ધર્માચરણ

કેવળ ધર્મ માટે જે ધર્માચરણ કરે છે, તે ડાહ્યો હોવાને બદલે દુઃખનો ભાગીદાર થનારો હોય છે. આંધળાને જેમ સૂર્યની પ્રભા સમજાતી નથી, એ પ્રમાણે તેને ધર્મનો અર્થ સમજાતો નથી.

ફળ-જ્‍યોતિષશાસ્‍ત્રમાંના મૂળભૂત ઘટકો : ગ્રહ, રાશિ અને કુંડળીમાંનાં સ્‍થાનો

હિંદુ ધર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવી જીવનનાં ઉદ્દેશો છે. કુંડળીમાંનાં ૧૨ સ્‍થાનો પરથી આ ૪ પુરુષાર્થોનો વિચાર કરવામાં આવે છે, અર્થાત્ તે પુરુષાર્થ સાધ્‍ય કરવા માટે ભાગ્‍યની અનુકૂળતા કેટલી છે, તેનો વિચાર કરવામાં આવે છે.

નૈસર્ગિક કાળવિભાગ : વર્ષ, અયન, ઋતુ, માસ અને પક્ષ

ભારતીય કાળગણના સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ બન્‍ને પ્રકારનો સમન્‍વય સાધ્‍ય કરે છે. ભારતીય કાળગણનામાં વર્ષ સૌર અને મહિનાઓ ચાંદ્ર પદ્ધતિથી છે; અર્થાત્ વર્ષનો આરંભ વસંતઋતુથી થાય છે; પણ દિનાંકથી થવાને બદલે તિથિથી થાય છે.

નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ !

વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્‍ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્‍યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્‍ધને કારણે બનતા હોય છે.

જ્‍યોતિષશાસ્‍ત્ર : કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્‍ત્ર !

મૂળ જ્‍યોતિષશાસ્‍ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્‍કંધ છે. ‘સિદ્ધાંત’ સ્‍કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્‍યાદિઓનું ગણિત હોય છે.

ચંદ્રોદય ક્યારે થાય છે ?

સામાન્‍ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્‍ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે.

‘કરિયર’ અને ‘ધનયોગ’નું જ્‍યોતિષશાસ્‍ત્રની દૃષ્‍ટિએ વિશ્‍લેષણ !

‘કુંડળી અનુસાર કયા ક્ષેત્રમાંથી અર્થપ્રાપ્‍તિ થશે ?’, તેનો વિચાર કરીને શિક્ષણ લેવું વધારે યોગ્‍ય હોય છે. ‘ધંધો કયો કરવો ? કયા ધંધામાં વધુ પૈસો મળશે ?’, તે માટે કુંડળીમાંનો અર્થ ત્રિકોણ એટલે ૨, ૬ અને ૧૦ આ સ્‍થાનો, તેમજ રાશિમાંની ગ્રહસ્‍થિતિ વેપાર-ધંધાની દૃષ્‍ટિએ મહત્ત્વની પુરવાર થાય છે.

જન્‍મપત્રિકા બનાવી લેવાનું મહત્ત્વ સમજી લો !

જનોઈ, વિવાહ ઇત્‍યાદિ મંગળકાર્યોના પ્રસંગમાં, તેમજ કેટલીકવાર આપત્કાલીન પરિસ્થિતિમાં જન્મપત્રિકાની આવશ્યકતા હોય છે. જન્મપત્રિકા સરખી ન મૂકવાથી ખોવાઈ જાય તો અગવડ થાય છે, તેમજ તે ફરીવાર બનાવી લેવા માટે સમય અને પૈસાનો વ્યય થાય છે.

શનિ ગ્રહની ‘સાડાસાતી’ અર્થાત આધ્‍યાત્‍મિક જીવનને વેગ આપનારી પર્વણી !

સાડાસાતી એટલે સાડાસાત વર્ષોનો કાલખંડ. ૩ રાશિઓમાંથી ભ્રમણ કરવા માટે શનિ ગ્રહને લગભગ સાડાસાત વર્ષો લાગે છે. ‘વ્‍યક્તિની જન્‍મરાશિ, જન્‍મરાશિના પાછળની રાશિ અને જન્‍મરાશિની આગળની રાશિ’ આ રીતે ૩ રાશિઓમાંથી શનિ ગ્રહનું ભ્રમણ થતું હોય, ત્‍યારે વ્‍યક્તિને સાડાસાતી હોય છે.

અશુભકાળમાં જન્‍મ થયેલા બાળકની ‘જનનશાંતિ’ કરવી શા માટે આવશ્‍યક છે ?

બાળકનો જન્‍મ થયા પછી બારમા દિવસે જનનશાંતિ કરવી. તે દિવસે શાંતિ માટે અલગ મુહૂર્ત જોવાની આવશ્‍યકતા હોતી નથી. જો બારમા દિવસે જનનશાંતિ કરવાનું સંભવ ન હોય તો બાળકના જન્‍મનક્ષત્રમાં ચંદ્ર આવે તે દિવસે અથવા અન્‍ય શુભ દિવસે મુહૂર્ત જોઈને શાંતિકર્મ કરવું.