શાળા અને મહાવિદ્યાલયોમાં કેવળ સાત્ત્વિક ભારતીય પહેરવેશ જ ગણવેશ તરીકે વાપરવો યોગ્‍ય !

Article also available in :

વર્તમાનમાં બાલમંદિરથી માંડીને મહાવિદ્યાલયો સુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શર્ટ-પેંટ, મોજાં, બૂટ, કમરપટ્ટો એવો વિદેશી ગણવેશ હોય છે. કેટલીક શાળાઓમાં આઠમાથી દસમા, તેમજ મહાવિદ્યાલયના અગિયારમા અને બારમા ધોરણની વિદ્યાર્થિનીઓને પણ આ જ ગણવેશ હોય છે. વ્‍યાવસાયિક શિક્ષણ પ્રદાન કરનારા મહાવિદ્યાલયોમાં પણ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે આ જ ગણવેશ હોય છે. વિદેશી રીત-રિવાજનું અભિમાન જાળવનારી આ શાળા અને મહાવિદ્યાલયોમાં ભારતીય પહેરવેશનો ઉપયોગ કેવળ ‘સાડી-ડે’, ‘ટ્રેડિશનલ-ડે’ આવી ‘ડે’ સંસ્‍કૃતિ ઊજવવા પૂરતો જ કરવામાં આવે છે. સરવાળે આવા પ્રકારના પહેરવેશોનું સ્‍વરૂપ જોતાં ભારતીય સંસ્‍કૃતિ, ભારતીય પહેરવેશને હીન લેખવામાં આવે છે, એવું વિદારક ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ.

 

અ. હિંદુ સંસ્‍કૃતિ નષ્‍ટ કરવાના અંગ્રેજોના કારસ્‍થાનને તથાકથિત ભારતીયોએ બલિ ચડીને સંસ્‍કૃતિદ્રોહ કરવો

અંગ્રેજો ભારતમાંથી ગયા; પણ તેમની સંસ્‍કૃતિ પાછળ છોડી ગયા. અંગ્રેજોની ભારતીય સંસ્‍કૃતિ નષ્‍ટ કરવાના કારસ્‍થાનને બલિ ચડેલાઓને વિદેશી સંસ્‍કૃતિ પ્રમાણે પહેરવેશ કરવો એટલે પુરોગામીપણું લાગે છે. રાષ્‍ટ્ર, ધર્મ અને હિંદુ સંસ્‍કૃતિ વિશે શ્રદ્ધા ન ધરાવતા આવા ભારતીયોને પોતાની સંસ્‍કૃતિ પ્રમાણે સાત્ત્વિક અને સુંદર પહેરવેશ પરિધાન કરવો એટલે પછાતપણું લાગે છે.

 

આ. શિક્ષણનો આધ્‍યાત્‍મિક ઉદ્દેશ જ્ઞાત ન હોવાથી તેના ભણી એક વ્‍યાવહારિક બાબત તરીકે જોવું

ભારતીય સંસ્‍કૃતિ અનુસાર શિક્ષણ જ્ઞાનાર્જન કરવાનું સાધન છે. ‘જ્ઞાનાર્જન’ અર્થાત્ દેવી સરસ્‍વતીની ઉપાસના, આરાધના છે. વિદ્યાલય, મહાવિદ્યાલય એટલે દેવી સરસ્‍વતીનું મંદિર અને વિદ્યાર્થી એટલે સરસ્‍વતીદેવીની સાધના કરનારો ‘સાધક’ હોય છે; પરંતુ ધર્મશિક્ષણના અભાવથી શિક્ષણના ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક ઉદ્દેશથી અજાણ વર્તમાન શિક્ષકો અને વાલીઓ શિક્ષણ ભણી કેવળ એક વ્‍યાવહારિક બાબત તરીકે જુએ છે.

 

ઇ. સંસ્‍કૃતિનું જતન કરવા માટે શીખવનારી સંસ્‍થાઓએ સંસ્‍કૃતિદ્રોહ કરવો

ખરું જોતાં, પેંટ, કોટ, ટાય એવો ગણવેશ ધારણ કરવા શું આપણે વિદેશમાં રહીએ છીએ ? આપણો ગણવેશ ભારતીય સંસ્‍કૃતિ અનુસાર હોવો જોઈએ. શાળા, મહાવિદ્યાલયો સંસ્‍કૃતિનું જતન કરવા માટે શીખવનારાં કેંદ્રો છે. તેથી તેમણે ભારતીય પહેરવેશનું મહત્ત્વ સંપૂર્ણ સમાજને ગળે ઉતારી દેવું જોઈએ અને તેવું આચરણ પણ કરવું જોઈએ. પ્રત્‍યક્ષમાં તો સંસ્‍કૃતિનું જતન ઘણી દૂરની વાત છે, ઓછામાં ઓછું સંસ્‍કૃતિની ઓળખાણ તોયે આ શિક્ષણતજ્‌જ્ઞોને અથવા શિક્ષણના ઠેકેદારોને છે કે નથી તેની શંકા લાગે છે.

 

ઈ. ઈશ્‍વરનું ચૈતન્‍ય ગ્રહણ કરવાની ક્ષમતા ભારતીય પહેરવેશમાં હોવી

ભારતીય સંસ્‍કૃતિ અનુસાર છોકરીઓ માટે ઘાઘરો (ચણિયો)-પોલકું, પંજાબી પહેરવેશ અથવા સાડી આ સાત્ત્વિક પહેરવેશ છે, જ્‍યારે છોકરાઓ માટે પહેરણ-લેંઘો અથવા પહેરણ-ધોતિયું આ સાત્ત્વિક પહેરવેશ છે. સાત્ત્વિક પહેરવેશ ભણી સકારાત્‍મક સ્‍પંદનો આકર્ષિત થાય છે, જે વિદ્યાર્થીઓ માટે ઘણાં આવશ્‍યક હોય છે. સાત્ત્વિક કપડાં પહેરવાથી ઈશ્‍વરી ચૈતન્‍ય ગ્રહણ થઈ શકે છે. તેને કારણે બાળકોનું મન અને બુદ્ધિ સાત્ત્વિક બને છે. તેઓ સદાચરણી અને વિવેકી બને છે. તેમજ તેમનું નકારાત્‍મક સ્‍પંદનો સામે રક્ષણ થવામાં સહાયતા મળે છે.

સાત્ત્વિક કપડાંને કારણે બાળકો પર સંસ્‍કાર થવામાં પણ સહાયતા થાય છે; તેથી શાળા, મહાવિદ્યાલયોમાં પશ્‍ચિમી પદ્ધતિના ગણવેશમાં પરિવર્તન કરીને ભારતીય પદ્ધતિનો સાત્ત્વિક પહેરવેશ પહેરવો અતિ આવશ્‍યક છે. સાત્ત્વિક પહેરવેશ પહેરનારા વિદ્યાર્થીની સાત્ત્વિકતા તો વધે છે જ, ઉપરાંત તે સાત્ત્વિકતાનો સમષ્‍ટિને પણ મોટા પ્રમાણમાં લાભ થાય છે. તેને કારણે ભારતીય પહેરવેશનું અભિમાન જાળવીને શાળા-મહાવિદ્યાલયોમાં સાત્ત્વિક ગણવેશ લાગુ કરવાની માગણી બાળકોના વાલીઓએ સાથે જ સંપૂર્ણ સમાજે સંગઠિત થઈને કરવી અને તે પૂર્ણ થાય ત્‍યાં સુધી કેડે પડવું અતિ આવશ્‍યક છે.’

અશ્‍વિની કુલકર્ણી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment