શિવ-પાર્વતીજી, ૩૩ કરોડ દેવતા, સપ્‍તર્ષિ અને કામધેનુના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલી જમ્‍મુ ખાતેની ‘શિવખોરી’ ગુફા !

Article also available in :

ભગવાન શિવ કૈલાસ છોડીને પાર્વતી અને નંદી સાથે જે ગુફામાં ગયા, તે શિવખોરી ગુફાનું પ્રવેશદ્વાર ! આનાં ભાવપૂર્ણ દર્શન લઈએ !

 

શિવખોરી ગુફાના પ્રવેશદ્વાર સામે ડાબેથી શ્રી. વિનાયક શાનભાગ, શ્રી. દિવાકર આગાવણે, શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ અને શ્રી. સત્‍યકામ કણગલેકર

 

રાણસુ ગામમાંથી શિવખોરી ભણી જવા માટે ઘોડા અને ડોલીઓ (પાલખી) મળે છે. ડોલીમાં બેસીને ગુફાની દિશામાં જતી વેળાએ શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ !

 

‘શિવખોરી’ ગુફાનો ઇતિહાસ !

૧. શિવભક્ત ભસ્‍માસુરે શિવ પાસેથી અમરત્‍વ મળવા માટે કઠોર તપશ્‍ચર્યા કરવી, શિવે બીજો ‘વર’ માગવાનું કહ્યા પછી ભસ્‍માસુરે ‘હું જે કોઈના માથા પર મારી તર્જની મૂકીશ, તે ભસ્‍મસાત થાય’, એવો વર માગવો અને શિવે ‘તથાસ્‍તુ’ કહેવું

શિવભક્ત ભસ્‍માસુરે શિવ પાસેથી અમરત્‍વ મળવા માટે કઠોર તપશ્‍ચર્યા કરી. તેની તપશ્‍ચર્યા પર પ્રસન્‍ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્‍યારે ભસ્‍માસુર શિવ પાસે ‘અમરત્‍વ’ માગે છે. ત્‍યારે શિવ કહે છે, ‘‘અમરત્‍વ આપવું સંભવ ન હોવાથી અન્‍ય કોઈપણ વર માગ.’’ ત્‍યારે ભસ્‍માસુર ‘હું જે કોઈના માથા પર મારી તર્જની મૂકીશ, તે ભસ્‍મસાત થાય’, એવો વર માગે છે. શિવ તેને ‘તથાસ્‍તુ’ કહે છે.

૧ અ. શિવ પાસેથી મળેલા વરદાનને કારણે ઉન્‍મત્ત બનેલો ભસ્‍માસુર શિવને જ ભસ્‍મસાત કરવા માટે ઉદ્યુક્ત થવો, ત્‍યારે શ્રીમહાવિષ્‍ણુએ સુદર્શનચક્રની સહાયતાથી ગુફા નિર્માણ કરવી, શિવ, પાર્વતી અને નંદી સાથે સર્વ દેવતા અને સપ્‍તર્ષિ આ ગુફામાં જવા તેમજ કામધેનુએ તે ગુફાનું રક્ષણ કરવું

શિવ પાસેથી મળેલા વરને કારણે ઉન્‍મત્ત બનેલો ભસ્‍માસુર શિવને જ ભસ્‍મસાત કરવા જાય છે. ત્‍યારે શિવ શ્રીમહાવિષ્‍ણુ પાસે જાય છે. તે સમયે મહાવિષ્‍ણુ શિવને કહે છે, ‘‘પાર્વતી અને નંદીને લઈને કૈલાસ છોડી દો.’ હિમાલયના એક સુરક્ષિત પર્વત પર શ્રીવિષ્‍ણુની આજ્ઞાથી કામધેનુ ગાય માર્ગ કાઢે છે અને ત્‍યાં શ્રી મહાવિષ્‍ણુનું સુદર્શનચક્ર ગુફાનું નિર્માણ કરે છે. આ ગુફામાં શિવ, પાર્વતી અને નંદી સાથે સર્વ દેવતા અને સપ્‍તર્ષિ જાય છે. ત્‍યાર પછી કામધેનુ આ ગુફાનું પ્રવેશદ્વાર બંધ કરે છે અને તેના પરિવાર સહિત ગુફાનું રક્ષણ કરે છે. તે જ આ ‘શિવખોરી’ ગુફા છે.

૧ આ. ભસ્‍માસુરને નષ્‍ટ કરનારું શ્રીમહાવિષ્‍ણુનું મોહિની રૂપ !

બીજી બાજુ શ્રીમહાવિષ્‍ણુ સમુદ્રમંથન સમયે ધારણ કરેલું મોહિની રૂપ લઈને ભસ્‍માસુરની સામે આવે છે. ભસ્‍માસુર મોહિની સામે જોઈને બધું ભૂલી જાય છે અને તેના સૌંદર્ય ભણી આકર્ષિત થાય છે. ભસ્‍માસુર મોહિનીને લગ્‍ન કરવા વિશે પૂછે છે. ત્‍યારે મોહિની કહે છે, ‘‘જો તું મારી પાસેથી નૃત્‍ય શીખી લઈશ, તો જ હું તારી સાથે વિવાહ કરીશ.’’ ભસ્‍માસુર તરત જ ‘હા’ કહે છે. મોહિની ભસ્‍માસુરને નૃત્‍ય શીખવવા લાગે છે. મોહિની જે કાંઈ નૃત્‍ય શીખવતી, તે સર્વ ભસ્‍માસુર તંતોતંત કરી બતાવવા લાગ્‍યો. આ રીતે કેટલાક દિવસો પસાર થાય છે. ભસ્‍માસુર મોહિનીની મોહમાયામાં પૂર્ણ રીતે ફસાઈ ગયેલો હોય છે. તે ક્ષણ સાધ્‍ય કરીને મોહિની તેને નૃત્‍ય અંતર્ગત પોતાના માથા પર તર્જની મૂકવાની મુદ્રા શીખવે છે. ભસ્‍માસુર તેવી મુદ્રા કરે છે અને તે જ ક્ષણે ભસ્‍મ થઈ જાય છે !

ત્‍યાર પછી શિવ-પાર્વતી અને નંદી પાછા કૈલાસ પર્વત પર જાય છે. શિવ જે દિવસે કૈલાસ છોડીને ‘શિવખોરી’ ગુફામાં આવે છે, તે દિવસ એટલે ‘વૈશાખ પૂર્ણિમા’નો હતો. એવું આ દિવસનું મહત્ત્વ છે. અનેક ભક્તો વૈશાખ પૂર્ણિમાને દિવસે ‘શિવખોરી’ની જાત્રા કરે છે.

 

૨. મહર્ષિ મયને ‘શિવખોરી’ ગુફાનું વિશદ કરેલું રહસ્‍ય !

અમે શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી ગાડગીળ સાથે ‘શિવખોરી’ ગુફાની બહાર પહોંચ્‍યા પછી મહર્ષિ મયને પૂ. ડૉ. ૐ ઉલગનાથન્‌ના માધ્‍યમ દ્વારા કહ્યું, ‘‘ભગવાન શિવ પૃથ્‍વી પર અવતર્યા, તે પાંચ સ્‍થાનો છે – ૧. કૈલાસ પર્વત (તિબેટ, ચીન), ૨. પશુપતિનાથ (નેપાળ), ૩. કેદારનાથ (ઉત્તરાખંડ), ૪. અમરનાથ (કાશ્‍મીર) અને ૫. શિવખોરી (જમ્‍મુ).’’

ભગવાન શિવના પૃથ્‍વી પરના ૫ સ્‍થાનોમાંથી આ એક સ્‍થાન છે. શિવજી કૈલાસ છોડીને ક્યારેય ક્યાંય જતાં નથી. આ સમયે કૈલાસ છોડીને શિવને પાર્વતી અને નંદી સહિત એક ગુફામાં જવું પડ્યું. તે ગુફા એટલે શિવખોરી ગુફા છે. આ સહસ્રો વર્ષો પહેલાં બન્‍યું હોવું જોઈએ. જે રીતે શ્રીમહાવિષ્‍ણુના ‘સત્‍યનારાયણ’ આ રૂપમાં ૩૩ કરોડ દેવતા અને સર્વ ઋષિ-મુનિ સમાયેલાં છે, તેવી જ રીતે ‘શિવખોરી’ ગુફામાં શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ, બ્રહ્મા-સરસ્‍વતી, ૩૩ કરોડ દેવતા અને સર્વ ઋષિ-મુનિ સમાયેલા છે.

Leave a Comment