ભારતીય સ્‍વતંત્રતા માટે લડત આપનારાં નાગાલૅંડનાં રાણી ગાયડિનલૂ

અનુક્રમણિકા

રાણી ગાયડિનલૂ

પ્રસ્‍તાવના : ‘નાગાલૅંડમાં રાણીમાએ ભારતીય સ્‍વતંત્રતા માટે અને દેશ સ્‍વતંત્ર થયા પછી ત્‍યાંના ખ્રિસ્‍તી ચર્ચ, ધર્મ-ઉપદેશકો, તેમજ ગેરરાષ્‍ટ્રીય પ્રવૃત્તિઓનો વિરોધ કરવા માટે લડત આપી. ભારતથી અલગ થવાના નાગા બળવાખોરોના પ્રયત્નોના વિરોધમાં પણ તેમણે એકલપંડે લડત આપી. ભારતીય અસ્‍મિતા, સંસ્‍કૃતિ આદિ સાથે પોતાનું જોડાણ કાયમ રાખનારાં આ રાણીનો પરિચય કરાવી આપીએ છીએ.

 

૧. નાગાલૅંડ રાજ્‍યમાં ૧૫૦ વર્ષોથી
પરદેશના ખ્રિસ્‍તી પાદરીઓ સતત ધર્મપ્રચાર કરતા હોવા

‘ઉત્તર પૂર્વ સરહદી પ્રદેશ એટલે જ પૂર્વાંચલમાંનું મહત્વનું રાજ્‍ય નાગાલૅંડ છે. વિશ્‍વનું એકમાત્ર ‘બાપ્‍ટીસ્‍ટ સ્‍ટેટ’ તરીકે તે ઓળખાય છે. ૯૦ ટકા લોકો પ્રોટેસ્‍ટંટ ખ્રિસ્‍તીઓ, તો ૭.૫ ટકા હિંદુ વસ્‍તી છે. ગત ૧૫૦ વર્ષોથી અહીં પરદેશોમાંથી આવીને ખ્રિસ્‍તી પાદરીઓ સતત ધર્મપ્રચાર કરે છે. ૧૪ વિવિધ જમાતો ૧૧ જિલ્‍લાઓમાં રહે છે. સાક્ષર હોવા છતાં આજે પણ ત્‍યાંની જનતાની રહેવાની રીતભાત વિશેષ સુધરી નથી. આ વનવાસીઓ આપણા જેવાં ઘરો-ઘરોમાં જમાતોમાં  રહે છે.

 

૨. ખ્રિસ્‍તીઓનું વર્ચસ્‍વ હોવા છતાં
પણ કેટલીક સ્‍થાનિક જમાતોએ સંગઠિત
રહીને ધર્મપરિવર્તન માટે તીવ્રતાથી વિરોધ કરવો

ખ્રિસ્‍તીઓનું આ વિસ્‍તારમાં વર્ચસ્‍વ હોવા છતાં પણ સ્‍થાનિક કેટલીક જમાતોએ સંગઠિત રહીને ધર્મપરિવર્તનનો તીવ્રતાથી વિરોધ કર્યો. નાગાલૅંડ-મણિપૂર સરહદી વિસ્‍તારના તમગેંલૉગ જિલ્‍લાના રૂગમઈ ગામમાં ૨૬ જાન્‍યુઆરી ૧૯૧૫ના દિવસે રાણીમા ગાયડિનલૂનો જન્‍મ થયો. રાણીમાનું પ્રાથમિક શિક્ષણ થયા પછી તેમનો જાદોનાંગ નામના ક્રાંતિકારક સાથે સંપર્ક થયો. તે સમયે તેમની ઉમર ૧૩ વર્ષની હતી. ભારતના સ્‍વતંત્રતા માટેના યુદ્ધમાં પોતાના પ્રાણ દાવ પર લગાડનારા ક્રાંતિકારકોમાં આ જાદોનાંગની ગણતરી થાય છે.

 

૩. ક્રાંતિકારક જાદોનાંગને ફાંસી
થયા પછી ૧૬ વર્ષનાં રાણીએ સ્‍વતંત્રતાની
પ્રેરણા લઈને છેવટ સુધી અંગ્રેજી સત્તાની વિરોધમાં લડવું

મણિપૂર અને આસામના વિસ્‍તારોમાંથી બ્રિટિશરોએ જતા રહેવું, એ માટે જાદોનાંગનું ક્રાંતિકારી જૂથ સક્રિય હતું. મણિપૂર-નાગાલૅંડમાં તેમણે બ્રિટિશરો સામે મોટો પડકાર આપ્‍યો. ઠેકઠેકાણે બળવો પોકાર્યો. તેમાં આ યુવક બ્રિટિશરોનાં હાથમાં સપડાયો અને તેને ૨૯ ઑગસ્‍ટ ૧૯૩૧ના દિવસે ઇંફાળ ખાતે ફાંસી આપવામાં આવી. તે સમયે રાણીની ઉંમર માંડમાંડ ૧૬ વર્ષની હતી. તેણે તેમાંથી સ્વતંત્રતાની પ્રેરણા લઈને છેવટ સુધી અંગ્રેજ સત્તાની વિરોધમાં લડત આપી.

 

૪. રાણીએ દુર્ગમ એવા પહાડી
વિસ્‍તારમાં મોટી લડત આપવી અને ભૂગર્ભમાં
રહીને લડનારાં રાણીની બ્રિટિશરોએ છેવટે ધરપકડ કરવી

રાણી પાસે નેતૃત્‍વ આવવાથી તેણે સ્‍વતંત્રતા મેળવવા માટે ઠેકઠેકાણે આંદોલનો કર્યાં અને અસહકાર પોકાર્યો. અત્‍યંત દુર્ગમ વિસ્‍તાર, તેમાં પ્રવાસ કરવાનો, યાતાયાત માટે કોઈ જ સાધનો ન હોવાં, પગપાળાં પ્રવાસ અને ઘણા જ આવશ્‍યક સમયે ત્‍યાંના પાડા જેવા દેખાતા પ્રાણી મિથુન પર બેસીને આ યુવા મહિલાએ મોટી લડત આપી. તેનાં પર બ્રિટિશરોએ વૉરંટ બહાર પાડ્યું. રાણીએ આસામ રાયફલ્‍સની સામે નાગા સૈનિકોની ફોજ ઊભી કરી. આ સંઘર્ષમાં ભૂગર્ભમાં રહીને લડનારાં રાણીની છેવટે ૧૭ એપ્રિલ ૧૯૩૫ના દિવસે ધરપકડ કરવામાં આવી.

 

૫. પંડિત નહેરુએ રાણીની લડતને સમર્થન આપવું

વર્ષ ૧૯૩૯માં પંડિત નહેરુ આસામના પ્રવાસ દરમ્‍યાન શિલૉંગ કારાગૃહમાં જઈને આ યુવાન મહિલા સેનાપતિને મળ્યા, તેની પ્રશંસા કરી અને તેટલી જ ધીરજ આપી. દેહલી પાછા આવ્‍યા પછી પંડિતજીએ ‘હિંદુસ્‍થાન ટાઇમ્‍સ’માં રાણી વિશે માહિતી આપીને તેની લડતને સમર્થન આપ્‍યું.

 

૬. રાણી ગાયડિનલૂ જેવાં તેજસ્‍વી રણરાગિણીને
બ્રિટિશરોએ લગભગ ૧૩ વર્ષો કારાગૃહમાં ગોંધી રાખવાં

નાગાલૅંડ અને મિઝોરામ પ્રદેશમાં ખ્રિસ્‍તીકરણનું પ્રમાણ સારું એવું હોવાથી ત્‍યાંના લોકોમાં ભારતીય સ્‍વતંત્રતા માટે આકરી લડત આપવાના જોશ નહોતા. બ્રિટિશરો પોતે ખ્રિસ્‍તી હોવાથી સ્‍વતંત્રતા મળવી એટલે ચોક્કસ શું ? એ, આ વિસ્‍તારની જમાતોને (લોકોને) સમજાયું જ નહીં; તેથી જ આ સ્‍વતંત્રતા ચળવળથી તેઓ અલગ રહ્યા; પણ રાણી ગાયડિનલૂએ જનજાગૃતિ કરીને  સ્વતંત્રતાનું મહત્વ સમજાવીને ત્‍યાંના વનવાસી પહાડી સમાજમાં મોટું આંદોલન ચલાવ્‍યું. આ વીરાંગનાને કારાગૃહમાં રાખી હોવા છતાં પણ સ્‍થાનિક સ્‍તર પર સ્‍વતંત્રતા માટેનું પ્રખર આંદોલન ચાલુ જ રહ્યું. લગભગ ૧૩ વર્ષો સુધી આ તેજસ્‍વી રણરાગિણીને બ્રિટિશરોએ કારાગૃહમાં ગોંધી રાખ્‍યાં. સ્‍વાતંત્રવીર સાવરકર અને અનેક ક્રાંતિકારકો જે રીતે ભારતના વિવિધ કારાગૃહમાં લાંબા સમય સુધી કૃષ થતા પડ્યા રહ્યા, તેવી જ આ મર્દાનીની અવસ્‍થા કરી હતી.

 

૭. ‘નાગાલૅંડ’ને સ્વતંત્ર દેશ તરીકે
ઘોષિત કરવાની માંગણી કરનારા ‘નાગા નૅશનલ
કાઉન્સિલ’ના વિરોધમાં રાણીએ આંદોલન ચાલુ રાખવું

ભારતને સ્‍વતંત્રતા મળ્યાના ૨ મહિના પછી ૧૭ ઑક્‍ટોબર ૧૯૪૭ના દિવસે રાણીને કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવ્‍યાં. સ્‍વાતંત્રસેનાની તરીકે સરદાર પટેલ દ્વારા તેનું સન્‍માન કરવામાં આવ્‍યું. આગળ જતા, તેને ‘પદ્મભૂષણ’નો પુરસ્‍કાર આપવામાં આવ્‍યો. સ્‍વાતંત્ર્ય મળ્યા પછી પણ ‘નાગા નૅશનલ કાઉન્‍સિલ’ના વિરોધમાં તેણે પોતાનું આંદોલન ચાલુ જ રાખ્‍યું. ‘અમારી સંસ્‍કૃતિ, ભાષા જુદી છે અને ભારત સાથે અમારો કોઈપણ સંબંધ નથી. અમને સ્‍વતંત્રતા આપીને ‘નાગાલૅંડ’ને સ્‍વતંત્ર દેશ તરીકે જાહેર કરો’, એવું ષડ્‌યંત્ર નાગા નૅશનલ કાઉન્‍સિલ નામના ભાગલાવાદી જૂથે રચ્‍યું હતું.

