વિજ્ઞાનના નિકષો પર ગોદુગ્‍ધ અને ગોઘૃત (ગાયનું ઘી)નું મહત્વ !

Article also available in :

અનુક્રમણિકા

ગાયનું ઘી

 

૧. અનેક આયુર્વેદાચાર્યોએ ગોમાતાના
પંચગવ્‍યોનો અનેક પ્રકારના રોગોના ઉપચાર માટે ઉપયોગ કરવો

‘ગોમાતા પ્રદાન કરી રહેલું પંચગવ્‍ય – દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર અને છાણ – આનો અનેક પ્રકારના રોગોના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. મહર્ષિ ચરક, સુશ્રુત, ધન્‍વન્‍તરિ, વાગ્‍ભટ અને અન્‍ય અનેક આયુર્વેદાચાર્યોએ લખેલા ચિકિત્‍સાશાસ્‍ત્રોના ગ્રંથોમાં પુરાતન કાળથી રોગ-ઉપચાર વિશે પંચગવ્‍યનો ઉપયોગ કરતા હોવાનું વાંચવા મળે છે.

 

૨. ગોમાતાનું દૂધ અમૃત જેવું ગુણકારી, પચવામાં
અત્‍યંત હળવું અને તેમનાં દૂધમાંની સ્‍નિગ્‍ધતા આરોગ્‍ય માટે પૂરક હોવી

ગોમાતાનું દૂધ અમૃત જેવું ગુણકારી અને પચવામાં અત્‍યંત હળવું હોય છે. ગાયના દૂધમાં ૩.૫ થી ૪ ટકા જ્‍યારે ભેંસના દૂધમાં ૫.૫ થી ૬ ટકા સ્‍નિગ્‍ધતા હોય છે. વૈશ્‍વિક આરોગ્‍ય સંગઠનના (W.H.O.) કહેવા પ્રમાણે માનવી શરીરને હિતકારી ૪.૫ થી ૫ ટકા જેટલી સ્‍નિગ્‍ધતા પૂરતી છે. તેના કરતાં વધારે સ્‍નિગ્‍ધતા માનવી માટે હાનિકારક છે.

 

૩. ભેંસના દૂધમાં સ્‍નિગ્‍ધતાનું પ્રમાણ વધારે
હોવાથી કોલેસ્‍ટેરોલ વધીને હૃદય માટે હાનિકારક હોવું

ભેંસના દૂધમાં સ્‍નિગ્‍ધતાનું પ્રમાણ વધારે હોય છે. તે વ્‍યક્તિની રક્તવાહિનીઓમાં ભેગું થાય છે. ભેંસના દૂધમાં કોલેસ્‍ટેરોલ હોય છે, જે હૃદયવિકારનો ઝાટકો (હાર્ટએટેક) આવવામાં કારણીભૂત થાય છે. હૃદયવિકારના ડરથી દેશી ઘી, જેમાં લોકોએ ગાયનું ઘી પણ ગ્રહણ કરવાનું બંધ કર્યું અને વનસ્‍પતિ ઘી (ડાલડા) ઇત્‍યાદિનો ઉપયોગ કરવા લાગ્‍યા; પણ તેમાં જોવા મળતી સ્‍નિગ્‍ધતા ‘ટ્રાન્‍સ સ્‍નિગ્‍ધતા’ હોય છે, જે વધારે હાનિકારક છે. ટ્રાન્‍સ સ્‍નિગ્‍ધતા ૪૨ ડિગ્રી તાપમાન પર ઓગળે છે, જ્‍યારે આપણું શરીર ૩૬ ડિગ્રી તાપમાન સુધી ઓગળનારી વસ્‍તુઓ જ પચાવી શકે છે. તેથી જે ટ્રાન્‍સ સ્‍નિગ્‍ધતા હોય છે, તે શરીરમાં પચ્‍યા વિના જ પડી રહે છે અને કોલેસ્‍ટેરોલ પણ વધારે છે.

 

૪. ગોમાતાના દૂધમાંથી સુવર્ણ
ધાતુની પૂર્તિ થવી અને ગાયનું દૂધ તેમજ
ઘી હૃદયની નબળાઈ માટે સંરક્ષણ-કવચ હોવું

ગોમાતાના દૂધમાં સુવર્ણરંગનું ‘કૅરોટિન’ તત્વ (પદાર્થ) હોય છે, જે શરીરમાં સુવર્ણ ધાતુની પૂર્તિ કરે છે. ગોદૂધની પીળાશ અથવા સોના જેવો રંગ તેમાં રહેલા સુવર્ણતત્વ નો દર્શક છે. સુવર્ણ હૃદયરોગના નિદાન માટે અત્‍યાવશ્‍યક તત્વ છે. ગોમાતાનું દૂધ અને ગોમાતાનું ઘી હૃદય પરની ફરિયાદો માટે અથવા હૃદયની નબળાઈ માટે સંરક્ષણ-કવચ છે.

 

૫. યજ્ઞમાં ગાયના ૧૦ ગ્રામ
ઘીની આહુતિ આપવાથી ૧ ટન કરતાં
પણ વધારે પ્રાણવાયુ (ઑક્સિજન) ઉત્‍પન્‍ન થવો

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ગાયના ૧૦ ગ્રામ ઘીની યજ્ઞમાં આહુતિ આપવાથી લગભગ ૧ ટન કરતાં પણ વધુ પ્રાણવાયુ (ઑક્સિજન) નિર્માણ થાય છે. તેથી આપણાં પૂર્વજોએ યજ્ઞ-હવન કરવાને મહત્વ આપ્‍યું અને સામાજિક તેમજ ધાર્મિક કાર્યોમાં યજ્ઞયાગ કરવું અનિવાર્ય કર્યું. દેવતાની પૂજામાં કેવળ ગોમાતાના દૂધ અને ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે, અન્‍ય કોઈપણ પ્રાણીનું દૂધ-ઘી ઉપયોગમાં લેવામાં આવતું નથી.

 

૬. ગોમાતાના ઘીમાં કર્કરોગ સામે
(કૅન્‍સર સામે) લડવાના ગુણ હોય છે.
અન્‍ય કોઈપણ પ્રાણીના ઘીમાં આ ક્ષમતા નથી.

 

૭. ગાયના દૂધથી બનાવેલી છાસ
માનવી માટે અમૃત સમાન ગુણકારી હોવી

ગોમાતાનું દહીં અને છાસ પેટ માટે અમૃત છે. ગાયના દૂધથી બનાવેલી છાસ વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું શમન કરનારી, ભૂખ વધારનારી, કફનાશક અને હરસને સમૂળું નષ્‍ટ કરનારી છે. છાસ તેની ખટાશને કારણે વાતનું, માધુર્યને કારણે પિત્તનું અને ચીકાશને કારણે કફનું શમન કરે છે. તેને ‘ત્રિદોષનાશક’ માનવામાં આવી છે. છાસ માનવી માટે હિતકારી-ગુણકારી અમૃત જેવી છે.

 

૮. ગોસેવાનું માહાત્‍મ્‍ય !

આ સર્વ લાભ ધ્‍યાનમાં લઈને તમે જો એક ગોમાતાનું પોષણ કરી શકતા હોવ, તો તમારા ઘરમાં તે અવશ્‍ય પાળવી. ગોમાતાની સેવાથી સર્વ પુણ્‍ય અર્જિત કરવું. ગોસેવાના માહાત્‍મ્‍યની ચર્ચા કરતી વેળાએ કહેવામાં આવ્‍યું છે,…….

तीर्थस्नानेषु यत्‍पुण्‍यं यत्‍पुण्‍यं विप्रभोजने ।

सर्वव्रतोपवासेषु सर्वेष्‍वेव तपःसु च ॥

यत्‍पुण्‍यं च महादाने यत्‍पुण्‍यं हरिसेवने ।

भुवः पर्यटने यत्तु वेदवाक्‍येषु यद्भवेत् ॥

यत्‍पुण्‍यं सर्वयज्ञेषु दीक्षया च लभेन्‍नरः ।

तत्‍पुण्‍यं लभते सद्यो गोभ्‍यो दत्त्वा तृणानि च ॥

– બ્રહ્મવૈવર્તપુરાણ, ખંડ ૪, અધ્‍યાય ૨૧, શ્‍લોક ૮૮ થી ૯૦

અર્થ : જે પુણ્‍ય તીર્થસ્‍નાનમાં છે, જે પુણ્‍ય બ્રાહ્મણભોજન કરાવવામાં છે, જે પુણ્‍ય વ્રતો, ઉપવાસ અને તપસ્‍યા દ્વારા પ્રાપ્‍ત થાય છે, જે પુણ્‍ય શ્રેષ્‍ઠ દાન આપવામાં છે અને જે પુણ્‍ય શ્રીહરિની અર્ચનામાં છે, પૃથ્‍વીની પ્રદક્ષિણા ફરીને વેદવાક્યોનો પાઠ કરવાથી જે પુણ્‍ય મળે છે, તેમજ યજ્ઞની દીક્ષા લેવાથી જે પુણ્‍ય પ્રાપ્‍ત થાય છે; તે પુણ્‍ય તો કેવળ ગોમાતાને ચારો આપવાથી ત્‍વરિત પ્રાપ્‍ત થાય છે.’

સાભાર : માસિક ‘કલ્‍યાણ’

Leave a Comment