યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયને સ્‍થાપન કરેલું શેવગાવ ખાતેનું જાગૃત દત્તમંદિર !

Article also available in :

મંદિરમાંની બોલકી દત્તમૂર્તિ

 

૧. ‘મંદિરમાંની દત્તમૂર્તિ બોલી રહી છે’, એવું જણાવવું

શેવગાવ ખાતેનું દત્તમંદિર યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયનની ખડતર તપસાધનાનું ફળ છે. મંદિરનું બાંધકામ દાદાજીના સંકલ્‍પિત માળખા પ્રમાણે પૂર્ણ થયું. ગર્ભગૃહમાંની પ્રસન્‍ન, બોલકી, નિરાગસ તેમજ વાત્‍સલ્‍યમય તેજસ્‍વી મૂર્તિ યોગતજ્‌જ્ઞ દાદાજીએ પોતે જયપુર જઈને બનાવી લીધી છે. ૨૪.૫.૨૦૦૬ના દિવસે તેમના કરકમળો દ્વારા દત્તમૂર્તિનો પ્રાણપ્રતિષ્‍ઠાપના સમારંભ મંગલમય વાતાવરણમાં સંપન્‍ન થયો હતો. દાદાજીએ આ દત્તમૂર્તિમાં પ્રાણ રેડ્યા હોવાથી મૂર્તિમાં જીવંતપણું જણાય છે. ‘તે મૂર્તિ જાણેકેમ આપણી સાથે બોલતી ન હોય’, એવું જણાય છે.

 

૨. દત્તમંદિરમાંની પૂજાવિધિ

આ મંદિરમાં પવિત્રતાનું કડક પાલન કરવામાં આવે છે. અહીં મુખ્‍ય મૂર્તિને સ્‍પર્શ કરવા માટે પ્રતિબંધ છે. દાદાજીએ આપેલી બીજી આરસપહાણની મૂર્તિ પર ભક્તો અભિષેક કરે છે. ત્‍યાં પ્રત્‍યેક દિવસે સવાર-સાંજ પૂજા-અર્ચના અને આરતી થાય છે. બપોરે ભગવાન દત્તાત્રેયને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. પ્રત્‍યેક ગુરુવારે સાંજે મહાઆરતી થાય છે. સર્વ ભક્તોને પ્રસાદ તેમજ દાદાજી દ્વારા લક્ષ્મીપ્રસાદ આપવામાં આવે છે. ‘શ્રદ્ધા અને નિષ્‍ઠાથી આ ક્ષેત્રે આવનારા ભક્તોની મનોકામનાઓ ચોક્‍કસ જ પૂર્ણ થાય છે’, એવી પ્રતીતિ અનેક લોકોને થયેલી છે. આ પરિસરમાં અનેક લોકોને નાગરાજના દર્શન થાય છે.

યોગતજ્‌જ્ઞ દાદાજીને અષ્‍ટસિદ્ધિમાંની એક ‘લઘિમા’ સિદ્ધિ પ્રાપ્‍ત હોવાથી ‘તેઓ આરતી સમયે સૂક્ષ્મરૂપથી ઉપસ્‍થિત હોય છે’, એવી પ્રતીતિ અનેક સાધકોને થઈ છે.

 

૩. દત્તમૂર્તિની વિશિષ્‍ટતા

આ દત્તમૂર્તિની એક પ્રમુખ વિશિષ્‍ટતા એટલે આ મૂર્તિનો રંગ આપમેળે જ બદલાય છે. દત્તમૂર્તિનો મૂળ રંગ સફેદ છે. મૂર્તિનો રંગ ક્યારેક પૂર્ણ ગુલાબી થાય છે, તો ક્યારેક આછો વાદળી બને છે. આ બુદ્ધપૂર્ણિમાએ (દાદાજીના જન્‍મદિને) મૂર્તિનો રંગ ગુલાબી થયો હતો.

 

૪. યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયને
સાધકોને ગુરુદ્વાદશી (વાઘબારસ)
નિમિત્તે મંદિરમાં હવન કરવા માટે કહેવું

૪ અ. ૪૦ સાધકોએ હવન કરવો

૧૬.૧૦.૨૦૧૭ના દિવસે ગુરુદ્વાદશી હોવાથી દાદાજીએ અહીંના સાધકોને મંત્રજપ આપીને હવન કરવા માટે કહ્યું હતું. તે પ્રમાણે ૪૦ સાધકોએ સાંજે હવન કર્યો. ત્‍યાર પછી મહાપ્રસાદ થઈને હવન સંપન્‍ન થયો. સર્વ સાધકો રાત્રે મંદિર બંધ કરીને ઘરે ગયા.

૪ આ. બીજા દિવસે પૂજા કરવા માટે
દત્ત મંદિરનું બારણું ખોલ્‍યા પછી સાધકોને
‘મૂર્તિ પર ભસ્‍મનો અભિષેક થયો છે’, એમ દેખાવું

બીજા દિવસે પરોઢિયે ૫.૪૫ કલાકે હંમેશાંની જેમ શ્રી. કુલકર્ણી (સાધક) પૂજા કરવા માટે મંદિરમાં ગયા. તેમણે ગર્ભગૃહનું દત્ત મંદિરનું બારણું ખોલ્‍યા પછી તેમને દેખાયું, ‘દત્તાત્રેયની મૂર્તિ પર પુષ્‍કળ ભસ્‍મ આવ્‍યું છે. જાણેકેમ મૂર્તિ પર ભસ્‍મનો અભિષેક ન થયો હોય ! મોટી મૂર્તિ પર પણ થોડા પ્રમાણમાં ભસ્‍મ આવ્‍યું હતું.’ સાધકોને ‘મૂર્તિ પર ભસ્‍મ આવ્‍યું છે’, આ સમાચાર મળતાં જ તેમને પુષ્‍કળ આનંદ થયો. તેમણે દત્તગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરી. (આ પહેલાં શરદ પૂર્ણિમાને દિવસે પણ મૂર્તિ પર ભસ્‍મ આવ્‍યું હતું.)

૪ ઇ. દત્તગુરુની પ્રતીતિ

આ બાબત જ્‍યારે યોગતજ્‌જ્ઞ દાદાજીને કહી, ત્‍યારે તેમણે કહ્યું, ‘‘આ શુભસંકેત છે. દત્તગુરુએ આ પ્રતીતિ આપીને પ્રસાદ આપ્‍યો છે.’’

 

૫. યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયને ભાખેલું સત્‍ય થવું

યોગતજ્‌જ્ઞ દાદાજીએ વર્ષ ૧૯૯૮માં દુબઈ ખાતે ‘શેવગાવમાં ૨૪.૫.૨૦૦૬ના દિવસે દત્તમૂર્તિની પ્રતિષ્‍ઠાપના થશે’, એવું ભવિષ્‍ય ભાખ્‍યું હતું. તે સમયે તેમની અને વર્તમાનમાં મંદિરના વિશ્‍વસ્‍ત શ્રી. અર્જુનરાવ ફડકેની ઓળખાણ પણ નહોતી.’

શ્રી. અતુલ પવાર, નાશિક (ઑક્‍ટોબર ૨૦૧૭)

Leave a Comment