મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૨

Article also available in :

ઔષધી વનસ્‍પતિઓની સંખ્‍યા અગણિત છે. આવા સમયે કઈ વનસ્‍પતિઓ વાવવી ? એવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ શકે છે. સદર લેખમાં કેટલીક મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ?, આ વિશે જાણકારી આપી છે.  વાચકો આ લેખમાં આપેલી વનસ્‍પતિઓ ઉપરાંત અન્‍ય વનસ્‍પતિઓ પણ વાવી શકે છે.

હજી સુધીના લેખમાં આપણે તુલસી, અરડૂસી, ગળો, કુંવારપાઠું, કાલમેઘ અને જાઈ વિશેની જાણકારી લીધી. આજે આ લેખનો આગળનો ભાગ આપી રહ્યા છીએ.

ભાગ ૧ વાચવા માટે https://www.sanatan.org/gujarati/10709.html

 

૭. નગોડ

નગોડના પાન

૭ અ. મહત્વ

આ વાયુ માટેનું રામબાણ ઔષધ છે. નગોડના પાન શેક માટે વપરાય છે. ૪ જણના કુટુંબ માટે ૧ – ૨ ઝાડ હોવા જોઈએ.

૭ આ. ઓળખાણ

તેનાં પાન બીલી જેવા ત્રિદળ; પણ લાંબા હોય છે. પાનને વિશિષ્‍ટ ગંધ હોય છે. તેનાં પાન ઢોર ખાતા નથી. તેથી ગામમાં ઘણું કરીને ખેતરની વાડને આ લગાડેલા હોય છે. રસ્‍તાની બાજુએ ક્યારેક આ ઝાડ હોય છે. તેને ભુરાશ પડતી કલગી આવે છે.

૭ ઇ. વાવેતર

ડાળી વાવીને અભિવૃદ્ધિ કરી શકાય છે. આ ઝાડ વાડ તરીકે વાવવું.

 

૮. સરગવો

સરગવાના ઝાડને લાગેલી શીંગો

૮ અ. મહત્વ

સરગવાનું ઝાડ સહુકોઈને સુપરિચિત છે. સરગવાનાં પાન, ફૂલ, શીંગનો ડાળ-શાકમાં ઉપયોગ થાય છે. સ્‍વાસ્‍થ્‍ય માટે સરગવાનું શાક સારું હોય છે. આપત્‍કાળમાં ભોજનની સગવડ તરીકે વધારેમાં વધારે પ્રમાણમાં સરગવાના ઝાડ આપણી હરતે-ફરતે હોવા સારાં. સરગવાની છાલનો પણ ઔષધોમાં ઉપયોગ થાય છે. સરગવામાં કૅલ્‍શિયમ ઇત્‍યાદિ ખનીજો પુષ્‍કળ પ્રમાણમાં હોય છે.

૮ આ. વાવેતર

આનું વાવેતર બી દ્વારા રોપો બનાવીને કરાય છે. સરગવાના બી ઉગાડવા માટે મૂકવા પહેલાં પાણી નવશેકું કરીને તેમાં આખી રાત પલાળી રાખવા અને સવારે ઉગાડવા માટે નાખવા. એમ કરવાથી બી સારી રીતે ઉગે છે. ચોમાસાના આરંભમાં તેનું ઠૂંઠું પણ (ડંડાની જાડાઈની ડાળ પણ) વાવી હોય તો મૂળિયાં ફૂટીને ઝાડ તૈયાર થાય છે. બરાબર ચોમાસામાં જો ઠૂંઠાંમાંથી વાવેતર કરીએ, તો ઠૂંઠું કોહવાય છે. તેથી જો ઠૂંઠું વાવવાનું થાય, તો તેનું વાવેતર ચોમાસાના આરંભમાં અથવા ચોમાસું સમાપ્ત થયા પછી કરવું. વાવેલા ઠૂંઠાને  ૧૫ દિવસોમાં મૂળિયા ફૂટે છે.

 

૯. લીલી ચા

લીલી ચા અને તેનાથી તૈયાર થયેલું ઝૂમખું

૯ અ. મહત્વ

ચોમાસામાં તેમજ ઠંડીના દિવસોમાં હંમેશાં ચાને બદલે (દૂધ નાખ્‍યા વિના) લીલી ચા લેવી આરોગ્‍ય માટે સારી હોય છે. તેનાથી પેશાબ સાફ આવે છે. તાવ આવતો હોય, તો તે ઉતરે છે. ૪ જણના કુટુંબ માટે ૨ થી ૪ લીલી ચા ના રોપ લગાડવા.

૯ આ વાવેતર

લીલી ચાનું ઝૂમખું થાય છે. લીલી ચા ઘણાં લોકો પાસે હોય છે. તેમની પાસેથી તે માગીને વાવી શકાય છે. ચોમાસાના આરંભમાં લીલી ચાનું ઝૂમખું ખોદીને કાઢવું અને તેના મૂળિયાથી આવતા નવા રોપો જુદા તારવીને વાવવા. આ નવા રોપો વાવતી વેળાએ મૂળિયાથી એક વેંત દૂરનાં પાન કાપવા. લીલી ચાનું ઝૂમખું જો ચોમાસા પહેલાં ખોદીને જુદું તારવીને વાવીએ નહીં, તો તે કોહાવાની સંભાવના રહે છે.

 

૧૦. દૂર્વા (ધરો)

દૂર્વા

૧૦ અ. મહત્વ

આ વનસ્‍પતિ અતિશય ઠંડી છે અને ઉષ્‍ણતાના વિકારો માટે રામબાણ ઔષધી છે. દૂર્વા ગર્ભપાત થતો રોકે છે. દુઃસ્‍વપ્નો પડતા હોય, તો દૂર્વાનો ઉપયોગ થાય છે. ઘર ફરતે વધારેમાં વધારે પ્રમાણમાં દૂર્વા હોવા જોઈએ.

૧૦ આ. વાવેતર

ચોમાસામાં દૂર્વા નિસર્ગતઃ જ ઉગે છે. આ દૂર્વા કાઢી લઈને આપણી જે જગ્‍યામાં પાણી પડતું હોય, તેવી જગ્‍યાએ વાવવા. દૂર્વાના ૨-૪ રોપો વાવીએ, તો પણ તે પુષ્‍કળ પ્રમાણમાં ફેલાય છે. ચોમાસા પછી દૂર્વાને પાણી ન મળે તો તે કરમાઈ જાય છે.

 

૧૧. પાનવેલ (નાગરવેલ)

પાનવેલ (નાગરવેલ)

૧૧ અ. મહત્વ

ચોમાસાના દિવસોમાં ભોજન પછી પાન ખાવાથી ભોજન પચવામાં સહાયતા થાય છે. ઉધરસ, કફ, પાચનશક્તિ મંદ હોવી તે માટે તેનો ઉપયોગ થાય છે. ૪ જણના કુટુંબ માટે એકાદ વેલ થઈ રહે છે.

૧૧ આ. વાવેતર

મોટી વેલની ડાળીઓ કાપીને તે વાવવાથી તે ઉગે છે. આ વેલ મોટાભાગના લોકો પાસે હોય છે. તેના રોપો રોપવાટિકામાં વેચાતા પણ મળે છે. વેલને આધાર (ટેકો) જોઈતો હોય છે. તેથી આ વેલ સરગવો, પારિભદ્ર, અગથિયો, નારિયેળ, સોપારી જેવા ઝાડના મૂળિયામાં વાવવી. એકવાર વેલ ઉગી નીકળે પછી તે પુષ્‍કળ વધે છે.

 

૧૨. અઘેડો

અઘેડો

૧૨ અ. મહત્વ

અઘેડો ઉંદર, વીછી, કૂતરાના ઝેર પર, તેમજ દાંત દુઃખતા હોય, તો તેના પર રામબાણ ઔષધ છે. બી દૂધમાં રાંધીને તેની ખીર કરીને ખાવાથી ભૂખ લાગતી નથી, એવું કહે છે. વજન ઓછું કરવા અથવા અન્ન વિના રહી શકવા, તે માટે તેનો ઉપયોગ થઈ શકે છે. ‘અઘેડાના મૂળિયા પ્રસૂત થઈ રહેલી સ્‍ત્રીની કમરે અને વાળને બાંધવાથી સુખપ્રસૂતિ થાય છે. પ્રસૂતિ પછી બાંધેલાં મૂળિયા તરત જ છોડીને હળદર-કંકુ લગાડીને વિસર્જિત કરવા, નહીંતર અપાય પણ થઈ શકે છે. ગર્ભમાં મૃત થયેલું બાળક પણ આ ઉપાયથી પ્રસૂત થાય છે’, એવું જૂના-જાણીતા લોકો કહે છે.

૧૨ આ. ઓળખાણ

પહેલો વરસાદ વરસ્‍યા પછી તેના રોપો નિસર્ગતઃ જ ઉગે છે. ચોમાસું સમાપ્‍ત થતી વેળાએ અઘેડાને કલગી આવે છે. આ કલગી કપડાંને ચોંટે છે. તેમાં ચોખા જેવા બી હોય છે.

૧૨ ઇ. વાવેતર

ખરું જોતાં આ ખડ (ઘાસ) છે. તેનું વાવેતર કરવાની આવશ્‍યકતા હોતી નથી; પણ બરાબર સમયે શોધવું કઠિન થાય છે, તેથી તેના ઓછામાં ઓછા ૨ થી ૪ રોપ આપણા ઘર ફરતે હોવા જોઈએ.

સંકલક

શ્રી. માધવ રામચંદ્ર પરાડકર અને વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

માર્ગદર્શક

ડૉ. દિગંબર નભુ મોકાટ, સહાયક પ્રાધ્‍યાપક, વનસ્‍પતિશાસ્‍ત્ર વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ, પુણે તેમજ પ્રમુખ નિર્દેંશક, ક્ષેત્રીય સહસુવિધા કેંદ્ર, પશ્‍ચિમ વિભાગ, રાષ્‍ટ્રીય ઔષધી વનસ્‍પતિ મંડળ, આયુષ મંત્રાલય, ભારત સરકાર.

ભાગ ૩ વાંચો ……

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ –  ૩

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ
૧. ‘જગ્યાની ઉપલબ્ધતા અનુસાર ઔષધી વનસ્પતિઓનું વાવેતર’, (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ)
૨. ‘૧૧૬ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ અને    ૩.  ‘૯૫ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ (મરાઠી ભાષામાં ઉબ્લબ્ધ)

Leave a Comment