સતીનું બ્રહ્મરંધ્ર જે ઠેકાણે પડ્યું, તે પાકિસ્‍તાનસ્‍થિત શક્તિપીઠ શ્રી હિંગળાજમાતા !

Article also available in :

મંદિરમાં પ્રતિષ્‍ઠાપિત શ્રી હિંગળાજમાતા

હિંગળાજમાતા મંદિર ૫૧ શક્તિપીઠોમાંથી એક છે અને તે પાકિસ્‍તાનમાં છે. આ ઠેકાણે સતીનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું. તે બલુચિસ્‍તાનના લારી તાલુકામાં એક ઘનઘોર ખીણમાં આવેલું છે. હિંગોલ નદીના કાંઠે અને મકરાન રણના ખેરથાર ટેકડીમાં વસેલું આ શ્રી હિંગળાજમાતા મંદિર કરોડો હિંદુઓનું શ્રદ્ધાસ્‍થાન છે.

શ્રી હિંગળાજમાતાની સ્‍વયંભુ શિલા

શ્રી હિંગળાજમાતા મંદિર એક નૈસર્ગિક ગુફામાં છે. મંદિરમાં માટીની એક વેદી છે. આ મંદિરમાં દેવીની મૂર્તિ હોવાને બદલે સ્‍વયંભુ શિલા છે. આ શિલા સિંદૂરથી મઢાવેલી છે. તેને સંસ્‍કૃતમાં ‘હિંગુલા’ કહે છે. તેના પરથી કદાચ શ્રી હિંગળાજમાતા નામ પડ્યું હશે. આ ઠેકાણે શ્રી હિંગળાજમાતાને ‘હિંગુલાદેવી’ તરીકે પણ સંબોધવામાં આવે છે. ગત ૩ દશકોમાં આ મંદિર પુષ્‍કળ લોકપ્રિય થયું છે. દેવી ડોડિયા રાજપૂતો માટે પ્રથમ કુળદેવી તરીકે પૂજનીય છે. આ પરિસરમાં હિંગળાજમાતા મંદિર સિવાય અન્‍ય પણ પૂજાસ્‍થળો છે.’

(સંદર્ભ : સંકેતસ્‍થળ)

Leave a Comment