બ્રહ્માંડમાંનાં સ્‍પંદનો ગાયમાં છે ! – પ.પૂ. દેવબાબા

Article also available in :

ડાબેથી નૃત્‍યનાટ્યના દિગ્‍દર્શક કે.વી.રમણ, પ્રસિદ્ધ આરોગ્‍ય તજ્‌જ્ઞ ડૉ. ઉત્તમ માહેશ્‍વરી, યોગાચાર્ય પ.પૂ. દેવબાબા અને ડૉ. ઉદય ધુરી

નેરૂળ (નવી મુંબઈ) – ભગવાન શ્રીકૃષ્‍ણએ ગોમાતાનું પૂજન કર્યું. તેના પરથી ગોમાતાનું સ્‍થાન ક્યાં છે, તેનો વિચાર કરવા જેવો છે. બ્રહ્માંડમાંનાં સ્‍પંદનો ગાયમાં છે, એવું પ્રતિપાદન કર્ણાટક ખાતેના શક્તિદર્શન યોગાશ્રમના પ.પૂ. દેવબાબાએ અહીં આયોજિત કાર્યક્રમમાં કર્યું. તેમણે ઉમેર્યું કે, શ્રીકૃષ્‍ણ પરમાત્‍મા અને શ્રીરામચંદ્ર માનવી રૂપમાં ભૂમિ પર અવતર્યા. તેમણે ગોમાતાનું પૂજન કર્યું અર્થાત્ ગોમાતા દેવતા સમાન જ છે. આ ભૂમિ પર આવીને તે કેવળ સેવા કરી રહ્યાં છે. તેમની સેવા પણ સનાતન ધર્મ જ છે. વિજ્ઞાન માનવીમન નિયંત્રણ હેઠળ રાખી શકતું નથી, પણ ગાય તે રાખી શકે છે.

આણ્‍વિક યુદ્ધ સમયે ગાયનું પંચગવ્‍ય જ ઉપયોગી ! – ડૉ. ઉદય ધુરી

આ સમયે હિંદુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા ડૉ. ઉદય ધુરીએ કહ્યું, ‘‘આવનારા સમયમાં પૃથ્‍વી પર મોટા પ્રમાણમાં ઉત્‍પાત થવાનો છે. રૂસના (રશિયાના) વૈજ્ઞાનિકે કહ્યું છે કે, જ્‍યારે આણ્‍વિક યુદ્ધ થશે, ત્‍યારે દેશી ગાયનું પંચગવ્‍ય જ ઉપયોગી પડશે. ઋષિ-મુનિઓએ પણ તેનો ગ્રંથમાં ઉલ્‍લેખ કર્યો છે. ગોમૂત્ર વિષનાશક છે અને રસાયણ છે. તે સપ્‍તધાતુઓની પુષ્‍ટિ કરે છે તેમજ ત્રિદોષનાશક છે. વર્તમાનમાં ગોરક્ષણ માટે સંગઠિત થવું આવશ્‍યક છે. હિંદુ રાષ્‍ટ્રમાં ગોહત્‍યા બંધ થશે અને કોઈ ગાય ભણી હણવાની દૃષ્‍ટિએ જોશે પણ નહીં. ગોમાંસ રહેલા ખાદ્યપદાર્થો અને દૈનંદિન વાપરવાની વસ્‍તુઓમાં થનારા ચામડાના ઉપયોગને કારણે સંબંધિત વસ્‍તુઓનો બહિષ્‍કાર કરો.’’

આ પ્રસંગે આરોગ્‍ય તજ્‌જ્ઞ ઉત્તમ માહેશ્‍વરીએ દેશી ગાયનું ઘી, છાણ, ગોમૂત્રનું મહત્વ વિશદ કર્યું. કાર્યક્રમનું સૂત્રસંચાલન અતુલ ગુપ્‍તાએ કર્યું. આ સમયે ‘વિશ્‍વમાતા ગોમાતા’ આ નૃત્‍યનાટ્યનો પ્રયોગ પ્રસ્‍તુત કરવામાં આવ્‍યો.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment