અધ્‍યાત્‍મશાસ્‍ત્ર : પરિપૂર્ણ શાસ્‍ત્ર

Article also available in :

૧. અધ્‍યાત્‍મ

‘સુખ જોવા જઈએ તો રાઈ જેટલું ll અને દુઃખ પહાડ જેટલું ll ’ એનો અનુભવ સૌને હોય છે. કલિયુગમાં સામાન્‍યરીતે મનુષ્‍યનાં જીવનમાં સરેરાશ સુખ ૨૫ ટકા અને દુઃખ ૭૫ ટકા હોય છે. મનુષ્‍યનો જ નહીં, પણ અન્‍ય પ્રત્‍યેક પ્રાણીમાત્રના પ્રયત્ન વધારેમાં વધારે સુખ કેવી રીતે મળે, એ માટેના હોય છે.

તે માટે પ્રત્‍યેક જણ પંચ જ્ઞાનેન્‍દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા વિષયસુખ ઉપભોગવાનો પ્રયત્ન કરે છે; પણ વિષયસુખ એ ક્ષણિક અને નિમ્‍ન કક્ષાનું હોય છે, જ્‍યારે આત્‍મસુખ, અર્થાત્ આનંદ એ ચિરંતન અને સર્વોચ્‍ચ કક્ષાનો હોય છે. આત્મસુખ પ્રાપ્ત કરી આપનારી બાબત એટલે અધ્‍યાત્‍મ.

અ. અધ્‍યાત્‍મ શબ્‍દની વ્‍યુત્‍પત્તિ અને અર્થ

અધ્‍યાત્‍મ આ શબ્‍દ ‘अधि + आत्मन् (आत्मन: अधि)’ આ બે શબ્‍દોમાંથી બનેલો છે. ‘अधि’ એટલે એ વિશે ; અર્થાત અધ્‍યાત્‍મ એટલે આત્‍મા વિશે. આત્‍માનું સ્‍વરૂપ, સાચો હું એટલે કોણ, હું ક્યાંથી આવ્‍યો, ક્યાં જવાનો ઇત્યાદિ વિશેનું જ્ઞાન એટલે અધ્‍યાત્‍મ. તેથીજ ‘सुखं च न विना धर्मात् तस्मात् धर्मपरो भवेत् ।’ એટલે ‘સાચું સુખ (આનંદ) એ ધર્માચરણ કર્યા વિના મળતું નથી; તેથી સદૈવ ધર્માચરણ કરવું’, એવું કહેવામાં આવ્‍યું છે.

અધ્‍યાત્‍મનો અંગીકાર કરીને, અર્થાત્ સાધના કરીને આત્‍મસુખ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે તો લૌકિક અને પારલૌકિક સુખ આ આનુષંગિક ફલપ્રાપ્‍તિ પણ થાય છે.

અધ્‍યાત્‍મ આ હિંદુ ધર્મની માનવજાતને મળેલી અણમોલ ભેટ છે; અધ્‍યાત્‍મશાસ્‍ત્રનું આટલું મહત્ત્વ હોવાં છતાંય દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો અધ્‍યાત્‍મ શબ્‍દનો અર્થ પણ જાણતા નથી. તેથી અધ્‍યાત્‍મ જેવા સર્વોચ્‍ચ આનંદ અને સર્વજ્ઞતા પ્રદાન કરનારા વિષય પ્રત્‍યે ઘણાં ઓછા લોકો રસ લે છે. વિષયસુખ કરતા આનંદ અનંતગણો હોય છે, એ સમજાય તો વિષયસુખ મેળવવા કરતા આનંદપ્રાપ્‍તિ માટે સહુ કોઈ પ્રયત્ન કરશે.

 

૨. વિજ્ઞાન અને અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

અ. વિજ્ઞાન એ અધ્‍યાત્‍મની એક શાખા !

‘વિજ્ઞાન’ કહીએ એટલે સામાન્‍યરીતે ‘આધુનિક વિજ્ઞાન’ આપણી નજર સામે આવે છે. બુદ્ધિપ્રામાણ્‍યવાદીઓ અને સર્વસામાન્‍ય વ્‍યક્તિઓને પણ ‘વિજ્ઞાન’ અને ‘અધ્‍યાત્‍મ’ આ બે ભિન્‍ન ભિન્‍ન વસ્‍તુઓ લાગે છે. અધ્‍યાત્‍મ એટલે અનંતનું, અર્થાત બધાજ વિષયોનું જ્ઞાન ! તો અધ્‍યાત્‍મમાં વિજ્ઞાન કેવી રીતે ન હોય ? વિજ્ઞાન એ અધ્‍યાત્‍મની એક શાખા છે, એવું કહી શકાય.

 

૩. અધ્‍યાત્‍મ : મહત્ત્વ

અ. અધ્‍યાત્‍મ : ચિરંતન અને સર્વોચ્‍ચ આનંદ પ્રદાન કરનારો વિષય

આપણને સતત સર્વોચ્‍ચ સુખ મળે, એવું સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રાણીથી લઈને પ્રગત એવા મનુષ્‍યપ્રાણી સુધી પ્રત્‍યેકને લાગતું હોય છે. તે માટે ના ક્ષણેક્ષણ પ્રયત્ન ચાલુ હોય છે. ચિરંતન સર્વોચ્‍ચ સુખ (આનેજ આનંદ કહેવાય.) કેવી રીતે મેળવવું, એ શીખવનારું શાસ્‍ત્ર, એટલે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર. એક વિદેશી ધર્મગુરુને અધ્‍યાત્‍મનું મહત્ત્વ વિશદ કરતી વેળાએ સનાતનના શ્રદ્ધાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ (બાબાએ) નીચે પ્રમાણે ઉત્તર આપ્‍યો.

‘ધર્મગુરુ : અમેરિકાની જનતા માટે તમારો શું વિશેષ સંદેશ છે ?’

બાબા : વિશ્‍વના બધા લોકો માટે મારો એકજ સંદેશ છે. માણસે સુખ, શાંતિ અને સમાધાનનો શોધ બાહ્ય જગતમાં શોધવાનું છોડી દેવું જોઈએ; કારણકે આ વાત અન્‍યત્ર ક્યાંય નથી પણ તેમનાં અંતઃકરણમાંજ છે. આપણે દિવસમાં ભલે ગમે તેટલું સુખ મેળવીએ અથવા ગમે તેટલા ભોગ ભોગવ્‍યા હોય, તો પણ દિવસના અંતે થાકજ લાગે છે. કૃતકૃત્‍ય થઈ ગયા એવું લાગતું નથી. પછી થાક ઉતારવા માટે આપણે સમગ્ર દિવસની સર્વ કમાણીનો ત્‍યાગ કરીને નિદ્રાનો આશ્રય લઈએ છીએ. મનુષ્‍યની નિદ્રાની આવશ્‍યકતા એજ સિદ્ધ કરે છે કે, બાહ્ય વિષયોની પ્રાપ્‍તિ માટે સંઘર્ષ કરવા કરતાં અંતર્મુખ થવાથીજ મનુષ્‍યને ઘણી વધારે શાંતિ અને સમાધાન મળે છે. ધ્‍યાન (સાધના) દ્વારા અંતર્મુખ થવાથી મનુષ્‍યને પ્રત્‍યક્ષમાં એના હૃદયમાંજ સ્‍થિત આત્‍મપ્રભાનો, પરમેશ્‍વરી શક્તિનો શોધ લાગે છે.’

આ સંદર્ભમાં નીચે આપેલુ સુવચન પ્રખ્‍યાત છે,

अध्यात्मविद्या विद्यानाम l

– શ્રીમદ્‌ભગવદ્‌ગીતા, અધ્‍યાય ૧૦, શ્‍લોક ૩૨

અર્થ : (બધી) વિદ્યાઓમાં અધ્‍યાત્‍મવિદ્યા (શ્રેષ્‍ઠ છે.)

આ. અધ્‍યાત્‍મ : સર્વજ્ઞતા આપનારો વિષય

વિશ્‍વમાં અનંત વિષયો હોવાથી બધાનો અભ્‍યાસ કરી બધા વિષયોમાં કુશળતા મેળવવા માટે કેટલાય જન્‍મોસુધી અભ્‍યાસ કરીએ તો પણ શક્ય નથી. સર્વજ્ઞ એવા ઈશ્‍વર સાથે એકરૂપ થવું હોય તો સર્વજ્ઞતા હોવી જ જોઈએ. એ માટે પરમેશ્‍વરે અધ્‍યાત્‍મ વિષયની સગવડ કરી છે. અધ્‍યાત્‍મ આ એકજ વિષય એવો છે કે, એમાં સર્વજ્ઞતા આવે કે, બધા વિષયોમાં સર્વજ્ઞતા આવે છે. એનું કારણ એ છે કે, અધ્‍યાત્‍મમાંથી જ બધા વિષયોની નિર્મિતિ થઈ છે.

ઇ. અધ્‍યાત્‍મ : પ્રત્‍યેક માટે ઉપયુક્ત

સંસારમાં કોઈ નિશ્‍ચિતતા નથી. ડગલે ને પગલે સંકટો આવે છે. એના વિરુદ્ધ પરમાર્થમાં આનંદ મળવાની નિશ્‍ચિતિ છે. બ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ કહે છે, તારો સંપૂર્ણ પરમાર્થ જો દેહ માટે હોય, દેહ સુખમાં રહેવો જોઈએ, દેહને રોગ ન થવો જોઈએ આદિ માટે હશે, તો તે પોતાની કામધેનુ આપીને ગધેડું ખરીદવા જેવું છે. સકામ (અપેક્ષા સાથે કરેલી) સાધનાથી એમને સુખ મળે છે, તેમજ એમનું દુઃખ પણ અલ્‍પ થાય છે, તો નિષ્‍કામ (નિરપેક્ષ) સાધનાથી આનંદાવસ્‍થા આવે છે. અર્થાત્ ઐહિક અને પારમાર્થિક એવા બન્‍ને વિષયમાં રસ ધરાવતી વ્‍યક્તિ માટે, એટલે પ્રત્‍યેક માટે અધ્‍યાત્‍મ આ વિષય ઉપયોગી છે.

ઉપરોક્ત વિવેચન પરથી પ્રત્‍યેક જણે અધ્‍યાત્‍મ જેવા પરિપૂર્ણ શાસ્‍ત્રનો અંગીકાર કરીને આવતી કાલે નહીં આજે, આજે નહીં, તો આ ક્ષણથી સાધનાનો આરંભ કરવો. સાધના કરવાથી થતી આધ્‍યાત્‍મિક અનુભૂતિ અને મળતો આનંદ અવર્ણનીય અને શબ્‍દોની પેલેપારનો હોવાથી પ્રત્‍યેક જણ એ જાતે અનુભવી શકે છે. સાધના કરવાથી અંતર્મનમાં આનંદનું ઝરણું વહેલું નિર્માણ થશે, એની નિશ્‍ચિતિ રાખો !

વિજ્ઞાનની અપૂર્ણતા અને અધ્‍યાત્‍મની પૂર્ણતા

પ.પૂ. ડૉ. આઠવલે

માયામાં આગળ આગળના ઘણા શોધ થાય છે; કારણકે માયા અનંત છે અને વિજ્ઞાન અપૂર્ણ છે. એનાથી વિરુદ્ધ અધ્‍યાત્‍મમાં નવા શોધ લાગતા નથી; કારણકે ઈશ્‍વર એક છે અને ઈશ્‍વરપ્રાપ્‍તિના બધા માર્ગ પરિપૂર્ણ હોવાથી કોઈજ શોધ થવાનો.

Leave a Comment