અશુભકાળમાં જન્‍મ થયેલા બાળકની ‘જનનશાંતિ’ કરવી શા માટે આવશ્‍યક છે ?

Article also available in :

શ્રી. રાજ કર્વે

‘જનન એટલે જન્‍મ થવો. નવજાત (હમણા જ જન્‍મ થયેલા) બાળકના સંદર્ભમાં દોષ-નિવારણ માટે કરવામાં આવતી એક ધાર્મિક વિધિને ‘જનનશાંતિ’ કહે છે. નવજાત બાળકનો અશુભકાળમાં જન્‍મ થયો હોવાથી અથવા વિશિષ્‍ટ પરિસ્‍થિતિમાં જન્‍મ થયો હોવાથી દોષ લાગે છે. આ વિશેની વધુ જાણકારી આ લેખ દ્વારા સમજી લઈએ

૧. અશુભ કાળમાં જન્‍મ થયો હોવાથી લાગનારા દોષ

આગળની સારણીમાં આપેલા યોગ પર જો બાળકનો જન્‍મ થાય, તો અશુભ કાળ સાથે સંબંધિત દોષ લાગે છે.

ઘટક વિવરણ
૧. તિથિ વદ ચૌદસ, અમાસ અને ક્ષયતિથિ (નોંધ ૧)
૨. નક્ષત્ર અશ્‍વિની નક્ષત્રની પ્રથમ ૪૮ મિ., પુષ્‍ય નક્ષત્રનું બીજું અને ત્રીજું ચરણ, આશ્‍લેષા નક્ષત્ર પૂર્ણ, મઘા નક્ષત્રનું પ્રથમ ચરણ, ઉત્તરા નક્ષત્રનું પ્રથમ ચરણ, ચિત્રા નક્ષત્રનું પહેલું અને બીજું ચરણ, વિશાખા નક્ષત્રનું ચતુર્થ ચરણ, જ્‍યેષ્‍ઠા નક્ષત્ર પૂર્ણ, મૂળ નક્ષત્ર પૂર્ણ, પૂર્વાષાઢા નક્ષત્રનું ત્રીજું ચરણ અને રેવતી નક્ષત્રની અંતિમ ૪૮ મિ.
૩. યોગ વૈધૃતિ અને વ્‍યતિપાત
૪. કરણ વિષ્‍ટિ (ભદ્રા)
૫. પર્વકાળ ગ્રહણ પર્વકાળ (નોંધ ૨), સૂર્યસંક્રમણ પુણ્‍યકાળ (નોંધ ૩)
૬. અન્‍ય યોગ દગ્‍ધયોગ, યમઘંટયોગ અને મૃત્‍યુયોગ (નોંધ ૪)

સંદર્ભ : દાતે પંચાંગ

નોંધ ૧ – ક્ષયતિથિ : ‘જે તિથિ સૂર્યોદય પછી ચાલુ થઈને બીજા દિવસના સૂર્યોદય પહેલાં પૂર્ણ થાય છે, અર્થાત્ કોઈપણ સૂર્યોદય જોતી નથી’, એવી તિથિને ‘ક્ષયતિથિ’ કહે છે.

નોંધ ૨ – ગ્રહણ પર્વકાળ : સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણનો કાળ

નોંધ ૩ – સૂર્યસંક્રમણ પુણ્‍યકાળ : સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તે કાળ.

નોંધ ૪ – દગ્‍ધયોગ, યમઘંટયોગ અને મૃત્‍યુયોગ : તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી નિર્માણ થનારા અશુભ યોગ

૧ અ. અશુભકાળમાં જન્‍મ થયો હોવાથી બાળક પર થનારાં પરિણામ

શ્રી. નિષાદ દેશમુખ

‘પ્રારબ્‍ધ અનુસાર જે જીવોને વધુ કષ્‍ટના પ્રસંગો ભોગવવાના હોય છે’, એવા જીવોનો જન્‍મ અશુભ કાળમાં થાય છે. આવા જીવો વિશિષ્‍ટ ગ્રહોની શક્તિ ઓછા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે. અશુભ કાળમાં જન્‍મ થયેલા જીવ પર તેના પ્રારબ્‍ધની તીવ્રતા અનુસાર વિવિધ ત્રાસ થાય છે. મંદ પ્રારબ્‍ધ ધરાવતા જીવનો જન્‍મ જો અશુભ કાળમાં થાય, તો તેને ફરીફરીને તાવ આવવો, થાક લાગવો, ખરાબ સ્‍વપ્નો પડવા ઇત્‍યાદિ ત્રાસ થાય છે. મધ્‍યમ પ્રારબ્‍ધ ધરાવતા જીવનો જન્‍મ જો અશુભ કાળમાં થાય, તો તેનું ચાલવું અથવા બોલવું મોડું ચાલુ થવું, બુદ્ધિ સાથે સંબંધિત ત્રાસ થવા ઇત્‍યાદિ ત્રાસ થાય છે. તીવ્ર પ્રારબ્‍ધ ધરાવતા જીવનો જન્‍મ જો અશુભ કાળમાં થાય, તો શિક્ષણ ઇત્‍યાદિમાં મોડી રુચિ નિર્માણ થવી અથવા ન થવી, યુવાન વયમાં વિવિધ પ્રકારના વ્‍યસન લાગવા, સૂક્ષ્મમાંની અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થવો ઇત્‍યાદિ ત્રાસ થાય છે. જ્‍યોતિષશાસ્‍ત્રમાં કહેલી જનનશાંતિ કરવાથી જીવનું મંદ અને મધ્‍યમ પ્રારબ્‍ધ કેટલાક પ્રમાણમાં ઓછું થાય છે, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધ ભોગવવા માટે જીવને ઈશ્‍વર દ્વારા શક્તિ મળે છે.’

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન, આધ્‍યાત્‍મિક સ્‍તર ૬૨ ટકા), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

(૨૮.૧૦.૨૦૨૨)

૨. વિશિષ્‍ટ પરિસ્‍થિતિમાં જન્‍મ થવાથી લાગનારા દોષ

આગળની સારણીમાં આપેલી પરિસ્‍થિતિમાં બાળકનો જન્‍મ થાય, તો જનનશાંતિ કરવામાં આવે છે.

સ્‍થિતિ વિવરણ
૧. યમલ અર્થાત્ જોડિયાં બાળકો જન્‍મવા
૨. એકનક્ષત્ર ભાઈ-બહેનો, માતા કે પિતાનું અને બાળકનું જન્‍મનક્ષત્ર એકજ હોવું
૩. ત્રિકપ્રસવ ત્રણ દીકરાઓ પછી દીકરી અથવા ત્રણ દીકરીઓ પછી દીકરો જન્‍મવો
૪. સદંત જન્‍મ બાળકને જન્‍મ સમયે જ દાંત હોવા
૫. વિપરિત જન્‍મ અવયવ ચમત્‍કારિક, ઓછા અથવા વધારે હોવા

સંદર્ભ : ધર્મસિંધુ

૨ અ. વિશિષ્‍ટ પરિસ્‍થિતિમાં જન્‍મ થયા
પછી જનનશાંતિ કરવી પડવા પાછળનાં કારણો

‘પ્રત્‍યેક જીવનું પ્રારબ્‍ધ અલગ અલગ હોય છે. કેટલાક જીવોના પ્રારબ્‍ધની તીવ્રતા (ત્રાસના પ્રસંગો) અન્‍યોની તુલનામાં વધારે હોય છે. તે જીવોનો જન્‍મ વિશિષ્‍ટ પરિસ્‍થિતિમાં થાય છે. સંતાન જોડિયાં હોવા અથવા ‘એકનક્ષત્ર’ હોવા આ તેનું કુટુંબની સંબંધિત વ્‍યક્તિ સાથે લેણ-દેણ સંબંધ વધારે હોવાનું દર્શક છે. સંતાન ‘ત્રિકપ્રસવ’ હોવું એ કુટુંબમાં પૂર્વજોનો ત્રાસ હોવાનું દર્શક છે. બાળકને જન્‍મતઃ જ દાંત હોવા અથવા અવયવ ચમત્‍કારિક હોવા એ તેનું પ્રારબ્‍ધચક્ર વેગથી ચાલુ હોવાનું દર્શક છે, અર્થાત્ જીવને પ્રારબ્‍ધભોગ એક પછી એક ભોગવવા પડે છે. જન્‍મતઃ જ અવયવ ઓછા હોવા એ જીવના જીવનમાં દુઃખના પ્રસંગો વધુ હોવાનું દર્શાવે છે. આ પ્રકારનું ખડતર પ્રારબ્‍ધ સહન કરવા માટે કાળદેવતાની, અર્થાત્ ગ્રહોની સકારાત્‍મક શક્તિ મળે’, તે માટે હિંદુ ધર્મમાં જનનશાંતિ કરવાના ઉપાય યોજવામાં આવ્‍યા છે.’

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન, આધ્‍યાત્‍મિક સ્‍તર ૬૨ ટકા)

 

૩. જનનશાંતિ વિધિ કરવાથી બાળકને થનારા લાભ !

આગળની સારણીમાં આપ્‍યા છે.

સૂક્ષ્મ સ્‍તર પરના લાભ લાભનું પ્રમાણ (ટકા) પ્રત્‍યક્ષ લાભ
૧. બાળકને પ્રાણશક્તિ મળવી ૪૦ અ. બાળકને વિવિધ પ્રકારના રોગ થવા; પણ તે ઓછા સમયગાળામાં મટી જવા

આ. બાળકની વૃદ્ધિ અન્‍ય બાળકો જેવી થવી, અર્થાત્ બાળક સ્‍વસ્‍થ રહેવું

૨. બાળક ફરતું ઈશ્‍વરી શક્તિનું સૂક્ષ્મકવચ નિર્માણ થવું ૩૦ અ. બાળકને અખંડિત અને સારી ઉંઘ આવવી, સખતાઈથી દૂધ કે આહાર આપવો ન પડવો

આ. બાળકને ફરીફરીને અલગ અલગ ત્રાસ ન થવા

૩. પ્રારબ્‍ધની તીવ્રતા ઓછી થવી ૨૦ અ. બાળકને ત્રાસ થયા પછી તે સંદર્ભમાં ઉપાય કહેનારા તજ્‌જ્ઞ સહેલાઈથી મળવા

આ. બાળક મોટું થયા પછી તેને પોતાને થનારા ત્રાસ ધ્‍યાનમાં આવીને તેના પર નિયંત્રણ મેળવવાનું ફાવવું

૪. અન્‍ય (દેવતાના આશીર્વાદ મળવા, મન અને બુદ્ધિ પરનું માયાનું આવરણ વહેલાં દૂર થવું ઇત્‍યાદિ) ૧૦ અ. બાળક વધારે આનંદી રહેવું

આ. સાત્ત્વિક લોકો, વસ્‍તુ અથવા સ્‍થાન ભણી આકર્ષિત થવું

કુલ ૧00

જનનશાંતિ વિધિ દ્વારા ઉપર જણાવેલા સર્વ લાભ બાળકને પ્રાપ્‍ત થશે, એમ નથી. બાળકના પ્રારબ્‍ધ અને ભાવ અનુસાર તેના પર ઓછું-વત્તું પરિણામ થાય છે. ગુરુની આજ્ઞા અનુસાર અથવા સારો આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવતા પુરોહિતના માર્ગદર્શન હેઠળ ભાવપૂર્ણ અને પરિપૂર્ણ રીતે આ વિધિ કરવો આવશ્‍યક છે. વર્તમાન કળિયુગમાં ભાવપૂર્ણ અને પરિપૂર્ણ વિધિ કરનારા પુરોહિત મળવા દુર્લભ છે. એમ ભલે હોય, તો પણ આ વિધિના માધ્‍યમ દ્વારા ધર્મશાસ્‍ત્ર અનુસાર આચરણ અર્થાત્ જ સાધના થતી હોવાથી તેનું ફળ જીવને નિશ્‍ચિત જ મળે છે.’

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન, આધ્‍યાત્‍મિક સ્‍તર ૬૨ ટકા)

 

૪. જન્‍મ થયા પછી કેટલામા દિવસે જનનશાંતિ કરવી ?

બાળકનો જન્‍મ થયા પછી બારમા દિવસે જનનશાંતિ કરવી. તે દિવસે શાંતિ માટે અલગ મુહૂર્ત જોવાની આવશ્‍યકતા હોતી નથી. જો બારમા દિવસે જનનશાંતિ કરવાનું સંભવ ન હોય તો બાળકના જન્‍મનક્ષત્રમાં ચંદ્ર આવે તે દિવસે અથવા અન્‍ય શુભ દિવસે મુહૂર્ત જોઈને શાંતિકર્મ કરવું. જનનશાંતિ વધારે મોડેથી કરવાથી તેની પરિણામકારકતા ઓછી થાય છે. તેથી તે સમયસર કરવી જ લાભદાયક હોય છે.’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૨૮.૧૦.૨૦૨૨)

Leave a Comment