ગંગા, જમના અને સરસ્વતી આ જળસ્રતોને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત હોવું

‘બ્રહ્મલોક અને સૂર્યમંડળથી પ્રકાશિત ભારતને ગંગા, જમના અને સરસ્‍વતી આ સહેજે પ્રાપ્‍ત થયેલા અલૌકિક જળસ્રોત છે. આ જળસ્રોતોનો સંબંધ ભૂમંડળના અધોભાગમાં રહેલા સપ્‍તપાતાળ સુધી છે. આધિભૌતિક સ્‍તર પર આ જળસ્રોતોનું અપૂર્વ એવું મહત્વ  છે, જ્‍યારે આધ્‍યાત્‍મિક સ્‍તર પર જે રીતે માનવી દેહમાંની ઇડા, પિંગલા અને સુષુમ્‍ના આ નાડીઓનું સર્વોત્તમ મહત્વ છે, તેવી જ રીતે આ ધરતી માટે આ ત્રણ જળસ્રોતોનું મહત્વ  છે. આધિદૈવિક દૃષ્‍ટિથી બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ આ સંજ્ઞાઓને મહત્ત્વ છે, તેવું જ જળ (સોમ), સૂર્ય અને અગ્‍નિ એવું આ જળસ્રોતોનું મહત્વ છે.

 

૧. ગંગા, જમના અને સરસ્‍વતી આ જળસ્રોતોમાં
ઉન્‍માદથી વિકૃતિ નિર્માણ કરવાથી સંપૂર્ણ ત્રિભુવનને પીડા થવી

માનવીના શરીરમાં વચ્‍ચે નાભિમાં (દૂંટીમાં) ગૂંથાયેલી ઇડા, પિંગલા અને સુષુમ્‍ના નાડીઓ શરીરના અધો, મધ્‍ય અને ઊર્ધ્‍વ ભાગને ચૈતન્‍યથી નવડાવીને આહ્‌લાદિત કરે છે તેમજ માનવી જો આહાર-વિહાર પર સંયમ ન રાખે તો સંપૂર્ણ શરીરને વ્‍યાધીગ્રસ્‍ત, તેમજ વેદનાથી જર્જર કરે છે. તેવી જ રીતે ગંગા, જમના અને સરસ્‍વતી આ જળસ્રોતોમાં યોજનાબદ્ધ અને ઉન્‍માદથી વિકૃતિઓ નિર્માણ કરવાથી આ ત્રિભુવનને ‘ભૂર્ભુવઃસ્‍વઃ’ સંજ્ઞા આપ્‍યા પ્રમાણે વિકૃત અને વેદનાથી અસહનીય કરે છે. માતાના ગર્ભમાંના બાળકનું પોષણ નાભિમાંની નાળ દ્વારા થતું હોય છે. તેવી જ રીતે બ્રહ્માંડમાંના ગતિમાન (જંગમ) પ્રાણીઓનું પોષણ ગંગા ઇત્‍યાદિ નદીઓને કારણે જ સંભવ છે.

ગંગા-જમના સંગમનું ઊંચાઈ પરથી લીધેલું છાયાચિત્ર

 

૨. વર્તમાનની દિશાવિહોણી યાંત્રિક શાસનપ્રણાલીમાં
જળસ્રોતોનો અટકાવ કરનારી વિદ્યા અને પ્રણાલી કાર્યાન્‍વિત હોવા

સંપૂર્ણ વિશ્‍વમાંની અન્‍ય જળધારાઓનો અખંડ સ્રોત ગંગા નદી જ છે. આ જળસ્રોતમાં (ગંગાનદીમાં) વિકૃતિ નિર્માણ થઈને તેનો લોપ થવાથી સંપૂર્ણ વિશ્‍વમાંની અન્‍ય જળધારાઓનું દાર્શનિક, વૈજ્ઞાનિક અને વ્‍યવહારિક વિલોપ (નાશ) સુનિશ્‍ચિત છે. વેદોમાંના શાસ્‍ત્રોને અનુસરીને સનાતન શાસનપ્રણાલીમાં ઊર્જાનો સ્રોત પંચમહાભૂતોને (પૃથ્‍વી, આપ, તેજ, વાયુ અને આકાશ) સુસંસ્‍કૃત, સુવ્‍યવસ્‍થિત અને સુરક્ષિત રાખવાના પ્રકાર અને પ્રથાઓ સુલભ હતી. વર્તમાનની દિશાવિહોણી યાંત્રિક શાસનપ્રણાલીમાં આ જળસ્રોતોને વિકૃત, કલુષિત, લુપ્‍ત (એટલે સ્‍થાનબદ્ધ) અને અટકાવ કરનારી વિદ્યા અને પ્રણાલી સુલભ છે.

 

૩. ગંગા, જમના અને સરસ્‍વતીનો
ઉપયોગ ધર્મ અને મોક્ષ માટે કરવાને બદલે કેવળ ભૌતિક
સુખો માટે કરવાથી તેમનું મૂળ ઉત્‍પત્તિસ્‍થાન જ લોપ પામવા લાગવું

ધર્મ અને મોક્ષનું કેંદ્રબિંદુ રહેલી ગંગા, જમના અને સરસ્‍વતીનો ઉપયોગ જ્‍યાં સુધી ધર્મ અને મોક્ષ એ જ કેંદ્રબિંદુ સમજીને કરવામાં આવતો હતો, ત્‍યાં સુધી આ જળસ્રોતો દ્વારા અર્થ (સંપત્તિ) અને કામ (ઉદ્યોગ) પુષ્‍કળ પ્રમાણમાં ઉપલબ્‍ધ હતા; પણ જ્‍યારથી તેમનો ઉપયોગ કેવળ સંપત્તિ અને ભૌતિક સુખસુવિધા પ્રાપ્‍ત કરીને ઉપભોગોમાં રમમાણ થવા માટે થવા લાગ્યો, ત્‍યારથી તેમનું મૂળ ઉત્‍પત્તિસ્‍થાન જ લોપ પામવા લાગ્‍યું. તેથી ચલ અને અચલ પ્રાણીઓ માટે તેમનું વિકૃત સ્‍વરૂપ અત્‍યંત ઘાતક સિદ્ધ થઈ રહ્યું છે. સરસ્‍વતીની જળધારા પ્રજ્ઞા (ધારણશક્તિ) પ્રદાન કરનારી, જમનાની ધારા ઊર્જા (શક્તિ) આપનારી અને ગંગાનદીનો સ્રોત સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરનારો છે. સરસ્‍વતી નદી જો લોપ પામે તો અત્‍યાર સુધી જતન કરી રાખેલી ધારણશક્તિ લોપ પામશે. જમનાના સ્રોતની વિકૃતિ અને વિલોપથી ઊર્જા શક્તિનો નાશ સુનિશ્‍ચિત જ છે, જ્‍યારે ગંગાનદીના સ્રોતની વિકૃતિ અને વિલોપથી દારિદ્રય, તેમજ અશાંતિ (અરાજકતા) સુનિશ્‍ચિત છે.

સનાતન આર્ય-વૈદિક ધર્મના જ્ઞાની-વિચારવંતો દ્વારા ચિરંતન પરીક્ષા કરીને ઉપયોગમાં લાવેલી ખેતી, જળસાધનસંપત્તિના પ્રકાર અને પરંપરાનો તિરસ્‍કાર કરીને કોઈપણ આધુનિક તંત્ર અને પ્રથા સ્‍વીકારવાથી એ હિતાવહ સિદ્ધ થાય, એવું કદાપિ બની શકે નહીં, આ વાત આપણે ધ્‍યાનમાં લેવી જોઈએ.

अस्‍मिन् लोकेऽथवामुष्‍मिन् मुनिभिस्‍तत्त्वदर्शिभिः ।

दृष्‍टा योगाः प्रयुक्‍ताश्‍च पुंसां श्रेयःप्रसिद्धये ॥

तानातिष्‍ठति यः सम्‍यक् उपायान् पूर्वदर्शितान् ।

अवरः श्रद्धयोपेतः उपेयान् विन्‍दतेऽञ्‍जसा ॥

ताननादृत्‍य योऽविद्वान् अर्थानारभते स्‍वयम् ।

तस्‍य व्‍यभिचरन्‍त्‍यर्थाः आरब्‍धाश्‍च पुनः पुनः ॥

– શ્રીમદ્‌ભાગવત, સ્‍કન્‍ધ ૪, અધ્‍યાય ૧૮, શ્‍લોક ૩ થી ૫

અર્થ : તત્વદર્શી મુનિઓએ આ લોકમાં અને પરલોકમાં માનવીનું કલ્‍યાણ કરવા માટે કૃષિ, અગ્‍નિહોત્ર ઇત્‍યાદિ પુષ્‍કળ ઉપાય સિદ્ધ કર્યા અને ઉપયોગમાં લાવ્‍યા. આ પ્રાચીન ઋષિઓએ કહેલા ઉપાયોનું જે કોઈ શ્રદ્ધાપૂર્વક આચરણ કરે છે, તેમને સારી રીતે ઇષ્‍ટ ફળની પ્રાપ્‍તિ થાય છે. જે તર્કશીલ પુરુષ તેનો અનાદર કરીને મનથી કલ્‍પના કરેલા ઉપાયોનો આશ્રય લે છે, તેમના સર્વ ઉપાય અને પ્રયત્ન ફરીફરીને નિષ્‍ફળ થાય છે.’

– જગદ્‌ગુરુ શંકરાચાર્ય સ્‍વામી શ્રી નિશ્‍ચલાનંદ સરસ્‍વતી, ભિલાઈ, છત્તીસગઢ. (૩.૭.૨૦૧૩)

Leave a Comment