‘ડે’ઝ અને શુભેચ્‍છા !

Article also available in :

 

‘મધર્સ ડે’, ‘ફાધર્સ ડે’, ‘પેરેંટસ ડે’ ઇત્‍યાદિ વિવિધ ‘ડે’ઝ ભારતમાં પણ સામાજિક પ્રસારમાધ્‍યમો પર (સોશીયલ મીડિયા પર) ઉત્‍સ્‍ફૂર્તતાથી ઊજવવામાં આવી રહ્યા છે. આ નિમિત્તે અમે આ માધ્‍યમો દ્વારા વાલીઓ વિશે પ્રેમ, આદર વ્‍યક્ત કરતા હોઈએ છીએ, એવો એક પ્રવાહ વહેતો હોય છે. મધર, ફાધર આ શબ્‍દો અંગ્રેજી શબ્‍દકોશમાંના છે. ૧૬ જૂનના દિવસે ‘ફાધર્સ ડે’ ઊજવવામાં આવે છે. ખ્રિસ્‍તી પંથીઓના પ્રાર્થનાસ્‍થળોમાં (ચર્ચમાં) રહેલા માર્ગદર્શકને ‘ફાધર’ સંબોધવામાં આવે છે. આ સિવાય આ શબ્‍દનો ઉપયોગ ક્યાંય પણ થતો હોય, તેવું સાંભળ્યું નથી. ખ્રિસ્‍તી પંથીઓ દ્વારા વાલીઓને મધર, ફાધર, સંબોધવું, આ તેમની રૂઢિમાંનો એક ભાગ છે. એમ હોવા છતાં પણ અહીંના હિંદુ ધર્મીઓએ ‘હૅપ્‍પી ફાધર્સ ડે’નો સામાજિક પ્રસારમાધ્‍યમો દ્વારા ઢંઢેરો પીટીને વડીલોને શુભેચ્‍છા આપીને સંતોષ વ્‍યક્ત કરે છે. ‘હૅપ્‍પી ફાધર્સ ડે’ આ અંગ્રેજી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કર્યા પછી ‘આનંદી પિતાજી દિવસ’, એવું વાક્ય બને છે; પણ તેનો બરાબર અર્થ સમજાતો નથી, તેમજ તે વાંચતી વેળાએ પણ અલગ જ લાગે છે. એટલે જ કે જે અર્થશૂન્‍ય છે, તેના જ હદ બહારના વખાણ કરવામાં આવી રહ્યા છે.

વાલીઓ વિશે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવા માટે વિદેશી પૃષ્‍ઠભૂમિ ધરાવનારી ‘ડે’ઝ પદ્ધતિની શું આવશ્‍યકતા છે ? આવો એક દિવસીય પ્રેમ વ્‍યક્ત કરીને શું સાધ્‍ય થવાનું છે ? કેટલા જણ વાલીઓને પ્રતિદિન ‘વાંકા વળીને પગે’ લાગે છે ? આ ભૂમિ સાથે સંકળાયેલી બાબતો છોડીને અન્‍ય બધી બાબતોનો પ્રચાર કરવાનો જાણે કેમ સપાટો જ બોલાવ્‍યો છે. તેનું આચરણ કરવાની સ્‍પર્ધા જ ચાલુ હોવાનું જોવા મળી રહ્યું છે. એટલા તો તેમના વિચારોના ‘ગુલામ’ બની ગયા છીએ, તેનું અભિમાન લાગી રહ્યું છે. આવી બાબતો માત્ર ભાવનિક સ્‍તર પર કરવામાં આવે છે. જો તમે આવા ‘ડે’ઝ ઊજવતા ન હોવ, તો તમારી ગણના કાળબાહ્ય (આઉટડેટેડ) તરીકે કરવામાં આવે છે. જે લોકો ભારતીય સંસ્‍કૃતિનું આચરણ કરે છે, તેઓ જૂના વિચારના, તત્ત્વનિષ્‍ઠ, અભિમાની છે. આ દૃષ્‍ટિએ તેમના ભણી જોવામાં આવે છે.

હિંદુ ધર્મ, ભાષા, સંસ્‍કૃતિ વિશે મનઃપૂર્વક કૃતિના સ્‍તર પર આદર હોવો આવશ્‍યક છે. તેને કારણે ‘ડે’ઝ ઊજવવામાં માટે કોઈ ભલે ગમે તેટલું દબાણ કરે, અમુક ‘ડે’ સામૂહિક પદ્ધતિથી ઊજવવા માટે કહે, તો પણ ધર્મ પ્રતિ રહેલી દૃઢ નિષ્‍ઠા આવા પ્રસંગોમાં સ્‍થિર રહેવા માટે, તેમજ યોગ્‍ય શું છે ?, તે કહેવાનું ચોક્કસ જ બળ આપે છે. અયોગ્‍ય સૂત્ર વિશે હું કેવી રીતે બોલું ?, મને શું કહેશે ? આ વિચારોને દૂર કરીને વિનમ્રતાથી અયોગ્‍ય બાબતો માટે નકાર આપવાનો આરંભ કરવો જોઈએ. તેને કારણે યોગ્‍ય શું છે ?, એ કહેવાનો અવસર જ મળતો હોય છે. તેને કારણે કેટલાક લોકો સુધી તોયે, યોગ્‍ય શું છે ?, તે પહોંચવામાં સહાયતા જ થવાની છે. તેમજ આપણો પણ અભ્‍યાસ થતો હોય છે. નહીંતર પછી ભવિષ્‍યમાં પણ વિવિધ ‘ડે’ઝ ઊજવવાની નામોશી (બેઆબરૂ) આવશે, એ નક્કી !

 – શ્રી. જયેશ રાણે, ભાંડુપ, મુંબઈ.

Leave a Comment