શરદ ઋતુ

Article also available in :

૧. વિકારોની સંખ્‍યા વધારે ધરાવતી શરદ ઋતુ

‘ચોમાસું પૂરું થયા પછી તરત જ સૂર્યના પ્રખર કિરણો ધરતી પર પડવા લાગે છે, ત્‍યારે શરદ ઋતુનો આરંભ થાય છે. ચોમાસામાં શરીરે નિરંતરના ઠંડા વાતાવરણ સાથે મેળ બેસાડી લીધો હોય છે. શરદ ઋતુનો આરંભ થયા પછી અચાનક ઉષ્‍ણતા વધવાથી નૈસર્ગિક રીતે પિત્તદોષ વધે છે અને આંખો આવવી, ગૂમડાં થવાં, હરસનો ત્રાસ વધવો, તાવ આવવા જેવા વિકારોની શૃંખલા જ નિર્માણ થાય છે. શરદ ઋતુમાં સર્વાધિક વિકાર થવાનો અવકાશ હોય છે, તેથી જ ‘વૈદ્યોનાં શારદી માતા ।’ અર્થાત્ ‘(રુગ્‍ણોની સંખ્‍યા વધારનારી) શરદ ઋતુને વૈદ્યોની માતા છે’, એવું વિનોદમાં કહેવામાં આવે છે.

 

૨. ઋતુ અનુસાર આહાર

૨ અ. શરદ ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું ?

ખાવું ન ખાવું
૧. આહારનો સ્‍વાદ મીઠો, કડવો, તૂરો ખાટો, ખારો, તીખો
૨. આહારની વિશિષ્‍ટતા પચવામાં હલકો, શક્તિદાયક, થોડો સ્‍નિગ્‍ધ (ઘી અથવા નારિયેળનું તેલ નાખેલો) પચવામાં ભારે, ગુણથી ઉષ્‍ણ (ઉદા. દહીં, લસણ)
૩. વાત, પિત્ત અથવા કફ સાથે સંબંધિત ગુણ પિત્તશામક પિત્તવર્ધક
૪. અનાજ ચોખા, જુવાર, ઘઉં બાજરો
૫. કઠોળ અ. વધારે પ્રમાણમાં : મગ, મસૂર આ. ઓછા પ્રમાણમાં વટાણા, ચણા, તૂવેર કળથી, તલ, શીંગદાણા
૬. શાકભાજી મેથી, પંડોળું, ગલકા, તૂરિયા, પતકાળું, રતાળુ, કારેલા, કોબી, ચાકવત (એક લીલી ભાજી), કાકડી,  દૂધી, રાઈ, સરગવો
૭. મસાલા સર્વ પ્રકારના મસાલા (વધારે પ્રમાણમાં), ખાવાના સોડા જેવા ક્ષાર
૮. તેલ અથવા તેલ બી નારિયેળનું તેલ રાઈનું તેલ
૯. દૂધ અને દૂધના પદાર્થો અ. દેશી ગાયનું ઉકાળેલું દૂધ આ. ભોજનમાં ઘી અથવા માખણ ઇ. મીઠી છાસ અ. દહીં, ખાટી છાસ આ. માવો, થાબડી, (પેંડા જેવી દૂધ નાખીને બનાવેલી મીઠાઈ) (વધારે પ્રમાણમાં)
૧૦. ફળો દાડમ, કેળાં, ખજૂર, લીલી દ્રાક્ષ, ચીકુ, જમરૂખ ખાટાં ફળો
૧૧. સુકોમેવો કાળી દ્રાક્ષ, ચારોળી, જરદાલુ, કોળાનું બી, પતકાળાનું બી, ગલકાનું બી બદામ, અખરોટ, કાજુ
૧૨. મીઠું સૈંધવ મીઠાનો વધુ પડતો ઉપયોગ
૧૩. ખાંડ જૂનો ગોળ, મધ નવો ગોળ

૨ આ. આહારના સંદર્ભમાં કેટલાંક મહત્ત્વનાં સૂત્રો

૨ આ ૧. ભૂખ લાગ્‍યા પછી જ જમો !

ચોમાસામાં પાચનશક્તિ મંદ હોય છે. શરદ ઋતુમાં તે ધીમે ધીમે વધવા લાગે છે. તે માટે ભૂખ લાગ્‍યા પછી જ જમવું. નિયમિત રીતે ભૂખ ન હોય તોયે જમવાથી પાચનશક્તિ બગડી જાય છે અને પિત્તનો ત્રાસ થાય છે.

૨ આ ૨. પ્રત્‍યેક કોળિયો ૩૨ વાર ચાવીને ખાવ !

‘આવી રીતે ચાવી-ચાવીને ખાવાથી ઘણો સમય જશે, સમય વેડફાશે’, એવું કેટલાંક જણને લાગી શકે છે; પણ આ રીતે જમવાથી ઓછું જમવા છતાં પણ સંતોષ મળે છે અને અન્‍નનું પાચન પણ સરખું થાય છે. પ્રત્‍યેક કોળિયો ૩૨ વાર ચાવવાથી તેમાં લાળ સારી રીતે ભળે છે. આવું લાળમિશ્રિત અન્‍ન પેટમાં જવાથી અમુક પદાર્થને કારણે પિત્ત થાય છે, ‘અમુક પદાર્થ મને પચતો નથી’, એવું કહેવાની વારી ક્યારેય આવતી નથી; કારણકે લાળ આમ્‍લથી વિરોધી ગુણધર્મવાળી છે. તે પુષ્‍કળ પ્રમાણમાં પેટમાં જવાથી વધારે પ્રમાણમાં વધેલા પિત્તનું શમન થાય છે.

સ્‍વામી રામસુખદાસજી મહારાજે એક પ્રવચનમાં ‘પ્રત્‍યેક કોળિયો ૩૨ વાર ચાવી લીધો, એ કેવી રીતે ઓળખવું’, તે વિશે સુંદર માર્ગદર્શન કર્યું છે. પ્રત્‍યેક કોળિયો ચાવતી વેળાએ ‘હરે રામ હરે રામ રામ રામ હરે હરે । હરે કૃષ્‍ણ હરે કૃષ્‍ણ કૃષ્‍ણ કૃષ્‍ણ હરે હરે ॥’ આ નામજપનો પ્રત્‍યેક શબ્‍દ બે વાર ઉચ્‍ચારવો. પ્રત્‍યેક શબ્‍દ માટે એકવાર આ રીતે ચાવવું. આ જપમાં ૧૬ શબ્‍દો છે. તેથી એક કોળિયા માટે ૨ વાર જપ કરવાથી ૩૨ વાર ચાવીને થશે અને ભગવાનનું સ્‍મરણ પણ થશે.

શરદઋતુમાં નિરોગી રહેવા માટે આ કરો !

‘ચોમાસું પૂરું થઈને ઠંડી ચાલુ થાય ત્‍યાં સુધી શરદ ઋતુ હોય છે. આ કાળમાં નિરોગી રહેવા માટે આગળ જણાવેલી કૃતિ કરવી.

૧. ૪ વાર ખાવાને બદલે ૨ અથવા ૩ વાર આહાર લો.

૨. તીખાં, ચટપટા અને તળેલા પદાર્થો ખાવાનું ટાળવું.

૩. તેલનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો.

૪. દિવાળી સુધી દહીં ન ખાવું (છાસ ચાલી શકે છે.)

૫. બપોરનો કડક તડકો ટાળવો.

૬. બપોરે ન સૂવું. જો ઘણી ઉંઘ આવતી હોય તો ૧૫ થી ૨૦ મિનિટ જ સૂવું.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૯.૧૦.૨૦૨૨)

૨ ઇ. પીવાના પાણી વિશે થોડું

૨ ઇ ૧. અમૃત જેવું રહેલું હંસોદક

‘ચોમાસું પૂરું થયા પછી આકાશમાં અગસ્‍તી તારાનો ઉદય થાય છે. તેથી (પ્રદૂષણ વિહોણા નૈસર્ગિક) જલાશયોમાંનું પાણી નિર્વિષ (ઝેર વિનાનું) બને છે’, એવું આયુર્વેદમાં કહ્યું છે. સંપૂર્ણ દિવસ સૂર્યપ્રકાશમાં તપેલું અને રાત્રે ચંદ્રકિરણોનો સંસ્‍કાર થયેલું પાણી ‘હંસોદક’ નામથી ઓળખાય છે. આ અમૃતસમાન હોય છે. જેમને સંભવ છે, તેમણે સંપૂર્ણ શરદ ઋતુમાં પ્રદૂષણ વિહોણા નૈસર્ગિક જળાશયોમાંનું (ઉદા. કૂવો, વહેતા પાણીનાં ઝરા ઇ.) એવું સ્‍વચ્‍છ પાણી હંમેશાં પીવું.

૨ ઇ ૨. કૂલરમાંનું ઠંડું પાણી આરોગ્‍ય માટે અપાયકારક

‘માટલામાંનું પાણી પિત્તશામક હોય છે. માટીમાંથી શરીરને આવશ્‍યક તે ખનિજો મળે છે. તે માટે આ ઋતુમાં, તેમજ હંમેશાં પણ માટલાનું પાણી પીવું લાભદાયક છે. શીતકબાટમાંનું અથવા કૂલરનું ઠંડું પાણી પીવું આરોગ્‍ય માટે અપાયકારક છે. ઠંડક માટે તુલસીના બી અથવા ખસ નાખેલું પાણી, આમળાનું શરબત ઇત્‍યાદિ પર્યાય પણ આ ઋતુમાં લાભદાયક છે.’

 

૩. શરદ ઋતુમાં ઉપયુક્ત આયુર્વેદીય ઔષધિઓ

 

ઔષધીનું નામ કયા વિકારમાં ઉપયોગ કરવો ? (નોંધ ૧)
જ્‍યેષ્‍ઠમધ ચૂર્ણ મોઢા પર ખીલ નીકળવા, મોઢું આવવું, અમ્‍લપિત્ત અને ઉષ્‍ણતાના વિકાર (નોંધ ૨)
આમલક (આમળા) ચૂર્ણ માથાનો દુખાવો, મોઢું કોરું થવું, પિત્તને કારણે ઊલટી થવી, બદ્ધકોષ્‍ઠતા, મૂત્રમાર્ગમાં બળતરા થવી અને હાથ-પગમાં બળતરા થવી
વાસા (અરડૂસી) ચૂર્ણ તાવ લક્ષણ રહેલા ચેપના વિકાર, તેમજ નાકમાંથી લોહી આવવું, ઉષ્‍ણતાના વિકાર, રક્તપ્રદર (નોંધ ૩)
ઉશીર (ખસ) ચૂર્ણ ઉષ્‍ણતાના વિકાર, ઝાડા થવા અને શૌચના માર્ગે લોહી પડવું
મુસ્‍તા (નાગરમોથ) ચૂર્ણ તરસ લાગવી, કસર હોવી (મંદ તાવ) અને શરીરમાં કળતર
બ્રાહ્મી ચૂર્ણ ઉંઘ ન આવવી, ઉષ્‍ણતાના વિકાર, પિત્ત થવું, ચક્કર આવવા અને મૂત્રમાર્ગમાં બળતરા થવી
શતાવરી ચૂર્ણ વટી (ગોળીઓ) થાક, શરીર કૃશ હોવું, મૂત્રમાર્ગમાં બળતરા થવી, મૂત્ર ઓછું થવું, અમ્‍લપિત્ત, ઉષ્‍ણતાના વિકાર, રક્તપ્રદર (નોંધ ૩)
કુટજ ઘનવટી (ગોળીઓ) અતિસાર (ઝાડા), હરસમાંથી લોહી પડવું અને રક્તપ્રદર
સૂતશેખર રસ (ગોળીઓ) ચક્કર આવવા, માથાનો દુઃખાવો, મોઢું આવવું, અમ્‍લપિત્ત, ઊલટી, પેટનો દુઃખાવો, પચનશક્તિ ઓછી હોવી, ઝાડા, હેડકી, દમ, તાવ, શરીર લેવાઈ જવું, શરીર પર પિત્તના ચાઠાં ઉઠવા, પિત્તને કારણે નિદ્રા ન આવવી

નોંધ ૧ – ઔષધિઓનો વિગતવાર ઉપયોગ ઔષધીની ડબીના સાથે પત્રકમાં આપ્‍યો છે. ઔષધિઓ વૈદ્યના સમાદેશ (સલાહ)થી લેવી.

નોંધ ૨ – ઉષ્‍ણતાના વિકાર : ઉષ્‍ણ પદાર્થ ન પચવો, મોઢું આવવું, શરીરની બળતરા થવી, મૂત્રમાર્ગમાં બળતરા થવી, શરીર પર ફોલ્‍લીઓ થવી, ચક્કર આવવા ઇત્‍યાદિ

નોંધ ૩ – રક્તપ્રદર : માસિક ધર્મ સમયે વધારે રક્તસ્રાવ થવો

 

૪. શરદ ઋતુમાંના અન્‍ય આચાર

૪ અ. સ્‍નાન કરવા પહેલાં નિયમિત રીતે તેલ લગાડવું

આ ઋતુમાં સ્‍નાન કરવા પહેલાં નિયમિત રીતે શરીરને નારિયેળનું તેલ લગાડવાથી ત્‍વચા પર ફોલ્‍લીઓ થતી નથી. વધારે પરસેવો થવો, આ ઉષ્‍ણતાના કારણે થતા વિકારમાં પણ સર્વાંગને નારિયેળનું તેલ લગાડવું લાભદાયક છે.

૪ આ. સુગંધી ફૂલો સાથે રાખવા

સુગંધી ફૂલો પિત્તશમનનું કાર્ય કરે છે. તેને કારણે જેમને સંભવ છે, તેમણે પારિજાત, ચંપો, સોનટક્કા, જેવા ફૂલો સાથે રાખવા.

૪ ઇ. કપડાં

સુતરાઉ, ઢીલા અને ઉજળા રંગનાં હોવા જોઈએ.

૪ ઈ. નિદ્રા

રાત્રે જાગરણ કરવાથી પિત્ત વધે છે, તેથી આ ઋતુમાં જાગરણ કરવું ટાળવું. પરોઢિયે વહેલા ઊઠવું. આ દિવસોમાં અગાસીમાં અથવા ફળિયામાં ખુલ્‍લી જગ્‍યામાં ચાંદનીમાં સૂવાથી શાંત નિદ્રા લાગે છે અને સર્વ થાક પણ જતો રહે છે. આ ઋતુમાં દિવસે સૂવું ટાળવું.

 

૫. શરદ ઋતુમાંના સર્વસામાન્‍ય વિકારો પર સહેલા આયુર્વેદિક ઉપચાર

૫ અ. શોધન અથવા પંચકર્મ

વિશિષ્‍ટ ઋતુમાં શરીરમાં વૃદ્ધિ પામનારો દોષ શરીરમાંથી બહાર કાઢી નાખવો આને શોધન અથવા ‘પંચકર્મ’ એવું કહે છે.

૫ અ ૧. વિરેચન

આ ઋતુના આરંભમાં વિરેચન એટલે જુલાબની ઔષધી લેવી, એટલે શરીર નિરોગી રહેવા માટે સહાયતા થાય છે. તે માટે સળંગ ૮ દિવસ રાત્રે સૂતી વેળાએ ૧ ચમચી એરંડિયું લેવું, અથવા તેટલું જ ‘ગંધર્વ હરીતકી ચૂર્ણ’ (આ આયુર્વેદિક ઔષધીના દુકાનમાં મળે છે.) ગરમ પાણીમાં લેવું.

૫ અ ૨. રક્તમોક્ષણ

શરીરસ્‍વાસ્‍થ્‍ય માટે નસમાંથી લોહી કાઢવું, આને આયુર્વેદમાં રક્તમોક્ષણ કહ્યું છે. રક્તમોક્ષણને કારણે મોઢા પર ફોલ્‍લીઓ ઊઠવી, નાકમાંથી લોહી આવવું, આંખો આવવી, ગૂમડાં થવા જેવા વિકારોનો પ્રતિબંધ થાય છે. રક્તદાન કરવું એ એક રીતે રક્તમોક્ષણ જ છે. તેથી જેમને સંભવ છે, તેમણે આ ઋતુના આરંભના ૧૫ દિવસોમાં એકવાર જ રક્તપેઢીમાં રક્તદાન કરવું. રક્તદાન તજ્‌જ્ઞ વૈદ્યોના માર્ગદર્શન હેઠળ થતું હોવાથી તેમાં ચિંતાનું કાંઈ કારણ હોતું નથી.

૫ અ ૨ અ. રક્તદાનના સંદર્ભમાં એક જૂદો વિચાર

એલોપૅથી અનુસાર એકનું લોહી બીજાને ચડાવતી વેળાએ રક્તદાન કરનારી અને ગ્રહણ કરનારી વ્‍યક્તિના લોહીજૂથ મળે છે કે નહીં, એ જોવામાં આવે છે. દેનારાના લોહીમાં હાનિકારક જંતુ તો નથી ને, એ પણ જોવામાં આવે છે; પણ બન્‍નેના લોહીમાં વાત, પિત્ત અને કફની સ્‍થિતિ ધ્‍યાનમાં લેવાતી નથી. તેવી રીતે સ્‍થિતિ ધ્‍યાનમાં લઈને એકે અન્‍યને લોહી આપવું, આ ખરેખર સંશોધનનો વિષય બની શકશે; કારણકે લોહી ગ્રહણ કરનારા રુગ્‍ણના શરીરમાં પિત્ત વધ્‍યું હોય તો તેને પાછું પિત્તનું પ્રમાણ વધારે રહેલું લોહી આપવાથી લોહી ગ્રહણ કરનારી વ્‍યક્તિનું પિત્ત હજી વધીને તેનો વિકાર વૃદ્ધિંગત થવાની શક્યતા નકારી શકાય નહીં. આ વિચાર આજે એલોપૅથીએ ભલે કર્યો ન હોય, તો પણ આયુર્વેદના અભ્‍યાસક તરીકે મેં આ વિષય અત્રે પ્રસ્‍તુત કર્યો છે.

૫ આ. ઘરગથ્‍થુ ઔષધિઓ

આ દિવસોમાં થનારી ઉષ્‍ણતાના સર્વ વિકારો માટે ચંદન, ખસ, અરડૂસી, ગળો, કરિયાતુ, કડવો લીમડો, કોપરેલ તેલ, ઘી એના જેવી ઘરગથ્‍થુ ઔષધિઓ ઘણી લાભદાયક છે. તેનો ઉપયોગ આ રીતે કરી શકાશે.

૧. ચંદન ઓરસિયા પર લસોટીને સવાર-સાંજ અડધી ચમચી ચંદન વાટકી ભરીને પાણી સાથે લેવું અથવા લસોટેલું ચંદન બહારથી ત્‍વચા પર લગાડવું. (૪ થી ૭ દિવસ)

૨. ખસના મૂળિયા પાણીમાં મૂકીને તે પાણી પીવું.

૩. અરડૂસી, ગળો અથવા કરિયાતુનો ઉકાળો કરીને ૧-૧ કપ દિવસમાં ત્રણવાર લેવો (૪ થી ૭ દિવસ)

૪. કડવા લીમડાના પાનનો વાટકી ભરીને રસ સવારે નયણે કોઠે લેવો. (૪ થી ૭ દિવસ)

૫. ગાંગડા સાકર પર કોપરાનું તેલ અથવા ઘી રેડીને તે ચાટવું.

નોંધ : ૪ થી ૭ દિવસ લેવાની ઔષધિઓ તેના કરતાં વધારે દિવસ નિરંતર ન લેવી.

૫ ઇ. શરદ ઋતુમાં આવતા તાવમાં કયો આહાર લેવો ?

‘ચોમાસું પૂરું થઈને ઠંડી ચાલુ થાય ત્યાં સુધીના કાળને શરદ ઋતુ કહે છે. આ ઋતુના આરંભના કાળમાં તાવનો ચેપ થવાની સંભાવના હોય છે. તાવ આવ્યો હોય તે દિવસોમાં દિવસમાં ૨ વાર જ આહાર લેવો. આહારમાં સાદી દાળ, ભાત, ઘી અને આવશ્યકતા લાગે તો સ્વાદ પૂરતું થોડું અથાણું લેવું. અન્ય સમયે વચ્ચે વચ્ચે પીવાના પાણીમાં ૧ લિટર પાછળ ૨ ચમચી ધાણા, પા ચમચી ખસનું ચૂર્ણ, પા ચમચી નાગરમોથ (મુસ્તા) ચૂર્ણ નાખીને ઉકાળેલું પાણી પીવું. (પ્રમાણ ગણવા માટે ચાની ચમચી વાપરવી.) તાવ હોય ત્યારે દૂધ, દહીં અથવા છાસ ન લેવી. વચ્ચે વચ્ચે ખાવાનું ટાળવું.

કેવળ ૨ વાર ઉપર પ્રમાણે આહાર લેવાથી તાવ વહેલા મટી જાય છે; પરંતુ કેટલાક જણને ઘન અન્ન લેવાતું ન હોય, તો દિવસમાં જ્યારે ભૂખ લાગે તે સમયે મગની દાળની સાદી દાળ, કઢણ (મગદાળ ચડાવીને તેમાં સ્વાદ પૂરતું મીઠું અને ગોળ નાખીને બનાવેલો પ્રવાહી પદાર્થ) અથવા શેકેલા ઘઉંના ઝીણા રવાની દૂધ નાખ્યા વિનાની કરેલી પાતળી ખીર પીવી. પ્રવાહી આહાર ૨ કરતાં વધારે વાર લઈએ તો ચાલે.’

 

૬. આમ કરવું ધ્યાનપૂર્વક ટાળો !

આ ઋતુમાં ભર તડકામાં ફરવું, પાણીના તુષાર શરીર પર લેવા, ઝાંકળમાં પલળવું, નિરંતર પંખાનો પવન જોરથી શરીર પર લેવો, ગુસ્‍સે થવું, ચીડચીડ કરવી આ વાતો સદર ઋતુમાં ધ્યાનપૂર્વક ટાળવી. આ વાતોને કારણે શરીરમાંના વાત ઇત્‍યાદિ દોષોનું સંતુલન બગડે છે અને વિકાર નિર્માણ થાય છે.

‘આ શારદીય ઋતુચર્યાનું પાલન કરીને સાધક નિરોગી થાય અને સહુકોઈની આયુર્વેદ પરની શ્રદ્ધા વધે’, એ જ ભગવાન ધન્‍વન્‍તરિના ચરણોમાં પ્રાર્થના !

વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૧.૯.૨૦૧૪)

Leave a Comment