‘ભાવજાગૃતિના પ્રયત્નો’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયા જ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની !

Article also available in :

અનુક્રમણિકા

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ

 

૧. સ્‍વયંમાંનો દૈવી ગુણ જાણી લેવો અને તે પ્રમાણે પ્રયત્નો કરવા

‘ઈશ્‍વરે પ્રત્‍યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્‍પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?’, એ વિશે સ્‍વયં ચિંતન કરીને અને અન્‍યોની સહાયતા લઈને જાણી લેવો અને તેનો ઉપયોગ કરીને ઉત્‍સાહભેર પ્રયત્ન કરવા જોઈએ.

 

૨. એક ગુણના પૂર્ણ સમર્પણમાંથી જ ઈશ્‍વરના વિશ્‍વનું આકલન થવા લાગીને ઈશ્‍વર વિશે નિકટતા થવા લાગવી અને તેમાંથી જ ભાવનિર્મિતી થવી

આપણને જે આવડે છે, તે સંપૂર્ણત: ઈશ્‍વરને અર્પણ કરવાનો પ્રયત્ન કરવો. એક ગુણ આપણને ઘણું કાંઈ શીખવે છે. ‘કેટલું  શીખ્‍યા ?’, એના કરતા ‘શું શીખ્‍યા ?,’ એને અધિક મહત્ત્વ છે. એક ગુણના પૂર્ણ સમર્પણમાંથી જ આપણને ઈશ્‍વરનું વિશ્‍વ જ્ઞાત થવા લાગે છે અને સાધના થકી અનંત ગુણ ધરાવતા એવા ઈશ્‍વર વિશે આપણને નિકટતા લાગવા માંડે છે. આને જ ‘ઈશ્‍વર વિશે ભાવ નિર્માણ થવો’, એમ કહે છે.

 

૩. પંડમાં ઈશ્‍વરી તત્ત્વ આવવું

એકવાર આપણામાં ભાવ નિર્માણ થઈ જાય કે, સર્વ ગુણોનો ભંડાર ધરાવતા ઈશ્‍વર જ આપણા હૃદયમાં આવીને રહેવા લાગે છે. હવે ઈશ્‍વરજ આપણામાં આવી જાય, તો આપણે આપમેળે જ તેમના સર્વ ગુણો સાથે એકરૂપ થવા લાગીએ છીએ, આને જ ‘પંડમાં ઈશ્‍વરી તત્ત્વ આવવું’, એમ કહે છે.

 

૪. અન્‍યોને પૂછીને કૃતિ કરવાથી ઈશ્‍વર પ્રસન્‍ન થઈને સાધકોને કપરી પરિસ્‍થિતિમાં પણ સંભાળી લેતા હોવા

કાળની ગતિ જાણી લઈને કરેલું વર્તમાન સમયનું કર્મ એ જીવના ઉદ્ધાર માટે એક પ્રમાણ પુરવાર થાય છે; તેથી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ ‘કાળ અનુસાર સાધના’ એ વચન પહેલેથી જ કહી રાખેલું છે. ક્યારેય પણ કશું પણ કરવું નહીં. પ્રત્‍યેક વેળા ઉન્‍નતોને પૂછીને કર્મ કરવું. આ ગુણને લીધે ઈશ્‍વર પ્રસન્‍ન થઈને આપણને કપરી પરિસ્‍થિતિમાં પણ સાચવે છે.

 

૫. બાહ્ય સગપણમાં અટવાઈ જવાને બદલે આંતરિક સગપણથી માનવીમાં રહેલા ઈશ્‍વર સાથે સાંનિધ્‍ય સાધવું, ઈશ્‍વર આપણને ક્યારેય પણ છોડશે નહીં

બાહ્ય દેહને બદલે સાધકના અંતરમાં રહેલા ઈશ્‍વર પર આપણે પ્રેમ કરવું જોઈએ, એટલે કોઈ કારણસર જો તે સાધક આપણી સાથે નહીં હોય, તો પણ આપણને તેના વિયોગનું દુઃખ થશે નહીં. આપણા મનને સાધકના દેહમાંનાં તત્ત્વ પર પ્રેમ કરવાની ટેવ પડી હોવાથી ‘તત્ત્વ સ્‍વરૂપે તે આપણી પાસે જ છે’, એવું લાગે છે. આમાં એકલતાનું દુઃખ થતું નથી, તો ‘ઈશ્‍વર સર્વત્ર હોવાથી તે સાધક પણ આપણી પાસે જ છે’, એવા આનંદમાં આપણાથી સેવા કરી શકાય છે. ‘આપત્‍કાળમાં કોણ ક્યાં હશે ?’, એ જ્ઞાત નથી; તેથી બાહ્ય સગપણમાં ગૂંચવાશો નહીં. આંતરિક સગપણ થકી માનવીમાં રહેલા ઈશ્‍વર સાથે સમીપતા સાધ્‍ય કરશો. ઈશ્‍વર આપણને ક્યારેય પણ છોડી દેતાં નથી.

 

૬. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ સાધકોને સાધના કરવાનો મહામંત્ર આપ્‍યો હોવાથી સાધકો આપત્‍કાળમાં પણ ઈશ્‍વરના સાંનિધ્‍યમાં આનંદી રહેશે !

ઈશ્‍વરે કાળ અનુસાર હવે સમાજમંથન કરવાનો આરંભ કર્યો છે. ઈશ્‍વરની ગળણીમાંથી જે ગળાઈ જશે, તેઓજ આગળ જતા કઠિન સમયમાં બચી જશે. હવે સહુકોઈને સર્વસ્‍વ ત્‍યજી દેવું પડશે. સાધકોએ પહેલેથી જ તન, મન અને ધનનો ત્‍યાગ કર્યો હોવાથી સાધકોને આ કઠિન સમયગાળા વિશે કશું લાગશે નહીં; કારણકે તેમની પાસે કશુંજ નથી, તેથી તેમને ખોવાઈ જવાનું દુઃખ પણ થશે નહીં; પણ આ આપત્‍કાળમાં સામાન્‍ય લોકોના સ્‍થિતિ કફોડી થશે. તેમને પોતાનું સર્વસ્‍વ ગુમાવી દીધાનું દુઃખ થશે. ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ સાધકોને સાધના કરવાનો મહામંત્ર આપ્‍યો હોવાથી તેઓ કઠિન સમયગાળામાં પણ આનંદ સ્‍વરૂપ ધરાવતા એવા ઈશ્‍વરના સાંનિધ્‍યમાં આનંદી રહેશે.’ એમાં કોઈ સંદેહ નથી.’

 

૭. ‘ભાવ જાગૃતિ માટેના પ્રયત્નો કરવા’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયાજ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની પુરવાર થવી

ગુરુદેવે આપણને જે ભાવ આપ્‍યો છે તે આ કઠિન સમયગાળામાં સતત જાગૃત રાખવો જોઈએ. ‘ભાવ ત્‍યાં દેવ’ એ વચન અનુસાર ‘ભાવ જાગૃતિના પ્રયત્નો કરવા’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ  શીખવેલી પ્રક્રિયાજ આ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની બની રહેવાની છે. એનુ ‘આંતરિક સંજીવની’ એવું નામ છે. આંતરિક સંજીવની થકી આપત્‍કાળમાં દેહની સાથે સાથે પ્રાણનું પણ રક્ષણ થવાનું છે.

 

૮. માનવી નિર્મિત બાબતો ક્ષણિક આનંદ આપનારી હોવી; માત્ર ઈશ્‍વર નિર્મિત આનંદ  કાયમી હોવો

‘તમારી દૃષ્‍ટિ સુંદર હોવી જોઈએ. પછી તમને રસ્‍તા પરના પથ્‍થર, માટી, પાંદડા, ફૂલો આદિમાં પણ ઈશ્‍વર દેખાશે;  કારણકે પ્રત્‍યેક વસ્‍તુ ઈશ્‍વરે જ નિર્માણ કરી છે. ઈશ્‍વર નિર્મિત આનંદ કાયમી સ્‍વરૂપનો હોય છે; પરંતુ માનવી નિર્મિત બાબતો ક્ષણિક આનંદ આપે છે. ક્ષણિક આનંદનું નામ ‘સુખ’ છે.’

 – શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.(૪.૪.૨૦૨૦)

Leave a Comment