સાક્ષાત ઈશ્‍વરે સનાતનને પ્રદાન કરેલું અનમોલ અને દિવ્‍ય કૃપાછત્ર : યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયન !

Article also available in :

‘વર્ષ ૨૦૦૦ થી સનાતન સંસ્‍થાના કાર્યનો વેગ જેમ જેમ વધતો ગયો, તેમ તેમ સનાતન પર સ્‍થુળ અને સૂક્ષ્મમાંથી અનેક સંકટો આવવા લાગ્‍યા. સાધકો પર અનિષ્‍ટ શક્તિઓના મોટા-મોટા આક્રમણો થવા લાગ્‍યા. આ સર્વ કઠિન પરિસ્‍થિતિમાં અનેક સંતો સનાતનની સહાયતા માટે દોડી આવ્‍યા. તેમાંના એક મહાન તપસ્‍વી એટલે યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયન ! ‘સનાતન સંસ્થા આપણી જ છે’, એવો ભાવ રાખીને તેઓ સનાતન સંસ્‍થા અને સાધકોનું નિરપેક્ષતાથી રક્ષણ કરવા લાગ્‍યા.

 

૧. પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીનો અવતારત્‍વ
ઓળખી લઈને તેમના સગુણ દેહનું રક્ષણ કરવાનું
દાયિત્‍વ યોગતજ્‌જ્ઞ દાદાજીએ પોતે થઈને સ્‍વીકારવું, આ દૈવી લીલા !

શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ

યોગતજ્‌જ્ઞ દાદાજી જેવી મહાન વિભૂતિએ પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીનું અવતારત્‍વ ઓળખ્‍યું. દ્રષ્‍ટા હોવાથી તેમને ‘પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજી ઈશ્‍વરી રાજ્‍યની સ્‍થાપના કરવાના છે’, આ વાત જ્ઞાત હોવાથી ‘આ ઈશ્‍વરી કાર્યનું રક્ષણ થવું જોઈએ’, આ હેતુથી તેમણે ગુરુદેવ પર થનારાં આક્રમણોના નિવારણ માટે જુદા જુદા ઉપાયોનું આયોજન કર્યું. સાધકોને સાધના ભણી વાળીને તેમની આધ્‍યાત્‍મિક પ્રગતિ કરાવી લેવી અને તેમને મોક્ષપથ પર લઈ જવા, તેમજ પૃથ્‍વીતલ પર ઈશ્‍વરી રાજ્‍યની સ્‍થાપના કરવી, એ માટે અથક કાર્ય કરનારા પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજી પોતાના દેહ ભણી કેવળ સાક્ષીભાવથી જુએ છે. યોગતજ્‌જ્ઞ દાદાજીએ પરાત્‍પર ગુરુદેવના સ્‍થુળ દેહ સાથે જ તેમના સૂક્ષ્મમાંના કાર્યનું રક્ષણ થાય, તેની પૂરેપૂરી કાળજી લીધી અને આજે પણ લઈ રહ્યા છે. પ્રાણઘાતક આક્રમણો સામે પરાત્‍પર ગુરુદેવના સગુણ દેહનું રક્ષણ કરવાનું દાયિત્‍વ દાદાજીએ પોતે થઈને સ્‍વીકારવું, આ દૈવી લીલા જોઈને મન અચંબિત થઈ જાય છે. તેઓ કરી રહેલી આ અપાર કૃપા વિશે મારી પાસે શબ્‍દો જ નથી.

 

૨. યોગતજ્‌જ્ઞ દાદાજીની સનાતન
સાથે ભેટ થવી, આ તો ઈશ્‍વરનું સુંદર નિયોજન !

પાછળ વળીને જોઉં છું તો લાગે છે કે, યોગતજ્‌જ્ઞ દાદાજીની સનાતન સાથે ભેટ થવી, આ ઈશ્‍વરનું સુંદર નિયોજન છે અને દિવ્‍ય સિદ્ધ મંત્ર અને યોગસામર્થ્‍યને કારણે તેમણે અનેક સાધકોના પ્રાણોનું રક્ષણ કર્યું છે. તેમણે સિદ્ધ કરેલા મંત્ર, તેઓ પોતે કરી રહેલા અનુષ્‍ઠાનો અને અન્‍ય અનેક દિવ્‍ય ઉપચારોને કારણે સાધકો ફરતે દિવ્‍ય સંરક્ષણ-કવચ નિર્માણ થઈને તેમના આધ્‍યાત્‍મિક ત્રાસનું પ્રમાણ ન્‍યૂન થઈ રહ્યું છે.

 

૩. યોગસામર્થ્‍યને કારણે બ્રહ્માંડમાંની
સૂક્ષ્મ ઘટનાઓનો અચૂક અણસાર લઈને સનાતન
પરના સંકટોનું નિવારણ કરનારા વિઘ્‍નહર્તા યોગતજ્‌જ્ઞ દાદાજી !

યોગતજ્‌જ્ઞ દાદાજીમાં રહેલા દૈવી સામર્થ્‍યને કારણે બ્રહ્માંડમાંની સૂક્ષ્મ ઘટનાઓ વિશે તેમને અચૂક જ્ઞાન થાય છે. તેમણે સમય-સમય પર કરેલી અનેક ભવિષ્‍યવાણીઓ પરથી આ સિદ્ધ થયું છે. યોગસામર્થ્‍યને કારણે સનાતન સંસ્‍થા, તેમજ પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના સંદર્ભમાંની સૂક્ષ્મ ઘટનાઓ જાણી લઈને સંકટો આવવા પહેલાં જ તેઓ તેનું વિઘ્‍નહરણ કરતા. તેમનું દૈવી પીઠબળ મળ્યું હોવાથી જ સનાતન સંસ્‍થાનું કાર્ય વૃદ્ધિંગત થઈ રહ્યું છે. આવા વિઘ્‍નહર્તા અને વાત્‍સલ્‍યસિંધુ દાદાજીનાં ચરણોમાં ગમે તેટલી કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે ઓછી જ છે.

 

૪. દિવ્‍ય પ્રકાશ અને ચૈતન્‍યનો
સ્રોત રહેલા ચૈતન્‍યમૂર્તિ યોગતજ્‌જ્ઞ દાદાજી !

યોગતજ્‌જ્ઞ દાદાજીના દૈવી સામર્થ્‍યને કારણે અનેક સાધકોને અનુભૂતિ થાય છે. સાધકોના ઔષધોપચારથી ન મટનારા અનેક અસાધ્‍ય રોગ તેમના મંત્રોચ્‍ચારને કારણે મટી ગયા છે. તેમના યોગસામર્થ્‍યની કલ્‍પના કરવી એ ખરુંજોતાં અસંભવ પ્રકારની વાત છે. થોડા સમય પહેલાં મેં તેમનું એક છાયાચિત્ર જોયું. ‘તે છાયાચિત્રમાંથી દિવ્‍ય પ્રકાશ અને ચૈતન્‍ય આવી રહ્યું છે’, એમ જણાતું હતું. તે જોયા પછી મેં ‘સૂર્યસમ તેજઃપુંજ પ્રકાશ ભણી જોઈ રહી છું’, એવું મને જણાયું. તેમના છાયાચિત્રમાં જ જો આટલું ચૈતન્‍ય જણાતું હોય, તો પછી તેમના સહવાસમાં કેટલું ચૈતન્‍ય હશે ! આવા દાદાજીના કેવળ અસ્‍તિત્‍વથી ઘણું મોટું કાર્ય થઈ રહ્યું છે.

 

સર્વ સાધકોના રક્ષણ માટે અહોરાત્ર કાર્ય
કરનારા કૃપાવત્‍સલ યોગતજ્‌જ્ઞ દાદાજીનાં ચરણોમાં કોટિ-કોટિ કૃતજ્ઞતા !

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના સગુણ દેહનું રક્ષણ કરનારા અને તેમના નિર્ગુણ કાર્યમાંના સંકટોનું નિવારણ કરનારા દિવ્‍ય યોગી યોગતજ્‌જ્ઞ દાદાજીનાં ચરણોમાં શરણાગત ભાવથી શતશઃ નમન !’

– (શ્રીસત્શક્તિ) સૌ. બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૭.૫.૨૦૧૯)

Leave a Comment