. આદિલશાહી અને પોર્ટુગીઝ જેવા હાલના શાસનોની અનેક વર્ષો સુધી આ ભૂમિ પર સળંગ સત્તા હોવા છતાં પણ અહીંની જનતાએ મૂળ હિંદુ સંસ્‍કૃતિ ટકાવી રાખી છે, એ વિશિષ્‍ટતા ! ગોવાના લોકજીવન દ્વારા આ સંસ્‍કૃતિનું દર્શન થાય છે. ગોવા એ પરશુરામભૂમિ છે, એ પણ આપણે ભૂલવું નહીં જોઈએ. નાસ્‍તિક વિચારધારા ધરાવતા અને હિંદુદ્વેષીઓની ફરિયાદ પરથી શિક્ષણ ખાતાએ એટલેજ કે શાસનતંત્રએ શાળાના ઇતિહાસના પાઠ્યપુસ્‍તકમાં ગોવાનો ‘પરશુરામભૂમિ’  એવો કરેલો ઉલ્‍લેખ ‘ભગવાન પરશુરામ એ કાંઈ ઐતિહાસિક વ્‍યક્તિરેખા નથી’, એમ કહીને વર્ષ ૨૦૧૬માં કાઢી નાખ્યો હતો. ખરેખર તો ગોવા એ ભૂમિ સમુદ્ર પાછળ હટી જવાથી જ નિર્માણ થઈ છે, એવું ઇતિહાસ સંશોધકોના સંશોધનોના અંતે પણ ધ્‍યાનમાં આવે છે.

 

૧. પરશુરામના અસ્‍તિત્‍વનો ઉલ્‍લેખ

વૈતરણા નદીથી કન્‍યાકુમારી સુધીના આ ભારતના પશ્‍ચિમ દિશા ભણીના સમુદ્રકાંઠાના વિસ્‍તારને ‘પરશુરામ ક્ષેત્ર’ એમ કહેવામાં આવે છે. ભગવાન પરશુરામ વિશેનો ઉલ્‍લેખ સ્‍કંદ પુરાણ, રામાયણ, મહાભારત ઇત્‍યાદિ ગ્રંથોમાં જોવા મળે છે. આ ગ્રંથોમાં પરશુરામે સમુદ્રને પાછળ હટાવીને ભૂમિનો કેટલોક ભાગ આપવાની આજ્ઞા કરી, એવો ઉલ્‍લેખ મળી આવે છે.

 

૨. ભગવાન પરશુરામ એ કાલ્‍પનિક પાત્ર નથી પણ ઇતિહાસમાનું સત્‍ય !

સાતવાહનોના શિલાલેખમાં ઉલ્‍લેખ ધરાવતો ‘એક બ્રાહ્મણ’ આ શબ્‍દ પરશુરામનું  અસ્‍તિત્‍વ બતાવે છે. ઇસવી સનની સાતમી સદીમાં ’સેંદ્રક’ કુળના વંતુ વલ્‍લભ સેનાંદરાજાએ પુરાણોમાંના દેવતાઓને મૂર્ત સ્‍વરૂપમાં લાવવા પર ભાર મૂક્યો. પરશુરામ એ કેવળ કાલ્‍પનિક અથવા વાર્તામાંનું પાત્ર નથી પણ તે એક ઐતિહાસિક પાત્ર છે.

 

૩. ભગવાન પરશુરામના સમયના ઇતિહાસનો સમયગાળો

સર્વસામાન્‍ય રીતે મલબાર કાંઠો અથવા વિશેષતઃ ગોવાની ભૂમિનો ઇતિહાસ જાણી લેવા માટે પરશુરામના સમયના ઇતિહાસનો સમયગાળો જાણી લેવો આવશ્‍યક છે. જૂના ગ્રંથો અનુસાર ઇ.સ. પહેલાં ૨૪૦૦ એ ગાળાના અગાઉ બ્રાહ્મણ અને હૈહાયાસની વચ્‍ચે સંઘર્ષ થયો હોવાનો ઉલ્‍લેખ છે. પરશુરામનો ઇતિહાસ એ ત્‍યાંના મૂળ રહેવાસીઓ પાસેથી નવા વસાહતીઓ પાસે આવેલો છે.

 

૪. શાસ્‍ત્ર અનુસાર મળેલા અવશેષોના અભ્‍યાસમાંથી તારવેલા નિષ્‍કર્ષ !

ડૉ. મેંડીસે પ્રાચીન અવશેષો વિશે કરેલા સંશોધનોની વેળાએ તેમને આંબેચો ગોર અને સુર્લ ગામમાં સમુદ્રમાં રહેલા શંખોના અવશેષો સાંપડ્યા, તેમજ રિવે ગામમાં ‘બસાલ્‍ટ’ નામના પથ્‍થરમાંથી નૈસર્ગિક રીતે નિર્માણ થયેલા બે થાંભલા મળ્‍યા. આ પુરાવા પરથી ગોવાની ભૂમિ એ એકાએક સમુદ્રનું પાણી પાછું હટી જવાથી નિર્માણ થઈ છે, એમ કહી શકાશે. આલ્‍તિનો, પણજી ખાતે એક ગુફાના અવશેષો સાપડ્યા. આ ગુફામાં ‘રે ફિશ’ એ પ્રકારની માછલીઓ હોવાનો પુરાવો મળ્‍યો છે. આ બાબત પરથી પણ ‘ગોવાની ભૂમિ સમુદ્ર હટી જવાથી નિર્માણ થવા પામી છે’, એ વિધાનને સમર્થન મળે છે. માલવણ અને મુરગાવ બંદર ખાતે મળી આવેલા ખડકો પરના પરવાળાં (સમુદ્રમાં એક જાતનાં જીવડાએ બનાવેલું ઘર)નો અભ્‍યાસ કર્યા પછી એ પરવાળાં સિદ્ધ થવાનો આરંભ થયો, ત્‍યારે સમુદ્રનું પાણી સાવ અલ્‍પ પ્રમાણમાં હતું, એવું શ્રી. ગવેસણીએ કરેલા સંશોધનમાં જણાઈ આવ્‍યું છે. ‘નૅશનલ ઇન્‍સ્‍ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી’ એ કરેલા અભ્‍યાસ અનુસાર આ પુરાવો ઇ.સ. પહેલાં ૯૦૦૦ વર્ષો એ સમયગાળામાં સિદ્ધ થયા હોવા જોઈએ. આ પુરાવો અને રિવે ખાતે મળી આવેલા પથ્‍થરના થાંભલાઓ પરથી વાતાવરણમાં પરિવર્તન થયું હતું, એ સ્‍પષ્‍ટ થાય છે.

ડૉ. ઓર્ટેંલ અને ડૉ. વાડિયાએ કરેલા સંશોધનમાં કહ્યું છે, ‘ભૂગર્ભના ત્રીજા થરના પાસેનો ઉપરનો ભાગ નિર્માણ થયો, ત્‍યારે સહ્યાદ્રી અને તેના પાસેની ગોવાની ભૂમિ નિર્માણ થઈ હોવી જોઈએ.’ રિવે ખાતે લેખકને મળેલા પથ્‍થરના સ્‍તંભ સિદ્ધ થયેલા સમયગાળા વિશે ભારતીય અને પશ્‍ચિમી સંશોધકોના મતોનો મેળ બેસે છે. પશ્‍ચિમી સંશોધકોના કહેવા અનુસાર ભૂગર્ભના ત્રીજા થરના પાસેનો ઉપરનો ભાગ નિર્માણ થયો, ત્‍યારે હવામાનમાં એકાએક મોટો ફેરફાર થયો હતો. તે સમયગાળામાં ઝંઝાવાત અને ત્‍યાર પછી ઘણો વરસાદ પડ્યો. ઇ.સ. પહેલાં ૪૦૦૦ થી ૧૦૦૦ના સમયગાળામાં વાતાવરણમાં પરિવર્તન થયું હતું, એ ડૉ. સંકાલિયાનું કહેવું યોગ્‍ય લાગે છે.

 

૫. ગોવાની ભૂમિ વિશેના નિષ્‍કર્ષ

ઉપરોક્ત સર્વ પુરાવા અને ખડકો પરના પરવાળાં સિદ્ધ થવાનો સમયગાળો ધ્‍યાનમાં લેતા આપણે કેટલાક નિષ્‍કર્ષ કાઢી શકીએ.

૧. ભૂગર્ભના ત્રીજા થરનો ઉપરનો ભાગ નિર્માણ થયો, તે કાળમાં એટલે જ કે ઇ.સ. પહેલાં ૧૦૦૦ વર્ષોના કાળમાં પર્જન્‍યવૃષ્‍ટિ ન્‍યૂન થવાથી ‘ડેક્કન પ્‍લેટો’ના પાસેનો અરબી સમુદ્રનો ભાગ સમુદ્રની ઉપર આવ્‍યો અને મલબાર કાંઠો અને ગોવાની ભૂમિ સિદ્ધ થઈ.

૨. ગોવાની ભૂમિના પશ્‍ચિમ દિશા ભણી સમુદ્ર કાંઠો અને મુરગાવ બંદર છે, જ્‍યારે પૂર્વ દિશા ભણી ૬૦૦ મીટર ઊંચા ડુંગર છે.

૩. વાતાવરણમાં એકાએક ફેરફાર થયો, તે વેળાએ બસાલ્‍ટ પથ્‍થરના ટુકડા થઈને તે સર્વત્ર ફેલાયા. આ પથ્‍થરોના અવશેષ હાલમાં સમુદ્ર કાંઠે, તેમજ નદીના ખાડીના ભૂગર્ભમાં ૧૫  મીટરના અંતરે મળી આવે છે.

૪. ઇ.સ. પહેલાં ૯૦૦૦ વર્ષોના આ સમયગાળામાં વરસાદને કારણે ભૂમિનો ભાગ વહી જતો હતો; પરંતુ ત્‍યાર પછી તેની તીવ્રતા ઘટી ગયા પછી ઇ.સ. પહેલાં ૯૦૦૦ વર્ષોના આ સમયગાળામાં અચાનક રીતે વાતાવરણમાં પરિવર્તન થયું. વાતાવરણ એકાએક કોરું થયું. ઉષ્‍ણતામાન વધ્‍યું અને મોટા ઝંઝાવાતો થયા. તેથી ડુંગર પરના વૃક્ષો ઊખડી જઈને ખીણમાં પડ્યા. આ વૃક્ષો પર ઝંઝાવાતને કારણે ઊઠેલી ધૂળ અને પથ્‍થર પડ્યા. તેમના થકી બસાલ્‍ટના સાંપડેલા અવશેષો સિદ્ધ થયા હોવા જોઈએ. ડૉ. મેંડીસને આંબેચો ગોર અને રિવેના વિસ્‍તારમાં આવા પ્રકારના અવશેષો સાંપડ્યા છે. ગવેસનીએ કરેલા સંશોધનો અનુસાર નેત્રાના બેટ, મુરગાવ બંદર અને માલવણ આ ઠેકાણોએ સિદ્ધ થયેલા પરવાળાં તે જ સમયગાળામાંના છે.

૫. ઇ.સ. પહેલાં ૮૫૦૦ વર્ષોના આ ગાળામાં મોન્‍સૂનના વરસાદને કારણે ભૂમિનો શિથિલ ભાગ વહી ગયો. આવી રીતે પૃથ્‍વી પરનો મૂળ એવો જળ ધરાવતો પ્રદેશ ધીમે ધીમે બદલાયો અને વનસ્‍પતિ અને પ્રાણી ધરાવતો પ્રદેશ સિદ્ધ થયો.

Leave a Comment