ગોમૂત્રથી કર્કરોગ મટી શકે છે ! – ગુજરાતના સંશોધકોનો દાવો

Article also available in :

* ગોમૂત્રથી કર્કરોગ મટી શકે છે, એ ભલે સિદ્ધ થાય, તો પણ ગોમૂત્ર માટે ભારતમાં ગાયો બાકી હોવી જોઈએ !

* ભાજપ સરકારને કારણે ભારત વિશ્‍વમાં સર્વાધિક ગોમાંસ નિર્યાત કરનારો દેશ બની ગયો છે, આ વાત ધ્‍યાનમાં લેવી જોઈએ !

* દેશમાં સંપૂર્ણ ગોવંશ હત્‍યા પ્રતિબંધ નથી અને જે રાજ્‍યોમાં તે છે, ત્‍યાં તેના પર સરખી કાર્યવાહી થતી નથી, આ વસ્‍તુસ્‍થિતિ છે !

* ગોહત્‍યાને ટેકો આપનારા આ વિશે કાંઈ બોલશે ખરાં ?

જુનાગઢ (ગુજરાત) – ગોમૂત્રથી મોઢું, યકૃત, મૂત્રપિંડ, ત્‍વચા અને સ્‍તનને થયેલો કર્કરોગ મટી શકે છે, એવો દાવો અહીંના જુનાગઢ કૃષિ વિદ્યાપીઠના સંશોધકોએ કર્યો છે. કૃષિ વિદ્યાપીઠનાં શ્રદ્ધા ભટ, રુકમસિંગ તોમર અને કવિતા જોશીએ સંપૂર્ણ વર્ષ કરેલા સંશોધન દ્વારા આ નિષ્‍કર્ષ કાઢ્યો છે. (ગોમૂત્રને કારણે અનેક રોગો પર ઉપચાર થઈ શકે છે, આ વાત પ્રાચીન કાળથી ભારતીઓ જાણતા હોવાથી પ્રત્‍યેક ઘરમાં ગાય પાળવામાં આવતી હતી; પણ અંગ્રજોએે જાણીજોઈને ભારતમાં ગોહત્‍યા કરનારા પશુવધગૃહો નિર્માણ કરીને ગાયો નષ્‍ટ થવા માટે પ્રયત્નો કર્યા ! – સંપાદક)

૧. શ્રદ્ધ ભટે કહ્યું કે, આ સંશોધન ઘણું જોખમી હતું; કારણકે અમે કર્કરોગની પેશીઓ પર સંશોધન કરી રહ્યા હતા કે, જે અમે એક બાટલીમાં ભરી રાખી હતી. દિવસમાં બરાબર કેટલું ગોમૂત્ર પ્રાશન કરવાથી કર્કરોગ મટી જઈ શકે, તેનો શોધ લેવામાં અમે યશસ્‍વી થયા છીએ. આગળ જઈને એક ઉંદર પર આ કસોટી કરવામાં આવશે, જો તે યશસ્‍વી થશે, તો જુદા જુદા કર્કરોગો માટે અમે ગોળીઓ બનાવીશું.

૨. રુકમસિંગ તોમરે કહ્યું કે, ‘કેમો થેરપી’ આરોગ્‍યદાયી પેશીઓ નષ્‍ટ કરે છે, જ્‍યારે ગોમૂત્ર કેવળ કર્કરોગથી ગ્રસ્‍ત પેશીઓ નષ્‍ટ કરે છે. (વિજ્ઞાને કરેલી શોધનું આવું પણ દુષ્‍પરિણામ ! – સંપાદક)

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment