ગોમૂત્રની સહાયતાથી જળપ્રદૂષણ પર પરિણામકારી ઉપાય !

Article also available in :

કોલ્‍હાપુરના યુવા વૈજ્ઞાનિકોએ કરેલું વિશિષ્‍ટતાપૂર્ણ
સંશોધન વૈશ્‍વિક પ્રસિદ્ધિપ્રાપ્‍ત ‘નેચર’ નિયતાલિકમાં પ્રકાશિત !

પ્રતિકાત્‍મક છાયાચિત્ર

પુરો(અધો)ગામી, નાસ્‍તિકવાદી ઇત્‍યાદિ ભલે ગમે તેટલી ના પાડે, તો પણ ગોમાતાનું મહત્વ પુનઃપુનઃ રેખાંકિત થતું જ રહેશે ! તથાપિ વિજ્ઞાન દ્વારા ગોમૂત્રની ઉપયુક્તતા સિદ્ધ થવા છતાં પણ પોતાને બુદ્ધિવાદી કહેવડાવનારા આ લોકો ગોમાતાનું મહત્વ કદીપણ માન્‍ય કરશે નહીં, ઊલટું ‘નેચર’ આ વિશ્‍વવિખ્‍યાત નિયતકાલિકનું ભગવુંકરણ થયું છે’, એમ કહેવામાં તેઓ જરાય ઓછું કરશે નહીં ! – સંપાદક

કોલ્‍હાપુર (મહારાષ્‍ટ્ર) – શિવાજી વિદ્યાપીઠના વિદ્યાર્થી પ્રશાંત સાવળકર અને ઋતુજા માંડવકર આ બે યુવા સંશોધકોએ દેશી ગીર ગાયના મૂત્રની (ગોમૂત્રની) સહાયતાથી ચાંદી ધાતુનું વિઘટન કરીને તેમાંથી રૂપેરી સૂક્ષ્મ કણ (નૅનો પાર્ટિકલ્‍સ) સિદ્ધ કર્યા છે. ‘ચાંદીના આ અબ્‍જાંશ કણ (સિલ્‍વર નૅનો પાર્ટિકલ્‍સ) વસ્ત્ર-ઉદ્યોગ દ્વારા બહાર છોડવામાં આવતા અત્‍યંત ઝેરીલા પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લાવી શકાય છે’, એવું સંશોધન દ્વારા ઉજાગર થયું છે.

‘સિલ્‍વર નૅનો પાર્ટિકલ્‍સ’ અને અતિનીલ (અલ્‍ટ્રાવાયોલેટ) કિરણોના જૈવરસાયણિક અભિક્રિયાનો ઉપયોગ કરીને વસ્ત્ર-ઉદ્યોગમાંના ઘાતક રંગ અને રસાયણિક પદાર્થો (‘મિથિલીન’ અને ‘ક્રિસ્‍ટલ’) આ જળપ્રદૂષણ કરનારા મહત્વપૂર્ણ ઘટકોનું વિઘટન સહજ રીતે કરી શકાય છે. ‘૧ લિટર પ્રદૂષિત પાણી શુદ્ધ કરવા માટે ૦.૧ ગ્રામ દ્રવ પદાર્થ પૂરતો છે’, એવું પણ આ સંશોધન દ્વારા ઉજાગર થયું છે. આ સંશોધનને કારણે હવે વસ્ત્ર-ઉદ્યોગને કારણે નદીઓ, સરોવરો ઇત્‍યાદિનું મોટા પ્રમાણમાં થનારું પ્રદૂષણ અટકાવી શકાશે.

૧. આ સંશોધન ૨૦ ઑગસ્‍ટ ૨૦૨૧ના દિવસે લંડન ખાતેના વિશ્‍વપ્રખ્‍યાત ‘નેચર’ નિયતકાલિકમાં પ્રકાશિત થયું છે.

૨. ચાંદીના અબ્‍જાંશ કણોનો ઉપયોગ ભારતીય પ્રાચીન પરંપરા મળેલા આયુર્વેદમાં પ્રભાવી રીતે કરવામાં આવ્‍યો છે. આયુર્વેદમાં ચાંદીના સૂક્ષ્મ કણ ‘રૌપ્‍યભસ્‍મ’ તરીકે ઓળખાય છે.

૩. આ સંશોધન માટે શિવાજી વિદ્યાપીઠના પ્રભારી કુલગુરુ ડૉ. પી.એસ. પાટીલ, ડૉ. નીરજ પ્રસાદ, ડૉ. ગણેશ કાંબળે અને ‘નૅનો સાયન્‍સ’ વિભાગના પ્રમુખ ડૉ. કિરણકુમાર શર્માના માર્ગદર્શનનો લાભ મળ્યો, એવું વિદ્યાર્થીઓએ કહ્યું.

૪. http://www.nature.com/articles/s41598-021-96335-2

આ સંશોધન ‘નેચર’ નિયતકાલિકના સંકેતસ્‍થળ પર વાંચી શકાય છે.

૫. ‘ગીર ગાય જેવી ભારતીય દેશી ગાયોના મૂત્રમાં અનેક રોગ સાજા કરવાનું સામર્થ્‍ય, તેમજ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાની ક્ષમતા છે. સંકરિત ગાયોના મૂત્રમાં આ ક્ષમતા નથી’, એવું પણ સંશોધકોએ તેમના શોધનિબંધ દ્વારા સ્‍પષ્‍ટ કર્યું. (આના દ્વારા ભારતીય ગોમાતાનું વૈજ્ઞાનિક મહત્વ રેખાંકિત થાય છે. આ જોતાં હવે તોયે કેંદ્ર સરકારે ગાયને ‘રાષ્‍ટ્રીય પ્રાણી’ ઘોષિત કરવી, તેમજ તેનાં સંરક્ષણ માટે દેશવ્‍યાપી ગોહત્‍યા પ્રતિબંધક કાયદો કરવો અને તેની કઠોરતાથી કાર્યવાહી કરવી, એવું જ હિંદુઓને લાગે છે ! – સંપાદક)

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment