એકાદ પ્રસંગને કારણે અનાવશ્‍યક વિચાર વધે તો શું કરવું ?

Article also available in :

‘ક્યારેક એકાદ પ્રસંગમાં સાધકોના વિચાર વધુ પ્રમાણમાં વૃદ્ધિંગત થાય છે અને ઘણીવાર તે અનાવશ્‍યક હોય છે. જો તેમ બને તો આગળ આપ્‍યા પ્રમાણે વિચાર કરવો અને પ્રયત્નો કરવા.

પૂ. સંદીપ આળશી

૧. જે પ્રસંગ બન્‍યો છે, તે પ્રસંગનું મારા કુલ જીવનમાં કેટલું મૂલ્‍ય છે ? આ પ્રસંગનું મારા કુલ જીવન પર કેટલું પરિણામ થવાનું છે ? તાત્‍કાલિક કે દૂરગામી પરિણામ થવાનું છે ?’, એવો આપણે આપણા જ મનથી વિચાર કરવો. મોટાભાગે આવા પ્રસંગોનું (ઉદા. એકાદ વ્‍યક્તિ આપણી સાથે સરખી વાત કરતી ન હોય તો) આપણા કુલ જીવનમાં ખાસ કાંઈ મૂલ્‍ય હોતું નથી અથવા તેનું આપણા જીવન પર બહુકાંઈ પરિણામ થતું નથી અને જે કાંઈ થતું હોય છે, તે ઘણું જ તાત્‍કાલિક હોય છે. એમ હોવા છતાં પણ આપણે તે વિચારો પર મનની ઊર્જા અનાવશ્‍યક વ્‍યય (ખર્ચ) કરીએ છીએ. જે પ્રસંગનું આપણા જીવનમાં મૂલ્‍ય છે અથવા જેનું આપણા જીવન પર ખાસ પરિણામ થવાનું હોય (ઉદા. આપણી સાધનાનું દાયિત્‍વ લીધેલો સાધક, જો આપણા સ્‍વભાવદોષ ધ્‍યાનમાં લાવી આપે), તો તેના પર વિચારમંથન કરવું આવશ્‍યક હોય છે.

૨. ‘પ્રસંગ ભલે બને, તો પણ તેમાંથી આપણને ગુરુદેવે અથવા ભગવાને ઘણું શીખવ્‍યું’, જો આ વિચાર કરીએ, તો બનેલા પ્રસંગ વિશે કાંઈ લાગતું નથી.

૩. પ્રસંગને કારણે વૃદ્ધિંગત થયેલા વિચાર તરત જ ગુરુચરણોમાં અર્પણ કરીને મનને સ્‍થિરતા મળે, એ માટે ગુરુદેવને પ્રાર્થના કરવાની પોતાને ટેવ પાડવી જોઈએ.

૪. મનમાં વૃદ્ધિંગત થયેલા વિચાર કાગળ પર લખીને તે લખાણની ફરતે ચારે બાજુએથી નામજપ લખવો (નામજપનું મંડળ કરવું) અને ત્‍યાર પછી તે કાગળ કપૂર સાથે બાળવો. એમ કરવાથી વિચારોનું પ્રમાણ ઘણું ઓછું થાય છે.

૫. આપણું મન એક સમયે એકજ વિચાર કરી શકે છે. તેથી મનને અન્‍ય સકારાત્‍મક વિચારમાં, અર્થાત ‘જે સેવામાં આપણું મન પરોવાય એવી સેવામાં’ અથવા ‘નામજપ, ભાવપ્રયોગ એવી બાબતોમાં મન સહેજે પરોવાય’, તેવી બાબતોમાં મનને પરોવવું. તેને કારણે પહેલા વિચારમાં અટકેલું મન તે વિચારમાંથી બહાર પડે છે.

૬. પ્રસંગોને કારણે વૃદ્ધિંગત થયેલા વિચારોની તીવ્રતા ઓછી થયા પછી વિચારો પાછળનો સ્‍વભાવદોષ શોધી કાઢીને તેના પર પરિણામકારક સ્‍વયંસૂચનાઓ આપવી.

૭. કેટલીકવાર આધ્‍યાત્‍મિક ત્રાસને કારણે પણ વિચાર વધે છે. આવા સમયે તે વિચાર વધુ સમય માટે ટકી શકે છે. તેના પર ઉપાય તરીકે સ્‍વયંસૂચનાની સાથે જ ‘પ્રાણશક્તિવહન’ ઉપાયપદ્ધતિથી ઉપાય શોધીને અથવા જાણકારને પૂછીને તે ભાવપૂર્ણ કરવા.’

(પૂ.) સંદીપ આળશી (૨૬.૧૦.૨૦૨૨)

Leave a Comment