શિવ-પાર્વતીજી, ૩૩ કરોડ દેવતા, સપ્‍તર્ષિ અને કામધેનુના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલી જમ્‍મુ ખાતેની ‘શિવખોરી’ ગુફા !

શિવભક્ત ભસ્‍માસુરે શિવ પાસેથી અમરત્‍વ મળવા માટે કઠોર તપશ્‍ચર્યા કરી. તેની તપશ્‍ચર્યા પર પ્રસન્‍ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્‍યારે ભસ્‍માસુર શિવ પાસે ‘અમરત્‍વ’ માગે છે. ત્‍યારે શિવ કહે છે, ‘‘અમરત્‍વ આપવું સંભવ ન હોવાથી અન્‍ય કોઈપણ વર માગ.’’

મહાદેવજીની સામે નંદી ન હોવાનું ત્રૈલોક્યમાંનુ એકમાત્ર શ્રી કપાલેશ્‍વર મંદિર

કપાલેશ્‍વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્‍યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્‍વર મંદિર હોવાની ઘોષણા કરી.

ઑસ્ટ્રેલિયા સ્થિત શિવમંદિરમાં ૧૩મું જ્યોતિર્લિંગ હોવાનો દાવો !

૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ  ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે.