દેહૂ સ્થિત નાંદુરકી વૃક્ષ હાલવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

દેહૂ ખાતે વૈકુંઠગમન કરેલા સ્‍થાન પર શ્રીવિષ્‍ણુતત્ત્વ સાથે સંબંધિત ક્રિયાશક્તિ ત્‍યાંની ભૂમિમાં વમળના સ્‍વરૂપમાં કાર્યરત છે. તેને કારણે તે સ્‍થાનને અનન્‍યસાધારણ મહત્ત્વ છે. તેમજ સ્‍થળ, કાળ અને વૃક્ષ હલવાની તે ક્ષણના એકત્રિત સંયોગથી ભૂગર્ભમાંની શક્તિ કાર્યરત થાય છે અને વૈકુંઠમાંની વિષ્‍ણુ-ઊર્જા સ્‍થળને ૧૨:૦૨ કલાકે સ્‍પર્શ કરે છે.

સંત તુકારામ મહારાજ : પ્રેમની વ્‍યાપકતા

સંત તુકારામ મહારાજની વિઠ્ઠલ પર અનન્‍ય શ્રદ્ધા હતી. તેથી સર્વ બાબતનો ત્‍યાગ તેઓ સહજતાથી કરી શક્યા. તુકારામ મહારાજજીની શ્રેષ્‍ઠતા ધ્‍યાનમાં આવ્‍યા પછી લોકો તેમનું સન્‍માન કરવા લાગ્‍યા.

સંત તુકારામ મહારાજ

તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્‍યસન જ છે. વ્‍યસનાધીન લોકોને હરિની વ્‍યાપ્‍તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી.