કોરોના અને અગ્‍નિહોત્રની ઉપયુક્તતા !

Article also available in :

અનુક્રમણિકા

ભારતીય નાગરિકો ‘અગ્‍નિહોત્રનું મહત્વ ધ્‍યાનમાં લઈને પ્રતિદિન ‘અગ્‍નિહોત્ર’ કરો !

‘કોરોના વિષાણુનો સમસ્‍ત વિશ્‍વમાં ચેપ થયો હોવાથી સમસ્‍યા નિર્માણ થઈ છે. આ વિષાણુનો ચેપ ટાળવા માટે આપણે વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ (સામાજિક અંતર) જેવા નિયમો પાળવા જોઈએ. આપણી ભારતીય પરંપરામાં અગ્‍નિહોત્ર કરવાથી વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે, એમ કહેલું છે. આ જંતુનો ચેપ સાવ આજકાલમાં થયો હોવાથી ‘અગ્નિહોત્રનું કોરોના વિષાણુ પર શું પરિણામ થાય છે ?’, એ વિષયનો શાસ્‍ત્રીય દૃષ્‍ટિએ અભ્‍યાસ થયો નથી. તો પણ એવા કેટલાક અનુભવ છે કે, તેના પરથી ‘કોરોના વિષાણુની સમસ્‍યા પર માત કરવા માટે અગ્‍નિહોત્રની સહાયતા થઈ શકે છે’, એમ આપણે કહી શકીએ. આ વિષયમાં જર્મની સ્‍થિત અગ્‍નિહોત્રના અભ્‍યાસક ડૉ. ઉલરિચ બર્કે પ્રસ્‍તુત કરેલાં કેટલાંક સૂત્રો અહીં આપી રહ્યા છીએ.

જર્મની સ્‍થિત અગ્‍નિહોત્રના અભ્‍યાસક ડૉ. ઉલરિચ બર્કે પ્રસ્‍તુત કરેલાં કેટલાંક સૂત્રો

ડૉ. ઉલરિચ બર્ક

ડૉ. ઉલરિચ બર્કનો અલ્‍પ પરિચય

ડૉ. બર્ક જર્મનીના નિવાસી છે અને તેમણે ‘તત્વજ્ઞાન’ વિષયમાં પી.એચ.ડી. કર્યું છે, તેમજ તેઓ ‘જર્મની એસોસિએશન ફૉર હોમ થેરપી’ નામક સંસ્‍થાના અધ્‍યક્ષ છે. તેઓ ‘અગ્‍નિહોત્ર તજ્‌જ્ઞ’ તરીકે ઓળખાય છે. તેઓ ગત ૩૫ વર્ષોથી અગ્‍નિહોત્ર કરી રહ્યા છે અને તે વિષય પર સંશોધન પણ કરી રહ્યા છે.

 

૧. અગ્‍નિહોત્ર થકી નીચે જણાવ્‍યા પ્રમાણે સહાય થઈ શકે છે.

અ. વ્‍યક્તિને ચેપ લાગવાની સંભાવના ઓછી થાય છે.

આ. જો અગાઉથી જ ચેપ લાગ્‍યો હશે, તો સંબંધિત જંતુઓનો પ્રભાવ થોડો ઓછો થાય છે.

ઇ. ચેપ નિયંત્રણમાં રાખવા માટે શરીરને સહાયતા મળી શકે છે.

 

૨. ચેપ લાગવાની શક્યતા ઓછી થવી

‘કોરોના વિષાણુનો ચેપ અલ્‍પ કરવા માટે અગ્‍નિહોત્ર સહાયભૂત થઈ શકે છે’, એવો એક સારો અહેવાલ આવ્‍યો છે.

૨ અ. સ્‍પેનનાં એલિઝાબેથ એમ.નો મુગ્‍ધ કરનારો અનુભવ

સ્‍પેનમાં કોરોનાના ચેપની દૃષ્‍ટિએ અત્યંત સંવેદનશીલ એવા માદ્રિદ શહેરમાં રહેનારાં  એલિઝાબેથ એમ. એ તેમના અનુભવનું કથન કર્યું. (યુરોપના ઇટલી પછી કોરોનાનો અધિક ચેપ સ્‍પેનમાં હતો) એલિઝાબેથ તેમના પતિ સાથે એક ઘરમાં રહે છે. તે ઘરની એક ઓરડી તેમણે શહેરમાં રેસ્‍ટોરંટ ચલાવનારા એક વ્‍યક્તિને ભાડેથી આપી છે. ત્‍યાંના યાતાયાત પરના પ્રતિબંધ અગાઉ આ વ્‍યક્તિનો અનેક વ્‍યક્તિઓ સાથે સંપર્ક થયો હતો. તેણે કરેલી કોરોના વિષાણુની કસોટી સકારાત્‍મક હતી. તેથી એલિઝાબેથ અને તેમનાં પતિને ચિંતા થવા લાગી. તેમણે પોતાની કોરોના વિષાણુ સંબંધી કસોટી કરી, ત્‍યારે તે નકારાત્‍મક આવી. ખરું જોતા એલિઝાબેથ અને તે ભાડૂત એ બન્‍નેના રસોઈઘરની ઓરડી એકજ છે.

તેઓ ત્રણે જણાં એકસાથે જમણ કરતા, એકજ સ્‍નાનગૃહનો ઉપયોગ કરતા. કેટલાક દિવસો અગાઉ તેમણે એકસાથે મળીને જન્‍મદિવસ પણ ઊજવ્‍યો હતો. જે આધુનિક દાક્તરોએ કસોટીઓ કરી હતી, તેઓને ‘ચેપ લાગ્‍યો હોય એવા માણસના સામીપ્‍યમાં રહ્યા પછી પણ એલિઝાબેથ અને તેમનાં પતિને વિષાણુનો ચેપ લાગ્‍યો નહીં’, એની નવાઈ લાગી. એલિઝાબેથ એમ. પોતે નિયમિત રીતે અગ્‍નિહોત્ર કરતાં હતાં, તેમજ અગ્‍નિહોત્રની વિભૂતિ પ્રતિદિન ગ્રહણ કરતાં હતાં. તેથી તેમને કદાચ કોરોનાનો ચેપ લાગ્‍યો નહીં હોય.

અગ્‍નિહોત્રને કારણે વિષાણુ નષ્‍ટ થાય છે કે કેમ, એ જ્ઞાત નથી. અગ્‍નિહોત્રને કારણે જંતુઓની સંખ્‍યા ઓછી થાય છે. જે કીટકોની બાબતમાં થયું, તે કોરોના વિષાણુઓની બાબતમાં પણ થઈ શકે છે કે કેમ; આ વિશે વહેલામાં વહેલી તકે સંશોધન થવું આવશ્‍યક છે.

 

૩. અગ્‍નિહોત્રનું જંતુઓ પર થનારા પરિણામ
વિશે જુદી જુદી સંસ્‍થાઓ અને વિદ્યાપીઠોમાં કરેલું સંશોધન

૩ અ. ફર્ગ્‍યુસન કૉલેજ, પુના ખાતે કરવામાં
આવેલા પ્રયોગ અનુસાર ‘અગ્‍નિહોત્રના ધુમાડાને કારણે
હવામાં રહેલા સૂક્ષ્મ જંતુઓની સંખ્‍યા ઘટે છે’, એવું ધ્‍યાનમાં આવવું

તાજેતરમાં જ ‘ફર્ગ્‍યુસન’ કૉલેજ, પુના ખાતે અગ્નિહોત્રનું જંતુઓની વૃદ્ધિ પર થનારું પરિણામ શોધવા માટે પ્રયોગો કરવામાં આવ્‍યા. આ પ્રયોગોનું પરિણામ મળ્યા પછી ‘અગ્‍નિહોત્રના ધુમાડાને કારણે હવામાંના સૂક્ષ્મ જંતુઓની સંખ્‍યા ઘટી ગઈ’, એમ જણાયું.

૩ આ. ચેપ લાગ્‍યો હોય એવા લોકોને અગ્‍નિહોત્ર કેવી રીતે સહાય કરી શકે ?

હૃદયરોગ અથવા ઊંચુ લોહીનું દબાણ, શ્‍વસનતંત્ર વિશે દમ જેવી ગંભીર બીમારી, મધુમેહ (ડાયાબિટિસ), કર્કરોગ, ઓછી પ્રતિકારશક્તિ ધરાવનારાં, તેમજ પ્રૌઢ નાગરિકોને કોરોનાનો વધારે ભય હોય છે. જેમ જેમ ઉમર થાય છે, તેમ તેમ માણસની પ્રતિકારશક્તિ ઓછી થાય છે. અત્‍યાર સુધી કોરોના વિષાણુઓને કારણે જે લોકો મૃત્‍યુ પામ્‍યા છે, તેમાં ઘણાં લોકોને ઉપર જણાવેલી બીમારી હતી.

૩ ઇ. હૃદયરોગ અને ઊંચું લોહીનું દબાણ

અગ્‍નિહોત્ર થકી લોહીનું દબાણ સામાન્‍ય સ્‍થિતિએ આવવામાં સહાય થાય છે. એ માટે અગ્‍નિહોત્ર કરવા પહેલાં અને અગ્‍નિહોત્ર કર્યા પછી કેટલીક વ્‍યક્તિઓના લોહીનું દબાણ તપાસવામાં આવ્‍યું. આ પ્રયોગમાં અગ્‍નિહોત્ર કર્યા પછી લોહીનું દબાણ સામાન્‍ય સ્‍થિતિએ આવ્યું હોવાનું જણાઈ આવ્‍યું.

૩ ઈ. અગ્‍નિહોત્ર નિયમિત રીતે કરવાથી પેરુ દેશના મગદા લોપેઝે કહેલો અનુભવ

પેરુ દેશના મગદા લોપેઝે અગ્‍નિહોત્રનું હૃદય પર થનારા પરિણામ વિશે એક અનુભવ કહ્યો. તેમણે કહ્યું ‘‘૧૦ વરસ પહેલાં મારાં માતા બીમાર હતાં. તેમનો ઇલેક્‍ટ્રોકાર્ડિઓગ્રામ (ઇ.સી.જી.) લીધા પછી તેમને અગાઉ હૃદયરોગનો આંચકો આવી ગયો હતો, એવું દેખાઈ આવ્‍યું; એટલે કે તેમના હૃદયનો એક ભાગ મૃત થયો હતો અને તે ફરીથી સુધારી શકાતો નહોતો. ગયા ૪ વર્ષોથી અમે અનિયમિતતાથી અગ્‍નિહોત્ર કરતા હતા; પરંતુ ગત કેટલાક મહિનાઓમાં અમે પ્રતિદિન અગ્‍નિહોત્ર કરીએ છીએ. ૨ અઠવાડિયા પહેલાં માતાનો બીજી વાર ‘ઇ.સી.જી.’ કઢાવીને તે અંગે આધુનિક દાક્તરને પૂછ્‌યા પછી તેમણે કહ્યું, ‘‘માતાનું હૃદય વ્‍યવસ્‍થિત છે અને તેમને અગાઉ હૃદયરોગનો આંચકો આવ્‍યાની કોઈજ નિશાની નથી.’’ એ સાંભળીને અમને ઘણું આશ્‍ચર્ય થયું. અમે પ્રતિદિન અગ્‍નિહોત્ર કરીને દિવસમાં ૩-૪ વાર અગ્‍નિહોત્રની વિભૂતિ તેમને ગ્રહણ કરવા માટે આપતા હતા.

 

૪. અગ્‍નિહોત્રથી અસ્‍થમાની
બીમારી પણ મટતી હોવાનાં ઉદાહરણો (દાખલા)

કોરોનાનું ફેફસાં પર વધારે પરિણામ થતું હોવાથી ‘અસ્‍થમા’ થયેલા દર્દીઓએ વિશેષ તકેદારી લેવા વિશે કહેવામાં આવે છે. અગ્‍નિહોત્રથી આપણા ફેફસાં શક્તિશાળી થવામાં સહાય થાય છે. શ્‍વસન વિશે શરીરની મુલાયમતા વધે છે. આ સંદર્ભના અનેક દાખલાં જાણવા મળ્યા છે. તેમાંથી ૨ દાખલાં નીચે આપેલા છે.

૪ અ. અગ્‍નિહોત્ર કરવાથી દમની બીમારી
સંપૂર્ણ મટી ગઈ હોવાનું કહેનારા અમેરિકાના ડોન્‍ના

સાંતા ક્લારિટા, અમેરિકા ખાતે રહેનારાં ડોન્‍ના એસ. એ તેમનો અનુભવ લખ્‍યો છે. તેમણે કહ્યું છે કે ‘‘હું ઘણી બીમાર હતી; ત્‍યારે યુનિવર્સિટી ઑફ વિર્જિનિયામાં શ્‍વસનરોગ વિશેના તજ્‌જ્ઞને મળી. તેમણે મારા ફેફસાંનો ‘ક્ષ’ કિરણ (એક્સ-રે) અહેવાલ મને બતાવ્‍યો. તેમાં મારા ફેફસાં સંપૂર્ણ કાળા દેખાતા હતા. કેવળ ૪ સેંટીમીટર જગા ખાલી દેખાતી હતી. મેં અગ્‍નિહોત્ર કરવાનો આરંભ કર્યો. પહેલા જ અઠવાડિયા પછી મેં મારી દમની દવાઓ લેવાનું બંધ કર્યું અને થોડા સમય પછી ‘સ્‍ટીરૉયડ્‌સ’ લેવાનું બંધ કર્યું. ત્‍યાર પછી ૩ મહિના પછી હું આધુનિક દાક્તર પાસે ગઈ. તેમણે મારા ફેફસાંની ‘ક્ષ’ કિરણ વડે કસોટી કરી. તેનો અહેવાલ જોયા પછી તે બોલ્‍યા, ‘‘તમે શું કર્યું એ મને જ્ઞાત નથી; પરંતુ તમારા ફેફસાં એકાએક ખુલી ગયા છે.  તમારે હવે દવા લેવાની આવશ્‍યકતા નથી.’’

૪ આ. પોલેન્‍ડ ખાતેના ફ્રાનબીને
ઉંમરના ૧૧મા વર્ષે દમનો તીવ્ર ત્રાસ થવો અને
ઉંમરના ૨૫મા વર્ષે અગ્‍નિહોત્ર કરવા લાગવાથી અસ્‍થમા ઠીક થવો

વાયસોકા, પોલેન્‍ડ ખાતે રહેનારા ફ્રાનબીએ કહ્યું છે, ‘‘ઉંમરના ૧૧મા વર્ષથી મને દમની તીવ્ર બીમારી હતી. ૨૦ વર્ષ પછી મારી સ્‍થિતિ હજી વધારે બગડી. સામાન્‍ય રીતે મને દમનો આંચકો રાત્રે મોડેથી આવતો અને સ્‍થાનિક હોસ્પિટલમાં જઈને ઇલાજ કરવો પડતો. ‘દમ એ હવાના પ્રદૂષણ સાથે સંબંધિત છે’, એવું મને લાગતું હતું. ઉંમરના ૨૫મા વર્ષથી હું સૂર્યોદય અને સૂર્યાસ્‍તના સમયે અગ્‍નિહોત્ર કરવા માંડ્યો. ૨ અઠવાડિયામાં મારી દમની બીમારી ઠીક થઈ. ત્‍યાર પછી તે બીમારી ફરી થઈ નહીં.

 

  ૫. અગ્‍નિહોત્રને કારણે પ્રતિકારશક્તિ વધવામાં સહાય

૫ અ. એચ.આય.વી. જેવા રોગ પર અગ્‍નિહોત્રનું પરિણામ

‘કોરોના વિષાણુઓ પર અગ્‍નિહોત્રનું શું પરિણામ થાય છે ?’, એનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો નથી; પરંતુ વિષાણુઓના કારણે એચ.આય.વી. જેવો રોગ નિયંત્રણમાં લાવવા માટે અગ્‍નિહોત્ર અને અગ્‍નિહોત્રની વિભૂતિનું સારું પરિણામ દેખાઈ આવ્‍યું છે. આ વિશે કરવામાં આવેલા પ્રયોગમાં એચ.આય.વી. રોગનો ચેપ લાગ્‍યો હોય એવા બાળકોએ અગ્‍નિહોત્ર કરવાનો આરંભ કર્યો. પ્રત્‍યેક છોકરો અથવા છોકરીએ સ્‍વતંત્ર રીતે અગ્‍નિહોત્ર કર્યું. થોડા સમય પછી નીચે જણાવેલાં પરિણામ દેખાયા.

૧. વિષાણુઓનું પ્રમાણ ઘટ્યું.

૨. સીડી-૪ નામક પ્રોટીનનો સ્‍તર વધ્‍યો.

૩. બાળકોનું કુલ આરોગ્‍ય સુધર્યું. તેમની પ્રતિકારશક્તિ નોંધપાત્ર પ્રમાણમાં વધી.

૫ આ. વિષાણુઓની વૃદ્ધિ કરવા માટે
મૂકવામાં આવેલા ‘પ્‍લેટ્‌સ’માં અગ્‍નિહોત્રમાંનુ વિભૂતિનું
પાણી રેડવામાં આવ્‍યા પછી વિષાણુઓનું પ્રમાણ ૫૦ ટકા ઓછું થવું

અગ્‍નિહોત્રની વિભૂતિનું જુદા જુદા વિષાણુઓ પર શું પરિણામ થાય છે, એ જોવા માટે પ્રયોગશાળામાં એક પ્રયોગ કરવામાં આવ્‍યો. અગ્‍નિહોત્રમાંની વિભૂતિનું પાણી વિષાણુઓની વૃદ્ધિ કરવા માટે મૂકવામાં આવેલા ‘પ્‍લેટ્‌સ’માં રેડવામાં આવ્‍યું. તે રેડ્યા પછી વિષાણુઓનું પ્રમાણ ૫૦ ટકા ઓછું થયું. જોકે આ પ્રમાણ વધારે ન હોય, તો પણ તેથી મંદ (નાની) બીમારી અને તીવ્ર બીમારી થઈ હોય એવા પર તેનું પરિણામ થઈ શકે. જેમ આ જુદા જુદા વિષાણુઓ પર પરિણામ થયું, તેમ હાલના કોરોના વિષાણુઓ પર અગ્‍નિહોત્રનું પરિણામ થઈ શકે.

 

૬. ઉપર જણાવેલા સર્વ અભ્‍યાસ પરથી નીકળેલું તારણ

અગ્‍નિહોત્રનો કોરોના વિષાણુઓનો ચેપ અલ્‍પ કરવામાં ઉપયોગ થાય છે. આ વિશે અમારી પાસે નક્કર પુરાવો નથી. તો પણ ઉપરોક્ત સર્વ અહેવાલોનો અભ્‍યાસ કરવાથી કોરોનાનો ચેપ લાગે તેવી કઠિન પરિસ્‍થિતિમાં ઘરમાં અગ્‍નિહોત્ર કરવું ઉપયોગી થઈ શકે છે. એ માટે શાસ્‍ત્રીય ઢબે અભ્‍યાસ કરવામાં આવે.

અ. કોરોનાનો ચેપ લાગ્‍યો હોય તેવા દર્દીઓને અગ્‍નિહોત્ર કરવા માટે કહીને અથવા તેમના માટે અગ્‍નિહોત્ર કરીને તેનું પરિણામ તપાસવું

આ. અગ્‍નિહોત્ર પહેલાં અને અગ્‍નિહોત્ર કર્યા પછી ‘હોસ્પિટલમાંની હવામાં રહેલાં કોરોના વિષાણુઓનું પ્રમાણ કેટલું છે ?’, એનો અભ્‍યાસ કરવો, તેમજ ‘હોસ્પિટલમાંની વસ્‍તુઓની સપાટી પર રહેલા કોરોના વિષાણુઓના પ્રમાણમાં શું ફેરફાર થાય છે ?’, એનો અભ્‍યાસ કરવો.

ઇ. અગ્‍નિહોત્ર અને અગ્‍નિહોત્રની વિભૂતિનું ‘કોરોના વિષાણુઓ હોય એવા સ્‍નાયુઓ પર શું પરિણામ થાય છે ?’, તેનો અભ્‍યાસ કરવો.

ઈ. આ સમયગાળામાં આધુનિક દાક્તર અને પરિચારિકાઓનું રક્ષણ એ પણ એક મુખ્‍ય વિષય છે. ‘આ ઉપચાર કરનારાં કર્મચારીઓના જૂથ પર અગ્‍નિહોત્રનું શું પરિણામ થાય છે ?’, એ બાબતે અભ્‍યાસ કરી શકાય.’

– ડૉ. ઉલરિચ બર્ક

* ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્‍નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્‍ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્‍નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !
* ડૉ. બર્ક જેવા પરદેશી તજ્‌જ્ઞ અગ્‍નિહોત્ર પર સંશોધન કરીને તે વિશે અભ્‍યાસ પ્રસ્‍તુત કરે છે, તેમજ કોરોના પર અગ્‍નિહોત્ર પ્રભાવી બની શકે છે, એમ પણ કહે છે. અગ્‍નિહોત્રના વિવિધ લાભ સર્વજ્ઞાત છે. હાલમાં કોરોનાના વધતા જતા ચેપને રોકવા માટે સરકારે ઠેકઠેકાણે અગ્‍નિહોત્ર હોમ આયોજિત કરીને તે વિશે વૈજ્ઞાનિક સંશોધન કરવું એ જનતાને અપેક્ષિત છે !

Leave a Comment