મોટી બીમારીઓ માટે આયુર્વેદિક ઔષધિઓ !

Article also available in :

૧. હૃદયવિકાર

* હૃદરોગ માટે ઉપયોગી વનસ્‍પતિ : બલા (ખપાટ)

* હૃદરોગ, દમ, ઉધરસ માટે પુષ્‍કરમૂળનું ચૂર્ણ મધ સાથે લેવું બકુલના ફૂલોનો હાર પહેરવો, તેમજ બકુલની છાલનો ઉકાળો પીવો.

* અર્જુનનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને તેમાં ઘી અને ખાંડ નાખીને પીવું. તેને કારણે હૃદયમાંની બળતરા અને ધડકવાનું થોભી જાય છે.

* અર્જુન ચૂર્ણ ૫ થી ૧૦ ગ્રામ, એલચી ચૂર્ણ ૨૪૦ મિલિગ્રામ, દૂધ પા લિટર, પાણી પા લિટર લઈને પાણી બળી જાય ત્‍યાં સુધી ઉકાળવું. ૧ વર્ષ સુધી પ્રતિદિન સવારે પ્રાશન કરવું.

 

૨. હૃદયશૂલ

* મૃગશ્રૃંગભસ્‍મ ૨૪૦ મિલિગ્રામ ઘી સાથે લેવું અને ઉપરથી અર્જુન સિદ્ધ દૂધ પીવું.

* કાશ્‍મરી (શિવણ) આ વનસ્‍પતિ આના પર ઉપયુક્ત છે.

 

૩. ક્ષય (ટી.બી.)

* ક્ષયમાં ઉધરસ અને થૂંક દ્વારા લોહી પડવું

* અર્જુન અને રક્તચંદન સમભાગ ચૂર્ણ લઈને ચોખા ધોયેલા પાણી સાથે પીવું.

* અર્જુનના ચૂર્ણને અરડૂસીના રસની ૭ ભાવનાઓ આપવી અને પછી ઘી, મધ અને ખાંડ સાથે લેવું.

(આ સિવાય આ રોગો માટે આયુર્વેદમાં અનેક ઔષધિઓ છે.)

 

૪. સ્‍ત્રીઓની બીમારીઓ !

અશોક (આસોપાલવ)નું ગર્ભાશય પર અધિક પ્રભાવથી કાર્ય થાય છે. તેને કારણે ગર્ભાશયની શિથિલતા નષ્‍ટ થાય છે. ગર્ભાશયની બળતરા અને શૂલ નષ્‍ટ થાય છે અને યોનિ માર્ગે વધારે રક્તસ્રાવ થતો હોય, તો તે થોભી જાય છે. અશોકની છાલ તુટેલા અસ્‍થિને સાંધવામાં સહાયતા કરે છે.

અ. માસિક અટકાવ સમયે પેઢુમાં થનારી વેદના

અજમાનું ચૂર્ણ મૂળાના રસ સાથે લેવું.

આ. કષ્‍ટાર્તવ

માસિક અટકાવમાં વેદના થતી હોય, તો કાયફળ ૪૮૦ મિલિગ્રામ, કેસર ૬૦ મિલિગ્રામ, તલ ૩ ગ્રામ જૂના ગોળમાં ગોળી બનાવીને ગરમ પાણી સાથે રાત્રે લેવું.

ઇ. માસિક અટકાવ આવતો ન હોય
અથવા આવતી વેળાએ ત્રાસ થતો હોય તો

૫૦૦ મિલિગ્રામથી ૧ ગ્રામ પ્રમાણમાં કેસર રાત્રે લેવું.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment