ચિરંતન સનાતન !

Article also available in :

ગત કેટલાક દિવસોથી કેટલાક રાજકારણીઓ દ્વારા સનાતન ધર્મ પર અશ્લાધ્ય ટીકા થઈ રહી છે. તામિલનાડુના દ્રમુક પક્ષના ક્રીડામંત્રી તેમજ મુખ્‍યમંત્રીપુત્ર ઉદયનિધિ સ્‍ટૅલિને ‘સનાતન ધર્મવિરોધી પરષિદ’માં ‘સનાતન ધર્મ ડેંગ્‍યૂ, મલેરિયા જેવો છે અને તેનું ઉચ્‍ચાટન થવું જોઈએ’, આ રીતે લવારો કર્યો. ત્‍યાર પછી દ્રમુક પક્ષના તામિલનાડુ સાંસદ એ.કે. રાજા, કૉંગ્રેસના કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખર્ગે, તૃણમૂલ કૉંગ્રેસ પક્ષનાં મમતા બૅનર્જી, અભિનેતા કમલ હસન, સિને અભિનેતા પ્રકાશ રાજ સાથે જ મહાનુભવીઓએ ઉદયનિધિને ટેકો આપ્‍યો. ખરું જોતાં આ ‘હેટ સ્‍પીચ’ કરી હોવા માટે ઉદયનિધિ અને તત્‍સમ લોકોને કારાગૃહમાં ગોંધવા આવશ્‍યક હતું; પણ દુર્ભાગ્‍યથી હજીસુધી તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અર્થાત સનાતન ધર્મમાં ‘કર્મસિદ્ધાંત’ છે. તેને કારણે કરેલા પ્રત્‍યેક કર્મનું ફળ ક્યારેક તોયે ભોગવવું પડશે જ !

 

૧ . સનાતન એ અવિનાશી તત્ત્વ :

‘सना आतनोति इति सनातनः ।’ આ પ્રમાણે સનાતન શબ્‍દની વ્‍યુત્‍પત્તિ છે. સના એટલે શાશ્‍વત અને આતનોતિ એટલે પ્રાપ્‍તિ કરાવી આપે છે. ‘સનાતન’ અર્થાત શાશ્‍વતની પ્રાપ્‍તિ કરાવી આપે છે તે. ‘સનાતનો નિત્‍યનૂતનઃ’ અર્થાત જે શાશ્‍વત, અનાદિ હોવા છતાં નિત્‍યનૂતન, અર્થાત ક્યારે પણ જૂનું થતું નથી, તેને ‘સનાતન’ કહે છે. સનાતન અવિનાશી તત્ત્વ છે. મહાભારતના શાંતિપર્વના અધ્‍યાય ૬૪ માં કહ્યું છે કે, અનાદિ સમયે ઈશ્‍વરે સૃષ્‍ટિની ઉત્‍પત્તિ કરી, ત્‍યારે જ ધર્મની પણ નિર્મિતિ કરી. અનાદિ અને અનંત એવા ધર્મને નષ્‍ટ કરવાનો ભલે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, તો પણ સનાતન નષ્‍ટ થઈ શકે નહીં; કારણકે ઉત્‍પત્તિ-સ્‍થિતિ-લય આ નિયમ ધર્મને લાગુ પડતો નથી. યુગો-યુગોથી સુર અને અસુર સંગ્રામ ચાલુ છે અને તેમાં અંતિમ વિજય સત્‍યનો અર્થાત્ સનાતન ધર્મનો થાય છે, આ ઇતિહાસ છે. એ જ શાશ્‍વત સત્‍ય છે. તેને કારણે આગામી કાળમાં સનાતન ધર્મનું ઉચ્‍ચાટન થશે, કે સનાતનવિરોધી દ્રમુકનું, તેનો ઉત્તર સમય જ આપશે.

 

૨ . હિંદુત્‍વનો સૂરજ ‘ઉદય’ થઈ રહ્યો છે ! :

શ્રી. ચેતન રાજહંસ, રાષ્‍ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્‍થા  

સ્‍ટૅલિનનું વક્તવ્‍ય આવતાં જ ધર્મવિદ્વેષી વંશાવળીએ એક પછી એક આ રીતે હિંદુ ધર્મના વિરોધમાં વક્તવ્‍યો કર્યા. કેટલાક વર્ષો પહેલાં ‘ધર્મ એટલે અફીણની ગોળી છે’, ‘ભગવાનને રિટાયર્ડ કરો’ એવા વક્તવ્‍યો કરવામાં આવ્‍યા હતા. આ વક્તવ્‍યો એટલે હિંદુ ધર્મના વિરોધમાં ચાલી રહેલા ‘ડિસ્‍મેંટલિંગ ગ્‍લોબલ હિંદુત્‍વ’ આ અંતરરાષ્‍ટ્રીય ષડ્‌યંત્રનો ભાગ છે. જે ભાષા મોગલ આક્રમકોની હતી, તે જ ભાષા આજે સ્‍ટૅલિન અને ઓવૈસીની છે. સનાતન હિંદુ ધર્મને વિરોધ કરવાના પ્રયત્નો મોટા પ્રમાણમાં ભલે થઈ રહ્યા હોય, છતાં આજે કોરોના પછી સમગ્ર વિશ્‍વમાં હિંદુ ધર્મ વિશેનું આકર્ષણ વધી રહ્યું છે. સનાતન જીવનશૈલી અંગીકાર કરનારાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે પ્રમાણે સૂર્યોદયનો સમય ધીમે ધીમે નજીક આવે છે, તેમ તેમ વાતાવરણમાંનો અંધકાર ઓછો થાય છે, તેવું આ છે. ઉદયનિધિ અથવા એ. રાજા ભલે ગમે તેટલા ધમપછાડા કરે, તો પણ આજે વૈશ્‍વિક સ્‍તર પર હિંદુત્‍વનું ‘ડિસમેંટલિંગ’ નહીં, જ્‍યારે હિંદુત્‍વનો સૂર્ય ‘ઉદય’ થઈ રહ્યો છે, આ વાસ્‍તવિકતા છે.

હાલમાં જ ભારતમાં ‘જી-૨૦’ પરિષદની શિખર બેઠક થઈ. તે સમયે ભારતમાં આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સપત્નીક અક્ષરધામ મંદિરને ભેટ આપી. ‘હું હિંદુ અને ભારતીય વંશનો હોવાનું મને અભિમાન છે’, એવું જાહેર વક્તવ્‍ય તેમણે કર્યું. આ પરિષદ માટે આમંત્રિત અનેક વિદેશી મહિલાઓએ સાડી આ પારંપારિક હિંદુ પહેરવેશ પરિધાન કર્યો હતો. અમેરિકાના આગામી રાષ્‍ટ્રાધ્‍યક્ષપદની ચૂંટણીમાં રિપબ્‍લિકન પક્ષના ઉમેદવાર રહેલા ભારતીય વંશના રામાસ્‍વામીએ પણ હિંદુ ધર્મ વિશે શ્રદ્ધા પ્રગટ કરી છે. હિંદુ ધર્મમૂલ્‍યો પ્રમાણે તે પોતાનું દૈનંદિન આચરણ કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું છે.

આ જ મહિનામાં અમેરિકાના લુઈસવિલે શહેરના મેયરોએ ૩ સપ્‍ટેંબર આ દિવસ ‘સનાતન ધર્મ દિવસ’ તરીકે ઘોષિત કર્યો. વિદેશના લોકો હિંદુ ધર્મનું અનુસરણ કરી રહ્યા છે, તેમજ ભારતમાંની આસ્‍તિકતા પણ વધી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ભારતમાં કરેલા સંશોધન પર આધારિત ‘પ્‍યુ રિસર્ચ સેંટર’નો જે અહેવાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં એવું જોવા મું છે કે, ‘૮૦ ટકા હિંદુઓ ભગવાન પર વિશ્‍વાસ રાખે છે. ૫૫ ટકા હિંદુઓ ઘરમાં નિયમિત પૂજા કરે છે.’ યોગ, આયુર્વેદ, સંસ્‍કૃત ભાષા વિશે પણ સંપૂર્ણ વિશ્‍વમાં આકર્ષણ વધી રહ્યું છે.

 

૩ . તામિલનાડુમાંનાં મંદિરો સરકારમુક્ત કરો !

ઉદયનિધિ પોતાને ખ્રિસ્‍તી કહેવડાવે છે અને સનાતન ધર્મ પર ટીકા કરે છે. કદાચિત હિંદુ ધર્મનો પ્રભાવ સર્વત્ર વધતો હોવાથી જ ઉદયનિધિની અસ્‍વસ્‍થતા વધતી હશે. સનાતન ધર્મ સમાજના પ્રતિનિધિ તરીકે ઉદયનિધિને એકજ કહેવાનું મન થાય છે. ઉદયનિધિને અર્થાત તામિલનાડુના સત્તાધારી પક્ષને સનાતન ધર્મ માન્‍ય નથી. તેથી હવે તેમણે ત્‍યાંના સનાતન ધર્મની આધારશીલા રહેલાં મંદિરો પરનો હક પણ છોડી દેવો જોઈએ. તેમણે તામિલનાડુમાંના સર્વ મંદિરો સરકારીકરણમાંથી મુક્ત કરવાની ઘોષણા કરવી જોઈએ.

 

૪ . ‘હેટ સ્‍પીચ’ પર કાર્યવાહી કોણ કરશે ?

અમારા દેશમાં દુર્ભાગ્‍યથી સનાતન ધર્મની ટીકા કરો કે ‘સનાતન ધર્મીઓનું ઉચ્‍ચાટન કરો’ કે સનાતન ધર્મના ઉચ્‍ચાટન માટે ‘સર તન સે જુદા’ની છડેચોક ઘોષણાઓ આપો, કોઈ પર પણ ‘હેટ સ્‍પીચ’ના સંદર્ભમાં પોલીસ કાર્યવાહી થતી નથી કે ન્‍યાયાલયની સર્વોચ્ચ સંસ્થા સુઓમોટો કાર્યવાહી કરવાનું સાહસ બતાવતી નથી. ‘સેક્યુલૅરિઝમ’નો ઉપદેશ કરનારા ઉદારતાવાદીઓ માટે એક પ્રશ્‍ન પૂછીએ છીએ કે,

હિંદુ ધર્મના વિરોધમાં ઝેરીલા વક્તવ્‍ય કરનારાઓને કારણે ભારતમાંનું ‘સેક્યુલૅરિઝમ’ જોખમમાં કેમ મૂકાતું નથી ? ‘We the people’… એટલે ‘અમે નાગરિક’ ભારતીય બંધારણની મૂળ પ્રધાનતા હોવા છતાં અર્થાત્ બહુસંખ્‍ય હિંદુ સમાજ સનાતની હોવા છતાં, ભારતનું બંધારણ જોખમમાં કેમ નથી ? ખરું જોતાં ઉદયનિધિનું વક્તવ્‍ય એટલે એક રીતે સનાતન ધર્મીય હિંદુઓનો વંશવિચ્‍છેદ કરવા માટે ઉશ્‍કેરણી કરનારું વક્તવ્‍ય છે; પણ ઉદયનિધિની આ ‘હેટ સ્‍પીચ’ પર કાર્યવાહી કોણ કરશે, એ જ પ્રશ્‍ન સનાતની સમાજના મનમાં ઘર કરી ગયો છે. હવે રહ્યો પ્રશ્‍ન સનાતન ધર્મના ઉચ્‍ચાટનનો, તો સનાતન ધર્મ ચિરંતન છે, અવિનાશી છે. ‘કાગડાના શાપથી ગાય મરતી નથી’, તેવી રીતે કોઈના પણ વિદ્વેષથી સનાતન ધર્મ નષ્‍ટ થશે નહીં, આ અમારી ધર્મશ્રદ્ધા છે !

 – શ્રી. ચેતન રાજહંસ, રાષ્‍ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્‍થા.

Leave a Comment