‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ના નિમિત્તે…..

Article also available in :

વિવેક અગ્‍નિહોત્રીનું બહુચર્ચિત ચલચિત્ર ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ ૧૧ માર્ચના દિવસે પ્રદર્શિત થયું. વર્ષ ૧૯૯૦માં કાશ્‍મીરની ખીણમાં ધર્માંધતાએ સર્વ સીમાઓ વટાવી દીધી હતી તે સમયની કાશ્‍મીરી પંડિતોની નરકયાતનાઓનું સત્‍યાન્‍વેષણ કરનારું ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ના નિમિત્તે….

શ્રી. ચેતન રાજહંસ

 

૧. વર્ષ ૧૯૯૦માં શું બન્‍યું હતું ?

વર્ષ ૧૯૯૦માં શું બન્‍યું હતું ?, આ વિશે દુર્દૈંવથી આધુનિક ભારતીય પેઢીને કાંઈજ જાણકારી નથી. ૧૯ જાન્‍યુઆરી ૧૯૯૦ના દિવસે ‘સંપૂર્ણ કાશ્‍મીરમાંથી હિંદુઓએ ચાલ્‍યા જવું’, એવા આદેશ ઠેકઠેકાણે જાહેર રીતે આપવામાં આવ્‍યા. તે માટે સમાચારપત્રોમાં જાહેરખબરો આપવામાં આવી. રેડિયો, મસ્‍જિદો પર લાઊડસ્‍પીકર્સ ઇત્‍યાદિ પરથી ઘોષણાઓ આપવામાં આવી. સાર્વજનિક ભીંતો રંગવામાં આવી અને સંપૂર્ણ હિંદુ સમાજને ત્‍યાંથી ચાલી જવું પડ્યું હતું. તેમની સામે કાશ્‍મીરી ભાષામાં ત્રણ પર્યાય મૂકવામાં આવ્‍યા – રલિવ, ત્‍સલીવ યા ગલિવ ! અર્થાત્ ‘ધર્માંતર કરો, કાશ્‍મીર છોડીને ચાલતી પકડો અથવા મૃત્‍યુ સ્‍વીકારો.’

આ ત્રણ ઘોષણાઓ પછી કાશ્‍મીરી પંડિતોનું ભીષણ હત્‍યાસત્ર ચાલુ થઈને સાડાચાર લાખ કાશ્‍મીરી હિંદુઓને કાશ્‍મીરમાંથી વિસ્‍થાપિત થવું પડ્યું. કાશ્‍મીરી હિંદુઓએ ધર્મ બચાવવા માટે પોતાની માતૃભૂમિ, પોતાના સ્‍મરણો, પોતાનું બાળપણ, પોતાની નોકરી-ધંધો આ બધાનો ત્‍યાગ કર્યો. આજના કાળમાં પણ ધર્મ માટે સર્વોચ્‍ચ ત્‍યાગ કરવામાં આવે છે, આ એક અર્થમાં સ્‍પૃહણીય છે; પરંતુ બીજા અર્થમાં બહુમતિ ધરાવતા હિંદુઓના રાષ્‍ટ્રમાં હિંદુઓ પર જ આવું કરવાની ફરજ પડે છે, તેનું અમને વૈષમ્ય (વિષમતા) લાગવું જોઈએ. કાશ્‍મીરી હિંદુઓ પર પોતાના જ દેશમાં વિસ્‍થાપિત થવાનો વારો આવવો, તેનાથી મોટું અન્‍ય કોઈપણ દુર્દૈંવ નથી. આ ઘટના બની, તે સમયે દેશમાં અસહિષ્‍ણુતા વિશે બોલનારા શાંત હતા, એ પણ ભૂલવું જોઈએ નહીં. ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ ચલચિત્ર આ અત્‍યાચાર અને તેની પછીના ‘પ્રોપોગંડા’ વિશે સત્‍યાન્‍વેષણ કરે છે.

 

 ભારતીય લોકશાહી પરનું કલંક !

ભારતીય લોકશાહીના ગુણગાન કરનારાઓ માટે ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ અનેક પ્રશ્‍નો ઉપસ્‍થિત કરે છે. જાન્‍યુઆરી ૧૯૯૦માં જે બન્‍યું હતું, તે વિશે કાશ્‍મીરના ‘બુરખાધારી’ રાજ્‍યકર્તાઓએ કાંઈ કરવું, એવી સ્‍થિતિ નહોતી. તાત્‍કાલીન રાજ્‍યપાલ જગમોહન કેંદ્ર સરકારને પરિસ્‍થિતિની ગંભીરતા કહેતા હતા ત્‍યારે તેમને તે પદ પરથી કાઢી નાખવાની પ્રક્રિયા કરવામાં આવી. ભારતીય સંસદમાં કાશ્‍મીરી હિંદુઓ પર થયેલા અત્‍યાચારો વિશે એક પણ પ્રસ્‍તાવ સહમત થયો નહીં. આ તાત્‍કાલીન સંસદમાં ૮૯ સાંસદો હમણાના રાષ્‍ટ્રવાદી સત્તાધારી પક્ષના જ હતા; પરંતુ તેઓ પણ વી.પી. સિંગ સરકાર બચાવવા માટે દુર્દૈંવથી નિષ્‍ક્રિય રહ્યા. ભારતીય સર્વોચ્‍ચ ન્‍યાયાલયે આ પ્રકરણ અંગે કોઈપણ પ્રકારનો ‘સ્‍યુઓ-મોટો’ કાર્યવાહી કરવાને બદલે આંખો પર ડાબલા ચડાવી લીધા. ભારતીય સેનાદળ તેમના બંધારણીય મર્યાદાઓની ઢાલ આગળ કરીને કૌરવસભામાંના ભીષ્‍માચાર્ય બની ગયું. જે બંધારણ પ્રત્‍યેક ભારતીય નાગરિકને સુરક્ષિત જીવન જીવવા માટે અભિવચન આપે છે, તે જ કાશ્‍મીરમાં અસફળ રહ્યું. રાષ્‍ટ્રીય માનવાધિકાર આયોગ અને રાષ્‍ટ્રીય મહિલા હક આયોગે પણ કર્તવ્‍યમાં ખોટ કરી.

લોકશાહીના ચોથા સ્‍તંભ તરીકે ડંફાસ હાંકનારા મોટા ‘મીડિયા હાઉસેસ’એ આ અત્‍યાચારોને મૂક સંમતિ દર્શાવી. તેથી ૧૯૯૦માં કાશ્‍મીરી હિંદુઓનો જે વંશવિચ્‍છેદ થયો, તે ભારતીય લોકશાહીના બુરખામાં સંતાઈ ગયો, તેના માટે ઇતિહાસ સાક્ષી છે. આ કલંક ભૂંસી નાખ્‍યા સિવાય ભારતીય લોકશાહી ‘મહાન’ કહેવડાવવાનો કોઈપણ અધિકાર નથી !

 

૨. ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ જુઓ !

આજે બોલીવુડમાં ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ ચલચિત્ર તૈયાર થવા છતાં પણ તે વિશે આભડછેટ રાખવામાં આવે છે. કપિલ શર્મા જેવા બોલીવુડ પ્રમોટર્સ તેને એકજ દિશામાં દોરતું કથાનક કહે છે, જ્‍યારે સ્‍વરા ભાસ્‍કરા ચલચિત્રને નકારે છે. આ ‘ઉર્દૂવુડ’ને બીક છે કે, આ ચલચિત્ર ૧૦૦ કરોડ હિંદુઓ જોશે અને તે સુપર-ડુપર હીટ થશે. જો તેમ બને, તો આવતી કાલે ‘૧૯૪૭ પાર્ટીશન ફાઇલ્‍સ’, ‘૧૯૭૧ બાંગ્‍લાદેશી હિંદુઓ ઍટ્રોસિટીઝ ફાઇલ્‍સ’, ‘૧૯૭૬ ઇમરજન્‍સી ફાઇલ્‍સ’, ‘૧૯૮૯ અયોધ્‍યા ફાઇલ્‍સ’, ‘૨૦૦૨ ગોધ્રા ફાઇલ્‍સ’ જેવા અનેક દબાવી રાખેલા સત્‍ય વિશદ કરનારા ચલચિત્રોનું નિર્માણ થશે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પણ ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ના કલાકારો સાથે સંવાદ સાધતી વેળાએ ‘‘કાશ્‍મીરી હિંદુઓ પરના અત્‍યાચારોનું સત્‍ય અનેક વર્ષો સુધી દબાવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્‍યો’’, એવું સૂચક વિધાન કર્યું છે.

સર્વસ્‍તંભીય અને સર્વપક્ષીય લોકશાહીએ છૂપાવેલા આ અત્‍યાચાર બતાવવાનો પ્રયત્ન એટલે કાશ્‍મીર ફાઇલ્‍સ છે. બોલીવુડમાં પ્રતિવર્ષ ગુંડાઓ, માફિયાઓ, ‘ડ્રગ્‍સ પેડલર’, ગંગાબાઈ જેવી વેશ્‍યાગૃહોની સર્વેસર્વાનું ઉદાત્તિકરણ કરનારા અનેક ‘ડ્રામા ફિલ્‍મ્‍સ’ પ્રદર્શિત થાય છે. આવા ચલચિત્રો જોવાં કરતાં ભારતીઓએ ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ જોવું દેશના હિતમાં પુરવાર થશે. તેથી આ ચલચિત્ર એકવાર તોયે અવશ્‍ય જોશો !

– શ્રી. ચેતન રાજહંસ, રાષ્‍ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્‍થા.

Leave a Comment