જપમાળાનો ઉપયોગ કેવી રીતે કરવો ?

Article also available in :

 

૧. જપમાળાના મણિ ફેરવવાના નિયમ

અ. મેરુમણિ ન ઓળંગવો

પ્રશ્‍ન : મારુમણિ સુધી આવ્‍યા પછી માળા ઊલટી શા માટે ફેરવે છે ?

પ.પૂ. ભક્તરાજ મહારાજ : જપ કરવાની ક્રિયા ભૂલી જવા માટે !

જેવી રીતે ડાબી બાજુની ઇડા અથવા જમણી બાજુની પિંગળા નહીં, જ્‍યારે વચલી સુષુમ્ણા નાડી ચાલુ રહેવી સાધકની દૃષ્‍ટિએ મહત્ત્વનું હોય છે, તેવી રીતે જ ખાલી એકજ દિશામાં માળા ફેરવવી સાધકની દૃષ્‍ટિએ યોગ્‍ય નથી. ઇડા અને પિંગળા નાડીઓની વચ્‍ચે સુષુમ્ણા નાડી હોય છે, તેવી રીતે માળાને અવળી-સવળી ફેરવવાની વચ્‍ચે મેરુમણિ હોય છે. ભૂલથી પણ જો મેરુમણિ ઓળંગાઈ જાય, તો પ્રાયશ્‍ચિત્ત તરીકે છ વાર પ્રાણાયામ કરવો.

આ. માળા આપણા ભણી ફેરવવી

જપમાળા આપણી દિશામાં ખેંચવાને બદલે બહારની દિશામાં ધકેલવાથી શું લાગે છે, તેની અનુભૂતિ લો. મોટાભાગના લોકોને ત્રાસદાયક અનુભૂતિ થાય છે. તેનું કારણ આપણા ભણી માળા ફેરવતી વેળાએ પ્રાણવાયુ કાર્યરત હોય છે, જ્‍યારે બહારની દિશામાં ધકેલતી વેળાએ સમાનવાયુ કાર્યરત હોય છે. સમાનવાયુ કરતાં પ્રાણવાયુનું કાર્ય ચાલુ હોય ત્‍યારે વધારે આનંદ મળે છે.

ઇ. ઉદ્દેશ અનુસાર

સાધના તરીકે જમણા હાથમાં નીચે જણાવ્‍યા પ્રમાણે માળા ઝાલીને જપ કરવો.

૧. વચલી આંગળીના વચલા વેઢા પર માળા મૂકીને તેના મણિ આપણા ભણી અંગૂઠાથી ખેંચવા. માળાને તર્જનીનો સ્‍પર્શ થવા દેવો નહીં.

૨. અનામિકા પર માળા મૂકીને અનામિકા અને અંગૂઠાના ટેરવા એકબીજાને જોડવા. ત્‍યાર પછી વચલી આંગળીથી માળા ખેંચવી.

 

૨. સમય

અ. ભલે બ્રાહ્મમુહૂર્ત સમયે દિવસના અન્‍ય કોઈપણ સમય કરતાં સાત્ત્વિકતા વધુ હોય અને ઘણા યોગીઓ સાધના કરીને સાત્ત્વિકતા વધારતા હોય, તો પણ તે સમયે સાત્ત્વિકતા કેવળ ૦.૦૦૦૧ ટકા જેટલી જ વધેલી હોય છે; તેથી બ્રાહ્મમુહૂર્તના સમયગાળામાં હઠ કરીને ઊઠીને નામજપ કરવાની આવશ્‍યકતા નથી. તેમજ બ્રાહ્મમુહૂર્તએ જો ઊંઘ આવતી હોય, તો તે સમયે અટ્ટહાસ કરીને નામજપ કરવા કરતાં જે સમયે નામજપ સારો થઈ શકે તે સમય તે પ્રવૃત્તિના સાધક માટે સર્વોત્તમ છે. સારો નામજપ કરવાથી સાત્ત્વિકતા ૫ ટકા વધે છે; જ્‍યારે ઊંઘ આવતી હોય (ઊંઘ તમપ્રધાન છે.) ત્‍યારે કરેલા નામજપથી માંડ ૧ ટકા જેટલી જ વધે છે.

આ. કાળ-સમય બધું ભગવાને જ નિર્માણ કર્યું હોવાથી અમુક એક સમયે જપ કરવો નહીં એવું કાંઈ નથી, જ્‍યારે સદાસર્વકાળ કરવો.

 

૩. સ્‍થળ

અ. દેવાલયમાં (મંદિરમાં) નામજપ કરવો, યોગ્‍ય આસન લઈને નામજપ કરવો ઇત્‍યાદિ બાબતોને કારણે સાત્ત્વિકતા કેવળ ૫ ટકા + ૦.૦૦૦૧ ટકા જેટલી જ વધે છે, જ્‍યારે ગમે ત્‍યાં કરેલા નામજપને કારણે ૫ ટકા વધે છે; તેથી નામધારકે આ બાહ્ય બાબતો ભણી ધ્‍યાન દેવાને બદલે નિરંતર નામજપ થઈ રહ્યો છે ને, આના ભણી વધારે ધ્‍યાન આપવું.

દેવાલયમાં અથવા યોગ્‍ય આસન પર બેસીને નિરંતર નામજપ કરવો મોટાભાગના લોકો માટે આવશ્‍યક હોય છે; કારણકે તેમનામાં રજોગુણ વધારે હોય છે. એકજ ઠેકાણે બેસવાની ટેવથી રજોગુણ ઓછો થવામાં સહાયતા થાય છે. બીજું એમ કે, સર્વ સ્‍થાનો ભગવાને જ નિર્માણ કર્યાં હોવાથી ગમે ત્‍યાં, સાવ સંડાસમાં પણ નામજપ કરવો.

આ. ‘એકજ ઠેકાણે બેસીને નામજપ કરવા કરતાં સર્વ કામો કરતા કરતા નામજપ કરવો, એ વધારે શ્રેષ્‍ઠ પ્રતિની સાધના છે, કારણકે તેમાં એક તો સાધના અખંડ ચાલુ રહે છે અને બીજી વાત એટલે તે વ્‍યક્તિ વ્‍યવહારમાંના સર્વ કામો કરતી વેળાએ, અખંડ નામજપને કારણે માયામાં હોવા છતાં નહીં હોવા જેવા હોય છે.

આવી રીતે સર્વ સ્‍થિતિમાં ભગવાન સાથે અનુસંધાન જાળવીને રહેવું આને જ ‘સહજસ્‍થિતિ’ અથવા ‘સહજાવસ્‍થા’ કહે છે.’ – પ.પૂ. ભક્તરાજ મહારાજ

 

૪. શરીરપ્રકૃતિ

અ. થાક અને કંટાળો

શરીર થાકી જાય કે ઊંઘ આવે છે. મન થાકી જાય કે કંટાળો આવે છે. આવા સમયે વધારે ત્રાસ કરીને જપ કરવો નહીં.

આ. માસિક ધર્મ

ભક્તિયોગ અનુસાર માસિક ધર્મ પણ ભગવાને જ નિર્માણ કર્યો હોવાથી તે સમયે પણ નામજપ કરવો. માસિક ધર્મ સમયે રજોગુણ ૦.૦૦૦૧ ટકા જેટલો જ વધતો હોવાથી નામજપથી વૃદ્ધિંગત પામનારી ૫ ટકા સાત્ત્વિકતા પર બહુ કાંઈ પરિણામ થતું નથી.

 

૫. વિશ્‍વાસ જોઈએ

કેવળ યંત્ર (મશીન)ની જેમ મંત્રનું પ્રાણહીન ઉચ્‍ચારણ કરવું, એટલે જપ નથી. મંત્રોચ્‍ચાર એવો જોઈએ કે, જેના યોગથી જપકર્તા ભગવદ્‌ભાવયુક્ત અને ભગવદ્‌શક્તિયુક્ત બનવો જોઈએ. પતંજલિએ આવા જપને ‘મંત્રની ભાવના’ એમ કહ્યું છે. એકાદ દ્રવ્‍યને એકાદ રસમાં વારંવાર બોળવું એટલે તે દ્રવ્‍યને તે રસની ‘ભાવના આપવી’, એમ કહેવાય છે. તેવી જ રીતે મંત્રાર્થની અખંડ ભાવનાથી જપકર્તા ધીરે ધીરે મંત્રમય થતો જવો જોઈએ, એ જ જપનો મુખ્‍ય ઉદ્દેશ છે.

 

૬. નામ શ્‍વાસ સાથે જોડવો

આપણે શ્‍વાસને કારણે જીવિત છીએ, નામને કારણે નહીં; તેથી શ્‍વાસ પર ધ્‍યાન કેંદ્રિત કરવું મહત્ત્વનું હોય છે અને તેથી જ નામ શ્‍વાસને જોડવાનું હોય છે, શ્‍વાસ નામને જોડવાનો હોતો નથી. જેમનો નામજપ આપમેળે થઈ રહ્યો છે, તેમણે તે શ્‍વાસને જોડવાની આવશ્‍યકતા નથી.

 

૭. સદ્‌વર્તનથી શ્રદ્ધાપૂર્વક નામ લેવું

જો નામધારક સદ્‌વર્તનની પરેજી પાળે નહીં, તો તે અપરાધોનું પરિમાર્જન કરવામાં તેની સર્વ સાધના વેડફાઈ જાય છે અને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થતી નથી, ઉદા. એક ગાળ ભાંડવાથી ત્રીસ માળા, લાંચ લઈએ તો પાંચસો માળા જપ વેડફાઈ જાય છે.

 

૮. દૈનંદિન જીવન અને અખંડ નામજપ

અખંડ નામજપ કરતા રહેવાથી દૈનંદિન જીવન જીવવું કઠિન થશે, એવું કેટલાક લોકોને લાગે છે. ‘નામજપમાં મન પરોવાઈ જાય, તો અન્‍યો સાથે વાત કરવી, કાર્યાલયમાં કામ કરવું, અપઘાત થયા વિના માર્ગ (રસ્‍તો) ઓળંગીને જવું ઇત્‍યાદિ કેમ કરીને સંભવ છે’, એવું તેમને લાગે છે. તેમ લાગવું ભૂલ છે. હંમેશાં પણ માર્ગ ઓળંગીને જતી વેળાએ આંખોથી વાહનો જોવા, કાનથી વાહનોના અવાજ સાંભળવા ઇત્‍યાદિ ચાલુ હોય ત્‍યારે જ બીજા સાથે બોલવું અથવા મનમાં વિચાર આવવાનું ચાલુ હોય છે. આ સર્વ કરતી વેળાએ પણ આપણે અપઘાત થયા વિના માર્ગ ઓળંગી શકીએ છીએ. તેવી જ રીતે નામજપ કરતાં કરતાં પણ આપણે આ સર્વ બાબતો કરી શકીએ.

 

૯. તબક્કાવાર નામજપ વધારવો

નામજપ નીચે આપ્‍યા પ્રમાણે તબક્કાવાર વધારતો જવો. પ્રત્‍યેક તબક્કા માટે સાધકના સ્‍તર પ્રમાણે તેને છ માસ (મહિના) થી બે વર્ષનો કાલાવધિ લાગી શકે છે.

અ. પ્રતિદિન ન્‍યૂનતમ ૩ માળા અથવા ૧૦ મિનિટ જપ કરવો.

આ. કાંઈ કામ કરતા ન હોવ, ત્‍યારે જપ કરવો.

ઇ. નહાતી વેળાએ, રસોઈ કરતી વેળાએ, ચાલવું, ગાડી કે આગગાડીમાં પ્રવાસ કરતી વેળાએ, શારીરક કામો કરતી વેળાએ જપ કરવો.

ઈ. છાપું વાંચવું, દૂરદર્શન પરના કાર્યક્રમો જોવા ઇત્‍યાદિ દૈનંદિન જીવનની દૃષ્‍ટિએ કાંઈ જ મહત્ત્વ ન ધરાવતા માનસિક કામો કરતી વેળાએ જપ કરવો.

ઉ. કાર્યાલયીન દસ્‍તાવેજોનું વાંચન અથવા લખાણ કરતી વેળાએ અર્થાત્ દૈનંદિન જીવનની દૃષ્‍ટિએ મહત્ત્વ ધરાવતા માનસિક કામો કરતી વેળાએ જપ કરવો.

ઊ. બીજા સાથે બોલતી વેળાએ જપ કરવો.

તબક્કો ઉ. અને ઊ. માં શબ્‍દવિહોણો નામજપ અભિપ્રેત નથી અને શ્‍વાસ અથવા નામથી થનારા આનંદની અનુભૂતિ ભણી ધ્‍યાન હોવું અભિપ્રેત છે. આ થાય, કે ઊંઘમાં પણ નામજપ ચાલુ રહે છે, અર્થાત્ ચોવીસે કલાક અખંડ નામજપ થાય છે.

 

૧૦. ગાયત્રી મંત્રની પરેજી

ગાયત્રી મંત્ર તેજતત્ત્વની ઉપાસના છે. પૃથ્‍વીતત્ત્વની ઉપાસના પહેલા તેજતત્ત્વની ઉપાસના કરવાથી તેના દ્વારા ત્રાસ થઈ શકે છે. દસમું ધોરણ ‘પાસ’ કર્યા વિના સ્‍નાતક પરીક્ષા આપવી જે રીતે અઘરું હોય છે, તેવું જ આ છે. પણ જો ગુરુએ કહ્યું હોય, તો ગાયત્રી મંત્રનો જપ કરવો.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નામસંકીર્તનયોગ’

Leave a Comment