નિદ્રા ક્યારે અને કેટલી લેવી ?

Article also available in :

૧. પરોઢિયે વહેલા શા માટે ઊઠવું ?

વર્તમાનમાં રાત્રે મોડેથી જમવાની અને સૂવાની પદ્ધતિ સર્વત્ર રૂઢ થઈ છે. તેથી પરોઢિયે વહેલા ઊઠવું મોટાભાગના લોકોને સંભવ થતું નથી. રાત્રે મોડેથી જમવું અને મોડેથી સૂવું એ અનેક રોગોને આમંત્રણ દેનારું છે.

 

૨. બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવાથી આરોગ્‍ય સારું રહે છે !

‘આયુર્વેદમાં ‘બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું’, એમ કહ્યું છે. બ્રાહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં ૯૬ થી ૪૮ મિનિટનો સમય. આ સમયમાં ઊઠવાથી શૌચની સંવેદના આપમેળે જ નિર્માણ થઈને પેટ સાફ થાય છે. જેમને બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું સંભવ નથી, તેમણે ન્‍યૂનતમ સવારે ૭ વાગ્‍યા સુધી તોયે ઊઠવું. ધીમે ધીમે વહેલા ઊઠવાનો પ્રયત્ન કરવો. સૂર્યોદય પછી સૂઈ રહેવાથી શરીર ભારે થવું, આળસ આવવો, પાચનસંસ્‍થા બગડવી, બદ્ધકોષ્‍ઠતા (કબજિયાત) ઇત્‍યાદિ જેવા ત્રાસ ઉત્‍પન્‍ન થઈ શકે છે. પરોઢિયે હવા શુદ્ધ હોવાથી તે સમયે વ્‍યાયામ કરવાથી તેનો પણ વધારે લાભ થાય છે.

(પરાત્‍પર ગુરુ) પરશરામ પાંડે મહારાજ

ઋષિઓ સૂર્યગતિ પ્રમાણે બ્રાહ્મમુહૂર્ત સમયે પ્રાતઃવિધિ, સ્‍નાન અને સંધ્‍યા કરતા. ત્‍યાર પછી વેદાધ્‍યાયન અને કૃષિકર્મો કરતાં અને રાત્રે વહેલા સૂઈ જતા. તેથી તેઓ શારીરિક દૃષ્‍ટિએ સ્‍વસ્‍થ હતા; પરંતુ આજે લોકો નિસર્ગનિયમોના વિરોધમાં વર્તન કરતા હોવાથી તેમનું શરીર આરોગ્‍ય બગડી ગયું છે. પશુ-પક્ષીઓ પણ નિસર્ગનિયમો અનુસાર દિનચર્યા કરે છે.

– (પરાત્‍પર ગુરુ) પરશરામ પાંડે મહારાજ

 

૩. બ્રાહ્મમુહૂર્ત પર શા માટે ઊઠવું ?

ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

૩ અ. આ કાળમાં નિરાભિમાનતા રહેલા દૈવી પ્રકૃતિના જીવોનો સંચાર થાય છે.

૩ આ. આ કાળ સત્ત્વગુણપ્રધાન હોય છે. સત્ત્વગુણ જ્ઞાનની અભિવૃદ્ધિ કરનારો છે. આ કાળમાં બુદ્ધિ નિર્મળ અને પ્રકાશમાન હોય છે. ‘ધર્મ’ અને ‘અર્થ’ વિશે કરવાનાં કામો, વેદાંતે વિશદ કરેલાં તત્ત્વો (વેદતત્ત્વાર્થ)નું ચિંતન, તેમજ આત્‍મચિંતન માટે બ્રાહ્મમુહૂર્ત ઉત્‍કૃષ્‍ટ કાળ છે.

૩ ઇ. આ કાળમાં સત્ત્વશુદ્ધિ, કર્મરતતા, જ્ઞાનગ્રહણતા, દાન, ઇંદ્રિયસંયમ, તપ, શાંતિ, ભૂતદયા, નિર્લોભતા, નિંદ્યકર્મો કરવાની લાજ, સ્‍થૈર્ય, તેજ અને શૌચ (શુદ્ધતા) આ ગુણ આત્‍મસાત કરવાનું સુલભ થાય છે.

૩ ઈ. આ કાળમાં મચ્‍છર, માંકડ અને ચાંચડ ક્ષીણ થાય છે.

૩ ઉ. આ કાળમાં અનિષ્‍ટ શક્તિઓની પ્રબળતા ક્ષીણ થાય છે.’

– ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

 

૪. દિવસે સૂવું એ આરોગ્‍ય બગડવાનું મોટું કારણ !

૪ અ. બપોરની ઊંઘ કેવી રીતે છોડવી ?

 

દિવસે સૂવું, ખાસ કરીને બપોરે જમી લીધા પછી સૂવું, એ આરોગ્‍ય બગડવાનું મોટું કારણ છે. ‘હું બાકી ગમે તે પરેજી પાળીશ; પણ મને બપોરની ઊંઘ બંધ કરવાનું કહેશો નહીં !’, એવું કહેનારા ઘણા રુગ્‍ણો વ્‍યવહારમાં જોવા મળે છે. અન્‍ય બધી પરેજી પાળીને જો બપોરે ઊંઘ લઈએ, તો અન્‍ય પથ્‍યો પાળવાનો કાંઈ લાભ થતો નથી, આ વાત જ્‍યારે રુગ્‍ણને સમજાય છે, ત્‍યારે જ આવા રુગ્‍ણો બપોરની નિદ્રા છોડવા માટે સિદ્ધ થાય છે. ટૂંકમાં આરોગ્‍ય પ્રાપ્‍ત કરવાની જો પ્રમાણિક ઇચ્‍છા હોય, તો બપોરે ઊંઘવાનું છોડવું જ જોઈએ.

૪ આ. બપોરે જમ્‍યા પછી ઊંઘ આવતી હોય તો બપોરે થોડું ઓછું જમો !

૪ આ ૧. જ્‍યારે ભોજનનું પ્રમાણ વધારે હોય, ત્‍યારે શરીરના પાચન માટે વધારે શક્તિ વ્‍યય કરવી પડે છે. જમ્‍યા પછી પાચન એ જ શરીરનું પ્રાધાન્‍ય ધરાવતું કાર્ય હોવાથી અન્‍ય અવયવોનો લોહીનો પુરવઠો ઓછો થઈને પેટ ભણી લોહીનો પુરવઠો વધારવામાં આવે છે. આમાં મગજનો લોહીનો પુરવઠો પણ કેટલાક પ્રમાણમાં ઓછો થવાથી ઘણા લોકોને જમ્‍યા પછી ઊંઘ આવે છે. જમ્‍યા પછી અન્‍ન પાચન માટે વધારે લોહીનો પુરવઠો પેટના આંતરડા ભણી, જ્‍યારે ઓછો લોહીનો પુરવઠો મગજ ભણી જાય છે. (આ કાળમાં થોડો સમય વિશ્રાંતિ લેવી.)

૪ આ ૨. જેમને શ્રમને કારણે ઊંઘી જવાનું મન થાય છે, તેમણે ભોજન પછી કેટલોક સમય આડા થઈને વિશ્રાંતિ લેવી; પણ ઊંઘ લાગવા ન દેવી.

૪ આ ૩. જેમને ભોજન વધારે કરવાથી ઊંઘ આવતી હોય, તેમણે ઊંઘ ન આવે, તે માટે મિતાહાર લેવો, અર્થાત્ થોડી ભૂખ બાકી રાખીને જમવું. એવું જમવાથી શરીર પર અન્‍ન પચાવવા માટે અન્‍ય અવયવોની શક્તિનો ઉપયોગ કરવાની વારી આવતી નથી અને ઊંઘ પણ આવતી નથી.

૪ આ ૪. ઉપર જણાવેલા ઉપાય કરીને પણ જેઓ બપોરની ઊંઘ રોકી શકતા નથી, તેમણે બપોરે બેઠાં બેઠાં ઊંઘ લેવી. વામકુક્ષી એટલે જમ્‍યા પછી શતપાવલી (૧૦૦ પગલાં ચાલવું) કરીને વધારેમાં વધારે ૨૦ મિનિટ ડાબે પડખે આડા થવું. વામકુક્ષી એટલે ગાઢ અને વધારે સમય સૂઈ રહેવું, એમ નથી.

 

૫. રાત્રે જાગરણ શા માટે ન કરવું ?

૫ અ. રાત્રે જાગરણ કરવાથી શરીરના ધાતુમાં રુક્ષ ગુણ, અર્થાત્ સૂકાપણું (કોરાપણું) વધે છે. તેને કારણે શરીરમાં પાણીનું, અર્થાત્ આપ મહાભૂતનું (પાણીનું) પ્રમાણ ઓછું થાય છે.

૫ આ. શરીરમાંનું આપ મહાભૂત અગ્‍નિનું (પાચનશક્તિનું) નિયમન કરતું હોય છે. આપમહાભૂત ઓછું થવાથી અગ્‍નિ એકદમ ભડકી ઊઠે છે અને પાચન સમયે તેની હડફેટે આવેલું અન્‍ન બાળી નાખે છે. તેને કારણે દુર્ગંધયુક્ત ઓડકાર આવે છે. પાચન બગડવાથી અગ્‍નિને મળનારું પોષણ ઓછું થાય છે. તેથી અગ્‍નિ મંદ થાય છે. તેના પરિણામ તરીકે પાચન ફરીવાર બગડે છે. ખાધેલું અન્‍ન સરખું પચવાને બદલે આથો આવવા લાગે છે અને ખાટા ઓડકાર આવવા લાગે છે. આને ‘પિત્ત થવું’ અથવા ‘આમ્‍લપિત્ત’ કહેવાય છે. એમ નિરંતર થવા લાગે કે, અન્‍નરસ (લીધેલા આહારનું પાચન થયા પછી શરીરમાં શોષાઈ જતો રસ) ખાટો બને છે. આવા અન્‍નરસથી શરીરનું પોષણ થવાથી શરીરમાંની સર્વ ધાતુઓને આમ્‍લતા પ્રાપ્‍ત થાય છે. તેને કારણે શરીરમાં ઉષ્‍ણતા જણાવવી, શરીર શિથિલ થવું, આંખો સામે અંધારા આવવા, ચક્કર આવવા, શરીરે ખંજવાળ આવવી, ત્‍વચા પર પિત્તના ચાઠાં ઉઠવા,, લોહીમાંનું હિમોગ્‍લોબિન ઓછું થવું, શરીર પર ઠેકઠેકાણે ફોલ્‍લીઓ અથવા ગુમડા થવા, સોજો ચડવો, હાડકાં બરડ થવા, થાક લાગવો ઇત્‍યાદિ વિકાર થવા લાગે છે.

૫ ઇ. શરીરમાં આપ મહાભૂત ઓછું થવાથી મળમાંનું પાણીનું પ્રમાણ પણ ઓછું થાય છે. તેને કારણે તેનું આગળ ધકેલાવું મંદ બને છે. મળ જો શુષ્‍ક થાય, તો ત્‍યાંજ અટકી જાય છે અને બદ્ધકોષ્‍ઠતા (કબજિયાત) નિર્માણ થાય છે. શરીરમાં માથાથી પગ સુધી નિરંતર વાયુ વહેતો હોય છે. મળ અટકી જવાથી વાયુના માર્ગમાં નડતર નિર્માણ થાય છે અને તે ઊંધો ફરે છે. આ રીતે ઊંધો ફરેલો વાયુ જો પેટમાં જાય, તો તે ત્‍યાં પાચન થઈ રહેલું, અર્થાત્ અગ્‍નિયુક્ત અન્‍ન ઉપરની બાજુમાં ધકેલવા લાગે છે. તેથી છાતીમાં અથવા ગળામાં બળતરા થાય છે. વાયુ જો પેટમાં ફરવા માંડે, તો પેટમાં દુઃખવા લાગે છે. આને ‘વાયુગોળો’ અથવા ‘ઉદરમાંનો ગુલ્‍મ’ કહે છે.

આ વાયુ જો હૃદયમાં જાય, તો હૃદય વિકાર; ફેફસામાં જાય, તો દમ અથવા ઉધરસ જેવા શ્‍વસનસંસ્‍થાના વિકાર; આંખોમાં જાય, તો આંખોના વિકાર; માથામાં જાય, તો માથાનો દુઃખાવો અથવા માથાની રક્તવાહિનીઓમાં જઈને તેને કારણે ત્‍યાં જો એકાદ રકતવાહિની તૂટી જાય, તો મગજમાં રક્તસ્રાવ થઈને પક્ષાઘાત (અર્ધાંગવાયુ) જેવા વિકાર થઈ શકે છે.

પ્રતિદિનના જાગરણ આ રીતે અનેક રોગોનાં કારણો બની શકે છે. જ્‍યાં સુધી જાગરણ બંધ કરતા નથી, ત્‍યાં સુધી કારણ ચાલુ જ રહેતા હોવાથી આ રોગ મટતા નથી. વિકાર સાજા થઈને શરીર નિરોગી રાખવું હોય, તો જાગરણ ટાળવું જ જોઈએ.

યુવાનીમાં અથવા શરીરબળ સારું હોય ત્‍યાંસુધી જાગરણ પચી જાય છે; પરંતુ નિરંતર જો આમ થતું રહે, તો શરીરબળ ક્ષીણ થવા લાગે છે અને ઉપર જણાવ્‍યા પ્રમાણે અથવા અન્‍ય વિકાર પણ ઉત્‍પન્‍ન થવા લાગે છે. તેને કારણે રાત્રે જાગરણ કરવાનું ધ્યાનપૂર્વક ટાળવું.

 

૬. સૂતી વેળાએ પાળવાના આચાર

૬ અ. સૂતી વેળાએ અથવા સૂતા પહેલાં ચલચિત્રોનાં ગીતો સાંભળવા અથવા અન્‍ય વિડીઓ જોવા, ભ્રમણભાષ ચાલુ રાખવો ઇત્‍યાદિ ન કરવું, જ્‍યારે નામજપ અથવા સંતોએ ગાયેલાં ભજનો સાંભળવાં.

૬ આ. બને ત્‍યાં સુધી પૂર્વ અથવા દક્ષિણ ભણી માથું કરીને સૂવું. ‘પશ્‍ચિમ અથવા ઉત્તર દિશાઓ ભણી માથું કરીને સૂવાથી આયુષ્‍ય પાયમાલ બને છે’, એવું વિષ્‍ણુ અને વામન પુરાણોમાં કહ્યું છે.

૬ ઇ. બને ત્‍યાં સુધી ડાબા પડખે સૂવો.

૬ ઈ. ત્રાંસા, ચત્તા, દક્ષિણ ભણી પગ કરીને, તેમજ સાવ ભગવાન સામે સૂવું નહીં.

૬ ઉ. સૂતી સમયે વધારે પડતા પવનનું સેવન ન કરો; કારણકે તેમ કરવાથી શરીરમાં રુક્ષતા વધે છે, ત્‍વચાનું આરોગ્‍ય બગડે છે અને સાંધા જકડાઈ જાય છે.

૬ ઊ. પ્રત્‍યેકે આવશ્‍યક તેટલી ઊંઘ લેવી જોઈએ. સામાન્‍ય માણસને સર્વસામાન્‍ય રીતે ૬ થી ૮ કલાક ઊંઘ પૂરતી છે. ‘આપણે કેટલી ઊંઘ લેવાથી સમગ્ર દિવસ આપણી કાર્યક્ષમતા સારી રહે છે’, તેનો પોતે જ અભ્‍યાસ કરીને તે અનુસાર પોતાની ઊંઘનો અવધિ નિશ્‍ચિત કરવો.

૬ એ. સૂવાનાં ઓરડામાં પૂર્ણ અંધાર ન કરવો.

૬ ઐ. સૂતી વેળાએ પથારી ફરતે દેવતાઓની સાત્ત્વિક નામજપ-પટ્ટીઓનું મંડળ કરો.

૬ ઓ. સૂતા પહેલાં સમગ્ર દિવસમાં પોતાના દ્વારા થયેલી ભૂલો વિશે ભગવાનની ક્ષમા માગો.

૬ ઔ. સૂતા પહેલાં ઉપાસ્‍યદેવતાને પ્રાર્થના કરો, ‘આપનું સંરક્ષણકવચ મારા ફરતે સતત રહેવા દેશો અને ઊંઘમાં પણ મારો નામજપ અખંડ ચાલવા દેશો.’

૬ અં. સૂવાની જગ્‍યા સ્‍વચ્‍છ અને પાથારી સાત્ત્વિક રહે, તેની કાળજી લેશો.

રાત્રિની ઊંઘ પૂર્ણ થઈ હોવાના લક્ષણો !

રાત્રિની ઊંઘ પૂર્ણ થયા પછી સવારે આપમેળે જ જાગી જવાય છે. ઊઠ્યા પછી મન ઉત્‍સાહી અને પ્રસન્‍ન હોય છે. આંખો પર સુસ્‍તી હોતી નથી.

Leave a Comment