 

૮. રાણીમાએ ખ્રિસ્તી કાર્યોનો
વિરોધ કરવાથી ભાગલાવાદી જૂથે તેને ત્યાં રહેવા
માટે પ્રતિબંધ કરીને દૂરના જિલ્લામાં બળજબરીથી મોકલવા

ભાગલાવાદી જૂથના પાયાં એટલા તો દૃઢ છે કે, આજે પણ આ જૂથ નાગાલૅંડમાં વચ્‍ચે-વચ્‍ચે માથું ઉંચકીને હિંસક આંદોલનો કરે છે. એક સમયે તો તેમની ‘સમાંતર સરકાર’ ચાલતી હતી. નાગાલૅંડમાંની કેટલીક જાતિઓમાં જ્‍યાં ૧૦૦ ટકા ખ્રિસ્‍તીઓ છે, ત્‍યાં આ અલગ રીતે વર્તવાની ભાવના આજે પણ જોવા મળે છે. તેઓ ભારતીયો સાથે ઉદ્ધતાઈથી વર્તે છે, તેમજ સૈન્‍ય સાથે પ્રસંગો પર બાથ ભીડે છે. આ માટે જ રાણીમા ખ્રિસ્‍તી ધર્મ-ઉપદેશકો, ચર્ચ, તેમની શાળાઓ, ધર્માદા દવાખાનાં આદિનો પહેલેથી જ વિરોધ કરતાં હતાં; તેથી જ સ્‍વતંત્રતા પ્રાપ્‍ત થયા પછી પણ, તેમને પોતાના ગામમાં રહેવાની મનાઈ કરીને નાગાલૅંડમાં દૂરના ત્‍યુએનસંગ જિલ્‍લામાં બળજબરીથી મોકલવામાં આવ્‍યાં અને ત્‍યાં રહેવા માટે તેમને ફરજ પાડવામાં આવી.

 

૯. ‘નાગા સમાજનું ભવિષ્ય અને તેઓનું કલ્યાણ
ભારત સાથે જોડાયેલું રહેવામાં જ છે’, તેવો આગ્રહ રાણીએ કરવો

ઝિલીયૉંગ જાતિ માટે રાણીએ પુષ્‍કળ મહેનત કરી; તેથી જ આજે આ જાતિના લોકોમાં ધર્મપરિવર્તન થયેલું નથી. અગાઉથી ચાલી આવેલી સંસ્‍કૃતિ, શ્રદ્ધા અને પરંપરા આદિનો રાણીએ આગ્રહ રાખ્‍યો. તેણે ગ્રામ સંસ્‍થા દ્વારા કામકાજ ચલાવવા પર ભાર મૂક્યો. નાગા સમાજનું ભવિષ્‍ય અને તેઓનું કલ્‍યાણ ભારત સાથે જોડાયેલું રહેવામાં જ છે, એનો તેણે આગ્રહ રાખ્‍યો.

 

૧૦. ખ્રિસ્‍તી ધર્મ-ઉપદેશકોએ
નાગાલૅંડની અલગ માંગનો આગ્રહ છોડી
દઈને ભારતીય પ્રજાસત્તાકનું સાર્વભૌમત્‍વ માન્‍ય કરવું

રાણીમા ‘ભારત એક દેશ છે, તે આપણું સંઘરાજ્‍ય છે’, એવી ભાવના જનસમુદાયમાં ઉત્તેજીત કરીને તેમાં સારા એવા પ્રમાણમાં સફળ પણ થયાં. ભારતમાં રહીને અલગવાદનું જતન કરનારી પ્રવૃત્તિઓને તેમનો વિરોધ હતો અને તેમને આગળ જતા સફળતા પણ મળી. ખ્રિસ્‍તી ધર્મ ઉપદેશકોએ પણ ૧૯૭૦ આ દસકામાં એ માન્‍ય રાખ્‍યું અને નાગાલૅંડની અલગ થવાની માંગનો આગ્રહ છોડી દઈને અહીંના જનજીવન સાથે એકરૂપ થઈને ભારતીય પ્રજાસત્તાકનું સાર્વભૌમત્‍વ માન્‍ય કર્યું.’

– સુરેશ સાઠે (સંદર્ભ : ‘ધર્મભાસ્‍કર’ એપ્રિલ ૨૦૧૫)

Leave a Comment