ચોટીલા (ગુજરાત) સ્‍થિત આદિશક્તિનું રૂપ રહેલા એવા શ્રી ચંડી-ચામુંડા દેવીના શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે લીધેલા દર્શનનો વૃતાંત !

Article also available in :

અનુક્રમણિકા

‘ચંડ’ અને ‘મુંડ’ આ અસુરોનો વધ કરનારાં અને આદિશક્તિનું રૂપ રહેલા ચોટીલા (ગુજરાત) સ્‍થિત શ્રી ચંડી-ચામુંડા દેવીનું ભાવપૂર્ણ દર્શન કરીએ !

ચોટીલા (ગુજરાત) સ્‍થિત શ્રી ચંડી-ચામુંડા દેવીના દર્શન કરવા વિશે સપ્‍તર્ષિએ જીવનાડીપટ્ટી દ્વારા કહેલાં સૂત્રો

 

૧. ચોટીલા ગામ સ્થિત શ્રી ચંડી-ચામુંડા દેવીનું મંદિર

ચોટીલા ગામ એ કર્ણાવતી (અમદાવાદ)થી રાજકોટના ધોરી માર્ગ પર છે અને તે રાજકોટ શહેરથી ૪૦ કિ.મી. દૂર છે. આ ગામમાં આવેલા એક ડુંગર પર શ્રી ચંડી-ચામુંડા દેવીનું મંદિર છે. ૭૦૦ પગથિયાં ચડીને મંદિરમાં જવું પડે છે.

 

૨. ચોટીલા સ્‍થિત શ્રી ચંડી-ચામુંડા દેવી વિશે મંદિરના મુખ્‍ય મહંત સચિન દેવગિરી મહારાજે કહેલી માહિતી

૨ અ. ચોટીલા સ્‍થિત શ્રી ચંડી-ચામુંડા દેવીનું સ્‍થાનમહાત્‍મ્‍ય

૨ અ ૧. દેવી કૌશિકીએ ધારણ કરેલાં બે સ્‍વરૂપમાંથી ‘ચંડ’ અસુરનો વધ કરેલા સ્‍વરૂપનું નામ ‘ચંડી’ અને ‘મુંડ’ અસુરનો વધ કરેલા સ્‍વરૂપનું નામ ‘ચામુંડા’ એવું પ્રચલિત થવું

‘ચંડ અને મુંડ એ શુંભ અને નિશુંભ નામના દૈત્‍ય રાજાના સેનાપતિ હતા. દેવી કૌશિકી (આદિશક્તિનું એક સ્‍વરૂપ)નું સુંદર રૂપ જોઈને શુંભ-નિશુંભ રાક્ષસો તેમના ભણી આકર્ષિત થયા. શુંભ-નિશુંભ રાક્ષસોએ દેવીને લઈ આવવા માટે ચંડ-મુંડ અસુરોને તેમની પાસે મોકલ્‍યા. દેવીએ તેમને કહ્યું, ‘‘મારી સાથે યુદ્ધ કરીને તમે જીતી જશો, તો હું તમારી સાથે આવીશ.’’ દેવી કૌશિકીએ ચંડ-મુંડની સાથે યુદ્ધ કરવા માટે બે સ્‍વરૂપ ધારણ કર્યાં. ‘ચંડ’ અસુરનો વધ કરેલા સ્‍વરૂપનું (શક્તિનું) નામ ‘ચંડી’, જ્‍યારે ‘મુંડ’ નામના અસુરનો વધ કરેલા સ્‍વરૂપનું (શક્તિનું) નામ ‘ચામુંડા’ એમ પ્રચલિત થયું. ચોટીલા ગામના ડુંગર પર દેવીએ ચંડ-મુંડ અસુરોનો વધ કર્યો.

૨ અ ૨. શ્રી ચંડી-ચામુંડા દેવીના મંદિરમાં આવેલી શિલા સ્‍વયંભૂ છે. એક જ પત્‍થરમાં બન્‍ને દેવીઓ દેખાય છે.

૨ અ ૩. ચોટીલા સ્‍થાનનું વર્ણન કરતી વેળા અમારા પૂર્વજો કહેતા, ‘‘કૈલાસમાં ૧૨ વર્ષો સુધી તપ કર્યા પછી જે ફળ મળે છે, તે આદિશક્તિના આ સ્‍થાન પર કેવળ સાત વર્ષો સુધી તપ કરવાથી પ્રાપ્‍ત થાય છે.’’

૨ અ ૪. પાંચ સહસ્ર વર્ષો અગાઉ પાંડવો શ્રીકૃષ્‍ણને મળવા માટે દ્વારકા જતા હતા. તે સમયે તેમણે આ સ્‍થાન શોધીને અહીં દેવીની આરાધના કરી હતી.

૨ આ. અન્‍ય સૂત્રો

૧. પ્રતિવર્ષે શારદીય નવરાત્રિમાં આઠમની તિથિએ અહીં નવચંડી યાગ થાય છે. આ યાગના પ્રસંગે પાંચ કોસના પ્રદેશમાંથી લાખો ભક્તગણ અહીં આવે છે.

૨. પ્રતિદિન સવારે અને સાંજે દેવીની આરતી થાય છે. તે વેળા દેવીના મંદિરમાંની છત્રી આપમેળે હલે છે અને તે વેળા ‘પ્રત્‍યક્ષ દેવી અંદર આવી રહ્યાં છે’, એવું જણાય છે. તે સમયે પૂજારીનું શરીર પણ ધ્રુજવા લાગે છે.

૩. દેવીને પ્રતિદિન અભિષેક કરવામાં આવતો નથી; કેવળ જે દિવસે દેવીને અભિષેક કરવાનો હોય છે, એના આગળની રાત્રે દેવી પૂજારીના સ્‍વપ્નામાં આવીને બીજા દિવસે સ્‍નાન કરાવવા વિશે સૂચવે છે.

૪. પ્રતિદિન રાત્રે ૮ કલાકે મંદિર બંધ થાય છે. ત્‍યાર પછી પૂજારી અને અન્‍ય કોઈપણ ડુંગર પર રોકાતા નથી.’

 

૩. શ્રી ચંડી-ચામુંડા દેવીના દર્શન કરવા જતી વેળાએ બનવા પામેલી અદ્દભુત દૈવી ઘટના !

૩ અ. મંદિરની તળેટી પાસે પહોંચ્‍યા પછી અચાનક મુશળધાર વરસાદ પડવાનો આરંભ થવો અને ‘શ્રી ચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે તે રાત્રે ચોટીલા ગામમાં વસવાટ કરવો’, એવી દેવીની ઈચ્‍છા છે’, એવું સપ્‍તર્ષિએ કહેવું

૯.૭.૨૦૨૧ના દિવસે સાંજે ૬ કલાકે અમે ચોટીલા સ્‍થિત મંદિરમાં જવા માટે ડુંગરની તળેટી પાસે પહોંચ્‍યા. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ ત્‍યાં પહોંચ્યા સુધી જરા પણ વરસાદ નહોતો. ડોળીવાળા (પાલખીવાળા) પણ તેમને ડુંગર પર લઈ જવા માટે તૈયાર હતા. (‘ડોળી’ એટલે લોકોને લાવવા/લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સાદી પાલખી. આ પાલખી માણસો ઉપાડતા હોય છે. અત્‍યારે તે ડુંગરાળ પ્રદેશમાં ઉપયોગમાં લેવાય છે.’ – સંકલક) મંદિર સમિતિને અને મંદિરના મુખ્‍ય પૂજારીને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ મંદિરમાં આવવાના હોવાની કલ્‍પના હતી. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ ગાડીમાંથી હજી ઉતરવાના જ હતાં, ત્‍યાં જ મુશળધાર વરસાદ પડવા લાગ્‍યો.

આ વરસાદ સામાન્‍ય લાગતો નહોતો. એક કલાક પછી પણ તેના ન્‍યૂન થવાના કોઈજ લક્ષણ દેખાતા નહોતા. ઊલટાનું તે વધતો જતો હતો. આ વિશે પૂ. ડૉ. ૐ ઉલગનાથનજીને જાણ કર્યા પછી તેમના માધ્‍યમ દ્વારા સપ્‍તર્ષિએ કહ્યું, ‘આજે અને આવતીકાલે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ચોટીલા ગામમાં, એટલે કે શ્રી ચામુંડાદેવીના ક્ષેત્રમાં રહેવું,’ એવું દેવીના મનમાં છે. ‘જો આજે મંદિરમાં દેવદર્શન થાય, તો શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ તેમના આગળના પ્રવાસ માટે જવા નીકળશે’, એ જાણીને દેવીએજ આ વરસાદનું નિયોજન કર્યું છે. જાણે ચામુંડા દેવી કહી રહ્યાં છે કે, ‘આ વરસાદ થકી હું શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનું સ્‍વાગત કરું છું. આજે એક દિવસ વસવાટ કરો અને આવતીકાલે દર્શન કરવા જશો.’ અમે સપ્‍તર્ષિના કહેવા પ્રમાણે દેવીને માનસ નમસ્‍કાર કર્યા અને તે રાત્રે ચોટીલા ગામમાં વસવાટ કર્યો.

૩ આ. સપ્‍તર્ષિના કહેવા અનુસાર બીજા દિવસે સાંજે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે દેવીના દર્શન કરવા અને તે સમયે તેમની ભાવજાગૃતિ થવી

બીજા દિવસે સપ્‍તર્ષિએ અમને ‘સાંજે ૫ થી ૭ આ સમયમાં દેવીના દર્શન કરવા’, એવો સંદેશો આપ્‍યો. તે પ્રમાણે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે દેવીના દર્શન કર્યાં. ડોળીવાળા શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને ૧૫ મિનિટમાં ડુંગર પર લઈ ગયા. શ્રી ચંડી-ચામુંડા દેવીના મનોહારી દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળની ભાવજાગૃતિ થઈ.

૩ ઇ. મંદિરના મુખ્‍ય મહંત સચિન દેવગિરી મહારાજે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને બોલાવીને દેવીનો ઇતિહાસ કહેવો અને તેમણે ‘તમારી સર્વ મનોકામના શ્રી ચંડી-ચામુંડા દેવી પૂરી કરશે’, એવો આશીર્વાદ આપવો

‘શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ એ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે પ્રાર્થના કરવા આવ્‍યા છે’, એ જાણતાવેંત જ મંદિરના મુખ્‍ય મહંત સચિન દેવગિરી મહારાજે  શ્રીચિત્‌શક્તિ (સૌ.) ગાડગીળને દેવીના ગર્ભગૃહની પાસેના કક્ષમાં બોલાવી લીધા અને દેવીનો સમગ્ર ઇતિહાસ કહ્યો. તેમણે કહ્યું, ‘‘માતાજી, ‘આપ એક સ્‍ત્રી હોવા છતાં હિંદુ રાષ્‍ટ્ર માટે સતત પ્રવાસ ખેડી રહ્યા છો’, એ આશ્‍ચર્યજનક છે. ‘તમારી સર્વ મનોકામના શ્રી ચંડી-ચામુંડા દેવી પૂરી કરશે’, એમાં કોઈ શંકા નથી.’’

૩ ઈ. વરસાદના ચિહ્‌નો દેખાતાં જ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે પગથિયાં ઉતરીને તળેટી પહોંચવું, તેમણે ગાડીમાં પગ મૂકતાં જ મુશળધાર વરસાદ પડવાનો ચાલુ થવો અને ‘વરુણદેવ કેવળ તેમના દેવદર્શન થવા માટે થોભી ગયા હતા’, એવું જણાવું

દેવદર્શન કરીને ડુંગર ઉતરવા માટે પગથિયાં પાસે આવ્‍યા ત્‍યારે ડોળીવાળા દેખાયા નહીં. ‘તેમને મંદિર સમિતિ દ્વારા સત્‍વરે સામગ્રી લાવવા-લઈ જવા માટે સંદેશો મળવાથી તેઓ ગઢની નીચે ગયા છે અને તેમને ઉપર આવવા માટે ઓછામાં ઓછી ૧૫ મિનિટ લાગશે’, એવું અમને જાણવા મળ્‍યું. એટલામાંજ વાદળોનો ગડગડાટ થવા લાગ્‍યો. કાળા વાદળોએ ડુંગરને ચારે દિશાઓથી ઘેરી લીધો હતો. ‘હમણાં વરસાદ પડશે’, એ ધ્‍યાનમાં આવતાવેંત જ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે જાતે પગથિયાં ઉતરવાનો આરંભ કર્યો અને તેઓ કેવળ ૧૦ મિનિટમાં સર્વ પગથિયાં ઉતરીને ડુંગરની તળેટી પાસે પહોંચ્‍યા. તેમણે તળેટીની સામે ઉભી રહેલી ગાડીમાં પગ મૂકતાંજ મુશળધાર વરસાદ પડવા લાગ્‍યો. તે ક્ષણે ‘વરુણદેવ કેવળ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના દેવદર્શન થઈ જાય એ માટે થોભી ગયા હતા’, એવું અમને જણાયું.

૩ ઉ. ‘દેવીને મળવા માટે દેવી જ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ) ગયાં હતાં અને દેવીએ તેમનો આનંદ વરસાદના માધ્‍યમ દ્વારા વ્‍યક્ત કર્યો’, એવું પૂ. ડૉ. ૐ ઉલગનાથનજીએ કહેવું

બે દિવસમાં જે કાંઈ બની રહ્યું હતું, તે સર્વ જોઈને અમો સાધકોને ‘શું બની રહ્યું છે?’, એ કાંઈ જ સમજાતું નહોતું. સઘળું અદ્દભુત બની રહ્યું હતું .‘શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ચોટીલા સ્‍થિત દેવીના દર્શન કરવા જવું, અચાનક વરસાદ પડવો, તેમના દેવીદર્શન થાય, ત્‍યાં સુધી વરસાદ થોભી જવો’, આ સર્વ ઘટનાઓ માનવી નથી જ્‍યારે દૈવીજ છે. આ ઘટનાઓ વિશે અમે પૂ. ડૉ. ૐ ઉલગનાથનજીને જણાવ્‍યું, ત્‍યારે તેમણે કહ્યું, ‘‘શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ એ બન્‍ને દેવીઓજ છે. ખરું કહેવાનું થાય, તો દેવીને મળવા માટે દેવી જ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ) ગયાં હતાં. દેવીએ તેમનો આનંદ વરસાદ સ્‍વરૂપે વ્‍યક્ત કર્યો. આ સર્વ ઘટનાઓ સામાન્‍ય નથી પણ દૈવી છે. આગળ જતાં તેની નોંધ ઇતિહાસમાં થશે. સામાન્‍ય વરસાદમાં અને દેવીએ પાડેલા વરસાદમાં ફેર છે. આ ‘આનંદનો વરસાદ’ છે.’’

 

૪. ચોટીલા ગામના ચંડી અને ચામુંડા એ આદિશક્તિના સ્‍વરૂપો છે અને શ્રી સત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ એ બન્‍ને ચંડી અને ચામુંડાના અંતરંગથી એકજ એવા અસ્‍તિત્‍વ ધરાવતાં બે સ્‍વરૂપો છે !

સપ્‍તર્ષિએ આગળ કહ્યું, ‘‘ચોટીલા ગામમાં ડુંગર પર ‘ચંડી-ચામુંડા’ નામની દેવીઓની મૂર્તિઓ છે. આ દેવીઓ બે સ્‍વરૂપમાં ભલે દેખાતાં હોય, તો પણ તેઓ એકજ (એકરૂપ) છે. ચંડી અને ચામુંડા એ આદિશક્તિનાં સ્‍વરૂપો છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારી એવાં શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ એ બન્‍ને ચંડી અને ચામુંડા દેવીનાં સ્‍વરૂપો છે. જે આદિશક્તિએ અનેક યુગો પહેલાં ચંડી-ચામુંડા રૂપ ધારણ કર્યું હતું, તેમજ જે આદિશક્તિએ ૩ સહસ્ર વર્ષો અગાઉ રાજસ્‍થાનના ઓશિયાં ગામમાં ‘સત્ ચિત્ દેવી’નું (સચ્‍ચિયામાતાનું) રૂપ ધારણ કર્યું, તે જ હવે શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનાં સ્‍વરૂપમાં પૃથ્‍વી પર અવતીર્ણ થયાં છે. શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને જોતાં તેમના બે અલગ સ્‍વરૂપ ભલે દેખાતા હોય, તો પણ તેઓ અંદરથી (અંતરમનથી) એકજ છે.’’

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ વર્ષ ૨૦૧૬માં સદ્‌ગુરુપદ પર વિરાજમાન થયાં તે ક્ષણ… અને શ્રી ચંડી -ચામુંડા દેવી સમાન એકબીજાની સમીપ બેસેલા જણાઈ આવવાં !

   ચોટીલા સ્‍થિત શ્રી ચામુંડાદેવીના દર્શન પછી ‘શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ એ બન્‍ને શ્રી ચામુંડા દેવી છે’, એમ લાગવું !

ચોટીલા સ્‍થિત ચામુંડા દેવીનાં અનેક સંકેતસ્‍થળો પર છાયાચિત્રો છે. તેમાંનાં બે છાયાચિત્રો જોયા પછી ‘ચંડી-ચામુંડા’ આ બન્‍ને દેવીઓ એ અન્‍ય કોઈ નથી પણ આપણે જેમના સહવાસમાં નિરંતર રહીએ છીએ, તેઓ શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ જ છે’, એવું લાગે છે.

ઉપરોક્ત છાયાચિત્રમાં શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ બન્‍ને એકબીજાની સમીપ બેસેલાં છે. આ છાયાચિત્ર ભણી જોતી વેળાએ ‘ચોટીલા ખાતેનાં ચંડી-ચામુંડા દેવી એ આ જ છે’, એવું લાગે છે. શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના સંદર્ભમાં અમો સાધકોને આ બાબતનો અનુભવ થાય છે.’

 

૫. પ્રાર્થના

‘હે ગુરુદેવ, આપશ્રી તથા શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ એકજ છો. અમો સર્વ સાધકો આ ગુરુપૂર્ણિમાના નિમિત્તે  શ્રીવિષ્‍ણુના અંશ ધરાવતા અમારા ગુરુદેવ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને આદિશક્તિના અંશ ધરાવતા શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોમાં ‘અમને આ જન્‍મમાં આપના દર્શનનો લાભ થયો, આપ ત્રણેયના સામીપ્‍યમાં સેવા કરવાનું ભાગ્‍ય સાપડ્યું, આપના સત્‍સંગનો લાભ થયો. આપેજ અત્‍યાર સુધી અમારા દ્વારા સાધના કરાવી લીધી છે’, એ માટે કોટીશ: કૃતજ્ઞતા વ્‍યક્ત કરું છું. ‘અમો પામર જીવો દ્વારા આગળ પણ આપ આ પ્રમાણેજ સાધના કરાવી લેશો’, એજ આપ ત્રણ ગુરુઓનાં ચરણોમાં પ્રાર્થના !’

– શ્રી વિનાયક શાનભાગ, ચોટીલા, ગુજરાત. (૧૦.૭.૨૦૨૧)

આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ એ ભાવ ત્‍યાં દેવ એ વચન અનુસાર સદ્‌ગુરુઓની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તેવી જ સહુકોઈને થાય એવું નથી. – સંપાદક

Leave a Comment