અમૃત જેવા દેશી ગાયના ઘીના ઔષધી ઉપયોગ !

Article also available in :

 

દેશી ગાયનું ઘી અમૃત જેવું હોવું

‘દેશી ગાયના ઘીને ‘અમૃત’ કહ્યું છે; કારણકે તે યુવાની કાયમ જાળવે છે અને ઘડપણને દૂર રાખે છે. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્‍યક્તિ પણ યુવાન જેવી બની જાય છે. ગાયના ઘી જેવી ઉત્તમ વસ્‍તુ અન્‍ય કોઈપણ નથી.

દેશી ગાયના ઘીના ઔષધી ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

૧. દેશી ગાયના ઘીના બે ટીપાં સવાર-સાંજ નાકમાં નાખવાથી અર્ધશીશીની (‘માયગ્રેન’ની) વેદનાઓ શમે છે.

૨. માથું દુઃખતું હોય ત્‍યારે શરીરમાં ઉષ્‍ણતા વધે છે. તે સમયે ગાયના ઘીથી પગના તળિયાં ચોળવાથી માથાનો દુઃખાવો મટી જાય છે.

૩. નાકમાં ઘીના ટીપાં નાખ્‍યા પછી નાકનું લૂખાપણું દૂર થાય છે તેમજ બુદ્ધિ જોમદાર બને છે.

૪. ગાયનું ઘી નાકમાં નાખવાથી માનસિક શાંતિ મળે છે અને સ્‍મરણશક્તિ સારી બને છે.

૫. હાથ-પગમાં બળતરા થતી હોય, તો ગાયનું ઘી તળિયે ચોળવું. તેને કારણે બળતરા મટી જશે.

૬. ૨૦ થી ૨૫ ગ્રામ ગાયનું ઘી અને ખાંડ ખાધા પછી મદ્ય (દારૂ), ભાંગ કે ગાંજાનો નશો ઉતરે છે.

૭. પગના ચીરા પર ગાયનું દેશી ઘી લગાડ્યા પછી આરામ મળે છે.

૮. ગાયનું ઘી છાતી પર ચોળવાથી નાના બાળકોની છાતીમાં ભરાયેલો કફ બહાર નીકળવામાં સહાયતા થાય છે.

૯. સર્પદંશ થયા પછી ૧૦૦ થી ૧૫૦ ગ્રામ ઘી પીવડાવવું અને તેના પર જેટલું પીવાય તેટલું નવશેકું પાણી પાવું. તેને કારણે ઊલટી અને ઝાડા થવા લાગે છે અને સાપનું ઝેર ઉતરવામાં સહાયતા થાય છે.

૧૦. જો વધારે નબળાઈ જણાતી હોય, તો એક પવાલું દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને થોડી ખાંડ નાખીને નિયમિત પીવું.

૧૧. ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી પિત્ત (ઍસિડિટી) અને બદ્ધકોષ્‍ઠતા (કબજિયાત)ની વ્‍યાધિ ઓછી થાય છે.

૧૨. જેને હૃદયવિકારનો ત્રાસ અને સ્‍નિગ્‍ધ પદાર્થ ખાવાની પરેજી હોય, તેણે ગાયનું ઘી ખાવું. તેને કારણે હૃદય બળશાળી બને છે.

૧૩. ગાયના ઘીથી વજન સંતુલિત બને છે, અર્થાત્ પાતળી વ્‍યક્તિનું વજન વધે છે અને સ્‍થૂલ વ્‍યક્તિની સ્‍થૂલતા ઓછી થઈને વજન ઘટે છે.

૧૪. ગાયના ઘીથી બળ અને વીર્ય વધે છે. શારીરિક અને માનસિક શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે.

૧૫. દેશી ગાયના ઘીમાં કર્કરોગ સાથે લડવાની ક્ષમતા હોય છે. ઘીના સેવનથી સ્‍તન અને આંતરડાંના ગંભીર એવા કર્કરોગ સામે રક્ષણ થાય છે.

૧૬. ગાયનું ઘી ન કેવળ કર્કરોગ નિર્માણ થવાનો પ્રતિબંધ કરે છે, જ્‍યારે કર્કરોગ શરીરમાં ફેલાવાનો પણ આશ્‍ચર્યકારક રીતે પ્રતિબંધ કરે છે.

૧૭. ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ દૂર થાય છે.

૧૮. ગાયનું ઘી નાકમાં નાખવાથી વ્‍યક્તિ બેશુદ્ધ અવસ્‍થામાંથી (કોમામાંથી) બહાર પડવામાં સહાયતા થાય છે.

૧૯. ગાયનું ઘી નાકમાં નાખ્‍યા પછી લકવાના રોગ પર પણ ઉપચાર થાય છે.

૨૦. ગાયનું ઘી નાકમાં નાખવાથી વાળ ખરવાનું બંધ થઈને નવા વાળ ઉગવા લાગે છે, તેમજ કાનનો પડદો શસ્‍ત્રકર્મ કર્યાવિના ઠીક થઈ જાય છે.

૨૧. ગાયનું ઘી નાકમાં નાખવાથી ‘એલર્જી’ (કેટલાક વિશિષ્‍ટ પ્રકારના અન્‍ન વિશે અહિતકારી પ્રતિક્રિયા નિર્માણ કરનારી શરીરની આરોગ્‍ય વિશેની સ્‍થિતિ) નષ્‍ટ થાય છે.

૨૨. ખાસ કરીને સારું સ્‍વાસ્‍થ્‍ય ધરાવતી વ્‍યક્તિઓએ પણ પ્રતિદિન નિયમિત રીતે સૂવા પહેલાં બન્‍ને નસકોરાંમાં દેશી ગાયનું નવશેકું ઘી નાખવું. તેને કારણે શાંત નિદ્રા આવે છે, ઘોરવાનું બંધ થાય છે અને અનેક વ્‍યાધિથી (માંદગીથી) છૂટકારો પણ મળે છે.

‘ગાયના ઘીથી લોહીમાંનું કોલેસ્‍ટ્રોલ વધતું નથી’ આ વાત ધ્‍યાનમાં રાખવી.
લેખક : શ્રી. ઉકેશસિંહ ચોહાણ (સાભાર : ‘ક્ષાત્રધર્મ વિચાર મંથન’)
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment